એક પ્રેમ કથા - ભાગ 2 Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ કથા - ભાગ 2

           

           (આજુ બાજુ  કોઈજ દેખાતું નથી. ના કોઈનો અવાજ આવતો નથી. બસ એ નાનકડો દિવડા જેટલું અજવાળું આવિ રહ્યું છે. અને એમાં રિયા એકલી પગ વાડી ને બેસી રહી છે.


રાત ના 12 વાગી ગયા અને રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. કોઇભી સામાન્ય માણસ જોવે તો ડરી ને ભાગી જાય.  થોડી વાર રહીને રિયા જાણે કશુજ ના થયું હોય એમ એકદમ નોર્મલ રીતે ત્યાંથી ઊભી થઈને સાઈકલ લઈને તેના ઘર તરફ જવા લાગી.

થોડીવાર માં રિયા ઘરે પહોંચી ગઈ. ઘર ની બાજુ માં સાઈકલ મૂકી lock ખોલ્યું ચાવી ટીવી બાજુ મૂકી . રૂમ માં જઈને સૂઈ ગઈ.)

       
               (રિયા ના ઘર ની થોડી વાત કરું તો. જતાં પહેલાં જ એક સફેદ મોટો દરવાજો આવે . દરવાજાની અંદર જતાં 2 જોઇન્ટ માં ઘર અને આગળ અને પાછળ બંને બાજુ મોટી જગ્યા , કોઈ ફંકશન થઈ શકે એટલી મોટી જગ્યા. રિયા એજ જગ્યા પર છોકરીઓને કથક ડાન્સ શીખવાડતી હોય છે. અંદર જતાંની સાથે જે પહેલું ઘર આવે એ ઘર એ ભાડે આપતી અને બીજા ઘર માં એ એકલી રહે.

રિયા માત્ર ફેમિલી હોય અથવા કોઈ married couple હોય એમને જ ભાડે આપતી. પણ કોઈ દિવસ રિયા જાતે એ ઘર માં ના જતી. કાઈભી કામ હોય તો રાજુ કાકા ને કહે. તો રાજુ કાકા અંદર જઈને કામ કરતા આવે.

આમ તો મસૂરી માં હોટેલ ગણી પણ monsoon ના સમય માં બધી હોટેલ ફુલ થઈ જાય એટલે કોઈક ને કોઈક ફેમિલી તો અહીંયા આવતુજ હોય.

રિયા એ ખૂબ મહેનત કરીને આ ઘર અને જગ્યા લોન પર લીધી હતી. હજુ લોન પૂરી થઈ નથી એટલે એ લોન પૂરી કરવા રાત દિવસ એક કરીને મહેનત કરે. આમ તો એને નાનું એવું ઘર મળી જતું પણ એને આજ ઘર માં રહેવું હતું. ખબર નહિ પણ જાણે શું હસે આ ઘર માં કે એને અહીંયાજ રહેવું છે. )

                      (મોર્નિંગ ટાઈમ)

Knock.. knock

રિયા ( clock સામે જોઇને) : હજુ તો 7 વાગ્યા છે . રાજુ કાકા તો એટલા વહેલા નથી આવતા તો અત્યારે કોણ આવ્યું હસે?

( રિયા ઊઠીને દુપટ્ટો લગાવી ને બાર જાય છે. દરવાજો ખોલે છે તો એક નાની છોકરી ઊભી હોય છે.)

રિયા: અરે પ્રાચી બેટા તું ! એટલી વહેલી? બધું બરાબર તો છે ને?
પ્રાચી: હા હા દીદી બધું બરાબર છે. હું તો અહીંયા કથક ડાન્સ માટે આવી છું તમે કીધુ હતું ને આજે આવવાનું.
રિયા: ના બેટા આજે નહિ. મે તને 2 તારીખ એ કીધુ હતું. આજે હું આખો દિવસ ઘરે j રહું છું. બધી છોકરીઓ કાલે આવશે.

અત્યારે તારે એમનેમ અંદર આવું હોય તો આવ.

પ્રાચી: ના ના દીદી કાલે આવીશ અત્યારે મારે school જવાનું છે. તો સારું દીદી , bye bye... કાલે મળીએ.

રિયા( નાની સ્માઇલ સાથે) : bye બેટા.

                 ( પ્રાચી જોડે વાત કર્યા પછી રિયા અંદર જાય છે. નાહી ધોઈને પૂજા કરે છે, જમવાનું બનાવે છે, અને રોજના જેમ પેઇન્ટિંગ કરવા બેસી જાય છે. રિયા ને પેઇન્ટિંગ કરવાનો શોખ છે. એના આખા ઘર માં એના બનાએલી પેન્ટિંગ જોવા મળે.)

               ( 9.30 વાગી ગયા અને રાજુ કાકા આવી ગયા અને રોજ ના જેમ કામ કરવા લાગ્યા..આમ તો રાજુ કાકા ખાસ ગાર્ડન નું ધ્યાન રાખતા. આગળ અને પાછળ જે જગ્યા હતી એ ગાર્ડન જેવીજ હતી તો ત્યાં કાળજી રાખતા. અને ઘર માં થોડી સાફ સફાઈ કરતાં). 

           ( રિયા રાતે અંધારામાં એકલી કેમ સૂમસામ જગ્યાએ ગઈ હસે?, રિયા ને કેમ એજ ઘર જોઈએ છે?, રિયા કેમ એકલી રહે છે?, 1st September માં એવું તો સુ થયું હસે કે રિયા ઘરમાંજ રહે છે?.,  જાણવા માટે વાંચતા રહો આગળ ના ભાગ " એક પ્રેમ કથા". )

મારી આ story " એક પ્રેમ કથા" વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.