એક પ્રેમ કથા - ભાગ 6 Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ કથા - ભાગ 6

( બાઈક વાળા છોકરાઓ રિયા ના આગળ જઈને ઊભા રહી ગયા. આજુ બાજુ કોઈજ નથી. આજુ બાજુ ની તો છોડો. રિયા ના જીવન માં જ કોઈ નથી જે એની રક્ષા કરી શકે. 
     બિચારી રિયા અત્યાર સુધી ખબર નહિ આવી કેટલી મુસીબતો નું સામનો કરતી આવિ હશે, આપડો દેશ ભલે આઝાદ થઈ ગયો પણ છોકરીઓ ની વાત કરીએ તો આજે પણ છોકરીઓ આઝાદી થી બહાર ફરી નથી શકતી. ) 

( ડર ના કારણે રિયા એટલી ગભરાઈ ગઈ છે કે એને પસીનો પસીનો થઇ ગયો અને એ જોર જોર થી શ્વાસ લેવા લાગી છે. એના મગજ માં બસ એકજ વસ્તુ ભમી રહી છે કે આ છોકરાઓ એના જોડે શું કરશે?) 

જેવા એ છોકરાઓ રિયા પાસે આવે એવામાં જ એક સાઈકલ રિક્ષા ( આગળ થી સાઈકલ હોય અને પાછળ સ્થાંડાંતરીઓ માટે બેસવાની વ્યવસ્થા હોય) વાળો ભાઈ સામેથી આવતો દેખાયો. રિયા એને જોઈને ખુશ થઈ ગઈ અને સમય નો લાભ લઇ રિયાએ છોકરાઓ ઉપર સાઈકલ ફેંકી ને એ રિક્ષા આગળ આઇ ઊભી રહી ગઈ. 

સાઈકલ રિક્ષા વાળો : અરે બેન શું થયું? આમ અચાનક આગળ કેમ આઇ ગયા? હમણાં વાગી ગયું હોત તો?
  
રિયા ઊંડા શ્વાસ લેવા લાગી. એના થી ડર ના લીધે કશુજ બોલાઈ નથી રહ્યું. એટલા માં પેલા છોકરાઓ બાઈક લઇ ને ત્યાંથી ભાગી ગયા. રિક્ષા વાળો નીચે ઉતરી ને શાંતિથી રિયા જોડે વાત કરવા લાગ્યો. 

રિક્ષા વાળો : બેટા, શાંતિ શાંતિ .. શું થયું? મને જણાવ. અને પેલા છોકરાઓ એ તારા જોડે કાઈ ગલત તો નથી કર્યું ને? 

રિયા (રડતી રડતી) : કાકા આજે તમે મારા માટે ભગવાન બની ને આયા છો. તમે સમય એ ના આવ્યા હોત તો ના જાણે શું થઈ જતું. 

રિક્ષા વાળો: બસ બસ શાંત થઈજા. મને કે તારે ક્યાં જવું છે? હું લઈ જાઉં તને. આ સાઈકલ અહીંયા સાઇડ માં મુકીદે પછી લૈલેજે. અત્યારે તારે અહીંયા એકલું રહેવું ખતરો છે. 
રિયા રિક્ષા વાળા ની વાત માની ને ત્યાજ સાઈકલ મૂકીને સાઈકલ રિક્ષા માં બેસી ગઈ. રિક્ષા વાળા એ રિયા ના કેહવાથી તેને રમેશ કાકા ના દુકાન આગળ ઉતારી દીધી. 

રમેશ કાકા રિયા ની હાલત જોઈ ને ....
 " રિયા બેટા!.., આ શું થયું તને? આટલી ગભરાયેલી કેમ છે? અને તારી સાઈકલ ક્યા છે?. 

રિયા એ રડતા રડતા જે કંઈ પણ થયું હતું એ બધી વાત રમેશ કાકા ને કરી. રમેશ કાકા તો જાણે એકદમ ચૂપ જ થઈ ગયા. કે ભગવાન જાણે એ રિક્ષા વાળો ના આયો હોત તો શું થાત. 
થોડી વાર વાત ચીત થયા પછી.....
રમેશ કાકા: રિયા બેટા મારી વાત માને તો થોડા દિવસ ઘરમાં જ રહેજે. હું માનું છું તને આ નહિ ગમે પણ જો, દુનિયા જ એવી છે એમાં તારો કે તારા જેવી કોઈ ભી દીકરીઓનો કાઈ વાંક નથી. અને હું તને એમ નથી કહેતો કે તું હવે ઘર માંજ રહે. બસ થોડો સમય ઘરે થી કામ કર . અને વચ્ચે વચ્ચે ભલે આવે પણ કોઈક સાધન માં, આમ હવે એકલી સાઈકલ પર નહિ. 
અને જે તું એકલી વળાંક આગળ ઊભી રહેતી હોય છે ને રાતે એ બધું બંધ કર હવે. 

રિયા: બસ કાકા, તમારી બધી વાતો હું માનીશ પણ આ વાત નહીં. મને ત્યાં જવા માં કોઈ રોકી નહીં શકે. એ મારા માટે માત્ર એક જગ્યા નથી. પણ..... 

આટલું કહેતા જ રિયા ત્યાં જ અટકી ગઈ..... 

રમેશ કાકા: મને એ તો નથી ખબર કે ત્યાં શું છે. પણ તું કહે છે તો માની લઉં છું. બસ બેટા તું સંભાળી ને રહજે બીજું કંઈ નહીં. 
 રિયા કાઈ પણ આગળ વાત કર્યા વગર પોતાની જગ્યા પર જઈને કામ કરવા લાગી.