આશાનું કિરણ - ભાગ 4 Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાનું કિરણ - ભાગ 4

દિવ્યા પોતાના ક્લાસમાં લંગડાતી લંગડાતી એન્ટર થાય છે. એના પગમાંથી એકાદા બે લોહીના ટપકાઓ ક્લાસના એન્ટ્રીમાં પડે છે અને એ રણમસ મોઢા એ છેલ્લી બેચમાં જઈને બેસે છે.

દિવ્યાને ક્લાસમાં આવતી જોઈ અને ક્લાસના છોકરા છોકરીઓ હોબાળો કરવા માંડ્યા.
" બુદ્ધુ બુધુ બુધ્ધુ..... "
દિવ્યાને ખાસ કંઈ આમાં સમજાતું ન હોવાથી એ લંગડાતા લંગડાતા પોતાની છેલ્લી બેંચે જઈને બેસી ગઈ.
ક્લાસની મોનિટર એ નોટ કર્યું કે બધા અવાજ કરે છે. એટલે એને તરત પોતાની પોઝિશન લઈ લીધી.

" કોઈ અવાજ કરશે નહીં. જે લોકો અવાજ કરશે એમનું નામ હું ટીચર્સ ને આપી દઈશ. પછી કોઈને પનિશમેન્ટ મળશે તો હું જવાબદાર નથી."----

મોનિટરની વાત સાંભળી અને ક્લાસ શાંત થઈ ગયો. આમ તો મોનિટરને એટલી બધી કાંઈ ખબર પડતી નહીં પણ એણે નોટ કર્યું કે દિવ્યા લંગડાથી લંગડાતી આવી એના પગમાંથી લોહીના ટીપા નીકળતા હતા અને એ છેલ્લે જઈને શાંતિ બેસી ગઈ. એટલામાં ટીચર ની એન્ટ્રી થાય છે

" ગુડ આફ્ટરનૂન ટીચર" આખો ક્લાસ ઉભો થાય છે અને ટીચરને રિસ્પેક્ટ આપે છે.
મોનિટર ઊભા થઈ અને અત્યાર સુધીના ક્લાસની બ્રીફ ટીચર ને આપી. ટીચર એ નોટ કર્યું કે દિવ્યાના પગમાં કંઈ પ્રોબ્લેમ થાય છે.


" દિવ્યા સ્ટેન્ડ અપ"
" દિવ્યા ઊભી થઈ ગઈ પોતાનો પગ પકડીને"-

દિવ્યા ને બહુ અંગ્રેજી ખબર પડતી નહીં. અને ટીચર દ્વારા કહેવામાં આવેલા બધા જ ભણતરની પણ એને બહુ મગજમાં ખબર પડતી નહીં. પરંતુ રોજ રોજ એને બધા ઊભી કરી અને બહાર કાઢી મુકતા. એટલે એને એટલી ખબર હતી કે સ્ટેન્ડ અપ એટલે ઉભું થઈ જવું. 🥲🥲

" શું થયું છે તને પગમાં? આટલું બધું લોહી નીકળે છે. "

" ટીચર કાંટો વાગ્યો છે. મેં કેટલી વાર હેતલને કહ્યું મને કાંટો વાગ્યો છે,કાંટો વાગ્યો છે, છતાં એ ઊભી ના રહી. હું કાંટા સાથે ચાલતી ચાલતી અહીંયા આવી એટલે વધારે લોહી નીકળવા માંડ્યું. "

ટીચરને દિવ્યા ઉપર થોડી દયા આવી ગઈ. એણે મોનિટરને સૂચનાઓ આપી કે સ્કૂલના નિયમિત થયેલા પ્રાઇમરી કેર વાડા ટીચર પાસે દિવ્યાને લઈ જાય અને એને કાંટો કઢાવી, પાટો બંધાવી આપે. મોનિટર એ એક્ઝેટલી એ પ્રમાણે જ કર્યું. મોનિટર બધું કામ પતાવી અને દિવ્યાને પાછી લઈ આવી, એ પણ દિવ્યા નો હાથ પકડીને. આવું કામ કરવાનો હેતુ માત્ર એટલો જ હતો કે મોનિટર ટીચરને સારી લાગવા માંગતી હતી. આજ સુધી એણે ક્યારે દિવ્યાની કેર કરી ન હતી. આમ છતાં એણે પોતાની બ્યુટી પૂરી કરી અને દિવ્યાને ક્લાસમાં બેસાડી. ક્લાસ આગળ વધ્યો. જુદા જુદા વિષયના પીરીયડો પૂરા થયા. રિસેસ પડ્યો. દિવ્યા લંગડાતા લંગડાતા સ્કૂલના મેદાનમાં આવેલા ઝાડવા નીચે જઈને બેસી. પોતાનો ડબ્બો ખોલ્યો. એની મમ્મીએ તેમાં ગોળ અને રોટલો ભરી આપ્યો હતો. એની નજર ક્યાંય ક્યાંય હેતલને શોધતી હતી. એણે દૂર દૂર સુધી બધે નજર ફેરવી લીધી પણ હેતલ દેખાતી ન હતી.

***"" *""""" ****** ***"""

આ બાજુ હેતલ એક ઝાડવું ગોતી અને એની પાછળ સંતાઈને પોતાની બીજી મિત્રો સાથે બેઠી હતી. એના મનમાં સતત ને સતત એક ટાઈપના વિચારો ચાલ્યા કરતા હતા.
" આ દિવ્યા રિસેસમાં મારી પાસે ન આવે તો સારું. એક તો એ પોતાના ગંદા હાથે મારા ટિફિનમાંથી બધું ખા ખા કરે છે. એના ટિફિનમાં તો કંઈ હોતું નથી રોટલો અને ઘી ગોળ આવું જ હોય છે. પાછી મને ચીપકીને આખો રિસેસ ક્યાંય જતી નથી. મને મારા ફ્રેન્ડ જોડે રમવા પણ દેતી નથી. એની શરીરમાંથી એટલી બધી વાસ આવતી હોય છે કે મારા ફ્રેન્ડ બધા મારી પાસે આવતા નથી. મારો મજાક ઉડાવે છે, એ અલગથી. તારે આવા બુધ્ધુ ની ફ્રેન્ડ છે, તુ આવી બુધ્ધુ ને સાથે ફરે છે. આવું બધું મારે સાંભળવા કરવાનું એના કરતાં સારું છે આ ઝાડ પાછળ છુપાઈને હું નાસ્તો કરી લઉં. અને મારી ત્રણ ફ્રેન્ડ એ અહીંયા છે કેવી મજા આવે છે. એ બધી કેટલી સાફ સુધરી છે....અને કેટલી સરસ સરસ વાતો કરે છે...પેલી ને તો કંઈ મગજમાં જાતું જ નથી...એક ને એક વાતો બોલ બોલ બોલ બોલ બોલ બોલ કરે છે.. "
- હેતલ પોતાના વિચારોમાં જ રાજતી હતી અને પોતાની ત્રણ ફ્રેન્ડ સાથે બેસી અને નાસ્તો ખાતી હતી. છાનો છાનો છુપાયો ને એ પણ જોતી હતી કે દિવ્યા એને વિહવડ મને શોધતી હતી.

આ બાજુ દિવ્યા એકદમ વહીવડ થઈ ગઈ હતી. .એણે પોતાનો ટિફિન પણ સાઈડમાં મૂકી દીધું..એ સ્કૂલના પ્રાંગણમાં, ટોયલેટ પાસે, પાણીના નળ પાસે સ્કૂલના દરવાજા પાસે, બધા ક્લાસમાં લંગડા થી લંગડાતી હેતલને બધે જ શોધી આવી પણ હેતલ કાંઈ દેખાઈ નહીં. એની માસુમ આંખો ચકડ વકડ થઈને બધે જ હેતલને શોધતી હતી.
શોધે જ ને એ હેતલને પોતાની સૌથી સારી ફ્રેન્ડ માનતી હતી અને એવું લાગતું હતું કે હેતલ કહે એ બધું સાચું બાકી બધું ખોટું. ....!!!!!

રિસેસ પૂરો થઈ ગયો. સ્કૂલની ઘંટડી વાગી. બધા પોતપોતાના ક્લાસમાં ફરીથી ગોઠવાઈ ગયા. વાતાવરણ અચાનક પલટો ખાઈ રહ્યું હતું. ધીમા વેકે ચાલતો પવન અચાનક ગતિ પકડી રહ્યો હતો. વાદળાઓ વેર વિખાયેલા થઈ થઈને ધીમે ધીમે ભેગા થતા જતા હતા. સૂર્યપ્રકાશ ઓછો થતો જતો હતો. અચાનક જ વાતાવરણ એ મોટી વળાંક લીધી. વાદળો ગાજવા મંડ્યા. પવન જોર જોરથી ફુગાવા માંડ્યો. વાદળોના અથડાવાનો ગરગડાટ સંભળાવવા માંડ્યો..વરસાદના મોટા મોટા ટીપાઓ ટપક ટપક કરીને પડવાના ચાલુ થઈ ગયા. વાદળો ના લીધે સૂર્ય ક્યાંય છુપાઈ ગયો હતો...વરસાદનો ગરગડા હટ અવાજ આવવાનો ચાલુ થઈ ગયો...વીજળીના ચમકારા થવા માંડ્યા. અને મોટા મોટા ટપકાઓ જાણે મુછડાધાર વરસાદમાં રૂપાંતરિત થઈ અને સ્કૂલનું પ્રાંગણ ભરવા માંડ્યા હતા. એવી જ રીતે આખા શહેરમાં પણ અચાનક જ પાણી ભરાઈ આવ્યું હોય એમ પાણી નીકળવાનો કે માર્ગ હતો નહીં. કે અચાનક સ્કૂલમાં લાઈટ જતી રહી.


" બાળકો આખા શહેરમાં મુછડાધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જો આપણે સ્કૂલ આગળ ચાલુ રાખીશું તો અહીંથી નીકળી અને ઘરે પહોંચવામાં તકલીફ પડે એટલા રસ્તાઓ ભરાવાના ચાલુ થઈ ગયા છે. જેટલા બાળકોને પોતાના માતા પિતાના લેન્ડલાઈન નંબર યાદ છે એટલા લોકો પ્રિન્સિપાલ સર ની ઓફિસમાં આવી અને ઘરે ફોન કરી દે... જેથી એ લોકો તમને સહી સલામત પાછા અહીંથી તેડી જાય. અને જેટલા લોકોના લેન્ડલાઈન નંબર નથી એ લોકો પોતાની નજીકમાં રહેતા બાળકોના માતા પિતા સાથે પોતાના ઘરે જતા રે. જો વરસાદ ખૂબ વધશે તો આપણે સ્કૂલમાં ભરાઈ જઈશું. અત્યારે શહેરમાં જુદી જુદી જગ્યાએથી ન્યુઝ આવવાના ચાલુ થઈ ગયા છે કે બધે રસ્તાઓ બંધ થવા લાગ્યા છે. તો આપણે બધા એક પછી એક ઘરે ફોન કરીશું અને માતા પિતાને લેવા માટે બોલાવી લઈશું"-;--- પ્રિન્સિપાલ સાહેબે એક એક ક્લાસમાં જઈ અને આ રીતની જાહેરાત કરી.

બધા બાળકો ગભરાઈ ગયા. દિવ્યાને બધા વધારે ખબર ના પડી પરંતુ બધાને ગભરાયેલા જોઈ, એ પોતે પણ ગભરાઈ ગઈ. એને કંઈ સૂઝતું ન હતું. જ્યારે બધા બાળકો એક પછી એક પ્રિન્સિપલ સરની ઓફિસમાં જઈ અને પ્રિન્સિપલ સર ની મદદથી બધે ફોન કરતા હતા ટીચરની મદદથી ફોન કરતા હતા ત્યારે દિવ્યાનો વારો આવ્યો. દિવ્યા ને કઈ સમજાયું નહીં. એ ઊભી થઈને દોડીને બીજા ક્લાસમાં બેઠેલી હેતલ પાસે દોડીને જતી રહી. હેતલ એને જોઈને વધારે ગભરાઈ ગઈ અને પાછી એ બીજા ક્લાસમાંથી આવીને પોતાની પાસે બેસી ગઈ એટલે એને જરાય ગમ્યું નહીં.
" તું તારા ક્લાસમાં જા. મને કોઈ લેવા આવશે કે મારી ઘરે વાત થશે તો હું તને સાથે લઈ જઈશ. ત્યાં સુધી તું તારા ક્લાસમાં બેસ"--- હેતલે દિવ્યાને ધક્કો મારતા કહ્યું. દિવ્યા લંગડાતા લંગડાતા પગે પોતાના ક્લાસમાં જતી રહી.


***** *"""" ***""" ***""" ***""

હેતલ પોતાના ઘરે પહોંચી ગઈ છે. હેતલ સહી સલામત પોતાની બીજી ફ્રેન્ડ ના માતા પિતા સાથે ઘરે આવી ગઈ હતી. હેતલ ખુશ પણ હતી. હેતલ ના મમ્મીને કઈ આઈડિયા ન તો આવ્યો. પરંતુ એમને એવો ખયાલ હતો કે કદાચ દિવ્યા પણ સાથે આવી ગઈ હશે અને બંને બહેનપણીઓ સહી સલામત ઘરે પહોંચી ગઈ. શહેરમાં નદીઓ છલકાવા માંડી છે અને રોડ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે સારું થયું ટાઈમે છોકરાઓ આવી ગયા.

દિવ્યા ના મમ્મી થઈને હેતલના ઘરે આવ્યા.


" રંભાબેન રંભાબેન. ... હેતલ સ્કૂલેથી આવી ગઈ છે ? દિવ્યા તો હજી સ્કૂલેથી નથી આવી"

" હેતલ તો હમણાં જ આવી. દિવ્યા નથી આવી? દિવ્યા હેતલ સાથે જ આવી હોય ને જોજે ક્યાંય બહાર તો નથી બેઠી ને તમારા ઘરની આસપાસ કે મારા ઘરની આસપાસ. "- રંભાબેન જેવો દરવાજો ખોલ્યો કે તરત સામે દિવ્યા ના મમ્મી આટલા સવાલ પૂછતા હતા. હેતલના મમ્મીએ પણ સામે આવી રીતે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. . ..

દિવ્યા ના મમ્મી ગભરાતા ગભરાતા હેતલ અને એના મમ્મીની પરવા કર્યા વગર બહાર ફળિયામાં, પોતાના ઘરની આસપાસ, હેતલના ઘરની આસપાસ, શેરીમાં બધે જ દોડી દોડી અને દિવ્યા આવી નથી એની ખાતરી કરી લીધી.

" રંભાબેન હું બધે જ આટો મારી આવી છું. દિવ્યા ક્યાંય નથી. હેતલને પૂછો ને એ દિવ્યા ને સાથે લઈને આવી છે ને ? સાથે લઈને આવી છે તો એને ક્યાં મૂકી આવી છે પૂછો ને? "

હેતલના મમ્મીએ જોયું કે હેતલ આવી અને સીધી પોતાના રૂમમાં જતી રહી હતી. તે થોડી ખુશ પણ જણાતી હતી.

શું થયું દિવ્યા સાથે? એટલે શું કર્યું દિવ્યા સાથે? દિવ્યા ક્યાં ખોવાઈ ગઈ? હેતલ દિવ્યાને લઈને આવી હતી તો દિવ્યા ક્યાં ગઈ છે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે. .... Stay connected