આશાનું કિરણ - ભાગ 7 Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાનું કિરણ - ભાગ 7

Hello friends,

આજે મેં મારી જ રચનાઓ વાંચી. મેં સ્ટોરીઓ બધી જ દિલથી લખી છે. તમે બધાએ દિલથી લાઈક પણ કરી છે. મેં મારી રચનાઓમાં ખૂબ જ જોડણીઓની ભૂલ અને શબ્દોની અદલા બદલી જોઈ છે. આજથી મેં મારી રચનાઓને બે ત્રણ વાર વાંચી અને સુધારીને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. તો આજથી હું પ્રોમિસ કરું છું કે હવે શુદ્ધ ભાષામાં લખાયેલું ચોખ્ખી જોડણી વાળું પ્રકાશન આપવાનો પ્રયત્ન કરીશ. તમારા બધા તરફથી મળેલા પ્રતિભાવ બદલ હું આપ બધાની ખુબ ખુબ આભારી છું... વાંચતા રહો, મજા કરતા રહો અને પ્રેરણા આપતા રહો.....


🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹


વરસાદ ઝરમર ઝરમર ચાલુ હતો. પરોઢ ક્યારની થઈ ગઈ હતી.દિવ્યા અને હેતલના કારણે કેશુભાઈ, વાલીબેન તથા રંભાબેન આખી રાત જે હેરાન થયા હતા, તેના કારણે સવારે પણ બધા જ ઊંઘી રહેલા હતા. સુરજદેવ નીકળું નીકળું થઈ રહ્યા હતા, પરંતુ વાદળાઓને કારણે વરસાદ અને સૂરજ વચ્ચે છુપન છુપાઈ ચાલી રહી હતી.

હેતલની આંખ ખુલી જાય છે. એ જોવે છે કે રાત્રે પોતે ખૂણામાં સંતાઈને સૂઈ ગઈ હતી. પોતે ઉઠે છે ત્યારે પોતાને એક પલંગ ઉપર સુતેલી જોવે છે. એને જે રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી તેનો દરવાજો પણ હવે ખુલ્લો હતો. હેતલ દરવાજા તરફ જાય છે. લપાતી લપાતી એ ફળિયા તરફ આગળ વધે છે. હેતલ ના મમ્મી રંભાબેન ની ઊંઘ ઊડી જાય છે

" ક્યાં જાય છે છુપાતી છુપાતી? "

" મમ્મી મને બહુ ભૂખ લાગી છે. હું રસોડામાં જાઉં છું."

" પહેલા જઈને બ્રશ કરી લે ચૂપચાપ. અને તને હજુ પણ જમવાનું નહીં મળે યાદ રાખજે."

હેતલ એના મમ્મીના ગુસ્સાથી વાકેફ હતી. એ ડરી ગઈ હતી. એને એવું લાગતું હતું કે સવાર પડી ગઈ એટલે મમ્મી એને જવા દેશે. પરંતુ મમ્મીની વાત સાંભળીને એને થયું કે મમ્મી જવા દેવાના મૂડમાં નથી.

" મમ્મી મારી કંઈ ભૂલ નથી. વરસાદ બહુ જ પડતો હતો. ટીચર એ બધાને ઘરે ફોન લગાડવાનું કહ્યું હતું. આપણા ઘરનો ફોન લાગ્યો નહીં. એટલે ટીચરે ફટાફટ નજીકના રહેતા બાળકોના માતા-પિતા સાથે અમને મોકલી દીધા. સાચે મમ્મી મારો કંઈ વાંક ન હતો."

" પહેલા તો તું તારો વાંક ન હતો એ કહેવાનું બંધ કર. તને ટીચરે બીજા સાથે બેસાડી ત્યારે તને યાદ ના આવ્યો કે દિવ્યા નું શું થશે? દિવ્યાને તો ફોન કરતા પણ નથી આવડતું. એ કેવી રીતે ઘરે આવશે તે વિચાર્યું હતું? "

" પણ મમ્મી બધું ઝડપ ઝડપથી થતું હતું હું ભૂલી ગઈ"

" તું કંઈ ભૂલી નથી ગઈ. તે બધું જ જાણી જોઈને કર્યું છે. એકવાર તો મને પણ લાગ્યું કે ઉતાવળમાં થયું હશે. પરંતુ જે રીતે બધું થયું છે એ પ્રમાણે તો તું જાણી જોઈને એને છોડીને આવી ગઈ છે"

" મમ્મી હવે નહીં કરું એવું. Sorry mummy"

" હવે મીઠડી બનીને મારી માફી ના માંગ. હું તને ત્યાં સુધી માફ નહીં કરું ત્યાં સુધી દિવ્યા અને એના મમ્મી તને માફ ના કરે. ત્યાં સુધી તને કોઈ પણ જાતનું ખાવાનું પીવાનું મળવાનું નથી"

મમ્મી દીકરી વચ્ચે ચાલતો વાર્તાલાપ કેશુભાઈ પણ સાંભળતા હતા. વાર્તાલાપ થોડો ગરમ થઈ જતા કેસુભાઈ વચ્ચે બોલ્યા

" જવા દે હવે એને. એ છોકરુ છે હજી. એને અત્યારે વાલી બહેન ના આપણા પરના ઉપકારો નહીં સમજાય."

" એટલી પણ નાની ચીકલી નથી કે તેને એવું ના સમજાય કે મમ્મી પપ્પા એ દિવ્યા ને હંમેશા સાથે લઈ જવા અને મૂકી જવાનું કીધું છે"

" ના સમજાય એને. એને બધી ખબર પણ નથી. એ થોડી મોટી થાશે એટલે આપણે એને બધી જ વાત કહીશું. અત્યારે એ એટલી સમજદાર નથી કે દુનિયાના વ્યવહાર એને સમજાય"

" વ્યવહાર એને ભલે ના સમજાય. એણે જ્યારે કડકાઈથી આપણે કહેલું છે કે દિવ્યાને ક્યાંય એકલી મૂકીને આવવાની નહીં. એ વાત તો સમજાય ને? તમે હવે એની તરફેણ કરવાનું બંધ કરો. જ્યાં સુધી એ સીધી નહીં થાય ત્યાં સુધી મારે આવું જ કરવું પડશે."

રંભાબેન ની વાત સાંભળીને કેશુભાઈ કંઈ બોલ્યા નહીં. હેતલને પણ હવે સમજાઈ ગયું કે પોતાને માફી માંગવા સિવાય કોઈ રસ્તો નથી. એની મમ્મી એને કોઈ સંજોગોમાં જવા દેશે નહીં.

" સોરી મમ્મી. હું દિવ્યાને પણ સોરી કહી દઈશ. હું દિવ્યાનો ધ્યાન રાખીશ ,,બસ"

" આવું મને ના પટાવ. મને ખબર છે તને દિવ્યા ગમતી નથી. હું તને જોતી હોય છું. જો તું તારુ વર્તન નહીં સુધારે તો તારું ખાવા પીવાનું જ નહીં, ઘરથી બહાર આવવા જવાનું પણ બંધ કરાવી દઈશ"

રંભાબેન ની વાતો સાંભળીને દિવ્યા હવે રડવા જેવી થઈ ગઈ. રડવા જેવી જ નહીં હવે તો એ રડી પડી. એ દોડીને મમ્મીને ચોટી ગઈ.

"મમ્મી હવે નહીં કરું એવું. એકવાર માફ કરી દે મમ્મી. Sorry mummy, "

" તું દિવ્યાને મૂકીને આવીશ કે તેની સાથે ગેરવર્તુળાક કરીશ તો મમ્મી તને ઘરની બહાર કાઢી મૂકશે, યાદ રાખજે"

મમ્મીની ધમકીઓ સાંભળી અને હેતલ વધારે મોટેથી રડવા લાગી અને દોડીને પપ્પાને ચોટી ગઈ.

" પપ્પા સોરી હું નહિ કરું એવું"

" હવે જવા દે હો.હવે તો તે એને હેરાન કરી મૂકી છે. ગુંડાઓ જેવી ધમકીઓ આપીને મારી દીકરીને કેટલી એ ઘડીયો થી રડાવે છે"

" તમે કહો છો તો જવા દઉં છું.બાકી આજે તો આવી જ બની હતી. ખબર છે દિવ્યા ના મળે તો આપણે ક્યાં શોધતા ફરતા તેને. આ તો ભગવાનનો ઉપકાર છે કે દિવ્યા મળી ગઈ. બાકી વાલીબેન ને શું જવાબ આપત વિચાર્યું છે તમે? જવાબ આપવામાં આપણી પેઢીઓની પેઢીઓ ડૂબી જાત."

" વાત તો તારી સાચી છે. પણ આપણે હેતલ થોડી ઉંમર લાયક થાય એટલે આપણે એને બધું જ શાંતિથી બેસીને સમજાવું પડશે."

રંભાબેન અને કેશુભાઈ વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. ત્યારે દિવ્યા દોડીને બ્રશ કરી આવી. આ વાર્તાલાપ નો લાભ લઈને એણે રસોડામાં જઈને પડેલી ખીચડી ખાવા માંડી. કાલે રાતની ભૂખી હતી અને ઉપરથી સવારે આટલી મોટી ધમકીઓ પણ મળી ગઈ. આથી હેતલ વધારે ભૂખી થઈ ગઈ હતી. હવે મમ્મી આગળ કંઈ વધારાની ધમકીઓ આપે એ પહેલા એણે ખાઈ લીધું. ખીચડી જેવી ખતમ થઈ એના મમ્મી રસોડામાં આવ્યા....

" મને ખબર છે તે અમારી નજર ચૂકાવીને જમી લીધું છે. હમણાં જ નાઈ ધોઈ અને તૈયાર થઈને તું દિવ્યાને સોરી કહેવા જઈશ. દિવ્યા અને એના મમ્મી ના માને ત્યાં સુધી તારે એને મનાવવાના છે. એ નહીં માને ત્યાં સુધી હું તને ઘરમાં પાછી લેવાની નથી"

હેતલને વધારાની એક ધમકી મળી ગઈ. હેતલે ખીચડી ખાઈ લીધી હતી એટલે પેટમાં હવે ટાઢક થઈ ગઈ હતી. તેને દિવ્યા ખરેખર પસંદ હતી નહીં. પરંતુ મમ્મીની આ ધમકીઓને કારણે હવે એ ચીપકું ને મનાવવા જાવી પડશે એવું વિચારીને એ રસોડાની બહાર નીકળી ગઈ. એના નાનકડા મનમાં હજી એવા વિચારો ચાલતા હતા કે

"દિવ્યાને સોરી તો કહી દઈશ પણ હવે હું એને એવી હેરાન કરીશ કે એ મારી સાથે આવતી ભૂલી જાય. આ જિંદગીભર મારે શું કામે એને ચોટતા ફરવું? હવે તો કંઈક એવું કરવું પડશે જેથી એ સામેથી જ ચોટવાનું ભૂલી જાય"- આવું વિચારતી વિચારતી હેતલ પોતાના કપડા લીધા અને બાથરૂમમાં નહાવા જતી રહી.

હેતલ બાથરૂમ માંથી નહાઈને બહાર આવે છે. ત્યાં સુધીમાં રંભા બહેને સવારનો નાસ્તો બનાવી લીધો હોય છે. કેશવભાઈ અને રંભા બહેન પણ વારાફરતી નહાઈને તૈયાર થાય છે. કેશવભાઈ નાસ્તો કરીને પોતાની કામની થેલી લઈને બાઈક ઉપર પોતાના કામે રવાના થાય છે. હેતલ બધું જોતી હોય છે પરંતુ એ કંઈ બોલતી નથી કેમકે એને ખબર હતી કે પોતે કશું બોલશે તો મમ્મીના બે ચાટા પડી જશે. રંભા બહેને પોતાનો નાસ્તો પતાવ્યો. એણે હેતલ પાસે જઈને જોરથી બાવડું પકડ્યો

" ચાલ મારી સાથે, દિવ્યા અને એના મમ્મીને સોરી કહેવા માટે. કોઈ જાતનું નાટક કર્યું છે કે કંઈ પણ ખોટું બોલી છે ને તો તારી ત્યાં જ પીટાઈ થઈ જવાની છે યાદ રાખજે"

હેતલ ની મોયેલું મોઢું કરીને મમ્મી સાથે દોડવા લાગી. રમવા બહેને હેતલનું બાવડું એટલું જોરથી પકડ્યું હતું કે હેતલને દુઃખી આવતું હતું છતાં પણ એ મમ્મી થી ડરીને ચૂપચાપ એની સાથે મોટા મોટા પગલે દોડી જતી હતી.. ....

🐶🐶 🐶🐶🐶 🐶🐶🐶🐶

હવે હેતલ કેવી રીતે મનાવશે દિવ્યા ને? હેતલનો રદય પરિવર્તન થશે કે દિવ્યાને બ્રહ્મજ્ઞાન થશે? શું છે આ દોસ્તી નો ડેસ્ટિનેશન.... જાણવા માટે.... Stay connected