પ્રેમ આત્માનો - ભાગ 8 ર્ડો. યશ પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ આત્માનો - ભાગ 8

(આગળ ના ભાગ માં જોયું કે નટવર અને પાયલ મંદિર માં મળે છે, નીલમ ની આત્મા પાયલ ને ધમકાવે છે, પછી અચાનક જ ત્યાંથી જતી રહે છે )

પાયલ :આ ડાકણ કયાં જતી રહી એટલામાં??
નટવર :તને બીક નથી લાગતી ભૂત -પ્રેતો થી...
પાયલ :જેને આત્મા થી સાચો પ્રેમ કર્યો હોય એ એના પ્રેમ માટે ભગવાન જોડે પણ લડી જાય છે.
આટલું કહી પાયલ નટવર ને ગળે વળગી પડે છે..
તમારા બન્ને નું જીવન સુખ મય જાય તેવી ભોલેનાથ ને પ્રાર્થના..
નટવર :અરે, પૂજારી જી તમે અહીંયા..
પૂજારીજી :હા, બેટા... કોઈ ખરાબ આત્મા નો આશાપાશ અનુભવ થયો એટલે આ તરફ આવ્યો.
પાયલ :પૂજારીજી તમને કેવી રીતે ખબર પડે આત્મા સારી છે કે ખરાબ.
પૂજારીજી :બેટા, કોઈ આત્મા ખરાબ હોય તો અમંગળ ઘટના થાય, અમને એની હાજરી નો અભાષ થઈ જ થાય બેટા, આ આત્માઓ અમારાથી ડરે.
પાયલ :નટવર લાગે નીલમ નું પ્રેત પૂજારી ને જોઈનેજ જતું રહ્યું.
પૂજારીજી :શુ તમે લોકોએ એ પ્રેત ને જોયું?

પાયલ અને નટવર પૂજારી ને બધીજ વાત કરે છે.
પૂજારીજી :બેટા, આવા પ્રેતો શક્તિશાળી અને ખુબ જ ખરાબ હોય છે, પોતાની અધૂરી ઈચ્છાઓ પુરી કરવા ગમે તે હદે જઈ શકે.
પાયલ :પૂજારીજી આનો કોઈ રસ્તો હોય તો બતાવો ને, મને અહીંથી ઘરે નહિ જવા દે.
પૂજારીજી :બેટા આવા પ્રેતો ની મુક્તિ માટે ખાસ અમાવસ ની રાત્રે વિધિ કરવી પડે છે, બેટા એના માટે કોઈ તાંત્રિક જોઈસે, મને નથી આવડતી.
પાયલ :પૂજારીજી તમે કોઈ તાંત્રિક ને જાણો છો.
પૂજારીજી :ના, બેટા હું કોઈ તાંત્રિક ને જાણતો નથી પણ હા, અમાવસ ની રાત્રે એક તાંત્રિક કેટલીક આત્માઓ ની મુક્તિ માટે બાજુ માં રહેલા સ્મશાન માં આવે છે, પણ એ ક્યાં રે અને કયાંથી આવે એ ખબર નથી.
નટવર :પૂજારીજી તો અમે હવે શુ કરીએ.
પૂજારીજી :બેટા મેં સાંભળ્યું છે કે આપણી અરવવલી ની ગિરીમાળા માં એક અધોરી ભટકે છે, એ મળી જાય તો આવી આત્માઓ ને કાબુ માં કરી મુક્તિ અપાવી શકે છે.
નટવર :પણ પેલી નીલમ નું પ્રેત અમને ક્યાય જવા દેતું નથી પૂજારીજી કઈ કરો નહીંતર મારાં મમ્મી -પપ્પા ને કઈ કરી દેશે.
પૂજારીજી :બેટા,તું મને તારી ઘરે લઈજા, ત્યાં હું તારા ઘરના ફરતે રક્ષાકવચ બાંધી દઈશ જેથી તે તારા ઘરમાં પ્રવેસી નહિ શકે.
નટવર :પૂજારીજી, પાયલ ને એના ઘરે...
પૂજારીજી :બેટા અત્યારે તું એને તારી સાથે લઈલે, પછી ત્યાંથી મૂકી આવજે.

નટવર પૂજારી અને પાયલ ને લઈ ને એના ઘરે બાજુ નીકળે છે,
નટવર :પૂજારીજી એ પ્રેત અત્યારે કઈ કરશે નહીને..
પૂજારીજી :નહિ, બેટા હું છુ તમારી સાથે ત્યાં સુધી એ નહિ આવે.
નટવર અને પૂજારી વાતો કરતા કરતા ચાલે છે, એમની થોડે આગળ પાયલ ચાલે છે.
પૂજારીજી :બેટા, એ આત્મા આપણી આશપાસ હોય તેવું લાગે છે.

પાયલ આગળ ચાલતી હોય છે, ત્યાં આગળ એક ડોશી મદદ માટે બુમ પાડે છે.
પાયલ નજીક જઈને, બા હું તમારી શુ મદદ કરી શકું.
ત્યાંજ પૂજારી બુમ પાડે છે :બેટા, એનાથી દૂર રેજે આટલું કહી થોડી ઝડપ કરે છે, પણ પાયલ સાંભળ્યું ન સાંભળ્યું એમ બા નો હાથ પકડે છે અને ઉભા કરે છે.
ત્યાંજ જોર જોર થી હસવાનો અવાજ આવે છે, પેલા ડોસી માંથી નીલમ નું પ્રેત થઈ જાય છે અને પાયલ ને ખેંચી ને લઈ જાય છે... નટવર પાયલ ને બચાવવાં દોડે છે.
પૂજારીજી :બેટા, તું એની પાસે નહિ જતો નહીંતર તને પણ કઈ કરશે... પૂજારી હાફ્તા હાફ્તા કહે છે. પૂજારી દોટ મૂકે છે પણ ઉંમર ના લીધે દોડી શકતા નથી.
પાયલ ઘસડાતી જાય છે, એના કપડાં પણ ફાટી જાય છે.
નટવર :પૂજારીજી, પાયલ ને બચાવી લો.
પૂજારીજી :એક બોટલ થેલા માંથી કાઢે છે, લે બેટા તું દોડી આ ગંગાજળ એની ઉપર છાન્ટી દે...
નટવર બોટલ લઈ પાયલ પાછળ દોડે છે..
નીલમ :આવીજા મારાં રાજા... દોડ....
નટવર પૂરું જોર લગાવી દોડે છે, નીલમ ની નજીક પોંહચતા બોટલ ખોલી નીલમ પર નાંખે છે, ત્યાં જ નીલમ નો રડવાનો અવાજ આવે છે, એને બળતરા થતિ હોવાથી તે પાયલ ને છોડી દે છે અને જતી રહે છે.
નટવર પાયલ ને ઉંચકી ઘરે લઈ જાય છે, પાછળ પૂજારી પણ જાય છે.
નીલમ પાયલ ને ઘરની અંદર સુવડાવી મલમ પટ્ટી કરે છે.સુશીલા બેન આ બધું જોઈજ રહે છે, શુ થઈ રહ્યું છે એમને ખબર જ નથી પડતી.
પૂજારીજી ઘરમાં પગ મૂકે છે ત્યાંજ :નક્કી આ ઘર પ્રેત નો છાંયો બની ગયુ છે.
સુશીલા બેન :અરે પૂજારીજી તમે અહીંયા, આવો બેસો.
પૂજારીજી :બેન તમારા ઘર પર દુષ્ટ આત્માનો પ્રભાવ છે.
સુશીલા બેન તો આ સાંભળી અચારજ પામે છે, પણ પૂજારીજી તમને ક્યાંથી ખબર??
પૂજારીજી રસ્તા માં બનેલી બધી જ ઘટના સુશીલા બેન ને કહે છે, આ સાંભળી સુશીલા બેન તો જાણે ભાન જ ખોઈ બેસે છે.
સુશીલા બેન :પૂજારીજી કંઈક કરો, મારાં દીકરા ને આ દુષ્ટ આત્મા થી બચાવો.
પૂજારીજી :હું એને વસ માં કરવાની વિધિ તો નથી જાણતો પણ તમારા ઘર ને રક્ષાકવચ બાંધી આપું જેથી તે ઘરમાં પ્રવેસી નહિ શકે.
પૂજારી મંત્રો નું ઉચ્ચારણ કરી ને ઘરના ફરતે એક દોરો બાંધે છે...
પૂજારીજી :સુશીલા બેન હરજીવન ભાઈ ને બોલાવો, તમને બધાને આ દોરો બાંધી આપું જે દુષ્ટ આત્મા થી તમારું રક્ષણ કરશે.
સુશીલા બેન :પણ એતો પેલા અઘોરી ને શોધવા ગયા છે.
પૂજારીજી :અઘોરી મળી જાય તો આ દુષ્ટ આત્મા ની મુક્તિ થઈ જાય.
સુશીલા બેન ચિંતા માં :પણ એતો એમજ બહાર ગયા છે, એમને પેલી ડાકણ કઈ કરશે તો??
પૂજારીજી :તમે ચિંતા ના કરો, ભગવાન બધાનું રક્ષણ કરશે.


.............................ક્ર્મશ...........................

(આગળ ના ભાગ માં :શુ નીલમ હરજીવન ભાઈ ને કઈ કરશે??? સુશીલા બેન પાયલ વિશે જાણસે ત્યારે શુ કરશે??? હવે નીલમ ઘર માં પ્રવેશી શકશે??)