એક પ્રેમ કથા - ભાગ 7 Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ કથા - ભાગ 7

( રિયા ની આવી હાલત જોઈને રમેશ કાકા એ તેને સમય પહેલા જ ઘરે જવાની વાત કરી.)

રમેશ કાકા: રિયા બેટા ચલ હું તને ઘરે મૂકવા આવું
( રિયા જાણે મોં ની વાત છીનવી લીધી હોય, જાણે આજ સાંભળવા માંગતી હતી ને તરત હા પાડી દીધી.)

રમેશ કાકા રિયા ને સ્કૂટર પર બેસાડી ને ઘરે મૂકવા જવા લાગ્યા. રિયા હજુ પણ સવાર ની ઘટના થી ડરેલી છે. મગજ માં બધા એવાં વિચારો ચાલી રહ્યા છે કે જો પેલા સાઈકલ રિક્ષા વાળા કાકા ના આવ્યા હોત તો શું થતું?

એટલામાં રસ્તા માં રિયા ની સાઈકલ પંચર પડેલી દેખાઈ.

રિયા: રમેશ કાકા, બસ અહીંયા જ ઉતારી દો મને.
રમેશ કાકા: કેમ દીકરા ? મે તને કીધુ ને કે તારી સાઈકલ ઘરે આવી જશે તું એની ચિંતા નાં કરીશ.

રિયા: કાકા હું સાચ્ચે માં ઠીક છું.મારી ચિંતા નાં કરશો. મને અહીંયા ઉતારી દો. ઘર અહીંયા થી વધારે દૂર નથી. અને અત્યારે લોકો ની અવર જવર પણ વધારે છે. અને ક્યા સુધી એમ ડરીને રહીશ?. એકલી જ રહું છું તો આટલું તો સેહવું પડશે ને.

રમેશ કાકા: પણ બેટા...
( રિયા વચ્ચે થી બોલી ને)

રિયા: કાકા, મે કીધુ ને હું ઠીક છું. કંઈ ભી હસે હું ફોન કરી દઈશ.

( છેવટે રમેશ કાકા ને રિયા ની વાત માનવી પડી અને ત્યાંજ રિયા ને મૂકીને પરત ફર્યા.)

(વાતાવરણ પણ ખરાબ થયેલું છે, પંચર થએલી સાઈકલ રિયા હાથે થી પકડી ઘર તરફ જવા લાગી.)

(રસ્તામાં વળાંક આવ્યો અને રિયા ત્યાં સાઇડ માં સાઈકલ મૂકી ને ફરીથી અંદર ની બાજુ એજ જગ્યાએ ગઈ. અંદર જઈને પહેલા ની જેમ જ પગ વાળી ને બેસી ગઈ અને જાણે એકદમ થી ચીસો પાડતી રોવા લાગી.

જોર જોર થી રોતી ગઈ અને બોલતી ગઈ...

રિયા (રડતી રડતી) : કેમ આવું થયું મારા જોડે?. કેમ મને એકલી મૂકી દીધી. કોઈ નથી મારા જોડે. કેમ આવું કર્યું. શું કરું હું ? ક્યા જાઉં,? કેમ જીવું?

( એક બાજુ રિયા જોર જોર થી રડે છે ને એટલામાં વરસાદ ચાલુ થઈ ગયો. વીજળી ના કડાકા અને ધોધમાર વરસાદ , જાણે રિયા ને જાણ જ ના હોય કે આટલો વરસાદ પડી રહ્યો છે અને બસ રોયા જ કરે છે.

રસ્તા માંથી પેલો છોકરો જે રિયા સાથે અથડાયો હતો એ ગાડી લઈ ને જતો હતો. એને રસ્તા માં રિયા ની સાઈકલ દેખાઈ .

છોકરો( પોતાની જાતે) : અરે આ સાઈકલ તો પેલી છોકરી ની છે. પણ એટલા વરસાદ માં આ સાઈકલ અહીંયા, તો પેલી છોકરી ક્યા છે?.

થોડું ધ્યાન થી જોવે છે તો સાઈકલ ની ચેન નીકળી ગયેલી હતી. આજુ બાજુ નજર કરી પણ ક્યાંય કોઈ જોવા નાં મળ્યું.
વાતાવરણ વધારે ખરાબ હોવાથી એ ગાડી માંથી ઉતરી ને બહાર જઈને જોવાનો ટ્રાય કરે છે.
સામેની સાઇડ એક નાનો રસ્તો અંદર ની બાજુ જતા દેખાતા એ છોકરો એ રસ્તા આગળ જાય છે.
એટલો વરસાદ છે કે કશું સરખું દેખાતું નથી કે કશું સંભળાતું નથી. એટલામાં કોઈક નો એકદમ થી જોરથી અવાજ આવે છે. તો એ દોડીને એ અવાજ ની દિશા તરફ જાય છે.
દૂર થી રિયા ને આવિ હાલાત માં જોઈને છોકરો થોડી વાર માં તો ડરી જાય છે. એકતો એટલું ખરાબ વાતાવરણ ,ધોધમાર વરસાદ, સૂમસામ જગ્યા, એક બાજુ ખાઈ અને એક છોકરી જાણે કોઇ ભૂત વરગ્યું હોય એમ ચીસો પાડતી પાડતી રોવે છે.
થોડી વાર તો છોકરો એને એમજ જોઈ રહે છે. દૂરથી જ અવાજ લગાવે છે પણ રિયા તો હોશ માંજ નથી.
છોકરો ધીમે થી એના નજીક જાય છે. ધીમે થી રિયા ના ખભા પર હાથ મૂકે છે. રિયા એકદમ જોરથી ડરી ને. ઊભી થઈ જાય છે. પાછળ ફરી ને જોવે છે તો એ છોકરા ને જોઈને ત્યાં જ  ચક્કર ખાઈ ને નીચે પડે છે. એટલા માં છોકરો એના બંને હાથ થી રિયા ને નીચે પડતાં બચાવી લે છે.

છોકરો: હેલ્લો !, ....હેલ્લો!, ...હેલ્લો!!

છોકરો રિયા ને ઊંચી કરે છે અને પોતાની ગાડી માં લઇ જાય છે. રિયા નો મોબાઈલ વરસાદ નાં લીધે બંધ થઈ ગયો છે. સાઇડ માં એક પર્સ લટકેલું જોવે છે. અંદર એ છોકરા ને એક કાર્ડ મળે છે

છોકરો: અરે! આતો રિયા છે.