Prem ni Paribhasha - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 3

નમસ્કાર મિત્રો ...
તમે પ્રેમ ની પરિભાષા માં ખૂબ વચો વચ આવી ગયા છો તમે પ્રેમ ની પરિભાષા 1 આકર્ષણ 2 ભય 3ક્રોધ આ બધું સમજી ગયા છો અને તમને થયું હસે કે ક્યાંક ને ક્યાંક આમાં પ્રેમીઓ ભૂલ કરે છે અને અલગ થાય છે અને કયા કારણ અલગ થાય છે તે જાણવા મળી ગયું હસે પણ હજી યે પ્રેમ સુધી તો નથી પહોંચી યા કેમ કે હવે ના જે પડાવ આવે છે તેમાં પ્રેમી યો ને ખૂબ સાચવી ને ચાલવાનું હોય છે..તો ચાલો આગળ ની વાત કરીએ ક્રોધ પછી જે આવે છે તે પડાવ નું નામ ..

@મનોજભાઈ સોલંકી
{પ્રેમ ની શોધ માં}

ઇર્ષા
હવે તમને થયું હસે કે ઇર્ષા માં શું થાય અને પ્રેમી સાથે ઇર્ષા કેવી તો તમે જે સમજો છો એવું નથી હોતું ઇર્ષા એક એવો ખતરનાક વિકાર હોય છે જે કોઈ મનુષ્ય માં આવી જાય તો તે મનુષ્ય નું પતન નીચિત છે ઇર્ષા એક ઊંધેવ જેવું હોય છે ગમે તે મજબૂત લાકડા ને ખોખલું બનાવી નાખે છે તેવી રીતે ઇર્ષા ને એક કાટ ની જેમ પણ કહી શકાય જે ગમે તેવું મજબૂર લોખડ ને કાટ લાગવાથી તેનું આયુષ્ય પૂરું બસ આવી રીતે પ્રેમ માં પ્રેમી ને જો ઇર્ષા થાય તો તમારો પ્રેમ સમજો જોખમ માં છે ...
હવે તમે કહેશો કે પ્રેમ માં પ્રેમી ઇર્ષા કયારે કરે તો સમજો તમે ક્રોધ ના વિકાર ને જે તમે ક્રોધ માં આવી તમારા પ્રેમી સાથે શું ..શું કર્યું હતું જે પાત્ર ક્રોધ માં અલગ પડે છે તેમને તો ઇર્ષા નો પડાવ આવતો જ નથી પણ ક્રોધ ને પી જાય અને ક્રોધ ને સમજી જે પ્રેમી ક્રોધ નો પડાવ પાર કરે છે અને જે પ્રેમી અલગ નથી પડતાં તેમને ઇર્ષા ના પડાવ માં વધુ મુશ્કેલી આવી ઊભી રહે છે ..
ઇર્ષા ના પડાવ માં પ્રેમી તેના પાત્ર ના ભૂતકાળ ને લય ને ખૂબ દુઃખી હોય છે જે તેના પાત્ર યે તેની સાથે ભૂતકાળ માં કર્યું તેના ની તેને તેના અંદર એક ઇર્ષા નો વિકાર પેદા થાય છે તે પ્રેમી પાત્ર ની સ્વતંત્રતા છીનવી લે છે તે પાત્ર જ્યાં પણ જાય તે તેનો વિરોધ કરે છે તેના મિત્રો,પરિવાર,સમાજ,આ બધા થી તેને દૂર રાખે છે અને તેના જે પણ નજીક આવે તેને ઇર્ષા ની નજર થી જુવે છે તે નું પાત્ર કોઈ ની સાથે વાત કરી જાય અથવા તેના પાત્ર થી કોઈ વાત કરે તો ....તે તરત જ પાત્ર ને કેટલાય સવાલ કરશે કોણ હતું ,શું કહેતું હતું, ...આમ ગણા સવાલો કરે છે પ્રેમી પાત્ર મે પોતાના અંદર એક ચિંતા થવા લાગે છે કે કોઈ આને શીખવાડી ને મારા થી અલગ ના કરે , કા તો મારું પાત્ર કોઈ ની વાતો માં ના આવી જાય માટે તે પહેલાં થી વધુ નજર પોતાના પાત્ર પર રાખ વાનું ચાલુ કરે છે અને આ કારણે તે તેના પાત્ર ના તમામ સંબંધી ,મિત્રો થી અને પરિવાર થી ઇર્ષા કરે છે અને આ જ મોટી ભૂલ કરી બેસે છે પોતાના પાત્ર પર વધુ નજર નાખ વાથી તે નજર એક શક માં બદલાય જાય છે અને આમ તે પાત્ર પર શક કરવાાં તા તે પ્રેમી પાત્ર ને નાની નાની વાત માં રોક ટોક ચાલુ થાય છે અને આખરે એવો સમય આવે છે કે પ્રેમી પાત્ર પોતાના પ્રેમી થી તંગ આવી જાય છે અને કહે છે કે તમે પહેલા જેવા નથી રહ્યા,તમે સાવ બદલાય ગયા છો,મને કોઈ જવા દેતા નથી ,આખો દિવસ મારા પર નજર રાખો છો,મારા પર શક કરો છો,મારા મિત્રો અને પરિવાર સબંધી બધા કહે કે તમે મારા પર શક કરો છો ,અને મને હંમેશા બોલ્યા કરે છે કે તું શું દબાયેલી છે કેમ આટલું સહન કરે છે ,હવે હું સહન નહિ કરું ,હું તમરા થી ત્રાશી ગઈ છું મને આઝાદ કરો નહીતો હું આત્મ હત્યા કરીશ અને આવા સંજોગો માં ગણા આત્મહત્યા પણ કરતા હોય છે અને ગણા પાત્ર અલગ પડે છે. જો તમારી સાથે જો આવું થાય તો સમજવાનુ કે તમે ઇર્ષા ના પડાવ માં ફસાય ગયા છો ....
આમ આ પડાવ માં પણ 85%લોકો અલગ થાય છે તેમે જ કહો કે પ્રેમી પાત્ર ક્યાં કારણે અલગ થયા ઇર્ષા ના કારણે તો પ્રેમ ને શું કામ બદનામ કરો છો કેમ કહો છો કે પ્રેમ માં આત્મહત્યા કરી જે પછી પ્રેમ માં અલગ પડિયા . ..તમે ઇર્ષા માં જ અલગ પડિયા એજ સાચું છે...
હવે જો કોઈ ઇર્ષા ના પડાવ નથી નીકળી જાય તો તેની સામે આવી ઊભો રહે છે અહંકાર નો પડાવ ....
આ પડાવ માટે પણ આપણે આવતા ભાગ માં વાત કરીશું ફરી થી કહું છું તમે કે તમારા મિત્ર કોઈ ઇર્ષા ના પડાવ માં ફેલ થયા છો કોમેન્ટ કરી બતાવજો...
રાધે... રાધે
_મનોજભાઈ સોલંકી
{પ્રેમ ની શોધ માં}

બીજા રસપ્રદ વિકલ્પો