પ્રેમ ની પરિભાષા - 4 Manojbhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરિભાષા - 4

નમસ્કાર મિત્રો પ્રેમ ની પરિભાષા માં તેમને સમજાવવા માટે હું ખુદ મારા અનુભવ કરી ને કહું શું તમે પ્રેમ ની પરિભાષા માં 1 ભય,2 મોહ,3 ક્રોધ,અને 4 ઇર્ષા સુધી તો સમજી જ ગયા હશો ....ઈર્ષા પછી નો જે મનુષ્ય ના અંદર આવતો વિકાર છે તે 5 મો વિકાર અહંકાર છે જેને આપણે સમજવા જયી રહ્યા છીએ...
સોલંકી મનોજભાઇ .બી
(8401523670)
પ્રેમ ની શોધ માં
અહંકાર
નામનો વિકાર દરેક મનુષ્ય ના અંદર હોય છે અને અહંકાર નું નામ આવે એટલે આપણે સીધો રાવણ યાદ આવે કેમ કે રાવણ એક અહંકાર નું પ્રતીક કહો તો ય સાચું જ કહેવાય કેમ કે રાવણ ને પોતાનો વિનાશ અહંકાર ના કારણે જ કર્યો હતો .....અહંકાર વિશે તમે જાણો છો એટલે વધુ નહિ કહું પણ અહંકાર કેટલાય પ્રકાર નો હોય છે...કોઈ ને રૂપ નો..કોઈ ને ધન નો...કોઈ ને તાકાત નો....પણ જો આ અહંકાર કોઈ ને પ્રેમ માં થાય તો શું થાય કદી વિચાર કર્યો છે? હવે તમને થતું હસે કે પ્રેમ નો અહંકાર વળી કેવો !....પણ હા પ્રેમ ની પરિભાષા માં પ્રેમ સુધી પહોંચવા માટે આ અહંકાર નો વિકાર વચ્ચે આવે છે અને આને પાર કરવો ખૂબ કઢીન થય જાય છે...
પ્રેમ માં ઈર્ષા ને જે સમજી જાય છે અને પોતાના પ્રેમ થી અલગ નથી થતું તેની સામે આ અહંકાર નો પડાવ આવી ઉભો રહી જાય છે..પ્રેમ માં અહંકાર કેવી રીતે આવે તે જુવો ...ઈર્ષા માં તમે પ્રેમી ને શક ની નજર જોવા લાગો છો અને પ્રેમી તમને પ્રેમ કરતી કે કરતો હોવાથી બધું સહન કરે છે તે ને તમે ઈર્ષા ના કારણે બધા થી અલગ કરી નાખો છો અને તમારું પાત્ર ખાલી તમારું બની રહે તમે એવું વર્તન કરી તેને તમારું બનાવી નાખો છો પણ સમય જતાં તમારું પ્રેમી બધું છોડી તમારું તો થાય છે પણ તમારા અંદર કે તમારા પ્રેમી ના અંદર થોડા દિવસ પસી અહંકાર નો વિકાર જન્મ લય લેશે....
અહંકાર માં તમને એવો આભાસ થાય છે કે મારો પ્રેમ સાચો છે ...કેટલી યે પરેશાની આવી પણ હું મારા પ્રેમ થી અલગ ના થયો અને હવે દુનિયા ની કોઈ તાકાત નથી કે અમને બંને એ અલગ કરી સકે અને બસ આ અહંકાર નું બીજ જન્મ લય લેશે...
હવે તમે બધું ભૂલી એક વિચાર કરો કે તમારા ઘર ના આગળ થોડી જગ્યા છે અને તેમાં તમે એક વડ ના વૃક્ષ નું બીજ નું વાવેતર કરો છો પહેલા એ બીજ માંથી છોડ બનશે .....ધીરે ...ધીરે...વૃક્ષ બનશે...અને આખરે...સમય જતાં વિશાળ...વૃક્ષ બનશે...તમારા ઘર ની આગળ જે થોડી જગ્યા હતી એ પણ નહિ રહે અને એ વૃક્ષ એટલું વિશાળ બની જશે કે તમારા બનાવેલા મકાન કે ઘર ને નુકશાન કરશે... હું શું સમજાવવા માગું છું ખબર છે આ અહંકાર પણ એક વડ વૃક્ષ જેવું છે જે ધીરે ધીરે એટલું વિરાટ રૂપ લયલે છે કે આ તમારું મનુષ્ય જીવન ને તમારી ઘર ની જેમ નષ્ટ કરવા લાગે છે અને એના પહેલા તમારા હદય ની થોડી જે પ્રેમ ની જગ્યા હતી તે પ્રેમ ની જગ્યા હવે અહંકાર ના વિકાર થી નષ્ટ થય જાય છે અને હવે તમારા હદય માં ખાલી અહંકાર રહી જાય છે....અને આજ કારણ છે કે પ્રેમ માં અહંકાર આવે એટલે અહંકાર થી પ્રેમ લૂપ્ત થઈ જાય છે હવે વિચાર કરો કે જે પ્રેમી ના અંદર પ્રેમ જ નથી રહેતો એ ,પોતાનું જીવન અને પ્રેમી જીવન બંને સંકટ માં લાવી દે છે ...અને બધી બાજુ શત્રું બનાવી નાખે છે....અને જયારે પોતાના હદય માં પ્રેમ ના હોવાથી આખરે પોતાના પ્રેમી પાત્ર ને પણ પોતાનો શત્રુ બનાવી બેસે છે.....અને આમ એક બીજા પ્રેમી યો શત્રુ બનવાથી આગળ જતાં અલગ થાય છે . કા ! તો! એક બીજા પ્રેમી ની હત્યા કરી નાખે છે.....અને આમ પોતાના પ્રેમ નો અંત લાવી દે છે.....
હવે તમે કહો આ પ્રેમી સેના કારણે અલગ પાડયા અહંકાર ના લિધે.! અને બદનામ પ્રેમ ને કરશે..ખરું?.ને? આના સિવાય એક બીજું પણ કારણ છે..જો કોઈ પ્રેમ અહંકાર ના અલગ થાય તો તેઓ તેમને એવો ખોટો વહેમ જાગે છે કે આમારો પ્રેમ સાચો છે ...એટલે મારા થી દૂર છે..અને સાચો પ્રેમ કદી કોઈ ને મળ્યો નથી અને મળતો નથી "પ્રેમ માં મળવું નહિ મરવું "હોય છે અને આવા ખોટા આભાસ ના કારણે હદય માં પ્રેમ અને કરુણા ના હોવા થી અહંકાર નો અંધકાર ભરેલો હોવાથી જ્ઞાન પણ લૂપ્ત થાય છે અને પોતાનો પ્રેમ સાચો સાબિત કરવા પોતે આત્મહત્યા કરી બેસે છે ....અને પોતાના પ્રેમ ને હમેશાં માટે બદનામ કરી નાખે છે......
તેઓ ભૂલી જાય છે કે કેટ કેટલી વિપરીત પરિસ્થિતિ માંથી પસાર થઇ તેઓ પ્રેમ ની સાવ નજીક પહોંચી ગયા હતા ખાલી આ અહંકાર ને જો સમજી ગયા હોત તો તેમને ખાલી આના પછી નો એક જ લેવલ બાકી રહ્યું હતું અને તેનું નામ છે "સમર્પણ" તો હવે પછી આપણે આવતા ભગ માં સમર્પણ વિશે જાણીશું ત્યાં સુધી તમે તમારા પ્રેમી સાથે પ્રેમ થી રહેજો ...ના !કે!અહંકાર થી અને મને આશા છે કે તમે જલ્દી અહંકાર ને સમજી જશો અને કોઈ ગલત તમારા સાથે અને તમારા પ્રેમ સાથે વ્યવહાર નહિ કરો કે પાછળ થી પસ્તાવવાનો વારો આવે.... રાધે....રાધે...
હવે આપણે બીજા ભાગ માં મળીશું ... સદા ખુશ રહો........
@સોલંકી મનોજભાઈ.
પ્રેમ ની શોધ માં
(8401523670)