કનેક્ટીંગ ફ્લાઇટના પ્લેનની સીટ ઉપર હું ફસડાઇ ને પડ્યો .ઘરના સભ્યોએ મને "ઇટ ઇઝ ઓકે"કહ્યા કર્યુ પણ મન માયા મોહ સંસારમાંથી જાણે ઉતરી ગયુ ...થોડી
વારે કડક કોફી પીધી..બે ગીત મનમા વારંવાર અથડાતા હતા 'તોરા મન
દરપન કહેલાયે..ભલે બુરે સારે સરમો કો દેખે ઔર દીખાયે..'તો તરતજ
‘ના કોઇ ઉમંગ હૈ ના કોઇ તરંગ હૈ મેરી જીંદગી હૈ ક્યા ..'
કેટલા ઉમંગ અને ઉત્સાહથી અમેરીકા જતો હતો .. સગાનું કરી માનીને પૈસા પાકીટ મોબાઇલ અલગ ટ્રેમાં શું કામ મુક્યા .. મારા જેવો ઇન્ટેલીજંટ માણસ કેમ ભોળવાઇ ગયો ..? કેટલા સપના જોયા હતા કે અમેરીકા દિકરાને ઘરે પહોંચીને બધાને ખુશ કરી દઇશ કે “ જૂઓ મોદી સરકારે કેવી સરસ રંગરંગીન નોટો બનાવી છે .. ખાસ બેંકમા જઇ નવુ બંડલ લઇને તેમાથી આ નોટો કાઢીને ખીસ્સામાં મુકી હતી .. મારા પૌત્ર પૌત્ર નવી નોટ જોઇને કેટલા ખુશ થશે પણ.. હાય કિસ્મત.. ક્યાસે ક્યાં હો ગયા…. ફોન પણ ગયો.. એપલનો આઇફોન હતો .. બધા કોન્ટેક્ટ તેમાં જ હતા . હવે કોઇને મોઢું કેમ બતાવીશ કરતાયે જેવી બધા મિત્રોને ખબર પડશે એટલે અંદરથી ખુશ થતા બહારથી રજમાં મોઢું કરીને પુછશે કેમ કરતા થયુ ?હવે એની શોકસભા ભરાશે . મારે જ મારા સિતમની કથા કહેવા પ્રમુખસ્થાન શોભાવવુ પડશે . પછી આવી હ્રદયદ્રાવક વાત સાંભળી તાળીઓના ગડગડાટ વચ્ચે મને વધાવી ને શાલ અને શ્રીફળ આપશે … મન ખાટું થઇ ગયુ . એક તો નુકશાન ઉપરથી બેઇજ્જતી માટે વાહ વાહ શાલ શ્રીફળ ?
ફરીથી ઘટનાંને રીરન કરતો હતો કે સીક્યોરીટી ચેકઅપમાં જો ઓલી ઇંડીયન લિવર ગોરી છોકરીએ એપી ને સેન્ટ પરફ્યુમની બબાલ નકરી હોતતો મારું બધુ સટોસટ પતી ગયુ હતું .. પણ નસીબમાં જીસકે જો લીખા થા વો તેરી મહેફીલમે કામ આયા .. કીડી કે હિસ્સે મેં જામ આયા કિસ્સી કે હિસ્સેમેં .. બસ સબ લુટ ગયા કુછ ના બચા .. બધા યાદ આવ્યા એટલા સેડસોંગ મનમાં ગાઇ લીધા.. હવે આગળ વિચારતો હતો કે લોકો મને હવે કેવા ભાવથી જોશે .. ?કેવી કલ્પના કરશે ? મારે તો નીચું મોઢું જ રાખવાનું .
હવે મને ચંદ્રકાંતને બદલે એલા ચંદુ.. કહેશે ?નાણા વગરનો નાથીયો નાણે નાથાલાલ..'હવે ઘરના એ મને એ ભાવથી જોશે...ફુલ ડીપ્રેશન વચ્ચે સારો નાસ્તો કરી પરાણે સુઇ ગયો... પણ સપનુ ચાલુ થયુ ....હું ખાખી બાવો બની જંગલ જંગલ ભટકતો હતો ન ઘરનો ન ઘાટનો મારી સાથે હું જ ચંબુજી બની ભટકતો હતો ...સપનામા એક ગુરુ મળ્યા "બચ્ચા ક્યા લેકે આયા થા ?"
“બાબા બે પાકીટ ફોન રોકડા રૂપીયા ..."
“અરે બચ્ચે પેદા હુવા તભી ક્યા લેકે આયાથા ?"
“બાબા રોતે રોતે આયા થા.."
ગુરૂ ગરમ થઇ ગયા"મૈ પુછ રહા હુ ખાલી હાથ આયા થા ના?"
“ના બાબા પૈર પેટ માથાભી સાથમે લાયા થા. "
ગુરૂજીએ જટા ખોલી પોતાના માથાને અફાળ્યુ"બાબા ચેતમચછંદર યે કૈસે
ચેલે ભેજે હૈ..?ઉલટી ખોપડી દીખતી હૈ.."
“તો ઉલ્ટા પુછ ના..."
બાબા ફોમમા આવી ગયા "અબ બાબા બનજા "
“પણ ગુરૂ મને જ્ઞાન નથી મારા કોઇ ચેલા ચેલી નથી ..કોઇ સંમોહન વિદ્યા
નહી હૈ ..ભાગવત રામાયણ સાંભળ્યા છે ઘણીવાર વાંચ્યા પણ છે પણ
તેની મુળ કથાને બદલે આડ કથાઓ યાદ રહે છે પ્રશ્નો બહુ થાય છે જેમકે
જો રામ જેવા ભગવાનને તો બધ્ધી ખબર હોય તો સીતાજીને બદલે શબરી
ને સીતાજીનુ રુપ આપી દીધુ હોત તો આ રામાયણની બબાલ જ ન થાતને?
આવી જ રીતે પાડવોએ કલક્ત્તા કે મુંબઇ બાજુ જીંદગી વસાવી હોત તો?
બાબા મને લડવાની વાત આવે ત્યારે એક શેર યાદ આવે"
“યે જાનવર બીચમે કહાંસે આ ગયા ?"બાબ તાંડવની તૈયારીમા પડી ગયા
“બોલ દે બચ્ચા યે તેરે આખરી બોલ હૈ"
“હમ મર્દ હૈમર્દમેં કુછ કમ નહી
લેકીન લડને મરને કી બાત છોડદો
ઉસમે કુછ દમ નહી"
બાબા બોલે ઇસમે ના છંદ મેળ હૈ ના માત્રા મેળ ...ઇસમે ગાલગાગા તો
હૈ મગર લગા ગા લગાગા નહી હૈ બચ્ચે "
હું સાવચેત થઇ ગયો .દુખ ભુલી ગયો .મને શંકા ગઇ "આપ પીંગળબાબા
હો?"
“ના હમ જીંગલબાબા હૈ"
“ અરે એક બાજુ મારા ઉપર દુખનો પહાડ તુટી પડ્યો છે ને બાવલા તને ‘ જીંગલ બેલ જીંગલ બેલ સુજે છે ? શરમ નથી આવતી ?” સત્યાનાશ જાય તારું . તું તોતડો થા તારા મોઢામાંથી થુક ઉડે પણ જીંગલી ન નિકળે .. “ એમ કહી મેં હાથમાં માટી લઇ શ્રાપ આપવા હાથ લંબાવ્યો હતો .. પણ અચાનક બાજુમાં સુતેલી સોકીલોની બાળા સળવળી ને મારો હાથ તેના હાથીકાય શરીરમાં દબાયો ..”બચાવો બચાવોની બુમ ગળામાંથી બહાર નિકળતી નહોતી .. નક્કી આ હિડંબા મારો હાથ લઇને જ છોડશે તો ? મારા ઘરવાળા મને બચાવશે તેવી આશાથી ઊંધમાં બોલાવી .. ‘ એ ઓ આ મને લઇ જશે .. હિડંબા પછી તારું કોણ ? મને બચાવ ચીસ તો પાડ.. ઓલી ગોરી બ્લેકબેલ્ટ કરાટે ચેંપીયન મઢમુડી ને બોલાવ .. પણ મોઢામાંથી અવાજ જ ન નિકળ્યો.
મારી ઉંઘ ઉડી ગઇ... હાથ સલામત હતો..હિડંબાને તો આમેય મારો હાથ દબાય તેની ખબર તેનું બોડી તેને પંદર મીનીટે આપી પછી એક્શન લે તે પહેલા જય બજરંગબલી કરીને હાથ સલામત બહાર કાઢ્યો અને બોલાઇ ગયુ ‘ હાથ સલામત તો પગડી બહોત ‘ પછી પ્રભાતીયુ યાદ આવ્યુ "સુખ દુખ મનમા નવ આણીયે
ઘટ સાથે રે ઘડીયા ટાળ્યા તે કોઇના નવ ટળે રઘુનાથના જડીયા"
“ડેડી શું બંધ આંખોમા એકલાં એકલાં ને હપતાનો હાથ પોતેજ પકડીને ખેંચતા હતા ?અમે સહુ હસતા હતા? ચાલો ગેટ રેડી ..હ્યુસ્ટન આવી ગયુ વી આર લેંડીગ..."
પણ રોનકને શું કહીશ ?
અમે એને વોટ્સઅપ ઉપર આખી કથા કહી દીધી છે ..