એક પ્રેમ કથા - ભાગ 5 Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ કથા - ભાગ 5

(અંધારું થઈ ગયું છે. આજુ બાજુ કોઈ દેખાતું નથી. રિયા ચાલતી ચાલતી અડધે રસ્તે સુધી પહોંચી એટલામાં પાછળ થી એક ગાડી આવતી જોવા મળી.)


(ગાડી રિયા ના થોડીજ આગળ જઈને ઉભી રહી. રિયા ના ધબકારા ની ગતિ વધી ગઈ. જાણે કોણ હસે ગાડીમાં , આમ અચાનક ગાડી ઊભી રહી ગઈ અને કોઈ બહાર ભી નથી નીકળતું. )


(થોડી વાર રહી ને ગાડી નો દરવાજો ખૂલ્યો.)


ગાડી માંથી ઉતરતા માણસ ને જોઈને રિયા સાઇડમાં ખસી  આગળ ચાલતી થઈ.

એ માણસ બીજું કોઈ નહિ પણ એજ છોકરો હતો જેના સાથે રિયા અથડાય હતી.

છોકરો રિયા ને સાઇડ માંથી જતા જોઈ કશુજ બોલ્યા વગર ફરીથી એના આગળ જઈ ને ઉભો રહી ગયો.


રિયા ફરીથી સાઇડ માંથી જવાનો પ્રયત્ન કરે છે પણ જે દિશા માં એ જાય એ દિશા માં એ છોકરો એના સામે આઇને ઉભો રહી જાય.


રિયા( કંટાળી ને): શું છે?

છોકરો: સાઈકલ અહીંયા મુકિદે, હું તને ઘરે છોડી દઉં, પછી તું કાલે આવી ને સાઈકલ લઈ જજે.

રિયા: ના બિલકુલ નહિ. હું જાતે ઘરે જતી રહીશ.

છોકરો: અરે સાચું કહું છું. બહુ અંધારું થઈ ગયું છે. આજુ બાજુ કશુજ દેખાતું નથી. અને હવે તો લાઇટ પણ આગળ દેખાતી ના હોય એવું લાગે છે.

રિયા: મે કીધુ ને, મારે તમારા જોડે નથી જવું. હું જાતે જતી રહીશ. આ મારો રોજનો રસ્તો છે.

છોકરો: ઓકે, વાંધો નહિ. પણ એક કામ તો કરવા દે. આ સાઈકલ મને આપ હું ચેન લગાઈ આપુ. એટલું તો કરું ને?

રિયા( થોડી વાર વિચારી ને): ઓકે.

છોકરો: Thank God.


( રિયા સાઇકલ આપી ને સાઇડ માં જઈને ઉભી રહી ગઈ. છોકરા એ સાઈકલ લીધી ને થોડી વાર મથ્યા પછી ચેન લગાવી દીધી. ચેન લગાએલી જોઈને રિયા ને થોડી હાઈશ થઈ.)


છોકરો: લો મેડમ, તમારી સાઈકલ. હવે તમે જાતે ઘરે જઈ શકો છો.

રિયા: હમમ, thanks.

છોકરો ( મનમાં): વાહ, ખાલી thanks.



(રિયા હવે સાઈકલ લઈ ને ઘર તરફ જવા લાગી. અને એ છોકરો પણ એને રસ્તે આગળ નીકળી ગયો.)


_ _ _ _ _ _ _ _ _ _ _ 


 શ શ શ શ શ શ શ શ શ શ શ શ શ શ....

          ( કુકર ની સીટી) 


રિયા: અરે , મમ્મી આ શું છે. સવાર સવાર માં કુકર ની સીટી?. સુવા દેને. 


રિયા ની મમ્મી: સુવા દે વાડી છાની માની ઉઠ હવે અને કામ માં મદદ કરાવ. 


રિયા ના પપ્પા: ના બિલકુલ નહિ. રિયા બેટા શાંતિથી સુઇજા. તારે કામ કરવાની બિલકુલ જરૂર નથી.


રિયા ( ખુશ થઈ ને): THANK YOU પપ્પા. 


રિયા ની મમ્મી: તમે જ છોકરી ને બગાડી છે. 

રિયા ના પપ્પા: બિચારી ને રજા છે. રોજ ઉઠવુજ પડે છે. સુવાદે આજે.


_ _ _ _ _ _ _ _ _ 


 ( ટીન ટીન... ટીન ટીન... ટીન ટીન...)

    ( એલાર્મ નો અવાજ) 


(એલાર્મ નો અવાજ સાંભળી રિયા જાગી ગઈ. સવાર ના 5 વાગ્યા છે. રોજ ના જેમ રિયા તૈયાર થઈ, જમવાનું બનાઈ દીધું, પૂજા પાઠ કરી દીધા અને દુકાન એ જવા નીકળી ગઈ.) 


(રસ્તા માં જતા રિયા ની સાઈકલ ની ચેન ફરીથી નીકળી ગઈ.)


રિયા( પોતાની જાતે જ) : અરે યાર, ફરીથી? પ્લીઝ ભગવાન આજે નહિ. પેહલેથીજ Late થઈ ગઈ છું અને હવે આ ચેન. 

( રિયા સાઇડ માં સાઈકલ કરી ને કોઈક સાધન આવે તો એમાં જતી રહું પછી કોઈક જોડે સાઈકલ મંગાવી લઈશ એવા વિચાર થી રસ્તા માં સાધન ની રાહ જોવા લાગી.)

( રસ્તા માં સાધન તો આવ્યા પણ કોઈએ ગાડી ના ઊભી રાખી. છેવટે રિયા એ રમેશ કાકા ને ફોન કરવા નો ટ્રાય કર્યો ત્યાં તો network પણ નથી આવતું.)


રિયા( ચિંતા થી): હવે શું કરું?... ના કોઈ ગાડી ઊભી રાખે છે. ના ફોન નથી લાગતો. 


( રિયા ગણી બધી વાર રાહ જોઈ ને છેવટે જાતે જ સાઈકલ લઈ ને ચાલવા લાગી. થોડીક આગળ જઈને 2..3 છોકરાઓ બાઇક લઈ ને જોતા દેખાયા. જોવા માં તો એ લોકો ગુંડા જેવા પીધેલી હાલત માં દેખાયા. 


રિયા કશુજ બોલ્યા વગર આગળ ચાલતી રહી. છોકરાઓ ની નજર રિયા પર પડતા સિટી વગાડવા લાગ્યા અને જોર જોર થી ગીતો ગાવા લાગ્યા. )


( રિયા એમને ઇગનોર કરીને આગળ ચાલતી રહી. એટલા એ છોકરાઓએ બાઇક રિયા આગળ જઈને ઉભી રાખી) ....

..........................