ચુની ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

ચુની

"અરે, હાભળો સો?"
"શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને ઘરમાં નજર ફેરવી લીધી.
"આ માણાહનું હું કરવું, વરતો જવાબ જ ના વાર્યો. હવ, મન જ જવા દે, નઈ તો મોરું સ ખાવાનું મોરું સ કઈ ન બરાડા કરહી." કહીને મોરલી દુકાન તરફ ઉતાવળી થઈ.
"લ્યો, આતો ઓઈ જ જોમાડીને બેઠા સ."
"પેટીમાં હું મોતી માણેક ભર્યા સ ક મશગુર થઈ ન બેહી રહ્યા સો."
કાનજીએ મોરલીની વાત કાન પર ધરી નહિ. એ તો પોતાના મથામણ જ હતો. સ્લેટ, કાટ ખાઈ ગયેલો કંપાસ, ફાટેલી અને કાટના ડાઘ લાગેલી ચોપડીઓ, લખોટીઓથી ભરેલો ડબ્બો સાથે સાથે માચિશ પેટીની છાપ, જે વિદ્યાર્થી અવસ્થાના સંભારણા હતા. તેના માટે ખજાનાથી ઓછું નહોતું. તેનો હાથ ફરતો જઈ રહ્યો હતો અને યાદો તાજી થઈ રહી હતી.
"અરે, બાપ રે...." કાનજીના મુખમાંથી કશુંક વાગ્યાનું પીડા નીકળી. હાથમાં નજર કરતા લોહી નીકળી રહ્યું હતું પણ એ પીડા મલમમાં બદલાય ગઈ. બીજા હાથ વડે કાઢીને જોયું તો નાકની ચૂણી હતી.
"હં.... તુ મન સૂબી જઈ , ઘણા દહાડા પસ આજ તે મન ઘા આપ્યો."
"પણ મીઠો સ." આંગળીને મોહમાં નાખી અને કાનજીના મુખ પર અમીરી સ્મિત જામી.

કાનજીના નજર સમક્ષ ક્ષિતિજ પાળની યાદો દેખાવા લાગી. તે મનમાં ને મનમાં હરખાવા લાગ્યો.

"શ્યામલી, તુ હતી મસ્તીખોર પણ ડાહી પણ એટલી જ. ત્યાર તુ મારા હૈયે સુભતી'તી અન આજ દેહે."

શ્યામલી એટલે નામ જેવા જ ગુણ. થોડી શામ, લાંબો ચોટલો, સ્વભાવે નટખટ પણ સંભાળ તો સૌની રાખતી. ચાલતી જાયને રસ્તે સામે ભેટો થનારને ઉંમરનું ધ્યાન રાખીને વર્તન કરતી જાય.પણ કાનજીને તો હંમેશા સતાવતી જ હોઈ. પેહલા કાનજી એનાથી શરમાતો , શરમાતો કેહવુ થોડું અલગ પડી જાય, તે તેનાથી ડરતો. જો રસ્તે સામે મળી જાય તો કાનજી રાહ પણ બદલી લેતો. કેમ કે કાનજી શરમાળ હતો, સંકુચિત સ્વભાવ હતો. એટલે મન છૂટી રહી નહોતો શકતો. શ્યામલી તદ્દન વિરોધ મિજાજી હતી. તેમાં છતાં કાનજીને ગમતી.

ગામડાંની સવાર તો પરોઢિયે ખીલી ઊઠે. એ પરોઢિયાને માણવાનો લ્હાવો જુદો જ હોઈ. કાનજી ખાટલામાં ગોદડામાંથી ડોકિયું કરીને શેરી સામે નજર માંડી ને કાન પર સાદ ધરતો હોઈ. એ સાદ શ્યામલીના પગના છરાનો હોય. શ્યામલી શેરીએથી જતી હોય તો સમજાય જાય કે આ તો શ્યામલી જ છે. કાનજી તેની ડગરનો અવાજ સારી રીતે જાણતો હતો. પણ એની હિંમત ન્હોતી કે ગોદડાંને હટાવીને ખાટલામાં બેઠો થાય. તે જાય પછી જ કાનજી દાતણ હાથમાં ધરે. કોઈકવાર કાનજીને થતુ કે શ્યામલીને કહી જ દઉં કે મને આમ ન પજવ.પણ તેના ડીલમાં એટલો દમ ન્હોતો.

દસ વાગે એટલે માસ્તર હાથમાં નાની સોટી લઈને શાળા તરફ જાય. એટલે બધા ને ખબર પડે કે હવે ઘડિયાળમાં દસ થયા. એકાએક ટાબરિયાં નિશાળે જવા નીકળી પડે. કોઈને હાથ ઝાલીને એની માં ચાલી આવતી હોઈ ને કોઈ ને ટેટાટોળી કરીને ચાર છોરા ઉચકી લાવતા હોય. નિશાળમાં કોઈના રડવાનો , દોડવાનો , લડવાનો અને બૂમબરાડાનો અવાજથી ગામ આખું જીવંત થઈ જતું. પણ આપણો કાનજી તો ક્યારે શ્યામલી નિશાળે પહોંચે એની રાહમાં હોઈ. જેવી જાય કે નજર માંડી લે છેક નિશાળના દરવાજા સુધી.
"આજ તો શ્યામલીન કઈ જ દવ ક મન કેમ આટલો હેરોન કર સ?" મનમાં બબરતો જઈને ડોટ મારે.જેવો નિશાળે પહોંચે કે નક્કી કરેલુ દબી જાય. નિશાળમાં શ્યામલી આગળ બેઠી હોઈ તો કાનજી તેની નજર પડે એમ છેલ્લો બેસે. પણ આતો શ્યામલી, કાનજીને ગમે ત્યાંથી પકડી જ લે અને સીધો કાન જ પકડે.
" કાનજીનો કાન હાથીનો." કહીને ચીડવતી.
પણ બચારો કાનજી નજર નીચે કરીને બેસી રહે. એની સામે જોવાની હિંમત જ ન કરે. આતો એમનું રોજનું થઈ પડ્યું.

દિવસ એક એવો આવ્યો કે શ્યામલી માટે કપરો બની પડ્યો હતો. શ્યામલીના બાપુનું અકાળે મૃત્યુ થયું. જે શ્યામલી માટે અતિ સંવેનશીલ ઘટના થઈ પડી. તેનું બોલવું કે ચાલવું બધું શૂન્ય થઈ ગયું.

તે પરોઢિયે દૂધ ભરાવવા માટે જતી, કાનજી જેના છરાના રણકારથી જ ઓળખી લેતો. આજે તે પણ થાપ ખાય બેઠો. અવાજ તો હતો પણ ચાલવાની ઢબ નોખી થઈ ગઈ. નિશાળમાં સૂમસામ બેસી રહે. કાનજીને ઘડીવાર પણ જપવા ન દેનાર શ્યામલી આજે શુપ્ત અલોપ અવસ્થા ધારણ કરી લીધી. કાનજીને પણ તે વાત ખપતી ન્હોતી. તેને શ્યામલીની મશકરીની ટેવ પડી ગઈ હતી. કાનજી શ્યામલીને સામેથી બોલવાનો ઘણી મશક કરી પણ હામ નહિ ચાલી. આમને આમ ઘણા દિવસ પસાર થઈ ગયા.

શિયાળના દહાડા ચાલી રહ્યા હતા. ઠંડી દેહ થીજવી દે એવી હતી, એમાં પણ પરોઢિયે તો યુવાની લઈને બેઠી હોઈ.
" બા, આજ હું દૂધ લઈન જયે. તુ એક દા'ડો પોરો ખા." કહીને કાનજી દૂધની ડેગરી હાથમાં લઈને
રણકાર સાંભળવા માટે કાન ધરીને બેઠો. એટલામાં જ શ્યામલી આવી. કાનજી ઝડપથી ઊભો થઈને શ્યામલીના પાછળ દોટ મૂકી.
" હેં શ્યામલી, કોન ખેંચને મારો."
શ્યામલી એ તરફ ધ્યાન ન આપ્યું. તે રસ્તો માપતી જ રહી. કાનજી પણ કશું આગળ કહી શક્યો નહિ. તેને મનમાં નક્કી કર્યું કે "આજ નઈ તો કાલ , એક દન તો આવહે એવો ક શ્યામલી જવાબ વારહે." તેને આશા જગાડી ઊંડો શ્વાસ લીધો.

સરાંનો સુર રેલાવો ને કાનજીની દોટ લાગવી.' હેં શ્યામલી, મારો કોન ખેંચ." કેહવુ. શ્યામલીનો હુંકાર ન ધરવો અને કાનજી ફરી આશા રાખવી. સમય વીતતાં કાનજી પણ ધીરજ ખુટવા લાગી. અંતે તો એ પણ કાળા માથાનો માનવી જ ને!

" હેં શ્યામલી, મારો કોન મરોડ ક!"
"લે.. મરોડ્યો તારો કોન. હવ, ખુશ ન" શ્યામલી નિર્દય થઈ ને જુસ્સાભેર કાન મરોડી દીધો. કાનજીના મુખમાંથી ચિખ પણ નીકળી ગઈ.
"તે તો મારો કોન જ કાઢી આપ્યો." ચહેરા પર દર્દનો ભાવ હતો અને મનમાં ખુશી હતી. શ્યામલીએ આખરે મૌન તોડ્યું.
"તુ આજ નિહાળે આવવાની સ ક?"
" કાયમ તો આવું સુ! એમો તુ હુ પંસાત કર સ."
"શ્યામલી એકવાર કેન, કાનજીનો કોન હાથીનો." કાનજી શ્યામલીના પગથી પગ મિલાવતા ઝડપભેર ચાલતા ચાલતા વાગોળ્યું.
" કોનજીનો કોન કૂતરાનો. બસ, ટાઢક મળી ન." શ્યામલીનું મૌન આખરે તૂટ્યું પણ કાનજી સાથે દોસ્તીના તાંતણે બંધાય ગઈ.
હવે, તો બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ. જ્યાં કાનજી હોઈ ત્યાં શ્યામલી પણ જોવા મળે.
સમયને ઘડીના છઠ્ઠા ભાગમાં વહેતા ક્યાં વાર લાગે. જેમ સવારનું પ્રાગડ ફૂટે તેમ યુવાન અવસ્થામાં દાખલ થયા. ઘરમાં યુવાન છોકરી હોઈ તો મા બાપને ઊંઘ ન આવે. પણ શ્યમલીની મા ને બાપ તો એની બા જ હતી. તેને શ્યામલીને પરણાવીને સાસરે વિદાય કરવાની ચિંતા ખાવા લાગી. પણ શ્યામલીને તો કાનજીની દોસ્તી ભાવી ગઈ હતી. કાનજીના મનને શ્યામલી બહુ વ્હાલી હતી. તેને ક્યારેય પ્રેમને વ્યક્ત કર્યો નહિ, મિત્ર બનીને રહ્યો. ડર એ હતો કે શ્યામલી નારાજ થઈ જાય તો. એ જ ભાવ શ્યામલીને સતાવતો.

મંડપ રોપાયોને, લગણીયા ગવાતા હતા અને શરણાઇના સૂર સંભળાતા હતા. ચોતરફ ઉલ્લાસનો માહોલ હતો પણ કાનજી માટે શોક હતો. તે ક્યારેય શ્યામલીને પોતાની હૈયવરાળ ઠાલવી ન શક્યો.તેને અફસોસ અને ધૃત્કાર પોતાની જાત પર થઈ રહ્યો હતો. પણ પોતાની જાતને સંભાળી, સાચવી શ્યામલી થકી.

કાનજી શ્યામલીના ઘર તરફ પગ ઉપાડ્યા. ગજવામા અવારનવાર હાથ નાખીને ફંફોસી લેતો હતો. તે શ્યામલી માટે અણમોલ ચુનીની ભેટ લીધે, આંખોમાં ખુશીનો ભાવ પ્રગટ કરીને આગળ વધી રહ્યો હતો. તેની નજર બારીને ચીરીને ઓરડામા પડી. શ્યામલીને પાનેતરમાં જોઈને ,બસ ત્યાં જ થંભી ગયો. તે અવળા પગ કરીને ચાલતો થયો.તે આજદિન સુધી શ્યામલીનો એ ચહેરાને મનમાં કંડારી રાખ્યો છે.

" એ હવ તો મૂકો પટારો તમારો. ખાવાનું સ ક નઈ.." ઠપકો આપતા મોરલી બોલી.
કાનજી સ્મરણને ખંખેરીને સ્વસ્થ થયો.
" હ...."
" તમન ભોન સ. હાથમો હું વગારી ન બેઠા સો." મોરલીએ કાનજીના હાથને પોતાના હાથમાં લઈ લીધો.કાનજીના હાથમાં ચુની જોતા, "કોની સુની ધરી રાખી સ?"
" શ્યામલી, તારી જ સ..." કાનજી મોઢામાં શબ્દ પરત વારવા ગયો પણ છૂટેલું તીર ક્યા પાછું વળે.

" ગામની હાહુના , મારા રોયા.. શ્યામલી વાળા.... " કહીને મોરલીએ ફેણ ચડાવી દીધી.

*************