પ્રેમ ની પરિભાષા - 1 Manojbhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરિભાષા - 1

પ્રેમની પરિભાષા


અનુક્રમણિકા

* વ્યક્તિ ના મંતવ્ય *
1 આકર્ષણ
2 ભય
3 મોહ
4 ક્રોધ
5 ઇર્ષા
6 અહંકાર
7 સમર્પણ
8 પ્રેમ
* ઉપદેશ..








🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


પ્રસ્તાવના

પ્રેમ ની પરિભાષા સમજ વી જેટલું આસાન સે એટલું જ ખૂબ અઘરું છે...
આગળ બતાવેલા અનુક્રમ પ્રમાણે જ પ્રેમ સુધી પહોંચી શકાય છે પ્રેમ ને
સમજ વો સામાન્ય વ્યક્તિ ના હાથ માં નથી ખુદ ભગવાન કૃષ્ણ તેમજ
શ્રી રાધા પ્રેમ ને સમજાવવા આ પૃથ્વી પર અવતાર લીધો હતો શ્રી રાધા
પ્રેમ ની દેવી ગણાય સે અને શ્રી કૃષ્ણ પ્રેમ દેવતા ગણાય સે સતા પણ આ
સંસાર ને પ્રેમ સમજાવ વામાં ગણી કથીનાય માં થી પસાર થવું પડ્યું હતું
પ્રેમ નો સંદેશો સંતો , મહાપુરુષો, પંડિતો, દેવી,દેવતા, ગંધર્વ, અપ્સરાઓ,
તેમજ ઋષિ મુનિ ...વગેરે જેવા મહાન વ્યક્તિ ઓ પ્રેમ સમજાવ વા માં ગણી
ભૂમિકા ભજવી સે સતાં મનુષ્ય હજી પ્રેમ સમજી શક્યો જ નથી પ્રેમ આ
સંસાર માંથી મુક્તિ નું કામ કરે છે આ સંસાર આખો પ્રેમ થી ચાલે સે આ સંસાર
માં કોઈ એવી ચીજ કે વસ્તુ કે વ્યક્તિ નથી જે પ્રેમ થી ના પામી શકાય આ
કળિયુગ પ્રેમ વ્યક્તિ ના આત્મા ને મોક્ષ આપવી શકે છે કહેવાય સે કે દુનિયા
નું સૌથી મહાન શક્તિ કહો તો એ પ્રેમ ની શક્તિ છે જેને આ સંસાર માં કોઈ
હરાવી નથી શકતું પ્રેમ સમજાય સે અને પોતાની અંદર ઉતરી લે સે એ
વ્યક્તિ આ સંસાર ના બધા ઋણ માંથી મુક્ત થાય છે જે આ જ્ઞાન ને
પામી લે છે ધર્મ નું જ્ઞાન ,વેદોનું જ્ઞાન તમામ સંસાર નું જ્ઞાન આ પ્રેમ ની પરિભાષા
મો સમાયલું સે આ સંસાર નું જ્ઞાન,મનુષ્ય જીવન નો સાર પ્રેમ છે હું તમને મારા
કાળા કલુદા શબ્દો થી તમને પ્રેમ સમજાવવાનો પ્રયત્ન કરું છુ આમાં મારી કોઈ
નાની મોટી ભૂલ થઈ હોય કે થાય તો મને માફ કરજો....
કેમકે જ્યારે તમે આ પ્રેમ ની પરિભાષા ને સમજાવવા કે વાચવાનું
ચાલુ કરશો ત્યારે કેટલીક વાતો તમને આશ્ચર્ય માં પાડી મુક છે અને કેટલીક વાતો
તમને અસત્ય જેવી પણ લાગશે ,કેટલાક ને ગુસ્સો પણ આવશે તો કેટલાક ને
આત્મા માં પીડા પણ થશે કેમકે જેને પ્રેમ કર્યો હસે તેજ મારી વાત મારા શબ્દો
ને લગભગ સમજી સકે છે ગણા ને લગભગ આભાસ થશે કે યે ક્યાં ભૂલ
કરી બેઠા સાના કારણે ભૂલ થઇ ક્યાં ફસાયા અને કેમ પ્રેમ પર થી નફરત
આજે પહોંચી ગયા ...
ગણું બધું સે પ્રેમ માં જે હજી તમે નથી જાણી શક્યા જે આ પુસ્તક
તમને સાચું સમજાવ છે એવી આશા કરું શું







🌼🌼🌼🌼🌼🌼









વ્યકિત ના મંતવ્ય

વ્યક્તિ ના મંતવ્ય ની વાત કરી એ તો અમુક વ્યક્તિઓ આ પ્રેમ ની પરિભાષા જ
બદલી નાખી સે પ્રેમ ની વાત કરતા એમના અંદર એટલા ખોટા વિચારો ભરાય ગયા
છે કે પ્રેમ ને જ ખોટો સાબિત કરી નાખે સે પ્રેમ એટલે બરબાદી,પ્રેમ પ્રેમી વ્યક્તિ
એટલે ચરિત્રહીન વ્યક્તિ ,પ્રેમ એટલે સેક્સ ,પ્રેમ એટલે વ્યશન ,પ્રેમ કરો તો માન
સન્માન, યસ,કીર્તિ, ગુમાવવું, વગેરે....જેવા અર્થ ના અનર્થ બનાવી નાખ્યા સે
અને બીજું બોલે તોય શું બોલે કેમ કે આ સમાજ માં ટીવી, મોબાઈલ, જેવા સાધનો
થી ના જોવાના ,ના સમજવાના પાત્રો જો ય પોતાના જીવન માં ઉતારવાના એમના
પ્રયત્નો એજ તેમને ખોટા માર્ગદર્શન સુધી લય જાય સે પોતે ફિલ્મ માં બતાવેલ
પાત્રો ની જેમ પ્રેમ કરશે વાતો કરશે જીદ કરશે અલગ પડશે પોતાના પ્રેમ ને અમર
પ્રેમ બનાવવાની કોશિશ કરશે સામે પાત્ર ન સમજે તો ક્રોધ કરશે જબરદસ્તી કરશે
ડરાવ સે , દમકાવસે , બદનામ થાય સે બદનામ કરે વગેરે... જેવા કાર્ય કરશે જેના
લીધે સમાજ તેમને જોય પ્રેમ નો અનર્થ અર્થ સમજે સે અને પ્રેમ ને બદનામ કરે છે
જે આ બધું કરે સે તે હકીકત માં પ્રેમ ને સમજતા જ નથી
પ્રેમ ને જે સમજે સે એ મૌન છે એ સમજાય શકતા જ નથી કેમ કે કોઈ
સમજવા જ માગતું નથી જે જુવે સે સાંભળે શે તે જ સાચું માની બેસે શે તેમને પણ
હું ગલત નહી કહું કેમ કે રોજ સવારે ઉઠી ને રોજ નવી નવી ઘટના ઓ , સમાચાર
જોવા મળે છે આજ પ્રેમી , પ્રેમિકા આ કર્યું ,આવું કર્યું , આવું થયું ,જેવા સમાચાર
ઘટના જોય માણસ પોતે વિચાર વાની તાકાત ભૂલી જાય શે અને બધું સાચું માની
બેસે છે અને ક્યાંક પ્રેમ વિશે બોલવાનો વારો આવે તો એજ બોલ શે જે સમજ્યા
શે જે જોયું સે હકીકત માં સત્ય ના પણ પ્રકાર હોય છે કયું સત્ય સાચું છે એ સમજવું
કઠિન નથી માણસ અસત્ય ને જલ્દી સત્ય માની બેસે છે કેમ આવું થાય છે ..એના
વિશે મારી બીજી પુસ્તક માં વાત કરીશું હાલ આપને પ્રેમ ની પરિભાષા વિશે જાણીએ
પ્રેમ માં મનુષ્ય ના મંતવ્યો તો તમને સમજાય ગયા તેઓ જે જુવે સે અને જે સમજ્યા સે
તે બોલે છે તેમને ખોટા સાબિત ન કરાય આપણે તેમને આવું બોલવાં અને સમજવા તેમનું
પ્રેમ પર નું અજ્ઞાન છે જે કોઈ કારણો સર તેમને આવી અજ્ઞાન ની સીમા પર લાવી દીધા છે
બસ તેમ ને પણ જે દિવસે પ્રેમ ની પરિભાષા સમજાય જશે તો તમને અને તમારા પ્રેમ ને અને
આ પ્રેમ ને સમજી જશે
કોઈ વડીલ કે વ્યક્તિ પ્રેમ નો વિરોધ કરે તો તમે તેની સાથે કોઈ દુશ્મની ના કરો
બસ ચેહરા પર એક નાનું સ્મિત લાવી તમને માફ કરી દો અને પોતાની આત્માને કહો આ
માણસ હજી પ્રેમ ની પરિભાષા થી અનજાન છે પરમાત્મા તમને પ્રેમ ની પરિભાષા સમજાવે
એવી પ્રાર્થના કરી આગળ વધો કેમ કે જ્યાં સુધી મનુષ્ય પ્રેમ ની પરિભાષા નહિ સમજે અને
પોતાના જીવન માં નહિ ઉતરે ત્યાં સુધી તે આ જીવનચક્ર ના જન્મ મરણ ના બંધન માં
બંધાયેલા જ રહે છે મનુષ્ય ને જો અંતિમ શ્વાસ માં પણ જો આ જ્ઞાન પ્રાપ્ત થશે
તો જ તે આ જીવન ચક્ર માંથી મુક્ત થશે માટે એક ને એક વાર મનુષ્ય ને પ્રેમ સમજવો
જ પડશે કેમ કે આ ભ્રમાંડ અને આ પ્રકૃતિ બને પ્રેમ થી બનેલી છે અને પ્રેમ થી ચાલે છે
દરેક મનુષ્ય ને પ્રેમ ની પરિભાષા સમજવી પડશે ત્યારેજ તેમનું મનુષ્ય જીવન નો
ઉદ્દેશ્ય પૂરો થશે અને પરમાત્માનું કાર્ય પૂરું થશે પ્રેમ થી જ ભક્તિ થશે , પ્રેમ થી જ્ઞાન
મળશે ,પ્રેમ થીજ પરમાત્મા મળશે અને પ્રેમ થીજ તમે મુક્ત થશો
ચાલો પ્રેમ ની પરિભાષા ભાષા તરફ આગળ વધીએ પ્રેમ ને તમે જે રીતે જુવો
છો તેવી જ રીતે તમને સમજાવીએ હાલ યુગ પ્રમાણે પ્રેમ ને લોકો એક પ્રેમી અને
પ્રેમિકા ના પાત્ર માં જુવે સે અને તેને પ્રેમ કહે છે એટલે તમને પ્રેમી પ્રેમિકા ના પાત્ર
માં જ સમજવું એટલે તમે જલ્દી સમજ છો
* પ્રેમ સુધી પહોંચવા માટે આઠ પડાવ આવે છે ચાલો તમારી સાથે આગળ વધીએ*



🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

1 આકર્ષણ
આકર્ષણ ની વાત કરતા પહેલા ગુરુત્વાકર્ષણ બળ તમે સમજીલો પૃથ્વી ના અંદર
ગુરુત્વાકર્ષણ બળ સે જેમ પૃથ્વી પર દરેક જીવ, ચીજ વસ્તુ તેની તરફ ખેચી રાખે
છે બસ તેવી રીતે થોડો અલગ અને ઊંધો ગુણ મનુષ્ય ના અંદર પણ છે ઉ.દા
આપણે લોહિચૂબક લય લીએ જે એક બીજા લોહિચુબક ને ચોંટી જશે પણ
તેમને વિરોધ દિશા માં કરવામાં આવે તો દૂર ભાગે છે તમે જોઉ હશે તેના જ
જેવો આકર્ષણ નામ નો ગુણ મનુષ્ય માં સમાયલો હોય છે જે કોઈ જાણી
અણજાણી વ્યક્તિ ને આકર્ષણ કરે છે કોઈ પાત્ર તરફ તમેને ખેંચે છે અને
ટૂંક માં કહુતો પસંદ કરવું તેના તરફ વધારે ધ્યાન દોરવું બસ પ્રેમી,પ્રેમિકા આમાં મોટી
ભૂલ થાય છે તે આકર્ષણ ને પ્રેમ સમજી બેસે છે તેમને કોઈ થી આકર્ષણ થાય કા તો
તેમનાથી કોઈ આકર્ષણ થાય તરતજ તેઓ અલક મલક માં, મિત્રો ને વગેરે..જગ્યાએ
ગાતાં ફરે છે તેથી કોઈ એક પાત્ર વિરોધ દિશા વળે છે અને તે આકર્ષણ લોહીચુંબક
ની જેમ વિરોધ દિશા માં ચોટ તા નથી અલગ થાય છે , કદાચ વિરોધ ના થાય તો પણ
તેમના વચ્ચે અંતર આવી જાય છે ઉ. દા. 2 સાફ લોહીચૂબક લેજો અને જેમ પ્રેમી,
પ્રેમિકા બધે ગાતાં ફરતા તેવી રીતે લોહિચુબક ને બધી બાજુ માટી માં ફેરવ ફેરવ કરો
શું જોવા મળ્યું લોહીચૂબક ની આજુ બાજુ માટી માંથી નાના નાના ટુકડાઓ ચોંટી ગયા
હવે બને લોહી ચુંબક ચોંટાડવા માટે એ માટી ના નાના ટુકડા દૂર કરવા પડે પછી પહેલા ની
જેમ લોહિચુબક ચોટશે જો નાના નાના ટુકડાઓ હસે તો બને લોહિચૂબક ચોટસે તો ખરા
પણ પહેલા ની જેમ મજબૂત નહી તેમના વચ્ચે નાના ટુકડાઓ આવી ગયા હશે એટલે તેમના
વચ્ચે નું આકર્ષણ બળ પણ ઓશું થયું હશે તેમને થોડા બળ થી પણ અલગ કરવાના આવે
તે જલ્દી આસની થી અલગ થઈ જાય છે બસ આવી રીતે પ્રેમી,પ્રેમિકા અલગ થાય છે અને
પાછા આકર્ષણ માં અલગ પડેલા પ્રેમીઓ પ્રેમ ને બદનામ કરે સે અને કહે છે અમે પ્રેમ માં
અલગ થયા સાચું કહો પ્રેમીઓ આવું જ કરે છે ને એમને સમજાવવા માગું શું કે તમે જે પણ
કર્યું હતું બસ આકર્ષણ હતું તમને તો પ્રેમ થયો જ નહી જે થયું તે આકર્ષણ હતું હવે બોલો
ક્યાં અલગ થયાં પ્રેમ માં કે આકર્ષણ માં ? જવાબ આવે આકર્ષણ માં ,આ આકર્ષણ ના ગુણ
કે પડાવ માં લગ ભગ 20% પ્રેમીઓ અલગ થાય સે હું એમને એમ કહેવા માગું સુ કે તે આકર્ષણ કર્યું
છે પ્રેમ નહી કર્યો માટે તમે પ્રેમ ને બદનામ ના કરો પ્રેમ માં તમે અલગ પડિયા જ નહી તમે હજી પ્રેમ ની
શરૂઆત અને 1આકર્ષણ ના પડાવ માં હરી ગયા શો માટે પોતાના મિત્રો ,સંબંધી અને પોતાને સમજાવો
કે હું આકર્ષણ જ હાર્યો હું મે હજી પ્રેમ ની શરૂઆત માં જ હાર નો સામનો કર્યો છે હું આજે ઊભો થઈ
આ આકર્ષણ ના પડાવ માંથી બહાર નીકળવાનો પ્રયતન કરી આગળ પ્રેમ તરફ વધીશ
આકર્ષણ માં ભૂલ થાય તો તેમાં દેખાતા લક્ષણ કાયક આવા હોય સે જે તમે સમજો આકર્ષણ
માં કંઈ ભૂલ થાય તો પ્રેમી,પ્રેમિકા એક બીજા થી દૂર ભાગે સે ,તમે જ્યાં જશો ત્યાં તમારું પાત્ર નહી આવે
એ કોઈ જગ્યા એ ઊભા કે બેઠા હોય અને તમે જશો તો ત્યાંથી દૂર જતા રહેશે ,આમાં કોઈ એક પાત્ર
વધારે ખેંચશે અને બીજું પાત્ર તેના થી દુર ભાગે છે તેઓ તમારી તરફ જોવા પણ નહી માગે તમારા થી
જાણે પીછો છોડાવવા માગતા હોય એવું લાગે છે જો આવું થતું હોય તો આ આકર્ષણ નો પડાવ છે સમજી
તમારા અંદર અને શામાં પાત્ર માંથી આકર્ષણ નો ગુણ ત્યાગી દેવો પડશે તોજ તમે બીજા પડાવ સામે લડી
સક શો અને આગળ વધી શકો છો નહીતો આ આકર્ષણ ના પડાવ માંથી બહાર પ્રેમ સુધી નહી પહોંચી
સકો આગળ જતાં તો એના કરતાં વધારે કઠિન પડાવ આવે છે માટે પોતાના આત્મા ,મન તૈયાર કરી આગળ
વઘો અને પ્રથાના કરો ભગવાન મને પ્રેમ ના પડાવ સુધી લય જવા માં મારી મદદ કરો
આકર્ષણ પછી આવે છે ભય નામનો પડાવ ચાલો તેને સમજીએ.....










🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
2 ભય

ભય એટલે બધા ને ખબર છે કે બીક બસ આકર્ષણ પછી જે બીજો પડાવ ભય થી
ચાલુ થાય છે દરેક પ્રેમી પ્રેમિકા ને કોઈ કી કોઈ ની બીક હોય છે કોઈ ને માન સન્માન ની કોઈ
ને પરિવાર ની તો કોઈ ને સમાજ ની તો કોઈ ને મિત્રો ની કે કોઈ કારણ સર તેઓ તેમ નો પ્રેમ
છુપાઈને રાખતા હોય છે તેમ ને પોતાના ના પ્રેમ બચાવવા ભય માં જીવતા હોય સે અને કોઈ
સંજોગ માં તેમનો પ્રેમ ચાવો થાય એટલે કે કોઈ ને તેમના પ્રેમ ની ખબર પડે એટલે તેઓ તરત
તેમનો પ્યાર પ્રેમ ને છોડી મૂકે છે તેમાં એક બીજા પાત્ર ના ફેમિલી ની માર ધમકી કે કાનૂન ની
બીક થી અલગ થાય છે લગભગ 20% પાત્રો આ ભય ના પડાવ માં અલગ થાય છે આ માં
કોઈ એક પાત્ર પોતાના બીજા પાત્ર ની સુરક્ષા માટે પોતાના પ્રેમ ને બલિદાન કરે છે અને દૂર
થાય છે તમે જ કહો કે આ પાત્ર એ પ્રેમ માં અલગ પડિયા કે ભય માં જવાબ ભય અને પોતે
પ્રેમ બદનામ કરે અને કહેતા ફરે છે કે અને પ્રેમ માં અલગ પડિયા સાચું કહો તો એ ભય માં
અલગ થાય છે ના તો પ્રેમ માં સમજાયું
આમાં પણ મોટી મુસીબત ત્યારે આવે જ્યારે પરિવાર ને ખબર પડે એટલે સામાં પાત્ર થી
લડાઈ ઝગડો કરી પોતાના પાત્ર ને ડરાવી ધમકાવી તેના થી દુર રહે વાનું કહેવામાં આવે છે
અને તેમનો પરિવાર ના કરવા ના નિર્ણય પણ અમુક વાત લય લેશે કાતો ઘર માં બંધ કરી
દે કાંતો બીજે સંગાસંબંધી ત્યાં મોકલી દે છે કાંતો સગાઈ કે લગ્ન કરાવી નાખે છે પરીવાર
પણ પ્રેમ ને નથી સમજી કેતા તેમને પણ પ્રેમની પરિભાષા નું જ્ઞાન નથી હોતું એટલે આવું
કરે છે અને બને પાત્રો પણ મજબૂર થઇ કાંતો તેમની ઇજજત ,ભય ના કારણ અલગ પડે
છે એજ બીજા થી દુર થાય છે પરંતુ પાત્રો આ ભય ના પડાવ ને સમજી સકતા નથી .
ભય ના પડાવ માં તમે છો એ જાણવા ના લક્ષણ કઈક આવા હોય જુઓ ભય માં પાત્ર
બીજા ના પાત્ર ના વિશે વિચારે છે તેને સંતાઈ ને મુલાકાત કરવાના નવી નવી યોજના વિચારે
છે ચહેરા પર દિલ માં ડર હોય સે કોઈ ને ખબર ના પડે એટલે પોતાના વિચારો થી બનાવે લા
મુલાકાત ની યોજના વાર વાર બદલ બદલ કરે છે એકે યોજના માં તેમનું મન શાંત થતું નથી
ના બનવાની ઘટના ઓ વિચારે છે એ બધું વિચારી ને પણ એમાં ભય લાગે તો બીજી યોજના
બનાવે છે અને આખરે પોતાના મન ને સમજાવવા પોતે નક્કી કરે છે સામે પાત્ર ને મારા થી પ્રેમ
હશે તો એ મને મળવા આવશે
બસ આ વા ખોટા વિચારો કરતા કરતા બને ગણા સમય અલગ રહે છે અને એક બીજા ને ના
મળવાની કોશિશ તેમને વચ્ચે મોટી દિવાર બની જાય સે અને કાયમ માટે એક બીજા ની યાદો
જીવે છે અને ગણા સમય પછી એકબીજા ને ભૂલી પણ જાય છે
આ ભય ના પડાવ માંથી ગણા નીકળી પણ જાય છે અને આગળ ના પડાવ મો પહોંચી
જાય સે જે વ્યક્તિ આ ભય ને પોતાના અંદર થી અને સામે પાત્ર ના અંદર થી બહાર કાઢવા માં
સફળ થાય તે આ ભય ના પડાવ ને આશાની થી પસાર કરી શકે છે
કોઈ કારણ તમે ભય ના પડાવ માં છો તો તમે તમારા પાત્ર મે તમારા થી દુર ના થવા દો
કોશિશ કરતા રહો તેમના થી વાત કરવા ની મળવાની ભય ના પડાવ માં જો એક બે મુલાકાત
થાય જાય તો ગણું સે પોતાના પાત્ર ની પીડા ને સમજવા અને પોતાના પ્રેમ ને સમજવા માટે
તમારા વચ્ચે દુરી ના બનાવતા નહીતો આ પડાવ માં થી બહાર નહી નીકળી સકો અને ભય
માં અલગ પડેલા પાત્રો પ્રેમ મે બદનામ કરતા રહે છે
આમ તો મનુષ્ય ને દરેક જગ્યા સે ભય છે દરેક મનુષ્ય ને મોત નો ભય સૌથી વધારે લાગે
છે અને જે મોત ના ભય સામે જીતી જાય સે તે પ્રેમ ના ભય માં પણ જીતી જાય છે આમ તેમ
જોશો તો તમારી આજુ બાજુ પણ બધે ગણી એવી ચીજ વસ્તુ હોય છે જે તમને નુકસાન તેમજ
મુત્યુ કરાવી શકે છે છતાં મનુષ્ય ગણા ભય માં જીવે છે તો ગણા ભય મુક્ત થઈ જીવે છે
આમ જે ભય ને સમજ છે અને તેની સામે લડી શકે છે તેજ પ્રેમ સુધી આગળ પહોંચી શકે છે
ચાલો હવે આગળ ના પડાવ વિશે જાણીએ પ્રેમ સુધી પહોંચવા માં આગળ નો પડાવ મોહ છે
જે આગળ નો પડાવ આવે તેને સમજવો ખૂબ કઠીન છે ચાલો પ્રેમ ની પરિભાષા
તરફ બીજું એક કદમ આગળ વધીએ પરમાત્મા ને યાદ કરી મોહ ને સમજીયે.


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


3 મોહ
મોહ વિશે તો તમે જાણતાં હશો કે કોને કેવાય પણ પ્રેમ માં મોહ ના રહેવો જોઈએ કેમ કે
જો પ્રેમ માં મોહ હશે તો એ તમને ખોટી દિશા તરફ લય જશે આમ તો મોહ અને પ્રેમ વચ્ચે
થોડું જ અંતર સે જેને સમજવું ખૂબ કઠીન સે તમે એક વાત નક્કી કરી દો કે તમને તમારું પાત્ર
કેમ ગમે છે , શાના કારણે ગમે છે કેમ તમે તેના તરફ આટલા ખેંચાવ છો એ પહેલા નક્કી કરો
જો મોહ ના લક્ષણો તમારી અંદર હોય તો જોય લો આવી રીતે હોય છે મોહ ,તમને પાત્ર ની
કોઈ ચીજ વસ્તુઓ સાથે લગાવ હશે ,તેના હોદો, પદ , પૈસો સાથે કાંતો પાત્ર ના રંગરૂપ પર
કાંતો તેમની જવાની ,તેમજ તેમની સુંદર કાયા ( શરીર) માં પણ હોય શકે મનુષ્ય હજી એ
ક્યાંક ને ક્યાંક આ બધા માટે જ વધારે લગાવ કરે છે અને આ બધું જોઈ તેના તરફ વધુ
વધારે ખેચાય સે અને આ બધા ને તે પ્રેમ કહે છે હકીકત માં આ મોહ છે
તમે પાત્ર કઈ રીતે ,કેવી રીતે ,શા માટે , કોના માટે ,ક્યાર થી અને કઈ
વાત થી પસંદ કરો એના પર ધ્યાન આપો તમને જવાબ કદાચ મળી જાય ,કદાચ તેના રૂપ થી
મોહ હોય તો સમય સાથે રૂપ ઢળી જાય છે , સમય સાથે પૈસા ,પદ, હોદો બધું ઓછું થાય છે
અને એ દિવસે પાત્ર ના લગાવ પણ ધીરે ધીરે ખતમ થાય છે અને તેમનો મોહ પણ ખતમ થાય
અને એક બીજા થી સંબંધ પણ પૂરા થાય સે કોઈ આકસ્મિક ઘટના થાય પાત્ર નું બધું ખોવાઈ
જાય ત્યારે પણ ત્યાંથી સબંધ પૂરો થાય છે કેમ કે આ બધું મોહ સે કેમ કે પ્રેમ અમર છે અંનન
જે કોઈ પણ કારણ પૂરો થતો નથી અને જે સંબંધ પૂરો થાય તો સમજવું તેમાં પ્રેમ નથી મોહ
છે મોહ ના આ પડાવ માં પણ 40% પાત્રો અલગ થાય છે જે ગમતું હતું અચાનક અણગમતું
થાય એટલે સબંધ પૂરો તો આ મોહ નથી તો શું છે બોલો મોહ છે સાચું ને કેમ કે પ્રેમ ની શરુઆત
કે અંત નથી આ એક વાત મગજ માં ફીટ કરી દો બધું સમજાય જશે
ચાલો મોહ ના પડાવ માંથી જો કોઈ બાકી રહી જાય અને મોહ અને પ્રેમ ને સમજી જાય
તો તેના તરફ બીજો પડાવ ચાલુ થાય છે ચાલો તેને પણ સમજીએ તે પડાવ નું ના ક્રોધ છે


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
4 ક્રોધ
ક્રોધ વિશે આગળ જાણી યે પહેલા તમને ખબર છે કે ક્રોધ કોને કહેવાય