પ્રેમ આત્માનો - ભાગ 10 ર્ડો. યશ પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

પ્રેમ આત્માનો - ભાગ 10

(આગળ ના ભાગ માં જોયું કે રંગો નીલમ ની આત્મા ને તાંત્રિક વિધા થી કેદ કરી લે છે, હરજીવન ભાઈ અને રંગો જંગલ માંથી બહાર જવા માટે નીકળે છે ત્યાં જ બીજા ઘણા બધા ભયંકર અવાજો આવે છે )

રંગો :માલિક આ બધી જંગલ માં ભટકતી આત્માઓ લાગે છે.
હરજીવન ભાઈ ને પરસેવો વળી જાય છે. "રંગા તું કંઈક કરઆત્માઓ નું.."
રંગો :માલિક મને થોડી ગણી જ વિધા આવડે છે..

ત્યાંજ ઘણી બધી આકૃતિ ઓ દેખાય છે, કેટલીક લોહીથી ખરડાયેલી, તો કેટલીક માસના ટુકડા ખાતી..
હરજીવન ભાઈ અને રંગા ને આ જોઈ પરસેવો વળી જાયઃ છે, બન્ને ઝાડ પાછળ છુપાઈ જાય છે.
રંગો :માલિક, આટલી બધી આત્માઓ ને હું કાબુ માં કરી શકતો નથી., આતો ભયંકર આત્માઓ છે.
હરજીવન ભાઈ :રંગા કંઈક કર, નહીંતર અહીંયાજ પતિ જશુ આપણે બન્ને.

આત્માઓ રંગા ના જોડે રહેલી બોટલ ખોલી અને નીલમ ને આઝાદ કરે છે.
નીલમ :😄😄😄કીધું તું ને છોડી દે, હવે તમે બંને અમારું ભોજન છો 😄😄😄
બધી આત્માઓ ભયંકર અટ્ટહાસ્ય કરે છે, પછી રંગા અને હરજીવન ભાઈ પર હુમલો કરે છે.

રંગો મંત્રો નું ઉચ્ચારણ ચાલુ કરે છે...
રંગો :માલિક તમે અહીંથી નીકળી મંદિરે જાતા રહો, એટલી વાર હું આ આત્માઓ ને રોકી રાખીશ..
હરજીવન ભાઈ :પણ રંગા હું તને આમ એકલો છોડી નહિ જાવ.
રંગો :માલિક તમે જતા રો, તમારો તો જીવ બચી જશે, મારું તો આ દુનિયા માં બીજું કોઈ નથી.
હરજીવન ભાઈ :જો રંગા, મારાં સ્વાર્થ ખાતર હું તારી જિંદગી હોમી નાખું એવો નથી. હું તારી સાથે જ રહીશ.
રંગો :માલિક તમને મારાં સોગંધ છે, તમે અહિયાંથી નીકળી જાવ.
હરજીવન ભાઈ. તું આત્માઓ ને રોકી રાખ, હું એટલામાં માં પુજારીને લઈ ને આવું, તું ચિંતા ના કરતો.પણ હરજીવન ભાઈ નો અવાજ નીકળતો નથી.
હરજીવન ભાઈ ભારે હૈયે ત્યાંથી દોટ મૂકે છે. નીલમ નું પ્રેત હરજીવન ભાઈ ને પકડવાનો પ્રયત્ન કરે છે પણ રંગો પોતાની શક્તિ થી બધી આત્માઓ ને રોકી રાખે છે.
હરજીવનભાઈ જંગલ માંથી બાર નીકળી મંદિર તરફ દોટ મૂકે છે.
નીલમ :😄😄😄તું અમને કેટલો સમય રોકી રાખીશ..😄😄
રંગો :😄😄😄તમારે જે કરવું હોય તે કરો, મારાં માલિક તો હવે મંદિરે પોહચી ગયા હશે.
માલિક અને નોકર ની આ પ્રેમલાપ જોઈ આત્માઓ પણ વિચાર માં પડી જાય છે.
નીલમ :તને તારા માલિક બોવ વાલા છે ને તો લે... આટલું કહી તે રંગા ને હવામાં ઉછાળે છે, બધી આત્માઓ રંગા ને ઘેરી લે છે. રંગો મંત્રો નું ઉચ્ચારણ કરે છે પણ આત્માઓ ને રોકી શકતો નથી.
આત્માઓ રંગા ને હવામાં ઉછાળી નીચે પાડે છે. રંગો લોહી લુહાણ થઈ જાય છે. લોહી જોઈ આત્માઓ રંગા પર તૂટી પડવા જાય છે, પરંતુ કોઈક ની આહટ સાંભળતા ત્યાંથી બધી આત્માઓ ગાયબ થઈ જાય છે.

આ બાજુ હરજીવન ભાઈ દોડતા મંદિરે પોહચે છે.
હરજીવન ભાઈ પૂજારી ના રૂમ માં જાય છે.પણ પૂજારી ની હાલત જોઈ વિચારમાં પડી જાય છે.
હરજીવન ભાઈ :પૂજારી જી આ શુ થયું તમને??
પૂજારીજી:હરજીવન ભાઈ તમે, હું તમારા ઘરે જ ગયો હતો... પૂજારીજી હરજીવન ભાઈ ને માંડી બધી વાત કરે છે.
જયારે તમારા ઘરે થી પાછો ફરતો હતો ત્યારે એક આત્માઓ હુમલો કર્યો, મારાં તરફથી બધીજ શક્તિ લગાવી પણભયંકર આત્માઓ ને હું રોકી શક્યો નહિ, ગમે તેમ કરી અહીંયા આવ્યો.
હરજીવન ભાઈ :પૂજારીજી અત્યારે મારી સાથે ગમે તેમ કરી આવો, પેલી આત્માઓ એ રંગા ને ઘેરી લીધો હશે....
પૂજારીજી :હરજીવન ભાઈ, મારાથી ચલાય તેમ નથી, એ આત્માઓ એટલી ભયંકર છે, મારીથી કઈ થઇ શકે તેમ નથી.
હરજીવન ભાઈ :પણ રંગો પૂજારીજી...
પૂજારીજી :ભગવાન તેની રક્ષા કરશે, તમે આજ રાત અહીંયાજ રોકઈ જાવ, નહિતર તમને પણ નહિ છોડે.
હરજીવન ભાઈ ના આખ માં આસું આવી જાય છે, રંગા ને યાદ કરતા. પોતાના સ્વાર્થ ખાતર બિચારા રંગા ને મોત ના મુહ માં ધકેલી મુક્યો.
પૂજારીજી :હરજીવન ભાઈ તમે સુઈ જાવ, ભગવાન બધાનું સારુ કરે.

આ બાજુ સુશીલા બેન ચિંતા માં :બેટા નટવર તારા પપ્પા હજી કેમ આવ્યા નથી, રાત પડી ગઈ છે, કોઈ સમાચાર પણ નથી.
નટવર :તું ચિંતા ના કર મમ્મી, રંગો છે ને એમની જોડે, એને થોડી તાંત્રિક વિધા તો આવડે છે.
ત્યાંજ ફોન ની ઘંટડી વાગે છે. "હેલો સુશીલા "....
સુશીલા બેન :કયાં છો તમે, બરાબર તો છો ને??
હરજીવન ભાઈ :"હા, હું બરાબર છુ પણ રંગો... આટલું કહેતા કહેતા રડી પડે છે "
સુશીલા બેન :પણ શુ થયું રંગા ને..
હરજીવન ભાઈ માંડી ને બધી વાત કરે છે, પૂજારી ની પણ વાત કરે છે.આ સાંભળી સુશીલા બેન ની આખમાં પાણી આવી જાય છે.
હરજીવન ભાઈ :નટવર તો બરાબર છે ને...
સુશીલા બેન :હા,
હરજીવન ભાઈ :હું આજની રાત મંદિર માં રોકાવ, કાલે સવારે આવીશ.
આટલું કહી હરજીવન ભાઈ ફોન મૂકે છે.

............................ ક્રમશ...........................

(આગળ ના ભાગ માં :આત્માઓ કોની આહટ સાંભળી ભાગી ગઈ હશે?? રંગા ને શુ થયું હશે???
શુ રંગો જીવશે કે??? હવે આત્માઓ શુ કરશે??)