The Author ર્ડો. યશ પટેલ અનુસરો Current Read પ્રેમ આત્માનો - ભાગ 2 By ર્ડો. યશ પટેલ ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નારદ પુરાણ - ભાગ 49 સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 13 બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."... નફરત ની આગ નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ... સિંદબાદની સાત સફરો - 7 7. આજે શરૂથી જ આતુર અને સંપૂર્ણ મૌન સભાને ઉદ્દેશી સિંદબાદે આ... નિતુ - પ્રકરણ 48 નિતુ : ૪૮ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુએ અચાનક ટકોર કરી અને બો... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા ર્ડો. યશ પટેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 13 શેયર કરો પ્રેમ આત્માનો - ભાગ 2 (7) 2.2k 3.1k (આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ હોતી નથી, તે કોલેજ માં પાયલ નામની છોકરી ના પ્રેમ માં પડે છે )સુશીલા બેન હરજીવન ભાઈ ને :સાંભળો છો, હવે દીકરો મોટો થઈ ગયો, હવે આપણે તેના લગ્ન ની જાણ તેને કરી દેવી જોઈએ.હરજીવનભાઈ :તમારી વાત સાચી છે, દીકરો એકવીસ વરસનો થયો, આપણે હવે તેના લગ્ન ની જાણ તેને કરી દેવી જોઈએ, પરંતુ હું વિચારું છું કે દીકરા નું ભણતર પૂરું થઈ જાય પછી તેને જણાવીશુ અને વહુ ને તેડાવી લાવીસું.સુશીલાબેન :હવે સમય થોડો બદલાયો છે, હવે આવા ઘોડિયા લગ્ન ની પ્રથા આપણા સમાજ માં બંધ થઈ ગઈ છે, મને તો ચિંતા છે કે નટવર આ લગ્ન નો સ્વીકાર કરશે??😟🤔🤔હરજીવનભાઈ :તમે નાહક ની ચિંતા માં કરો, આપણા સંસ્કાર એટલા ઓછા નથી કે નટવર આપણી કહેલી વાત નહિ માને, અત્યાર સુધી તેણે આપણી દરેક આજ્ઞા નું પાલન કર્યું, અને આગળ પણ કરશે.સુશીલાબેન :જેવી તમારી ઈચ્છા, પણ સમય થોડો બદલાયો છે એટલે ચિંતા થાય.ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો છે... આ બાજુ નટવર અને પાયલ એક બીજા વગર હવે રહી શકતા નથી, હવે તેમનું ગ્રેજ્યુએશન પૂરું થાય છે.પાયલ અને નટવર પાછા નદી કિનારે મળે છે.પાયલ :નટવર, હવે આપણું ભણતર પૂરું થઈ ગયું,આપણે એક કયારે થઈસુ.નટવર :પાયલ ના ખોળા માં માથું મુકતા, હવે સમય થઈ ગયો છે પાયલ આપણે આપણા સબંધ ની વાત આપણા ઘરે કરવી પડશે.પાયલ :પણ, નટવર મને તો બોવ જ બીક લાગે છે, શુ મારાં માતા પિતા માનસે આપણા લગ્ન ની વાત 🤔🤔😟??નટવર :આપણો પ્રેમ સાચો છે, જરૂર માનસે.... હું તારા વગર જીવી શકું તેમ નથી.પાયલ :હું, પણ... આમ કહી નટવર ના કપાળે એક ચુંબન કરે છે...બન્ને એક બીજા ની આખો માં ખોવાય જાય છે..આ બાજુ... સુશીલાબેન હરજીવન ભાઈ ને કહે છે "હવે દીકરા નું ભણતર પૂરું થયું, હવે આપણે તેને તેના લગ્ન ની વાત કરી દેવી જોઈએ "હરજીવન ભાઈ :હા, મેં વેવાઈ ને પણ કહેડાવ્યું વહુ ને તેડવાનું...બેટા નટવર....હા મમ્મી... બેટા આજે તને એક વાત કરવિ છે.... બોલ ને મમ્મી... તારા પપ્પા ને આવી જવા દે એ જ કેસે...હરજીવનભાઈ :બેટા તારું, ભણતર પૂરું થયું એનો આંનદ છે, આજે તને એક વાત કહેવી છે... જો દીકરા આપણી રૂઢિઓ પ્રમાણે તું જન્મે લો એ વખતે જ તારા ઘોડિયા લગ્ન અમે બાજુ ના ગામમાં મનુભાઈ પટેલ ને ત્યાં કરાવેલા... તું ભણતો હતો એટલે તને આ વાત કહેવી યોગ્ય ન લાગી... પણ બેટા હવે સમય થઈ ગયો છે કે આપણે તારી વહુ ને તેડી લાવીએ...આ સાંભળી નટવર ના પગ નીચે ની જમીન જાણે ખસી ના ગઈ હોય, નટવર આ સાંભળી ત્યાંજ બેસી જાય છે..બાપ ની દરેક આજ્ઞા નું પાલન કરતો નટવર આજે બાપ ની આ વાત થી એના હૃદય માં ધ્રસકો પડે છે.નટવર :પણ પપ્પા તમારે આવુ નહતું કરવું જોઈતું,હવે સમય બદલાયો... આટલું કહી ભીની આંખે તે પોતાના રૂમ માં જતો રાય છે.સુશીલાબેન :મેં, તમને પેલા પણ કીધું હતું કે આપણે તેને જણાવી દઈએ.હરજીવનભાઈ :તું ચિંતા ના કર, આતો એકાએક પોતાના લગ્ન ની વાત સાંભળી થોડો ગભરાય ગયો હશે, એને એકલો રહેવાદે થોડી વાર.... સાંજે જમતી વેળા એ વાત કરશુ.નટવર પોતાના રૂમ માં એક ખૂણા માં બેસી પાયલ ને યાદ કરતા કરતા રડ્યા કરે છે.નટવર મનમાં :આ, વાત હું પાયલ ને કેવી રીતે કઈ શકીશ કે મારાં માતા -પિતા એ મારાં ઘોડિયા લગ્ન કરાવ્યા છે???🤧😭😭😭😢😥.અમે તો જનમો જનમ સાથે રહેવાના સૌગન્ધ લીધા છે. ના, હું પાયલ ને નહિ છોડું, પપ્પા ને બધું જણાવી દઈસ.પણ બીજી બાજુ પોતાના બાપ ની આબરૂ નો ખ્યાલ આવતા.. "જો હું આવુ કરીશ તો મારાં પપ્પા ની આબરૂ જશે, સમાજ કેવી વાતો કરશે "આમ વિચારતા વિચારતા નટવર ડુસકા ભરે છે..મનમાં "શુ કરવું એ સમજાતું નથી, શુ કરું.. પપ્પા ને બધું કહું કે નહિ, પાયલ ને આ વાત જાણવું કે નહિ"નટવર પોતાના વાળ ખેંચવા લાગે છે, રડતો જાય છે એને શુ કરવું એ સમજાતું નથી. પોતાના બાપ ની આબરૂ સાચવવી કે પોતાનો પ્રેમ મેળવવો..નટવર મનમાં :હું કાલે પાયલ ને મળી બધું જણાવી દઈસ, એ મારાં કરતા વધારે સમજણી છે, એજ આનો રસ્તો કાડસે... હું એને મળી પછી નિર્ણય લઈશ...એટલા માં દરવાજો ખખડે છે... બેટા નટવર દરવાજો ખોલજો... શુ થયું બેટા...નટવર :હા, મમ્મી ખોલું..... નટવર પોતાનું આખો સાફ કરી દરવાજો ખોલે છે.. અને સુશીલા બેન ને ભેટી પડે છે.... સુશીલા બેન પણ પોતાના દીકરા ને વહાલ થી માથા માં હાથ ફેરવે છે.સુશીલા બેન :શુ થયું દીકરા...નટવર :કઈ નઈ મમ્મી, હું ગભરાય ગયેલો..સુશીલા બેન :બેટા તું રડતો તો કેમ સાચું કે..નટવર :ના, મમ્મી હું નથી રડતો..સુશીલા બેન :બેટા, તારી મમ્મી છું, હવે મને સાચું કે તું રડતો હતો કેમ?? તારી આંખો માં દેખાય છે... જૂઠું ના બોલ...નટવર :મમ્મી., પણ આમ મને પૂછ્યા વગર બધું કરી દેવાનું, હવે તો સમય બદલાયો છે.સુશીલા બેન :બેટા, તારા બાપુજી આપણી રૂઢિ ઓને સાચવતા આવ્યા છે, અમારા લગ્ન પણ આમજ થયેલા.નટવર :પણ, મમ્મી એ વખતે એવું ચાલતું, હવે નહિ ચાલતું.સુશીલા બેન :બેટા, તું ચિંતા ના કર, છોકરી સારી દેખાવડી છે.હરજીવનભાઈ :અરે માં -દીકરો શુ ગપ્પા મારો છો.સુશીલા બેન :કઈ નઈ, ચાલો જમી લઈએ..ક્રમશ....(આગળ ના ભાગ માં જોઈસુ :શુ નટવર પોતાના પિતાની વાત માનસે??? નટવર પાયલ ને આ વાત કહેશે ત્યારે પાયલ નું વર્તન કેવું હશે??) ‹ પાછળનું પ્રકરણપ્રેમ આત્માનો - ભાગ 1 › આગળનું પ્રકરણ પ્રેમ આત્માનો - ભાગ 3 Download Our App