આશાનું કિરણ - ભાગ 8 Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાનું કિરણ - ભાગ 8

રંભા બહેને હેતલનો બાવડુ કસીને પકડ્યું હોય છે. બાવડું પકડીને ડેલીમાંથી હેતલને તબડાવતા તબડાવતા બહાર નીકળે છે. હેતલ બાવડું છોડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રંભાબેન ને કોઈ અસર થતી નથી.....

" મમ્મી સોરી કહેવા તો આવું છું , હવે મારો હાથ તો છોડ"

" આ તો મેં તારો ખાલી હાથ પકડ્યો છે. કાલે જો તું મારા હાથમાં આવી હોત ને તો તારી પિટાઈ થઈ ગઈ હોત"


" આટલો કસીને પકડ્યો છે. મારો હાથ દુખે છે. અને મને સમજાતું નથી તને હું વહાલી છું કે એ વહાલી છે? "

" જે તે ખોટું કર્યું છે એ ખોટું છે. આમાં વહાલા કે ન વહાલાનો કોઈ પ્રશ્ન નથી."

હેતલ ને કંઈ સમજાતું ન હતું. એને તો એ પણ નહોતું સમજાતું કે

"મારી મમ્મીને આટલો બધો પ્રેમ દિવ્યા માટે કેમ ઉભરાય છે.? પોતાની કંઈ ભૂલ ના હોવા છતાં આખી રાત ભૂખી રાખી. હવે તો સોરી કહેવડાવવા લઈ જાય છે. ખબર નથી પડતી આ મારી મમ્મી છે કે દિવ્યા ની મમ્મી છે? કસીને ને બાવળું પકડી લઈ જવાની શું જરૂર છે.? હું તો એમ જ એમણે સોરી કહી દેવાની હતી. પણ એને કારણે મારું જે ખરાબ થયું છે. હવે હું એને સબક શીખવાડીશ.... " હેતલ પોતાના નાનકડા દિમાગમાં આવા રોશે ભરાયેલા વિચારો કરતી કરતી એની મમ્મી સાથે દિવ્યા ને સોરી કહેવા ગઈ.


દિવ્યા ના ઘરે દરવાજો ખખડાવે છે. વાલી બહેન આવીને દરવાજો ખોલે છે. રંભા બહેનને જોઈને એને ખાસ ખુશી થઈ નહીં. એ એમના ચહેરા પર દેખાતું હતું. છતાં ભાઈ મનસાયના કારણે
" આવો" એવું કહ્યું. ..


" મને ખબર છે વાલીબેન તમે મારાથી અને હેતલ બને થી નારાજ હશો. મેં હેતલને સમજાવી છે. એ તમને સોરી કહેવા આવી છે. તમને જ નહીં એ દિવ્યા ને પણ સોરી કહેશે"


" હું જાણું છું તમારા મનમાં કોઈ પાપ નથી. પરંતુ આવું થયા કરશે તો હું મારી દીકરીને ક્યાં શોધતી ફરીશ. હવે હું હેતલ પર એટલો વિશ્વાસ તો ના કરી શકું ને? "

"બેશક તમે હેતલ પર વિશ્વાસ કરી શકો. મેં એને બરાબરની ટ્રીટમેન્ટ આપી દીધી છે. મેં અને તમારા ભાઈએ નક્કી કર્યું છે કે થોડી સમજદાર થાય એટલે એને બધી વાત કહી દેવી. ત્યાં સુધી હું એનો ધ્યાન રાખીશ કે એ દિવ્યાને સાચવીને લઈ જાય લઈ આવે.. "

"બાળકો પર કઠોર થવાની જરૂર નથી. મને લાગે છે કે હવેથી હું દિવ્યાને સ્કૂલે નહીં મોકલું. આમ પણ એનો મગજ એટલું સારું નથી કે ભણવા ગણવામાં એ નજર પાડી શકે. આ તો એ બહાને જે એક વસ્તુ શીખે એ. એના માટે હું સ્કૂલે મોકલું છું.

"ના , ના આવી ઘટનાને કારણે તમે એની સ્કૂલ બંધ ના કરાવશો. હું જાણું છું કે કાલની ઘટના બહુ દુઃખદ હતી. પરંતુ હેતલને ની ભૂલ ન હતી. અચાનક ધોધમાર વરસાદ આવ્યો અને શહેરમાં પાણી ભરાયા એટલે સ્કૂલ વાળા લોકોએ ઉતાવળે બધા બાળકોને જલ્દી ઘરે રવાના કરી દીધા. એમાં હેતલ અને દિવ્યા અલગ થઈ ગયા હતા."

"હું સમજુ છું એ બધી વાત. પણ હવે મારું મન કચવાય છે"

"તમને મારા પર વિશ્વાસ નહીં આવે ? જુઓ આ હેતલને લઈ આવી છું...હેતલ બેટા આંટી ને સોરી કહે તો? દિવ્યા ને પણ સોરી કરીને આવ. ..
હવે તો વિશ્વાસ આવશે ને કે હેતલ પણ સમજી ગઈ છે..?"

"અરે બાળક તો બાળક છે..એની પાસે સોરી કહેવડાવીને આપણે શું કરવું?"

"બાળક ભલે નાનું હોય, પરંતુ એમાં વ્યવસ્થિત સંસ્કાર સિંચવા અને સારી ટેવ પાડવી એ તો માની જવાબદારી છે. આજે એણે એની ભૂલ નહીં સમજાવી એ તો કાલે મોટી ભૂલો કરશે..એટલા માટે હું એને સોરી કહેવા લઈ આવી છું. "

રંભા બહેન ની વાતો સાંભળી ને વાલી બહેનને થયું કે "રંભાબેન દિલથી દિલગીર છે. એને હેતલને પણ સારી રીતે સમજાવી છે એટલે તો હેતલ એટલી માસૂમ થઈને ઊભી છે. બિચારી તૈયાર થઈને સીધી સોરી કહેવા પણ આવી ગઈ."

રભાબેન નો આગ્રહ જોય ને વાલી બહેને એમનો સોરી સ્વીકારી લીધું. અને મનમાં રહેલો બધો કચરો કાઢી નાખ્યો.

" વાંધો નહિ હેતલ બેટા. .. દિવ્યા ત્યાં રૂમમાં જ સુતી છે. .. તુ જા એને મળી આવ મને સોરી કહેવાની જરૂર નથી. "

" વાલીબેન તમે મારા પર વિશ્વાસ રાખજો હું હેતલને વ્યવસ્થિત ટ્રેન કરી દઈશ અને હવેથી દિવ્યા ને ઘરે પહોંચાડવાની અને ઘરેથી લઈ જવાની જવાબદારી સારી રીતે નિભાવશે. ..એવી રીતે હેતલને સમજાવીશ"

" અરે રંભા બેન જવા દો એ વાતને. મેં મન માંથી રંજીસ કાઢી નાખી છે. તમે પણ કાઢી નાખો"

રંભાબેન અને વાલી બેન એકબીજા સાથે વાતો કરતા હતા. ત્યારે હેતલ દોડી ને દિવ્યાના રૂમમાં ગઈ. એને વાલી બહેને દિવ્યા સુતી છે એવું કહ્યું હતું એટલે એને સારું લાગ્યું. હેતલ એ મનમાં વિચાર્યુ

" સુતી છે ત્યાં સોરી કહી આવું. ઉઠશે તો ગંધારી મને ચોટશે" આવું વિચારતી વિચારતી એ દિવ્યા પાસે સોરી કહેવા ગઈ.

દિવ્યા બેડમાં સુતી છે. એને તૂટણીયા વારેલા છે. એક હાથનો અંગૂઠો મોઢામાં છે. બીજો હાથ તૂટણિયા ઉપર વાળીને સુતી હતી. મોઢામાંથી નીકળેલી લાળ તકિયા ઉપર પડતી હતી. અને એક-બે માખીઓ એના મોઢા પર અને લાડ ઉપર મજા લેતી હતી. એના પગમાં એક પાટો પણ બાંધેલો હતો . એના પગ બંને ગારાથી ભરેલા હતા. હેતલે તેને દૂરથી જોઈ. હેતલ ચાલાકી થી દૂર ઊભી ઊભી જ બધાને સંભળાય એમ બોલી.


" દિવ્યા આઈ એમ સોરી. કાલે હું ભૂલથી તને મૂકીને આવતી રહી હતી. હવેથી હું તને એકલી મૂકીને પાછી નહીં આવું. પ્રોમિસ દિવ્યા"


દિવ્યા સુતેલી હતી. એટલે ચાલાકી કરીને દૂરથી બધાને સંભળાય એમ સોરી કહ્યું. એને એવું લાગતું હતું કે

"એની પાસે ગયા વગર સોરી કહી દઉં. એને ક્યાં બહુ ખબર પડે છે. અને આ બહાર ઊભેલી એની ચુડેલ મમ્મી સાંભળી લે એટલે એને એવું લાગે કે મેં સોરી કહી દીધું. "

રંભા બહેન અને વાલી બહેને સાંભળ્યું. વાલી બેન તો હેતલ નો મીઠો અવાજ સાંભળીને પીગળી ગયા. એ હેતલનો પ્રેમ ભર્યો અવાજ સાંભળી અને રંભાબેન ને કહેવા લાગ્યા

" હેતલ નો અવાજ કેવો મીઠો છે. અને કેટલી દિલથી સોરી કહે છે. ખરેખર તમે એને વ્યવસ્થિત સમજાવી લાગે છે. આટલી મીઠાપથી કોઈ બોલે તો કોઈ પણ માફ કરી દે. . . . "


હેતલ દોડીને પાછી પોતાની મમ્મી પાસે આવી ગઈ. એની મમ્મી હેતલ નો અવાજ સાંભળતી હતી. ઉપરથી રંભા બહેને એના વખાણ કરી દીધા. એટલે રંભા બહેનને મનમાં ટાઢક થઈ. હેતલ પોતાની પાસે દોડીને આવી ત્યારે એમણે કહ્યું

" જો બેટા, હવે તે સોરી કહ્યું છે ને. તે દિવ્યાને પ્રોમિસ પણ કર્યું છે કે તું આવતા જતા એને સાચવીશ . તો પ્રોમિસ ક્યારે બ્રેક ના કરાય. તો પ્રોમિસ બ્રેક કરીશ તો મમ્મી તને સજા આપશે"

" ના મમ્મી હું ક્યારેય મારું પ્રોમિસ બ્રેક નહીં કરું"

હેતલ અને રંભાબેન ની વાતો સાંભળીને વાલીબેન તો એકદમ પીગળી ગયા. એતો હેતલ હસતો ચહેરો જોઈ અને જ ખુશ થઈ ગયા. એમને હવે હેતલ પર વિશ્વાસ આવી ગયો. એટલે હેતલ પાસે જઈને એના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા. .


" હેતલ દીકરા, ,મેં તને માફ કરી દીધો. મારી આવી મીઠુંડી દીકરી થી હું નારાજ થોડી રહું? ચાલ તારે શું નાસ્તો ખાવો છે આજે તો મારે ત્યાં નાસ્તો કરીને જાજે"


" ના રંભાબેન, અમે નાસ્તો કરીને આવ્યા છીએ. હેતલ ના પપ્પા તો હવે કામ પર પણ નીકળવાના હતા. અમે જઈએ ઘર પણ ખુલ્લું હશે. આજે દિવ્યાને ટાઈમ પર તૈયાર કરી દેજો હેતલ બોલાવવા આવશે"----- બોલતા બોલતા રંભાબેન હેતલનું બાવળું પકડી અને દિવ્યાના ઘરેથી નીકળી ગયા.


રસ્તામાં દિવ્યા વિચારતી હતી કે "આ મેં સોરી કહી દીધું છે છતાં પણ મારો બાવળો પકડીને ખેંચી ખેંચીને ચાલે છે.....આ મમ્મી છે કે જલાદ છે. ખબર નહિ આનો મેં શું બગાડ્યું છે. ? "

રંભાબેન રસ્તામાં જતા જતા ખુશ થતા હતા" કે ચાલો વાલીબેન ના મનમાં કોઈ ખરાબ ભાવના નથી રહી હવે. હેતલ એ પણ સોરી કહી દીધું છે. હેતલે પ્રોમિસ કર્યું છે અને મેં એને પાઠ પણ ભણાવી દીધો છે. હવે એ ક્યારે આવે ભૂલ કરશે નહીં. "

ઘરે પહોંચી અને રંભાબેન હેતલ નો હાથ છોડી દે છે. એ એને કડક શબ્દોમાં સૂચના આપે છે

" ચાલો હવે તારે મને ઘર સાફ કરવામાં મદદ કરવાની છે. કાલે આપણા ઘરમાં કેટલું પાણી હતું. તું તો સૂઈ ગઈ હતી. બીજી વસ્તુ 12:00 વાગે તો દિવ્યાને તારી સાથે લઈને સ્કૂલે જઈશ. "

" ઓકે મમ્મી"

હેતલ મમ્મીને ઘર સાફ કરવામાં મદદ કરતી જાય છે અને મનમાં વિચારતી જાય છે.. . . .

" હવે આ બલા તો ગળે પડી જશે. ખબર નહી આ બધા મોટેરાઓ મળીને મને શું કામે હેરાન કરે છે? હવે એવું શું કરવું જેથી આનાથી મારો પીછો છૂટે? હવે કાંઈ દેખીતું કરીશ તો તો આ બધા મારી પિટાઈ કરશે તો પાકું છે. હવે કંઈ એવી રીતે કરવું પડશે કે આ બધાને ખબર પણ ના પડે અને આ દીવલી પણ સમજી જાય. પણ આ દીવલી ના મગજમાં કંઈ જાતું જ નથી.. ..એની સાથે ગમે એ કરીએ તો એ આવીને ચીપકવા માંડે છે. ખબર નહીં શું કામ ભગવાને એને આવી અડધા મગજની બનાવી છે. ? અડધા મગજની બનાવી એનોય વાંધો નથી. . . પણ આટલી ગંધારી? એક તો એ તો આવીને ચોટ ચોટ કરે અને આપણો પીછો પણ ના છોડે. ........... "

દિવ્યા વિચારે જતી હતી અને ઘરમાંથી પાણી કાઢતી જાતી હતી. સાવરણ ફેરવવામાં, પોતુ ફેરવવામાં, વસ્તુઓ સાફ કરવામાં ....આ બધામાં એણે બહુ બધો વિચાર પણ કરી લીધો અને કામ પણ કરી લીધું. અચાનક તેને યાદ આવ્યું કે કાલે થોડું હોમવર્ક આપવામાં આવ્યું હતું. . .

" મમ્મી મારે થોડું ઘણું હોમવર્ક પણ કરવાનું છે. તું કહેતી હોય તો હું કરી લઉં"

રંભા બહેનને પણ એવું થયું કે હવે સજા બહુ કરી લીધી. હવે છોકરી ને થોડી ફ્રી કરી દઉં. ઉપરથી એનું લેશન પણ બાકી છે

" આ હેતલ તુ લેસન પતાવી લે. "

હેતલ ઓસરીમાં ખાટલા ઉપર પોતાનું સ્કૂલબેગ લઈને આવે છે. એક ખાટલા ઉપર બેસે છે અને સ્કુલ બેગ ના ચોપડાઓ કાઢવાનો ચાલુ કરે છે. ત્યાં જ દરવાજો કોઈ આવીને ખખડાવે છે. .......


" રંભા આંટી, હું દિવ્યા. ... હું તૈયાર થઈને આવી છું. સ્કૂલે જવા માટે. .... "

ડેલી પરથી આવતો અવાજ સાંભળીને હેતલ નું મો પડી જાય છે. એ કંઈ બોલતી નથી પણ મનમાં તો બોલે છે. ...

" હે ભગવાન! !! હજી તો એકાદ કલાક થયો હું એના ઘરેથી આવી. એટલામાં તો આ તૈયાર થઈને આવી ગઈ.? હજી સ્કૂલને પણ કેટલી વાર છે. હવે મને શાંતિથી લેસન પણ નહીં કરવા દે. મેં શું બગાડ્યું તમારું ભગવાન? "---- હેતલ વિલુ મોઢું કરીને આકાશ સામે જોઈને ભગવાન સામે ફરિયાદ કરવા લાગે છે. ... 🤣