એક પ્રેમ કથા - ભાગ 1 Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ કથા - ભાગ 1

ગણા બધા પુસ્તકો વાંચ્યા પછી મને લખવાની અને કંઇક નવું ડેવલપ કરવાની ઈચ્છા થઈ તો હું આજે મારી પહેલી એક પ્રેમ કથા લખવા જઇ રહી છું. I hope તમને બધા ને ગમે. 


   ચોમાસાની ઋતુ છે. ચારે બાજુ પાણી થી ભરેલા ખાબોચિયા થઈ ગયા છે. આમ તો મસૂરી માં always ઠંડુ j વાતાવરણ હોય છે પણ એ દીવસે થોડું વધારે વરસાદ અને ઠંડુ વાતાવરણ હતું. 

    રિયા હંમેશા ની જેમ આજે પણ તેની સાઈકલ માં બેસી ને એક સિંગલ રસ્તામાંથી પસાર થઈ રહી હતી. સવાર ના સાત વાગ્યા છે અને વાતાવરણ જાણે વાદળો જમીન પર આઇ ગયા હોય ને તેમ દેખાઈ રહ્યું છે. 

     આમ તો તે હંમેશા 9 વાગે જ જતી હોય છે પણ એ દિવસે ઓર્ડર વધારે અને સમય ઓછો હોવાથી તે થોડી જલ્દી નીકળી ગઈ છે. 



   ( રિયા એ રમેશ કાકા ની દુકાન માં સિલાઇ નું કામ કરે છે. લગ્ન ની ચોલી, કુર્તી, બ્લાઉઝ, ડ્રેસ, ફ્રોક જે અપો તે બધુજ સિવિદે તેવી આવડત છે એનામાં. એનું ઘર main bazaar થી ગણું દૂર ટેકરી જેવા જગ્યા પર છે. બે ઘર છે પણ બંને ઘર એકજ દીવાલ માં જોઇન્ટ હોય એ રીતે. બંને ઘર રિયાના છે. પણ એ માત્ર એકજ ઘર માં રહે છે અને બીજું ઘર ભાડે આપે છે.

    રિયા આખા ઘર માં એકલી જ રહે છે. રાજુ કાકા એના ઘરે કામ કરવા આવતા હોય છે. પણ સવારે આવે ને રાતે જતા રહે . રાજુ કાકા થોડા ઉમર વાળા છે. તેમની એક પત્ની છે. છોકરો વઉ City માં રહે છે. પત્ની ની તબિયત સારી રહેતી ના હોવાથી એ કામ નથી કરતા .એટલે રાજુ કાકા એકલા જ ઘર ચલાવે છે. 

   રિયા કેમ એકલી રહે છે. એના ઘર પરિવાર માં કોણ છે કોણ નહિ. આ વિશે કોઈને પણ કાંઈ ખબર નથી. 26 વર્ષ ની ઉમર માં છોકરી એકલી રહે અને કામ કરે આ જોઈને બધા ને દયા આવતી હોય પણ રિયા વધારે કોઈ જોડે વગર કામની વાતો નથી કરતી. એના માટે બસ એનું ઘર એનું કામ. કોઈક વાર એ નાની નાની છોકરીઓ ને કથક ડાન્સ પણ શીખવાડતી હોય છે. 

   રિયા ખૂબ શાંત સ્વભાવ ની ખૂબ સુંદર દેખાતી છોકરી છે.એનું રૂપ જાણે ચંદ્ર ની ચમક. એનાં હોઠ ભીની થએલી ગુલાબ ની પાંદડી. એની આંખો નાજુક અને નમણી. એના વાર લાંબા અને કાળા. 26 વર્ષ ની છોકરી પણ લાગે જાણે હમણાં 20 નું વર્ષ ચાલુ j થયુ હોય. ગામ ના છોકરાઓ નજર બગાડે પણ આજુ બાજૂ રહેતા લોકો ની ધાક જ એવી કે કોઈ ત્યાં ફરકતું એ જોવા ન મળે. આમ તો રિયા કોઈ જોડે ખાસ વાત નહોતી કરતી પણ તેનું શાંતપણું અને એકલી છોકરી આ જોઈને લોકો ને એના પર દયા આવતી. લોકો સમેથીજ એને કહેતા કે બેટા કઈક કામ કાજ હોય તો કહેજે. અને રિયા પણ 'સારું કાકી કઈક હસે તો કહીશ' એમ કહીને જતી રહે. ના વધારે વાત ના કોઈના ઘરે જવાનું ના કોઈ મિત્ર. બસ એ અને એનું કામ. ) 


રમેશ કાકા: "અરે, રિયા બેટા આવી ગઈ તું. સારું થયું આજે થોડી જલ્દી આવી ગઈ. આ જો હું ક્યારનો મથું છું પણ આટલી ઠંડી માં તો મારા હાથ જ કામ નથી કરતા. લે તુજ કર હવે આ, મારાથી તો નહિ થાય"..

રિયા: અરે કાકા લાવો હું હમણાં જ બનાવી દઈશ. 

  ( આમ કહીને રિયા એ 30 મિનિટ માજ આખું ફ્રોક બનાવી દીધું.) 

રમેશ કાકા: અરે સુ વાત છે બેટા તે તો બહુજ મસ્ત ફ્રોક બનાવી દીધું ને. કેટલી વાર કીધુ તને કે તું શહેર માં જા તો તને વધારે સારું એવું કામ મળી રહેશે પણ ખબર નહિ તું જતીજ નથી. 

રિયા: ના મારે તો કાંઇ નથી જવું. હું અહિયાજ ખુશ છું. "લાઓ, હું બીજા ફ્રોક અને ડ્રેસ સિવી દઉં." 


      ( સવારના 7 થી રાત ના 8 વાગ્યા સુધી કામ કરી ને રિયા પછી ઘરે જવા નીકળી ગઈ.)

રિયા: " સારું કાકા આવજો. હું જાઉં છું હવે કાલે ઓર્ડર લેવા આવશે તો આપિદેજો હું કાલે નથી આવવાની." 

રમેશ કાકા: " હા હા , ખબર છે બેટા કાલે  1st September છે. વાંધો નહિ હું ઓર્ડર નું કરી દઈશ , પણ બેટા કાલે ધ્યાન રાખજે. અને જલ્દી જલ્દી ઘરે જતી રહેજે.

 


    (  નાની એવી સાઈડમાં બેગ લગાઈ ને રિયા દુકાન માંથી સાઈકલ લઈને નીકળી ગઈ. રાત ના 8 વાગ્યા છે. બજાર સુધી તો લાઈટ દેખાતી હતી પણ થોડા આગળ જતા અંધારું થઈ ગયું. એજ રોજનો સિંગલ રસ્તો , ત્યાંથી તે પસાર થતી હતી, રસ્તા માં એક મોટો વળાંક જ્યાં સાઇડ માં થોડી વધારે જગ્યા હતી. એમ કહી સકાય કે રસ્તા ની એક સાઇડ પહાડ બીજી સાઇડ ખીણ પણ એ જગ્યા એવી હતી કે સાઇડ માં કોઈભી પ્રવાસી મોટી ગાડી મૂકીને શાંતિથી બેસી ને મસૂરી નો નજારો માણી સકે. Simple રીતે કહું તો ખૂબ પહોળી જગ્યા, આખા ને આખા ઘર બની જાય એવી પણ safe na હોવાથી ત્યાં કોઈએ પણ ઘર કે બીજું કોઈપણ બનાવાનો પ્રયત્ન પણ નથી કર્યો. થોડુક અંદર ની સાઇડ જઈએ તો ઝાડ ની નાની જાડિયો  આઇ જાય લાગે કે નાનું એવું જંગલ અને પછી ખીણ આઇ જાય. એટલા અંધારામાં તો સુ દેખાય ? , બસ એક જરીક લાઈટ હતી, જાણે નાનો દીવો મૂક્યો હોય એટલું અજવાળું આપતી. વળાંક ના લીધે ગામ લોકોના કહેવાથી એટલી લાઈટ ત્યાં મૂકવામાં આવિતી. 

રિયા રસ્તામાંથી જતી હતી અને એ વળાંક વાડી જગ્યા આવી. રિયા ત્યાં વળાંક માંજ સાઇડ માં સાઈકલ મૂકીને અંદર ની સાઇડ જવા લાગી.  

રાત ના 9 વાગી ગયા છે. આજુ બાજુ કોઈજ દેખાતું નથી. સામાન્ય માણસ તો ડરી જાય એવી જગ્યા અને રિયા એકલી બિલકુલ ડર્યા વગર આગળ વધી અને બિલકુલ ખીણ જોડે આઇ ને ત્યાજ નીચે પગ વાડી ને બેસી ગઈ) .......