આશાનું કિરણ - ભાગ 6 Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાનું કિરણ - ભાગ 6

ધોધમાર વરસાદ જામતો જતો હતો. રાત્રી મધરાત્રી તરફ પ્રયાણ કરતી હતી. રસ્તાઓ એ જાણે દેખાવાનો બંધ કરી દીધું હતું. જોમેરે જાણે પાણીનો રાજ હોય એમ રસ્તાઓ ,,ડેલીઓ ના ઉમરાઓ દેખાવાના બંધ થઈ ગયા હતા. ચારે બાજુ જનસંઘ અદ્રશ્ય થઈ ગયો હતો. લાઈટો ક્યાંય હતી નહીં. લેનલાઇન બધાના કામ કરતા બંધ થઈ ગયા હતા. હવે દિવ્યાને કેવી રીતે શોધવી કેશુભાઈ મૂંઝવણમાં પડ્યા?

વાલી બેન અને રંભાબેન જેવા ઘરમાં આવ્યા, કેશુભાઈ ને એક શ્વાસમાં બધી વાતની જાણ કરી દીધી. કેશવભાઈએ ચપ્પલ પહેર્યા ના પહેર્યા પોતાની ઉઘાડી ડેલી તરફ દોટ મૂકી અને બાઈક ને કીક મારી...

" ચાલો, વાલી બેન તમે ફટાફટ બેસી જાવ.આપણે પોલીસ ચોકી જઈએ દિવ્યાની મિસિંગ રિપોર્ટ લખાવી આવીએ"

' હા એ હા"- ધાંઘા વાંઘા થયેલા વાલીબેન બાઇક પાછળ બેસી ગયા.હાથમાં છત્રી એમનેમ હતી. રસ્તાઓ દેખાતા ન હતા.કેશુભાઈ હળવે હળવે ગાડી ચલાવી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પોલીસ સ્ટેશન પણ ખાસ દેખાતું ન હતું છતાં પલળતા પલળતા એ લોકો પોલીસ સ્ટેશનની અંદર ઘૂસ્યા.
" ઉભા રહો ઉભા રહો અંદર ક્યાં ચાલ્યા જાઓ છો? "
" અમારી દીકરી સ્કૂલે ગઈ હતી એ સ્કૂલેથી પાછી નથી આવી."

" બરાબર બરાબર અંદર એસઆઇ સાહેબ બેઠા છે એને મળી લ્યો અને રિપોર્ટ લખાવી દો"

ગાંગા વાંધા પલળતા શરીરે અને ઉતાવળા પગે એવો અંદર ઘસ્યા ગયા. અંદર સામે બેઠેલા એક ખુરશીમાં વરદી પહેલા સાહેબને નમસ્કાર કરી અને સ્ટોરી વર્ણન કરવા લાગ્યા...

" સાહેબ અમારી દીકરી દિવ્યા નામ છે એનું.આજે સવારે સ્કૂલે નીકળી હતી. સાંજે રજા પડતી વેળાએ ધીમે ધીમે વરસાદ જામી ગયો હતો. સ્કૂલ વાળા લોકોએ પોતાના માતા પિતાને ફોન કરી અને બાળકોને ધીમે ધીમે બધાના માતા પિતા સાથે વડાવ્યા હતા. પણ સાહેબ અમારી દીકરી પાછી આવી નથી. મારી દીકરી હેતલ સાથે એ ઘરે પાછી આવતી જતી હોય છે દરરોજ. આજે એ ઘરે આવી નથી."

" બરાબર, આગળ"- ખુરશી પર બેઠેલા પોલીસ હવનદારે ટીપીકલ આળસુ પોલીસ જવાબ આપે એવી રીતે એકદમ ઠંડક લેજે જવાબ આપ્યો જાણે એને આમાં કાંઈ રસ ના હોય.

" સાહેબ મારી પત્ની રંભા અને આ વાલીબેન, દિવ્યા ના મમ્મી બંને સ્કૂલે જઈ આવ્યા.સ્કૂલે તાળા માર્યા છે.પટાવાળો ઘરે નીકળી ગયો છે.હવે આસપાસની ગલીઓ અને રસ્તાઓ વિરાન છે.ત્યાં બધે શોધી આવ્યા.ઘરે આવીને પણ ચેક કરી જોયું, સોસાયટીમાં પણ ફરી જોયું, દિવ્ય દીકરી ક્યાંય છે નહીં સાહેબ અમારી મદદ કરો."

" બરાબર છે. ક્યાંય આગળ ચેક કરવાનું ભૂલી તો નથી ગયા ને? "- ---- પોલીસવાળા ભાઈએ ફરીથી આવો ઠંડા કોલેજે જવાબ આપ્યો. કેશવભાઈ બને એટલી શાંતિથી કામ લેવા માગતા હતા. પરંતુ વાલી બેન નથી આ જોવા તો ન હતું તે વારંવાર ઊંચા નીચા થઈ રહ્યા હતા.

" સાહેબ આળસ પાડોશ, સોસાયટીની ગલીઓ ગલીઓ, સ્કૂલની ગલી ગલી બધે જ પૂછી જોયું અને શોધી જોયું. દીકરી અમને ક્યાંય મળી નથી."

" તમે તો કહો છો ને તમારી દીકરી હેતલ સાથે આવતી જ હતી તો હેતલ ને પૂછ્યું? "---- ઠંડા કલેજા વાળા પોલીસને પણ વાતની ખબર પડી ગઈ. હવે તો એણે દાંતમાં સળી નાખતા નાખતા મેન ગુનેગાર પ્રત્યે જ ઈશારો કરી દીધો એ પણ એકદમ ઠંડા કલેજે અને દિલમાં લાગી આવે એવી વાણિયે.

" હા સાહેબ. અભાગી ઘડીએ મારી દીકરી હેતલ દિવ્યાને સ્કૂલે એકલી છોડી અને બીજા બાળકોના માતા પિતા સાથે વાહનમાં ઘરે આવી ગઈ. સાહેબ દીકરીને જાત છે પૂછીને થાકી ગયા એને કંઈ જ નથી ખબર. "

" સાહેબ મારી દીકરી, હેતલ સાથે સ્કૂલે આવી જાય છે. મારી દીકરી મગજની અસ્થિર છે સાહેબ, હેતલ એને લઈ આવતી લઈ જતી. પણ એ ઉંમરમાં કાજે છે એટલે ઈર્ષાના માર્યા આજે એને ના લઈ આવી. સાહેબ મારી દીકરીને શોધી આપો. મારો જીવવાનો એ એકમાત્ર સહારો છે.હું મરી જઈશ એના વગર. "--- વાલી બેન થી હવે રહેવાયું નહીં અને પોલીસની ના બરાબરની હરકતથી એ અકળાઈ ગયા અને બોલવાનું ચાલુ કરી દીધું.

" સ્કૂલમાંથી બધા એ ફોન કરી અને વાલીઓને છોકરાઓને લેવા તેડાવ્યા તો આ સ્કૂલનો ફોન તમારા પર ના આવ્યો."

" સાહેબ અમારા બંને ઘરે લેન્ડલાઈન કે કોઈ જાતના ફોન નથી"-- કેશવભાઈએ ખૂબ જ શાંતિ જાળવી અને જવાબ આપ્યો.

" તો આ શિક્ષકો કે પ્રિન્સિપાલના કે કોકના તો નંબર હશે ને તમારી પાસે? "

" હા સાહેબ સામેના દુકાનવાળાએ મને ટીચર અને પ્રિન્સિપાલ બંનેના નંબર આપ્યા હતા. હું નંબર આપું છું."- કહીને વાલી બેન પોતાના પોલકામાં નાખેલા એક કાગળિયાને કાઢી અને ખોલવા જાય છે. પરંતુ શું થાય છે?

કાગળિયુ એકદમ પાણીમાં પલળી ગયું હોય છે.બહાર નીકળતા ની સાથે જ ફાટું ફાટું થઈ રહ્યું હોય છે. કાગળિયા ઉપર લખેલા નંબર તો રેલાઈ ગયેલા હોય છે. એક પણ નંબર બરાબર વાંચી શકાય એવો હોતો નથી. વાલીબેન ના પેટમાં ફાળ પડી અને એણે આક્રંદ કરવા માંડ્યુ...

" હે મારા રામ! કેવી મૂરખ કહેવાય હું આ નંબરને સાચવવા માટે મેં ગજવામાં જ નાખી દીધા અને હું પોતે જ પલળતી પલળતી આવી....આ નંબર હવે મને ક્યાંથી દેખાય ? એક છેલ્લી આશા હતી મારી દીકરીને ગોતવાની....હવે હું શું કરીશ? "---એવું બોલતા બોલતા ની સાથે એ માથા પર હાથ પછાડી દે છે અને ટેબલ ઉપર માથું પછાડવા લાગે છે.

" જો બેન, અહીંયા તો તમારી જ ભૂલ છે.તમે અમારી પાસેથી શું આશા રાખો છો હવે? --- પોલીસે ફરીથી કટાક્ષ ભર્યો કોલ્ડ હાર્ટેડ જવાબ આપતા વાલીબેન વધારે વ્યક્તિત્વ થઈ ગયા પરંતુ કેશવભાઈએ એમને સંભાળતા કહ્યું

" વાલીબેન તમે ધરપત રાખો. દિવ્યા ને આપણે શોધી લઈશું. તમે સહકાર આપો અને એ ભાઈ પૂછે છે એના બધા જવાબ આપવાના પ્રયત્ન કરો"

"છોકરીનો કોઈ ફોટો લાવ્યા છો? કદ કાઠી રંગ રોગ અને કેવડી છે થોડુંક સંક્ષિપ્તમાં કહો અમને"

" ના સાહેબ ફોટો તો નથી મારી પાસે. મારી દીકરી થોડી અસ્થિર મગજની છે હંમેશા મોમાં અંગૂઠો રાખે છે આજે મેં એને બે ચોટલી માથા પર વાળી દીધી હતી. સફેદ અને કાળા કલરનો નિશાળ નો ડ્રેસ પહેરેલો છે. ચોથા ધોરણમાં ભણે છે 8 9 વર્ષની છે. એના કપડાં હંમેશા મેલા ઘેલા હોય છે કેમકે એને ચોખાઈ ખબર નથી પડતી."

" બેન આવા વર્ણન થી દીકરી ના મળે. ફોટો જોઈએ.કદ કાઠી જોઈએ. ઝડપથી ઓળખી શકાય એવું શરીર પર નો કોઈ નિશાન જોઈએ."

વાલી બેન હવે મૂંઝાઈ ગયા તેમની પાસે ઘરે દિવ્યાના અમુક ફોટોગ્રાફ્સ હતા એમને યાદ આવ્યું.
" સાહેબ ઘરે અમારે દિવ્યા ના ફોટોગ્રાફ્સ છે અમે લઈને આવીએ ફટાફટ તમે પ્લીઝ તપાસ ચાલુ કરાવો મારી દીકરીને શહેરમાંથી શોધાવો"

" હા ભલે બેન"- spi હળવો હસ્યો અને ચોપડામાં કંઈ જ લખ્યા વગર ચોપડો એણે બંધ કરી દીધો.

કેશવભાઈ વાલીબેન ને લઈને ફટાફટ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા.પરંતુ એમને વિગત સમજાઈ ગઈ હતી કે પોલીસવાળા ભાઈએ કોઈપણ જાતની પીઆઇઆર કે એફઆઇઆર લખી ન હતી. આ લોકો પાછા જઈ અને ફોટો લઈને આવીએ ત્યાં સુધી એ કોઈ જાતની તપાસ કરવાના નથી. કેશવભાઈ બધો જાણતા હોવા છતાં વાલી બેનને સંભાળતા સંભાળતા બાઈક ઉપર બેસાડ્યા અને હળવે હળવેથી જેટલો જેટલો રસ્તો દેખાતો ગયો એમ ઘર તરફ આગળ પ્રયાણ કરતા ગયા.

**** ***** ****** **** ****

એક મોટુ વાહન દિવ્યાના ઘર પાસે આવીને ઉભ્યું. વાહનમાં દસ બાર છોકરાઓ બેઠા હતા નાના નાના આઠથી દસ વર્ષ સુધીના. આગળની બાજુમાં એમના પ્રિન્સિપાલ સાહેબ અને એક ડ્રાઇવર બેઠો હતો. આ બાળકો વચ્ચે દિવ્યા પણ દબાયેલી હતી. પ્રિન્સિપાલ સાહેબ દિવ્યાને લઈને ઘર આગળ ઉતાર્યા. ઘરનો દરવાજો બંધ હતો. એમણે આસપાસ જોયું ઘર ખોલીને જોયું ઘરે કોઈ હતું નહીં. પ્રિન્સિપલ સાહેબ દિવ્યાનો નાનકડો હાથ પકડીને આસપાસના ઘરો આગળ ફરવા લાગ્યા. એટલામાં બે ઘર છોડી અને સામેનું ઘર ખુલ્લુ દેખાયું. પ્રિન્સિપાલ સાહેબ દિવ્યા ને લઈ અને એ ઘર આગળ ગયા અને બહાર હજુ ઉભા જ હતા ત્યાં હેતલની મમ્મી ફળિયામાં જે ગોળ ગોળ ઘૂમરા મારતી હતી દોડી અને હેતલ પાસે આવી ગઈ. ...

" બેટા ક્યાં રહી ગઈ હતી તું? , તુ હેતલ સાથે કેમ ના આવી? તને ખબર છે અમે બધા કેટલા હેરાન થઈ ગયા છે? છેલ્લા ચાર પાંચ કલાકથી તને જ શોધીએ છીએ? - રંભાબેન થી રહેવાયું નહીં ફળિયામાંથી દોડીને એમને દિવ્યા ને છાતી સરખી છાપી દીધી. પ્રશ્નોની છડીયો વરસાવા લાગી.એ વાત ભૂલી ગયા કે બાજુમાં એક સાહેબ પણ ઊભયા છે પ્રિન્સિપાલ સાહેબ.

" બહેન તમે દિવ્યા ને ઓળખો છો ને? હું એમને સ્કૂલમાં પ્રિન્સિપલ છું. આજે અચાનક વરસાદ જામી પડતા અને રસ્તાઓ જામ થઈ જતા અમે સ્કૂલમાં બધા વાલીઓને ફોન કરી અને તેડાવી લીધા હતા. બધા વાલીઓ પોત પોતાના બાળકોને લઈ ગયા છે અને બધા બાળકો સલામત છે. બસ ખાલી આઠ દસ બાળકોના વાલીઓના ઘરે ફોન ન હતા અથવા તો ફોન લાગતા ન હતા એવા બાળકો વધ્યા હતા. આવા બાળકોને મેં વાહન કરાવી અને સ્કૂલમાંથી એમના એડ્રેસ લઈ અને હું એમને બધાને ઘરે ઘરે મૂકવા જાઉં છું."

" આભાર તમારો સાહેબ. હું હેતલની મમ્મી છું તમે કદાચ હેતલને નહીં ઓળખતા હોય? એ ચોથા ધોરણમાં ભણે છે."
" બહેન દિવ્યા ના ઘર પાસે અમે ઉતર્યા કોઈ જણાયું નહીં. તમે દિવ્યાને સાચવશો અને એના મમ્મી પપ્પા સુધી પહોંચાડી દેશો? મારે હજુ બીજા પાંચ છ છોકરાઓ છે.એમને એમના ઘરે પહોંચાડવાના છે.એમના ઘરે ચિંતિત હશે બધા."

"બરાબર સાહેબ.હું દિવ્યાને એના મમ્મી પાસે પહોંચાડી દઈશ. તમે ચિંતા ના કરશો."- રંભાબેને પ્રિન્સિપાલ સાહેબની ઉતાવળ જોઈને આગળ કંઈ જ વિચાર્યા વગર એમને રવાના કરી દીધા અને દિવ્યાને ઓસરીમાં લઈ જાય બેસાડી દીધી.

" હાસ ભગવાન !!! તે દિવ્યાને સહી સલામત પહોંચાડી દીધી. એક તો અમે ઋણી છીએ દિવ્યા ના મમ્મી પપ્પાના. આજે અમે બીજા રુણ નું બંધાઈ જાત. ભગવાન દયા કરજે અમને અરુણ ચૂકવવામાં મદદ કરજે."- રંભાબેને હાશકારો અનુભવ્યો અને ઓસરીમાં બેઠા બેઠા બે હાથ જોડી અને ભગવાનનો પાડ માન્યો.

અચાનક એમને યાદ આવ્યું કે દિવ્યા આખી ભીંજાઈ ગઈ છે અને એ રૂમ તરફ ટુવાલ લેવા માટે દોડ્યા. જેવા રૂમમાં ટુવા લેવા દોડિયા કે એમને તરત યાદ આવ્યું કે હેતલને એમણે પૂરી દીધી છે બિચારીને ખાધા પીધા વગરની. એમણે દરવાજા ખોલ્યા અને જોયું તો હેતલ ખાટલાની છે ભરાઈને સુઈ ગઈ હતી. એના પગ અને હાથ એકદમ વળેલા હતા અને જાણે ઠંડી લાગતી હોય એમ ઠુંઠવાય ઠુઠવાય ને સુતી હોય એવું લાગ્યું. એના મોઢા પર ભાઈ જનક બિંદુ રંભાબેનને દેખાઈ આવતા હતા. રંભાબેન ને વિચાર્યું

" હેતલ મારા ક્રોધ થી ખૂબ ડરી ગઈ હશે. ઉપરથી મેં એને રૂમમાં બંધ કરી દીધી. લાઈટ જવાથી અંધારિયો રૂમ થઈ ગયો હશે. મેં એને કંઈ ખાવા પીવા પણ નથી આપ્યું. ડરના માર્યા અને ઠંડીના માર્યા બિચારી ખૂણામાં સંતાઈ અને સૂઈ ગઈ છે."
- આવો વિચાર કરતા કરતા પણ એ રૂમમાંથી ટાવલ લાવ્યા.ઓસરીમાં બેઠેલી દિવ્યાને સાફ કરી અને હેતલના કપડા પહેરાવ્યા. દિવ્યાને એક સાલ ઓઢાડી ખાટલા ઉપર બેસાડી એમણે. એટલામાં જ કેશવભાઈ અને વાલી બેનની એન્ટ્રી થાય છે...

" પોલીસવાળા પણ કેવા છે ઠંડા કલેજાના અમારી દીકરી ખોવાઈ ગઈ છે અને એમને કાંઈ પડી નથી.. અમને એક નાનો ફોટો લેવા ધક્કો કર્યો છે. આટલા ચોમેર વરસાદમાં એમનો કંઈ રિસ્પોન્સ જ નહોતો. એની વાતથી જવા દો એમણે તો ચોપડે કાંઈ ચઢાવ્યું નથી એ શું દિવ્યા ને ગોતી આપશે? "--- બોલતા બોલતા કેશવભાઈ હૈયા વરાળ કાઢતા જાય છે.

વાલીબેન હજી પાછળથી આવે છે. અને ઓસરીમાં દિવ્યાને બેઠેલી જોઈ અને દોટ મૂકે છે. વાલીબેન પડતા પડતા રહી જાય છે છતાં પણ એ દિવ્યા પાસે આવી અને એના માથા પર હાથ પર છાતી પર પગ પર જુમીઓ લેવા માંડે છે. બધા દિવ્યા સામે જોઈ રહે છે. બધા એકબીજા સામે જોઈ અને પુલકીત આનંદનો અનુભવ કરે છે. કોઈ કાંઈ જ બોલ્યા વગર આંખમાંથી આંસુ અને મોઢા પર સ્મિત સાથે શાંત મને એકબીજાને જોઈને હરખાય છે....