આશાનું કિરણ - ભાગ 9 Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

આશાનું કિરણ - ભાગ 9

રંભા બહેન દોડી ને ડેલી ખોલવા જાય છે. એમને ખ્યાલ આવી ગયો હોય છે કે દિવ્યા તૈયાર થઈ ને સ્કૂલે જવા માટે આવી ગઈ છે.

" આવ દિવ્યા બેટા, જો હેતલ ત્યાં ખાટલા પર બેસી ને હોમવર્ક કરે છે. તારે પણ હોમવર્ક બાકી હશે ને? જા તુ પણ એની સાથે હોમવર્ક કર. તમારી સ્કૂલને તો હજી વાર છે"

" હા આંટી" --- કહીને દિવ્યા તાળી પાડતી પડતી હેતલ ના ખાટલા પાસે જઈને ખૂણા પર બેસી જાય છે.

હેતલને ગજબ નો ગુસ્સો આવે છે. પણ જ્યાં સુધી એની મમ્મી આસપાસ છે એ કંઈ બોલી પણ નહીં શકે અને કરી પણ નહીં શકે. એ ગુસ્સા ભરી નજરો થી ખૂણા પર બેઠેલી દિવ્યા તરફ જોવે છે.

" એક તો આણે બે ચોટલા વાળ્યા છે. એક ચોટલો થોડો ઉપર છે, એક્ થોડો નીચે છે. કપાળ ઉપર કાંઈક લાગેલો દાગ છે, હોઠ ઉપર લોહી નીકળે છે. સકલ પણ ગમે એવી નથી. બંને હાથના અંગૂઠા તો વારાફરતી ચુસ્તી જ હોય. સકલ પણ એવી નથી કે આના પર પ્રેમ આવે? મારી મમ્મી શું કામે આના ઉપર પ્રેમ વરસાવે છે? ખબર નહિ શું ઘેલી થઈ ગઈ છે? ""-- વિચારતી વિચારતી એ દિવ્યા સામે ગુસ્સા ભરેલી નજરે જુએ છે અને બોલે છે

" મારા સામું શું જોવે છે? . તારું દફતર ખોલ અને એમાંથી હોમવર્ક ની નોટ નીકાળ. તારા ક્લાસમાં જે હોમવર્ક આપ્યું હોય એ કરવામાં માંડ. "

" તું મને હોમવર્ક કાઢી આપને. મને તો ખબર નથી મેં કેમા લખ્યું છે? "

" તને ક્યાં લખતા આવડે છે. તે શું લખ્યું હશે? "


એવું હેતલ હળવેકથી બોલી. એની મમ્મી સાંભળે નહીં એમ. પછી એણે દિવ્યાનો દફતર ખોલ્યું અને એક નોટ નીકાળી. એણે જોયું કે દિવ્યા પોતાની બધી નોટમાં એકડા. .બગડા લખે છે. ક્યાંક ક્યાંક વચ્ચે એણે ક ખ ગ....પણ લખ્યું હતું. ક્યારેક ટીચરે બારાક્ષરી લખાવી હોય તો એની પણ કોપી કરેલી હતી. બાકી બધી નોટમાં આ તો એણે કુંડાળા, ચોરસ અને એકડા લખ્યા હોય છે. એટલે હેતલે એને એક એક કોરો પાનું કાઢી આપ્યું. ..

" લે તું આમાં લખવા માંડ. તને જે આવડતું હોય એ લખવા માંડ. તને કોઈ હોમવર્ક આપ્યું નથી એટલે"

દિવ્યા હેતલને પણ લખતી જોઈને પોતે પણ એકદમ ખંત થી એકડા બગડા ફરીથી લખવા માંડે છે. દિવ્યા ને એવું લાગે છે કે હું પણ સિન્સિયરલી લેસન કરું છું. દિવ્યા ફરી હેતલ ના ચોપડામાં જોવે છે તો હેતલ ફકરા પાડી અને પાઠ લખે છે. એ એકડો લખે અને હેતલ ના ચોપડા સામું જોવે. એ બગડો લખે અને ફરીથી હેતલ ના ચોપડા સામું જોવે. .. છેલ્લે એનાથી રહેવાયું નહીં એટલે એ ફરીથી બોલી. ...


" મારે પણ તારા જેવો હોમવર્ક કરવું છે. મને પણ તારા જેવો હોમવર્ક કાઢી આપને? "

દિવ્યા ની વાત સાંભળીને હેતલને ગુસ્સો તો બહુ આવે છે પણ એ કંઈ બોલતી નથી. એને ખબર છે કે એની મમ્મી એને જોવે છે. એટલે દિવ્યાના દફતરમાંથી એક પાઠ્યપુસ્તક કાઢી આપ્યું. અને એક ચેપ્ટર કાઢી અને એમાંથી લખવા માટે એને બતાવ્યું. દિવ્યા પણ એ ચેપ્ટર નો એક એક અક્ષર અલગ અલગ કરી અને લખવાનો પ્રયત્ન કરતી હતી એ પણ ખંત થી. તો પણ એ વારંવાર હેતલ કેવી રીતે લખે છે એ જોયા કરતી હતી. એની આ બધી હરકતો ગમે તેમ બરદાસ્ત કરી ને હેતલે પોતાનું હોમવર્ક પૂરું કર્યું.

પોણા બાર થવા આવે છે. હેતલ ની મમ્મી બંનેને જમવા માટે બૂમ પાડે છે. હેતલ હાથ પગ ધોઈ અને પોતાનો સ્કૂલ ડ્રેસ પહેરીને રસોડામાં આવે છે. ત્યાં સુધીમાં દિવ્યા પણ એની સાથે સાથે હાથ પગ ધોવે છે. દિવ્યા પોતાના સ્કૂલ ડ્રેસ પહેરીને જ આવી હોય છે એટલે એ હેતલને ડ્રેસ ચેન્જ કરવા જવા દે છે. ..પણ રસોડામાં આવી અને હેતલ શું જોવે છે.. દિવ્યા ઓલરેડી એક થાળી ઉપર બેસેલી છે. એની મમ્મી એને પ્રેમથી ગરમ રોટલી આપે છે. હેતલ ની થાળી તો હજી મંડાઈ પણ ન હતી. ....

"મમ્મી, મારી થાળી ક્યાં છે,? મારી થાળી કેમ તૈયાર ના રાખી? તું આને જમાડતી રહીશ તો મારે મોડું થઈ જશે"

" તારે કંઈ મોડું નહીં થાય. ચૂપચાપ અહીંયા બેસ અને થાળી લઈને તારે જે ખાવું હોય એ થાળીમાં લઈ લે. હું તને ગરમ ગરમ રોટલી પિરસુ છું. "

હેતલ મોઢું બગાડી અને જમવા બેસે છે. શાક છાશ સંભારો વધુ જાતે લઈ લે છે. અને ગરમ રોટલી આવવાની રાહ જોવે છે. એ દિવ્યાને નિરખીને જુએ છે. એની થાળીમાં થોડું શાક છે. રોટલીના મમ્મીએ સરસ મજાના ટુકડાઓ કરી આપ્યા છે. બાજુમાં પડેલી છાશના ગ્લાસમાં એ આંગળી નાખી અને ચાટે છે. પોતાના વાળમાં ખંજવાળતી જાય છે. વળી ક્યારેક ક્યારેક નાકમાં આંગળી પણ નાખતી જાય છે. ..

" છી છી. . . . ગંધારી, છાશમાં, નાકમાં આંગળી નાખીને પછી ખવાય થોડું? મમ્મી આને યાર મારી સામેથી હટાવો નહીં તો મને ખાવાનું જોઈને ઉલટી થશે. ... "

" એવું ના બોલાય. એને ખબર નથી પડતી. એટલે જ મે એને રોટલીના ટુકડા કરી આપ્યા છે. તને ખબર પડે છે એટલે તારે શાંતિથી તારી રીતે વ્યવસ્થિત જમવાનું. એને સામું જોઈશ નહીં. તું તારી થાળીમાં જોઈને જમી લે"----- આવું કહીને રંભાબેન દિવ્યા ની થાળીમાં પડેલા રોટલીના ટુકડાઓને શાકમાં નાખી દે છે. દિવ્યા એ શાક અને રોટલી ખાવા માંડે છે. એ પોતાની ગંધારી હરકતો ચાલુ રાખે છે અને ખાતી જાય છે.

હેતલ મનમાં વિચારે છે " હમણાં બે પાંચ દિવસ મમ્મીને કંઈ કહેવાશે નહીં. . . નહીં તો વિખેલી વાઘરણ ની જેમ મારી ઉપર તૂટી પડશે. એટલે કાંઈ બોલવા કરતા ના બોલવામાં જ ભલાઈ છે. "

આવો વિચારીને પોતાની થાળીમાં જોઈ જોઈને ખાવા માંડે છે. એ બને એટલું દિવ્યા સામે જોવાનું તાળે છે. પોતાને ખબર છે કે જો એની સામે જોવાઈ જશે તો ખાવાનું ઉલટી થઈને પાછું નીકળી જશે.

જમીને હાથ મોઢું ધોઈ લીધું. હેતલ અને દિવ્યા સ્કૂલ જવા તરફ નીકળી ગયા. હેતલ ની મમ્મીએ નીકળતી વખતે તેને દિવ્યાને સાચવવાની ફરીથી ભલામણ કરી. હેતલને ગમ્યું નહીં છતાં પણ હા પાડી. શેરીમાંથી બંને જણા નીકળી ગયા ત્યાં સુધી હેતલ દિવ્યાનો હાથ પકડીને સ્કૂલે લઈ જતી હતી. હેતલ ની મમ્મી પાછળથી
ડેલી આગળ ઊભીને આ બધું જોઈ રહી હતી.

રસ્તામાં ગાડી નો પાટો આવ્યો. ક્યારની રોસે ભરાયેલી હેતલને લાગ્યું કે ભલે દિવ્યા પાટા ઉપર પડી જતી. અત્યારે કોઈ મને જોતું નથી એટલે એને બરાબરનો સબક શીખવાડીશ. ગાડી ના પાટા પાસે પહોંચતા ની સાથે હેતલે દિવ્યાનો હાથ છોડી દીધો. ... અચાનક હાથ ઝટકાતા રસ્તા ઉપર દિવ્યા પડવા જેવી થઈ ગઈ.


" હેતલ હું પડી જઈશ. મારા પગમાં વાગ્યું છે એ હજી દુખે છે મને. તો ધીમે ચાલને? મારો હાથ પકડને? "

" આટલા પાટા તો છે. તારે એમને ક્રોસ કરતા શીખવું જોઈએ. ચાલો હું દૂર જઈને તારી રાહ જોઉં છું. તું ચાલતી ચાલતી આવ પાટા ક્રોસ કરીને. "---- એણે હોશિયારી થી દિવ્યાનો હાથ ઝટકી દીધો અને ઝડપથી ચાલીને રોડ ઉપર આગળ જતી રહી.

દિવ્યા લંગડાતા પગે ગાડી ના પાટા પર રહેલા પથ્થરો અને પાટાને ક્રોસ કરવા જતી હતી. ચાલતા ચાલતા એક બે વાર પડી પણ ગઈ. દૂરથી ટ્રેન નો અવાજ આવતો હતો. અવાજ સાંભળીને દિવ્યા ગભરાઈ ગઈ અને રાડો પાડવા માંડે

" બચાવ હેતલ ગાડી આવે છે મને બચાવ"

હેતલે એનો અવાજ સાંભળ્યો નહીં. હેતલ દૂર જઈને એના સામે જોતી હતી પરંતુ સાંભળતી ન હોય એવો નાટક કરતી હતી.

દિવ્યા પાટા વચ્ચે ફસાયેલી હતી. રેલવેની ટ્રેન હાજી ઘણી દૂર હતી. હવે ફાટક પડવાની તૈયારીમાં હતું. ફાટક ગાર્ડે ફાટક બંધ કરી દીધો. ફાટક બંધ થવા ને કારણે રોડ પરના બધા વાહનો લાઇનમાં ઊભા રહી ગયા. દિવ્યા રેલવે ના પાટા હજુ ક્રોસ કરતી હતી. દૂરથી ફાટક પાસે ઊભેલા લોકો તેને જોતા હતા.

" એ છોકરી ટ્રેન આવે છે. ફટાફટ ક્રોસ કર નહિ તો ઉપર પહોંચી જઈશ" --- ફાટક ગાર્ડ ને દૂરથી જોતા લો બે -ત્રણ લોકોએ બૂમ પાડી.

દિવ્યા સાંભળતી હતી પરંતુ પગમાં લાગેલું હોવાથી એ ઝડપ કરવા ગઈ અને પગમાં વધારે વાગ્યું એટલે એની ઝડપ ઓછી થઈ ગઈ. વધારે ઝડપ કરવા જતા રહે પાટા આગળ પડી ગઈ. ! ! !!


***** ****" **""

મિત્રો જીવનમાં ઘણા લોકો એવા હશે જે તમારા મોઢા પર બહુ જ મિઠડા થતા હશે. પણ પાછળથી ઝેરીલા નાગની જેમ તમારી પંચાતો કરતા હશે અને તમારું ખરાબ કરતા હશે. આપણે આવા લોકોને ઓળખી શકતા નથી એટલે આપણે એને મિત્ર ગ્રુપમાં રાખતા હોઈએ છીએ. આવા લોકોને ઓળખતા શીખો એક પણ કળા છે. આગળ જોઇએ છીએ હેતલ અને દિવ્યા નો શું થાય છે? દિવ્યા બચી જશે? હેતલને કોઈ સબક શીખવાડશે? આગળ જાણવા માટે. ...... Stay connected