ઘણા માણસો દુખ પડે એટલે સાઇગલ બની જાય...કોઇ દેવદાસ બની જાય.
અમેરિકાના ઇમિગ્રેશન ડીપાર્ટમેંટમાં શાહરુખ ખાનનુ વસ્ત્રાહરણ
વારંવાર થવાથી અમેરીકન એરપોર્ટ ઉપર ઉતરીને નાગા થવાની તૈયારી
એટલી હદે કરે છે કે ખાસ ઇલાસ્ટીકવાળા પેંટ પહેરે છે એવુ સાંભળ્યુ
હતુ..મારો નંબર આવે ઇમીગ્રશન કાઉન્ટર ઉપર આવે અને હું તુટી પડુ પણ યે હોન સકા...લાઇનમાં આગળ વધતા રહેવાનું હતુ .
“ઓકે...યુ ઓલ ફોર ઇન વન ગૃપ? ગો ટુ ગેધર...."ઘરના એ લાં..બો
શ્વાસ છોડ્યો...હાશ..હવે બાપાનો ‘બાફવાનો'કોઇ અવકાશ નથી નો ચાન્સ "
મેં ઉંડો શ્વાસ ભર્યો ,નિરાશા ખંખેરી નાખી એક કપાલભારતી કરી એક
ભત્સીકા કરી શવાસનની ઇચ્છા દબાવી રાખી. પણ એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે જ્યારે ચાંસ મળે ત્યારે મારી બૈરી મને છોકરાવ વચ્ચે ‘ બાપા ‘ ? છોકરાવ કહે તો જાયેલ ગણાય પ બૈરી …? મે ખાનગીમાં બહુ આ માટે સંભળાવ્યું પણ છે કે હું ગમે તેવો હવે થઇ ગયો પણ તારો વર છું ..
બૈરી મારી બાપરે બાપ છે “ જો ચંદ્રકાંત. જાહેરમા તારા મિત્રો વચ્ચે કે મારી ફ્રેન્ડો વચ્ચે મારા હબી બબી ,બેબી કે મીસ્ટર નહીં નામ લઇને જ કહું છું પણ તું મને કહે કે ગાંધીજી કસ્તુરબાને બૈરીને બદલે બા કહેતા હતા કે નહી ? “
“ સોરી બૈરીને બા ભલે કહેતા પણ બાપુ બા ને બહુ જ ધધડાવતા વઢતાં બહુ જ ચીકણા હતા હું તને કહું છું ? ક્યારેય ધધડાવવું છુ ?એટલે બાપુ કહે તો કહે ..”
“ યસ મી લોર્ડ પોઇંટ નોટ કીયા જાય . કસ્તુરબા પણ બાપુને ક્યારેક” તારા બાપાને” પુછ એમ પુત્ર રામદાસને કહેતા તેવુ મેં પોતે વાંચ્યુ છે એટલે મને આ ઉમ્મરે તને બાપા કહેવાનું ઠીક લાગ્યુ એમાં લાલ ન થવાય આ ઉમ્મરે આપણને એ ન શોભે . “
“સબ કે દિન આતે હૈ ચીબરી ?
“મને તે ચીબરી કીધી ..? “
તું કાકાકૌવા જા જે થાય ઇ કરીલે . તારી પાસે પૈસા છે મારી પાંસે દિકરો દિકરી વહુ એમ પુરી ગેંગ છે “ ગરમી વધી રહી હતી .. એ દિવસે બેડરૂમની બારી પાંસે જઇ ને ભીંત સામે જોઇ બે ચાર દેશી ઠપકારી દીધી ‘ અસ્સલ રાજા સુપડકન્નો ‘ ની જેમ વરાળ કાઢી લીધી ..”
“એમ દિવાલ સામે શું બબડે છે બોલ કહેવુહોય તે કહી દે “ બેરી મોઢું ફેરવીને સુઇ જતાં પહેલાં બોલી ગઇ .
મૈ કુછ ના કર સકા ..સમયનું ચક્ર હવે તેના હાથમાં હતું .
અચાનક એક ઓફિસરે અમારી આગળની એક કાળી છોકરીની નજીક જઇ તેને લાઇન બહાર કાઢી .. ઇમીગ્રેશન ઓફિસરને ઇશારો કર્યો એટલે એક પોટલું ગળે લટકાવીને એ આગળ ધસી ગઇ ત્યારે ખબર પડી કે એ પોટલાંમાં એનું નાનકડું બાળક રડતું હતું એટલે એ વી આઇ પી બની ગઇ . એક પંજાબી જન્મજાત ઘુસમારુ હશે તેણે આગળ જવાના લાઇન તોડીને વચ્ચે ઉભી રહી કે તુર્તજ એ જ ઓફિસર આવ્યો . કાંડુ પકડીને બહાર કાઢી ગો લાસ્ટ નાવ ..
‘નો બટ ‘
‘નો નથીંગ યુ હેવ કટ ધી લાઇન ‘.. હવે આપણી છાતી ગજ ગજ ફુલે કે અમેરીકામા માણસની શું કિંમત છે ..મગજના વિચારો ઉપર કાબુ કરીને લાઇનમાં ઓર આગળ વધ્યા.
ઇમીગ્રેશન ઓફિસર પાંસે ચારનો કાફલો પહોંચ્યાં કે અગાઉના રેકોર્ડ પાસપોર્ટ વીઝા ચેક કર્યા મારી સામે તુચ્છ નજર મારી દીકરીએ કહ્યુ “ માઇ ડેડ એન્ડ મોમ”
‘ઓહ નાઇસ..’ પછી દીકરીએ ઇશારો કર્યો કે બાપાને સાંભળવામા પ્રોબ્લેમ છે એટલે ઓકે ઓકે કર્યુ અને મારી સામે નજર કરી હિંસક હાસ્ય કર્યુ..અસ્સલ રામાયણના રાક્ષસ જેવુ..
ત્યારે હોઠ અંદર દબાયેલા હિંસક શબ્દો"ઇંડીયા આવ તારી પીદુડી ન કાઢુતો
આઝાદીના લડવૈયા મહામોહિમ સ્વ.જગુભાઇનો દિકરો નહી"એમ બબડતો હતો.
ઘરનાએ પાસપોર્ટ રીટર્ન ટીકીટ બતાવી ને ઓફિસર કાલુરામે ધડાધડસીક્કા મારી અમને અમેરીકા સાઇડમાં હાંકી કાઢ્યા “ ગો ગો”
હવે હમણા ઘરનો ભાવી કેપ્ટન મને કેવી તુચ્છ નજરે જોશે તેમા ચાલ ઢીલી પડી
ગઇ..હવે તો મને નરસૈયો બનાવશે..હરિ કિર્તન કરો કહેશે?
બેગોનો ઢગલો ટ્રોલી ઉપર ગોઠવી બહાર નિકળતા હતા ત્યા શુરપણખા
જેવી સીક્યુરીટી ઓફિસરે મને પુછ્યુ "નો સીડ્સ નો પ્લાંટ ?"માડ હું બોલ્યો
“નો મેમ "
ઓ .કે .હેવે નાઇસ ટાઇમ બોલતા બોલતા બેગપેકનો ખુણે ખુણા દબાવી જોયો
હું ઝાળઝાળ થઇ ગયો...લોકોને સ્પષ્ટ સંભળાય તેમ "મૈં તો આંઇ આંઇ
લુટ ગયા..."ગાતો બહાર રોનકને હાથ હલાવતો નિકળ્યો ત્યારે જંગલમા
વાંદરાએ સિંહને લાફો માર્યો એ વાત જગ જાહેર થઇ ગઇ હતી...કેપ્ટન
દિકરાએ હસતા હસતા મારી સામે જોયુ..."ઇટ ઇઝ ઓકે ડેડી ..."હવે ઇજ્જતનો
અંચળો ચિરાઇ ગયો હતો .."વહુ રાણીને ખબર છે ?"
“હા ડેડી તમારા વહાલા પૌત્રને ય ખબર પડી ગઇ છે"
હવે વાંધો નહિ ફેસબુકમા મુકીને લોકોને હીબકે ચડાવીશ "બિચારા કાકા"
૪૦૦૦મિત્રો એકી અવાજે કહેશે..મગર યે હુઆ નહી...રડ્યા ખડ્યા
આવીને સહુએ ડચકારા કરી ગયા...કોઇકે તો ચેટમા અંદર અંદર વાત કરી
“બહુ ચડ્યા તા ભાભા..હવે જોજો લાઇન ઉપર આવી જશે"એવુ કહેશે...
“ઘરે પહોંચીને મેલ કરીશુ મળી જશે ડોન્ટ વરી બી હેપ્પી"કેપ્ટને કહ્યુ
“ડેડી હંમેશા ટેંન્શન લેને કા નહી દેનેકા …”