એક પ્રેમ કથા - ભાગ 8 Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ કથા - ભાગ 8

છોકરો ( રિયા નું કાર્ડ જોઈને): "અરે આ તો રિયા છે."

_ _ _ _ _ _ _ _ _ _ _ _ _


હા, હા, હા,....હા, હા, હા .... મજા આવી ગઈ, જો જો મમ્મી મેઘધનુષ

રિયા ની મમ્મી: બસ રિયા બહુ નાહી લીધું વરસાદ માં , બીમાર પડીશ અંદર આઇજા.

રિયા: ના મમ્મી, આજે નહિ. મને રમવા દે. હું આવિ જઈશ થોડી વાર માં.
રિયા ની મમ્મી: એક વાર કીધુ ને અંદર આઇજા. ઉભિરે તું એમ નહિ માને. ..


રિયા એની મમ્મી થી બચવા ભાગવા લાગી અને રિયા ની મમ્મી રિયા ના પાછળ જવા લાગી. વરસાદ ના લીધે રિયા ના મમ્મી નો પગ લપસી ગયો ને.......

રિયા ની મમ્મી( જોર થી નીચે પડી ને) :....

     અઅઅઅઅઅઅઅઅઅઅઅઅઆઆ.........

_ _ _ _ _ _ _

મમમમમમ્મી...... !!!!?? .......બોલી ને
રિયા અચાનક બેભાન હાલત માંથી જાગી ગઈ. આજુ બાજુ જોવે છે તો રિયા પોતાના ઘરમાં છે. રાજુ કાકા રિયા નો અવાજ સાંભળી દોડી ને રૂમ માં આવ્યા.

રાજુ કાકા: બેટા તું ઠીક તો છે ને? એક મિનિટ હું પાણી લઈ ને આવું.
રિયા: અરે કાકા હું ઠીક છું. પણ હું અહીંયા સુધી આવી કઈ રીતે.?
રાજુ કાકા: અરે બેટા ભલું થાય એ છોકરા નું જે તને ઘરે મૂકી ગયો. એનું નામ તો નથી ખબર પણ બહુજ સારો છોકરો હતો. એને તારા ઉઠવાની બહુ રાહ જોઈ પણ એને મોડું થતું હતું તો એ જતો રહ્યો.
રિયા: હમમ....  કાકા મને બહુજ માથું દુખે છે મારા માટે ચા બનાવી દોને..
રાજુ કાકા: અરે બેટા હમણાં બનાઇ દઉં છું. તું આરામ કર અને તારા કાકી એ તારું જમવાનું બનાઇ દીધું છે.
રિયા: અરે thank you કાકા.
રાજુ કાકા: એમાં શું બેટા. તું અમારી દીકરી જ છે.

( રાજુ કાકા ચા બનાવા જતા રહ્યા. રિયા હજુ એજ વિચારે છે કે એને ઘરે કોણ મૂકવા આવ્યું હશે. રિયા એનો મોબાઈલ ખોલીને જોવે છે તો 10 રમેશ કાકા ના miss call અને 2 unknown miss call હતાં.

રિયા એ જલ્દી થી રમેશ કાકા ને ફોન કર્યો.

રિયા( ફોન પર): sorry, sorry કાકા. મને માફ કરી દેજો. ફોન silent હતો.

રમેશ કાકા : રિયા બેટા, હવે કેવું છે તને?. મારે રાજુ ભાઈ જોડે બધી વાત થઈ. એમને મને બધું કીધુ. આરામ થયો તને? હું આવું છું તૈયાર રેહજે આપડે હોસ્પિટલ જવાનું છે.

રિયા: ના ના કાકા , વાતાવરણ સારું નથી. મારી તબિયત બરાબર છે. તમે હમણાં ના આવતા. હું કાલે દુકાન આવું એટલે મળીશ.

રમેશ કાકા: ના, બિલકુલ જરૂર નથી. તું હમણાં ઘરે જ આરામ કરીશ બસ. .

રિયા: અરે પણ કાકા.....

રમેશ કાકા રિયા ને વચ્ચે અટકાવતા.:  કીધુ ને નથી આવાનું.
રિયા: સારું કાકા નહિ આવું.

રમેશ કાકા: સારું બેટા, આરામ કર તું હવે. હું કાલે આવીશ તને મળવા.

વાત ચીત પૂરી થઈ. થોડી વાર માં રાજુ કાકા ચા લઈ ને આવિ ગયા.

રિયા: thank you કાકા. આની ખાસ જરૂર હતી.
રાજુ કાકા: અરે બેટા શાંતિથી પિલે. હું તારું ટિફિન લઈને આવું.

રિયા ચા પીતી પીતી એજ વિચારે છે કે એ કોણ હસે જેણે રિયા ની મદદ કરી. એટલા માં રિયા ના ફોન માં રીંગ વાગે છે. એજ નંબર છે જે થોડી વાર પહેલા રિયા એ 2 unknown નંબર થી miss call જોયા હતા.

રિયા: અરે, આ નંબર થી ફરીથી call?

રિયા (ફોન ઉપાડી ને): હેલ્લો!?.

સામે ફોન માંથી અવાજ આવ્યો.... "હેલ્લો,રિયા કેવું છે તને? હવે ઠીક તો છે ને?..

રિયા: હેલ્લો, તમે કોણ? મે તમને ઓળખ્યા નહિ.

" અરે હું એજ છું જે પેહલા તું સાઈકલ સાથે મારા જોડે અથડાઈ હતી. અને આજે પણ મે તને ત્યાં જોઈ અને તું બેભાન થઈ ગઇ હતી તો તને હું ઘરે છોડી ગયો. અને હા હું એજ છું જેને તને બહુ દિવસ પહેલા call કર્યો હતો રાજ પટેલ." ઓળખાણ પડી?

રિયા : રાજ પટેલ? કોણ?

રાજ: અરે, હું એજ છું જેને તને ઘર રેંટ માટે કૉલ કર્યો હતો. હવે ઓળખાણ પડી?
રિયા: અરે, હા બરાબર . Thank you તમે મારી મદદ કરી.
રાજ: અરે વાંધો નહિ. પણ હવે કેવુ છે?
રિયા: હા બધું complete છે હવે.
રિયા: તો તમને હોટેલ મળી?
રાજ: નાં હજુ સુધી નથી મળી. પણ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી એક ઓળખીતા ના ઘરે જ રહીશ
રિયા: બરાબર, માફ કરજો પણ હું તમારી મદદ નહિ કરી શકું. પણ કોઈક ધ્યાન માં હોટેલ કે ઘર હસે તો ચોક્કસ કહીશ.
રાજ: હા , હા વાંધો નહિ.
રિયા: સારું તો bye, bye....
રાજ: bye...

ફોન કાપ્યા પછી..

રાજ( પોતાની જાતે) : કેટલી મતલબી છોકરી છે. આટલી મદદ કરી છતાં એમ નથી થતું કે ઘર rent પર આપી દઉં. હું તો કંઈ એનું ઘર લૂંટી લેવાનો હોવ એમ. કંઈ નાઈ બીજા ગણા મળી જશે.