મમતા - ભાગ 15 - 16 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 15 - 16

🕉️
" મમતા"
ભાગ :૧૫
💓💓💓💓💓💓💓💓

( કિસ્મત પણ કેવા ખેલ ખેલે છે. મંથન અને મોક્ષાની અધુરી પ્રેમ કહાની હતી.અને હવે આટલા વર્ષે બંને મળ્યા તો બંનેનાં દિલમાં ફરી પાછા પ્રેમનાં અંકુરો ફુટશે? એ જાણવા વાંચો "મમતા" ભાગ :૧૫)

મંથન અને મોક્ષા રોજ મળતા પણ ઓફિસમાં બંને અજાણ્યા હોય તેમ જ રહેતા. મોક્ષાએ મંથનને ઓફિસનો એક મોટો પ્રોજેકૅટ આપ્યો જેના માટે મંથનને વીસ દિવસ માટે બેંગ્લોર જવાનું થયુ. મંથનને ચિંતા થવા લાગી કે મા અને પરીને એકલા મુકી આટલા દિવસો ઘરથી દૂર મંથન કયારેય ગયો ન હતો.

સાંજે મંથન ઓફિસથી છુટી "લવ બર્ડ" કોફીશોપમાં પહોંચ્યો. થોડીવાર થઈ એટલે મોક્ષા પણ આવી. બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો. હવે એકબીજાને સાથે સમય વિતાવવો ગમતો હતો. મંથને મોક્ષાને કહ્યું કે, "મોક્ષા, હું આટલો સમય ઘરથી કયારેય દૂર રહ્યો નથી. મા અને પરીને એકલા મુકીને જવું તો પડશે. માની તબિયત પણ હમણાં સારી રહેતી નથી. તો તને સમય મળે તો તું ઘરે મા ને અને પરીને મળવા જજે" સાંજ થતાં બંને પોત પોતાનાં ઘરે જવા નીકળ્યા.

મંથન ઘરે જઈને શારદાબા પાસે ગાર્ડનમાં બેઠો પરી પણ ત્યાં જ રમતી હતી. મંથન પોતે વીસ દિવસ બેંગ્લોર જવાનો છે એ વાત કહે છે. શારદાબાએ આજે મંથનને ભાવતી પુરણ પોળી અને ઉંધિયુ બનાવ્યુ હતું. જમીને મંથન તેના રૂમમાં ગયો અને શારદાબા પરીને સુવાડતા હતાં.

સવારનાં મંથને પોતાની બેગ પૅક કરી. બપોરની ફલાઈટમાં તે બેંગ્લોર જવાનો હતો. મા અને પરીથી આટલા દિવસો દૂર રહેવાનું હતું. અને હવે તો મોક્ષાને પણ રોજ મળતો હતો તો તેનાથી પણ દૂર જવાનું હતું. મંથનનાં દિલમાં મોક્ષા માટે લાગણીઓ ઉછળવા લાગી.......

બપોર થતાં જ મંથન ઓફિસની કારમાં એરપોર્ટ જવા રવાના થયો. હજુ તો બેંગ્લોર પહોંચીને હોટેલ પર આવ્યો ત્યાં જ તેના મોબાઈલ પર મોક્ષાનો કૉલ આવ્યો. મંથને કૉલ રિસીવ કર્યો સામેથી મોક્ષા બોલી,"બરાબર પહોંચી ગયો ને! " અહીથી મંથને ફકત "હા" કહી કૉલ કટ કર્યો. મંથન અને મોક્ષાનાં દિલની સંવેદનાઓ કયારે પ્રેમનું સ્વરૂપ લેશે એ તો ખબર નહી પણ બંને એકબીજાની કાળજી રાખવા લાગ્યા હતાં.

હોટેલ પર પહોંચી થાકેલા મંથનને કયારે નિંદર આવી ગઈ ખબર જ ન પડી. પોતાનાં પ્રેમને અમુક હદ સુધી સિમિત રાખનાર મંથનને સપનામાં પણ મોક્ષા આવી અને મોક્ષાનાં સપના જોતા જોતા કયારે સોનેરી સવાર થઈ ગઈ અને સૂરજનું આગમન થઈ ગયુ,ખ્યાલ ન આવ્યો. આંખો ચોળતા મંથને બારીનો પડદો હટાવતા સૂરજનાં કિરણોને આવકાર્ય. (ક્રમશઃ)

( મંથન ઓફિસનાં કામે બેંગ્લોર જાય છે અને શારદાબા અને પરીની જવાબદારી મોક્ષાને સોંપીને જાય છે. રોજ ઓફિસમાં મંથનને જોવા ટેવાયેલી મોક્ષાને મંથન વગર ગમશે?

( મંથન ઓફિસનાં કામ માટે બેંગ્લોર જાય છે. શારદાબા અને પરીની જવાબદારી તેં મોક્ષાને સોંપે છે. શું મોક્ષા આ જવાબદારી નિભાવી શકશે? તે જાણવા વાંચો "મમતા")

સવાર થતાં જ બગીચામાં પક્ષીઓનો કલરવ થતો હતો. શારદાબા આજે મોડા ઉઠયા. જલ્દી જલ્દી તેણે પરીને તૈયાર કરી ડ્રાઇવર પરીને મુકવા ગયો. અને શારદાબાને તબિયત બરાબર ન લાગતા તે મંથનને ફોન કરે છે પણ મંથનનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. શારદાબા પરસેવે રેબઝેબ થઈ ગયા. થોડીવાર થઈને ગેટનાં દરવાજા ખખડવાનો અવાજ આવ્યો. જોયું તો, મોક્ષા આવી હતી. તે ઘરમાં આવી અને શારદાબાને "જય શ્રી કૃષ્ણ" કર્યા. શારદાબાને આમ ઢીલા જોતા મોક્ષા પુછે છે " શું થયું? તબિયત બરાબર છે ને? તમારી" અને શારદાબા કહે,"થોડુ બી. પી. વધી ગયુ છે. ગોળી લીધી છે." પણ મોક્ષા શારદાબાને હોસ્પિટલ લઈ જાય છે. શારદાબાને ડૉકટરે તપાસી દવા આપી. આજે મોક્ષા ઓફિસ પણ જતી નથી. અને તે પરીને તેડવા જાય છે. પરી થોડી હિચખિચાતી મોક્ષા સાથે ઘરે આવે છે. મોક્ષા આજે પુરો દિવસ ઓફિસમાંથી રજા લઈ શારદાબાની સેવા કરે છે. તેને ખીચડી બનાવીને ખવડાવે છે.

આખો દિવસ કામમાં વ્યસ્ત મંથને સાંજે ઘરે ફોન કર્યો તો સામે મોક્ષાએ ફોન ઉપાડયો. થોડીવાર મંથન કશું બોલ્યો નહી. પછી મોક્ષા બોલી "આંટીની તબિયત સારી ન હતી તો હું અહીં છું " આ સાંભળીને મંથન ચિંતા કરવા લાગ્યો. પણ મોક્ષા બોલી " મંથન તું જરા પણ ચિંતા ન કર, હું છું. તું તારા પ્રોજેક્ટ પર ધ્યાન આપ. આંટી બરાબર છે." આ સાંભળી મંથનનો અડધો ભાર ઉતરી ગયો. હવે પરી પણ મોક્ષા સાથે રમવા લાગી. મોક્ષા આજે " કૃષ્ણ વિલા" માં જ રાત રોકાઈ હતી.

બીજા દિવસે શારદાબા જાગ્યા તો તેને બરાબર લાગતું હતું. તે ઉઠીને બહાર આવ્યા તો મોક્ષા મંદિરમાં દિવા પુરતી હતી. એ જોઈને શારદાબા મનોમન ઘણા હરખાયા અને ઈશ્વરને બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા કે " હે! પ્રભુ મંથન અને મોક્ષાની જોડી બનાવી દો" (ક્રમશ : )

( શારદાબા મોક્ષાને આશિર્વાદ આપે છે કે " ખુશ રહો " અને મોક્ષા પણ હવે આ ઘરની વહુ બનવાનાં સપનાં જુવે છે. તો શું મંથન અને મોક્ષાની જોડી બનશે? કે પછી કોઈ વિઘ્ન આવશે? તે જાણવા વાંચો "મમતા"..


વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર