શેરબજારમાં તમને ત્રણ પ્રકારના લોકો જોવા મળશે.
અમુક લોકો માટે આ એક બિઝનેસ છે અમુક લોકો માટે લત તો અમુક લોકો માટે જુગાર
લત અને જુગાર બંને વચ્ચે ઘણું અંતર છે.
જુગાર એ તમે ક્યારેક ક્યારેક જે નથી કરવાનું તે રમી શકો પરંતુ લત એ ક્યારેક નહીં પરંતુ દરરોજ અને પળે પળે તમને તે કામ કરવા પ્રેરે છે જે નથી કરવાનું.
બિઝનેસ વિશે તો જાણતા જ હશો.
સવાલ એ છે કે શેરબજાર છે શું ?
સટ્ટો કે જીગાર ? લત ? બિઝનેસ?
એક ઉદાહરણ આપી સમજાવાની કોશીશ કરીશ.
દિપક ભાઈ પોતાનો એક બિઝનેસ ચાલુ કરે છે ઓનલાઇન ગેમીગ નો જ્યાં કોમ્પ્યુટર ઉપર તમે એક કલાક કે ૩૦ મીનીટના અમુક રુપીયા ખર્ચીને ગેમ રમી ટાઇમપાસ કરી શકો છો.
કોઈ એક કોલેજમાં ભણતા વિદ્યાર્થી આકાશને તેમના મિત્ર ચિરાગે આ ગેમ વિશે જણાવ્યું અને આ ગેમની દુકાન ઉપર લઇ આવ્યો.
ચિરાગ પાસે અનુભવ અને નોલેજ હતું તે ક્યારેક ક્યારેક ગેમ ઝોનમાં રમવા આવતો અને પૈસા ગુમાવતો.
આકાશ જે નવો નવો ગેમ ઝોનમાં રમવા આવતો થયો તેને એવી તો ગેમ રમવાની ઈચ્છા પડી ગઈ કે કોલેજમાં ભણવાનું કે પરીક્ષા નું ભાન ભૂલી જઈને અને બીજા લોકો પાસે ઉછીના પૈસા લઈને ગેમ ઝોનમાં રમવા આવતો હતો.
આ વાતનો ખ્યાલ ચિરાગ કે ગેમ ઝોન ના માલિક દિપકભાઈ ને નહોતો કે આકાશ કોલેજમાં ઘ્યાન નથી આપતો અને બીજા લોકો પાસે ઉછીના પૈસા લઈને ગેમ ઝોનમાં આવે છે.
દિપકભાઈ માટે આ ગેમ ઝોન બિઝનેસ છે, ચિરાગ માટે આ ગેમ ઝોનમાં આવવુ જુગાર છે અને આકાશ માટે લત છે.
શેરબજારમાં તમે જો બિઝનેસ કરશો તો તમારી નીચે લોકો કામ કરશે જેમ કે ફ્રેન્ચાઈઝી બિઝનેસ કે રીમાઈઝર શીપ કે ડેલ્ટા ટ્રેડિંગ
શેરબજારમાં તમે જુગાર રમશો તો ક્યારેક તમને પૈસા મળશે અને ક્યારેક પૈસા જશે પરંતુ તમે મહીનાની અંતે જોશો તો ખબર પડશે કે મેં પૈસા ખોયા જ છે.
શેરબજારમાં એક લત પડી ગઈ હોય જેવી વ્યસનની લત હોય તો તમારી સાથે પરીવારને લઈને પણ ડુબશે.
બે રીતે પૈસા કમાવવા માટે લોકો શેરબજારમાં આવે છે.
સ્ટોક મા ઇન્વેસ્ટમેન્ટ કરીને અને સ્ટોક કે ઈન્ડેક્સ ના પ્રીમિયમ માં ઇન્વેસ્ટમેન્ટ કરીને જેને બીજી ભાષાની અંદર કોલ પુટ કહેવાય છે
સ્ટોક મા ઇન્વેસ્ટમેન્ટ કરીને ૩ મહીને ૬ મહીને ૧ વર્ષે તમે તેને વેચીને જે નફો હોય તેને કાઢી શકો છો
ઓપ્શન ટ્રેડિંગ એટલે કે ઈન્ડેક્સ કે સ્ટોક ના પ્રીમિયમ માં અમુક નક્કી કરેલા સમયની અંદર તમારે તેને વેચીને પ્રોફીટ અથવા નુકસાન લઈ લેવું જોઈએ અને મુડીને સલામત રાખવી જોઈએ.
સેબી ની એક રીસર્ચ અનુસાર ઓપ્શન ટ્રેડિંગ ની અંદર ૧% લોકો જ પૈસા કમાવવામા સફળ થયા છે.
ઓપ્શન ટ્રેડિંગ મા કામ કરતી વખતે રીસ્ક કેપેસીટી, ઈમોશન કે લાગણીઓ અને લાલચ ઉપર ખુબ ધ્યાન રાખવું પડે છે.
તમે ક્યારેક અનુમાન કરજો જે ટ્રેડ તમે બીજાને આપશો તે ટ્રેંડમાં બીજી વ્યક્તિ નફો કરશે પરંતુ તમે જાતે કરશો તો તમને નુકસાન થશે.
બે પરીબળો નફા માટે ભાગ ભજવે છે જેમાં ૮૦% તમારો ઈમોશન, લાલચ, સંતોષ અને ૨૦% સાચા સમયે એન્ટ્રી અને એક્ઝીટ.
હર્ષદ મહેતા ની સીરીઝ આવેલ જેમાં તે કહેતા હતા "શેરબજાર આખા દેશમાં પૈસાની પ્યાસ બુઝાવી શકે છે"
આ વાક્ય એક રીતે જોઈએ તો સાચું પણ છે
લોકો કહે બધા બાય કરે તો સેલ કોણ કરે?
બધા જ પ્રોફીટ કરે તો નુકસાન કોણ કરે?
દુનિયામાં કોઈ પણ ધંધો એવો નથી જેમાં પ્રવેશ કરનાર ૧૦૦% લોકોને સફળતા મળી હોય
ક્યારેક આપણી ભુલ હોય જ ભુલને સુધારવાની જરૂર હોય તેને સુધારી લીધી એટલે આપણો સમાવેશ પણ ૧% લોકો માં થાય