પ્રેમ આત્માનો - ભાગ 3 ર્ડો. યશ પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

  • સિંદબાદની સાત સફરો - 7

    7. આજે શરૂથી જ આતુર અને સંપૂર્ણ મૌન સભાને ઉદ્દેશી સિંદબાદે આ...

  • નિતુ - પ્રકરણ 48

    નિતુ : ૪૮ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુએ અચાનક ટકોર કરી અને બો...

  • ચમકતી આંખો

    હું એક કેમિકલ પ્લાન્ટમાં કામ કરું છું, એ જ રોજીંદુ કામ. પરંત...

  • ફરે તે ફરફરે - 34

    "આપણે હંમેશા નાચકણામા કુદકણુ કેમ હોય છે ? " મારો પ્રશ્ન &nbs...

શ્રેણી
શેયર કરો

પ્રેમ આત્માનો - ભાગ 3

(આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ થતા તે ચિંતા તુર બની જાય છે અને રડવા લાગે છે )

જમતા જમતા....
હરજીવનભાઈ :બેટા, નટવર તું જન્મ્યો એ વખતે આ ઘોડિયા લગ્ન ની પ્રથા હતી બેટા, એટલે આપણી રૂઢિ ઓને સાચવવા તારા લગ્ન કરેલા...
સુશીલા બેન :અરે ઉભા રો, દીકરા ને થોડું આપડી વહુ વિશે તો જણાવો પછી તમારી પંચાયત કરજો.
હરજીવન ભાઈ :હા, હા... હું તો ભૂલી જ ગયો.
જો બેટા તારા લગ્ન આપણા જ બાજુમાં ગામમાં ગોવિંદપૂર કર્યા છે. તારા જેની જોડે લગ્ન થયાં છે તેનું નામ નીલમ છે, ખુબ જ રૂપાળી અને સંસ્કારી છોકરી છે બેટા, એના પપ્પા ખેતી કરે છે... મધ્યમ પરિવાર ની દીકરી છે, પણ મહેનતુ અને સુશીલ છે.
સુશીલા બેન :અરે હા દીકરા એ બી. એ. સી જ કર્યું છે. તારા જેટલી જ છે..
નટવર આ બધું શાંતિ થી સાંભળી રહ્યો હોય છે, તેના મનમાં તો પાયલ ના જ વિચારો દોડી રહ્યા જોય છે.
સુશીલા બેન :આપણે, વહુ ને તેડાવતાં પેલા દીકરા ને એક વખત તેને મળવાની છૂટ આપવી જોઈએ, સમય બદલાયો છે હવે..
હરજીવન ભાઈ :તમારી વાત સાચી છે, હું વેવાય ને ફોન કરી ને વાત કરું કે કાલે વહુ ને લઈ ને આવે, થોડી વાર નટવર ને બન્ને મળી લેશે, પછી આપણે વહુ ને તેડીને લાવવાનું ગોઠવીસુ.
બેટા, નટવર તારું શુ કેવું છે...
નટવર જાણે તંદ્રા માંથી જાગતો હોય તેમ...
"હા, પપ્પા બોલો, "
હરજીવન ભાઈ :બેટા તારું શુ કહેવું છે??
નટવર :તમે, જેમ કહો તેમ, પણ હા કાલે સાંજે ગોઠવશો તો સારુ.
હરજીવન ભાઈ :બેટા, તું કહે તેમ, આપણે કાલે સાંજે ગોઠવીએ.
બધા જમીને છુંટા પડે છે.
નટવર પોતાના રૂમ માં જઈ આડો પડે છે, અને વિચારો માં ખોવાઈ જાય છે.
નટવર મન માંજ "કાલે પાયલ ને શુ કહીશ, એનું શુ થશે???😟🙄😟
નટવર ને આખી રાત ઊંઘ આવતી, નથી આમાંથી તેમ પડખા ફેરવ્યા કરે છે અને પાયલ નો વિચાર આવતા જાણે એનું હૃદય થંભી ગયું હોય તેવું એને લાગે છે.
નટવર આજે વહેલો તૈયાર થઇ નદી ની કાંઠે આવેલા સુંદર અને રમણીય રક્ષેસ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરવા જાય છે.
"હે મહાદેવ, મને આ અસમંજસ માંથી દૂર કરો "

એ સમયે જોગાનું જોગ પાયલ પણ તેની સખી ઓ સાથે મંદિર ના દર્શન અર્થે આવે છે.
પાયલ નટવર ની દર્શન કરતો જોઈ ટગર ટગર જોયા જ કરે છે.
નટવર :અરે પાયલ તું અહીંયા...હું તને મળવા તારા ઘરે ફોન કરવાનોજ હતો.
પાયલ :હા, હું દર્શન કરવા દર સોમવારે આવુજ છું, પણ તું આજે.... કઈ ખાસ વાત છે.કેમ કઈ જરૂરી કામ હતું મારું..
નટવર :હા, પાયલ ખાસ વાત તો છે, મારી અસમંજસ દૂર...અરે નાના બસ એમજ તારી સાથે થોડી વાતો કરવી હતી.
પાયલ :કેમ આટલો ચિંતા તુર બની ગયો.શુ વાત કરવી છે.???
નટવર :તું મારી સાથે થોડી વાર બેસીસ.
પાયલ :અરે બોલ ને, શુ વાત છે... આમ ગભરાય કેમ છે.
નટવર પાયલ નો હાથ પકડી સામે આવેલા બગીચા માં લઈ જાય છે અને બન્ને બાંકડે બેસે છે.
પાયલ :શુ વાત છે, આટલો ચિંતા માં કેમ છે.???🙄😟🤔
નટવર :મારે તને એક વાત કેવી છે... આટલું કહેતા કહેતા નટવર ને પરસેવો વળી જાય છે.
પાયલ :અરે બોલ ને મારી સાથે ગભરાય કેમ છે.
નટવર પાયલ નો હાથ પકડે છે "પાયલ... પાયલ...
પાયલ :અરે, બોલ ને બાપા, કેમ અચકાય છે..???
નટવર :પાયલ, મારાં લગ્ન થઈ ગયા છે... આટલું કહેતા કહેતા નટવર ની આખો માં પાણી આવી જાય છે, તે પાયલ ને ભેટી પડે છે.
પાયલ ને કસું સમજાતું નથી શુ કહે છે.
પાયલ :અરે, આમ રડે કેમ છે, તું મને પુરી વાત કર પેલા...
નટવર પાયલ ને બધીજ વાત કરે છે.
પાયલ આ સાંભળી ને રડી જાય છે, પણ પાછી પોતાની જાતને સાંભાળે છે.
પાયલ :જો, નટવર ભગવાન ની મરજી હશે તેમ થશે, પણ તું અત્યારે તારા પપ્પા ની વાત માની લે
...
નટવર :પણ પાયલ તારું શુ..??? આપણે તો સાથે રેવાનાં સોગન્દ લીધા છે.
પાયલ :તારા પપ્પા ની આબરૂ નો સવાલ છે... આપનો પ્રેમ એટલો છીછરો ય નથી કે કોઈ બીજું પગલું આપણે ભરીએ...
નટવર :હું જાણતો હતો કે તું કંઈક રસ્તો બતાવીશ જ... મને તારા પ્રેમ પર પૂરો વિશ્વાસ છે..
પાયલ :આવો વિશ્વાસ હવે એના માટેય રાખજે, આપણો પ્રેમ સાચો છે...બે આત્મા વચ્ચે નો પ્રેમ છે, એટલે આ જન્મે નહિ તો આવતા જન્મે જરૂર મળીશુ.તું રડવાનું બંધ કર હવે.... શુ નાના છોકરા ની જેમ રડે...
નટવર પાયલ ની બાહો માં સમાય જાય છે... પાયલ પણ થોડી વાર નટવર ના માથા માં હાથ ફેરવી તેને સાંત્વના આપે છે.
પાયલ :ચાલ, નટવર હવે... કયારેક મળીશુ...ઘરે મોડું થાય છે.
પાયલ ઉભી થઈ ને ચાલવા માંડે છે... નટવર તો પાયલ ને જોતો જ રહે છે, પાયલ ના આખમાં થી આસું વહેવા માંડે છે.... આબાજુ નટવર નો... પણ હાલ એવો છે... પાયલ પાછુ દોડી નટવર ને ગળે લાગી જાય છે...
વિરહ નું આ દ્રસ્ય જોવા માટે જાણે સૂર્ય થંભી ગયો હોય, નદી વહેતી બંધ થઇ ગઈ હોય, પક્ષી ઓનો કલરવ શાંત થઈ ગયો હોય..... અને જાણે આ પ્રકૃતિ પણ આ વિરહ ને જોઈ જાણે રડી હોય તેવું વાતાવરણ ઉભું થાય છે.
ભગવાન ભોલે નાથ ને પણ પોતાની પ્રિયતમા સતી ના વિરહ ની યાદો તાજી થતી હોય તેવું આ વિરહ નું દ્રસ્ય જોઈ કોઈ પણ ની આખો માં આસું આવી જાય....
આ દ્રસ્ય જોઈ માનો દેવતાં ઓ પણ કંપી ગયા હોય... પવન જાણે આ દ્રસ્ય ને નિહાળવા થંભી ગયો હોય તેવું વાતાવરણ સર્જાય છે.

પાયલ નટવર થી છૂટી પડી ઘરે જવા ઉતવાળા પગે ચાલવા માંડે છે, નટવર તો તેને જોતોજ રહે છે... બે આત્મા ઓ જાણે એક બીજા ના બંધન માંથી છૂટી પડતી હોય તેવું લાગે છે....

ક્રમશ....

(આગળ ના ભાગ માં જોઈસુ.....નીલમ અને નટવર મળશે ત્યારે શુ થશે??? શુ નીલમ નટવર નો સ્વીકાર કરશે???)