મમતા - ભાગ 21 - 22 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 21 - 22

🕉️
" મમતા"
ભાગ :21
💓💓💓💓💓💓💓💓

( આખરે મંથન અને મોક્ષાનાં પ્રેમની જીત થઈ. ઘણા દિવસોથી મોક્ષાને ન જોતાં કે વાત ન થતાં મંથન તેના ઘરે જાય છે. અને વરસોનો છુપાયેલ પ્રેમ આજે બહાર આવ્યો. મંથન સ્થળનું ભાન ભૂલીને મોક્ષાને આલિંગન આપે છે. હવે......)

મંથનને પોતાની ભૂલનું ભાન થતાં તે શરમીંદો થઈ ગયો. પણ મોક્ષા તો જરાપણ શરમાઇ નહી તે મંથનને કહે "આખરે જનાબે પ્રેમનો એકરાર કર્યો ખરો!" હું આજ ઘડીની રાહ જોતી હતી. મંથન કંઈ બોલતો નથી. તે કહે તું સામાન લઇને ઘરે ચાલ, મા તારું ધ્યાન રાખશે. પણ મોક્ષા કહે "મને હવે સારૂ છે.મેં દવા લીધી છે." અને તે મુંબઈ શા માટે ગઇ હતી તે બધી વાત તેણે મંથનને કરી. રાત થવા આવી હતી. મંથન હવે ઘરે જવા રવાના થયો.

રાત થવા છતાં હજુ સુધી મંથન ઘર ન આવતા અહીં શારદાબા ચિંતા કરતાં હતાં. તો પરી રિસાઈને બેસી હતી. કારનો અવાજ આવતા જ શારદાબા અને પરી બહાર આવે છે. મંથન કહે મિટિંગ હતી તો મોડું થયું. અને પરી દોડતી આવી મંથનને ભેટી પડે છે. મંથન તેને સમજાવી બેડરૂમમાં જાય છે.

મંથન ફ્રેશ થઈ જમવા માટે આવે છે. પણ કશું જમતો નથી. મંથનને આમ સૂનમૂન જોઈ શારદાબા પુછે છે "શું વાત છે મંથન? મોક્ષા પાસે ગયો હતો?" આ સાંભળીને મંથન "હા" કહે છે. શારદાબા કહે " બેટા, હું મા છું તારો ચહેરો જોઈ હું સમજી જાઉં છું કે તું ખુશ છે કે ઉદાસ?" મંથન કંઈપણ કહ્યા વગર સુવા માટે જાય છે.

બહાર ગુલાબી ઠંડી હતી. પણ મંથન ઉદાસ હતો. તેને બસ તેની અને મોક્ષાની મુલાકાત યાદ આવતા પોતે ભરેલા ઉતાવળા પગલા વિષે વિચારે છે. અને તે મોક્ષાને કૉલ કરે છે. "દવા લીધી કે નહી એટલું પુછી કૉલ કટ કરી સુઈ જાય છે."

આ બાજુ મોક્ષા મંથનનો કૉલ આવતા ખુશ થાય છે. આખરે મારી ધીરજનો અંત આવ્યો. મોક્ષા રાહ જોતી હતી કે પ્રેમની પહેલ મંથન કરે. મંથને પ્રેમની કબુલાત કરી. આ બધું વિચારી મોક્ષા એકલી એકલી હસીને સુઈ જાય છે.

શિયાળાની ઝાકળભરી સવાર થઈ. શારદાબા કાનાની આરતી કરી પરીને ઉઠાડવા ગયા. તો મંથન પણ ત્યાં જ હતો બંને મસ્તી કરતાં હતા. આ જોઈ તે વિચારવા લાગ્યા હવે જલ્દી મોક્ષા પણ આ ઘરમાં આવી જાય. ત્યાં જ પરી દોડતી આવી અને શારદાબા બંનેને પ્રસાદ આપે છે. મંથન તૈયાર થઈ પરીને મુકી ઓફિસ ગયો.

ઓફિસ પહોંચીને પહેલા મંથને મોક્ષાને કૉલ કરી તબિયત પુછી આજ નવી સવાર મંથન અને મોક્ષા માટે પણ ખુશમિજાજ સવાર હતી.

નેવીબ્લૂ સૂટ, સ્ટાઈલશ વૉચ અને મોક્ષાનાં ફેવરેટ સ્પ્રેથી મઘમઘતો મંથન ઓફિસે જાય છે. કેબિનમાં જાય છે અને મંથનને જોઈને કાવ્યાની દિલની ધડકનો રોકાઈ જાય છે. " wow, you are handsam sir" આજ તો આપ ખુબ સુંદર લાગો છો. આપનાં કાલનાં મુરજાયેલા ચહેરા પર ચમક આવી ગઈ હો!! મંથન પણ આજ મુડમાં હતો તો તેણે પણ કાવ્યાને " શુભ સવાર" કહી મંથનની બોલીમાં તાજગી હતી. કાવ્યાને દિલથી મંથન ગમવા લાગ્યો હતો. મંથન કરતાં કાવ્યા દશ વર્ષ નાની હતી. તો પણ મંથનમાં એવુ કંઈક હતું કે પહેલી વાર જોતા જ કાવ્યાને મંથન ગમવા લાગ્યો હતો. કાવ્યાએ મંથનની ટાઈ સરખી કરી અને તેની પસંદનાં વખાણ કર્યા.

આજે મોક્ષા ઓફિસમાં ન હતી તો પણ મંથન ખુશ લાગતો હતો. મોક્ષાને દિલની વાત કરવાથી મંથન ખુશ હતો. કાવ્યા સાથે પણ લળી લળીને વાતો કરતો હતો. મંથનનું આવું નવું રૂપ જોઈને કાવ્યા ખુશ હતી. મંથનની પર્સનાલિટીએ કાવ્યાનું દિલ જીતી લીધું હતું. કાવ્યાએ આજ પુરા દિવસનો પ્રોગ્રામ મંથનને જણાવ્યો. અને બંને કામમાં વ્યસ્ત થઈ ગયા......

આજે આખો દિવસ મિટિંગ, પ્રોજેક્ટ વગેરે.... કામમાં વ્યસ્ત મંથનને સાંજ કયારે પડી ખબર જ ન પડી. અને કાવ્યા બે કૉફીનાં મગ લઈ કેબિનમાં આવી. મંથન થાકેલો હતો બંનેએ વાતો કરતાં કરતાં કૉફી પીધી. કાવ્યાને પણ મંથનનો સાથ મળતા ખુશ હતી. મંથન ઓફિસેથી સીધો મોક્ષાનાં ઘરે ગયો. સાથે થોડા ફળ અને તાજા ગુલાબનાં ફૂલનો બુકે તેણે મોક્ષા માટે લીધો. શાંતાબેને દરવાજો ખોલ્યો, મોક્ષા હૉલમાં જ સોફા પર બેઠી હતી. મંથને તેની તબિયતનાં હાલચાલ પુછયા. અને ફળ અને બુકે આપ્યા. મોક્ષાને આજે કોલેજનાં દિવસો યાદ આવી ગયા. મંથન ઘણીવાર તેના માટે તેની ફેવરેટ ડેરીમિલ્ક અને લાલ ગુલાબ લાવતો હતો. મોક્ષાએ શાંતાબેનને કૉફી માટે કહ્યું. તો મંથન બોલ્યો "મેં હમણા જ કાવ્યા સાથે કોફી પીધી." આ સાંભળીને મોક્ષા બોલી " આ કાવ્યા કોણ છે? " તો મંથને બધી વાત કરી. કોણ જાણે કેમ પણ મોક્ષાને અંદરથી કાવ્યા માટે ઇર્ષા થવા લાગી.

મંથન અને મોક્ષા કયાંય સુધી સાથે બેસી સાથે વાતો કરી અને પછી મંથન ઘરે ગયો. આજે પણ મંથન ઘરે મોડો આવતા શારદાબા મંથનને પુછે છે તો મંથન મોક્ષાની તબિયત વિષે તેને જણાવે છે. અને તેના ઘરે ગયો હતો તે કહે છે. આ સાંભળી શારદાબા ખુશ થયા કે મંથન હવે મોક્ષાની કાળજી રાખે છે. હવે મારે જ મોક્ષા સાથે વાત કરવી પડશે.... ( ક્રમશ :)


( મંથન અને મોક્ષાની નજદીકિ વધતી જાય છે. તો શું બંને એક થઈ જશે? કે પછી બીજા કોઈ વિઘ્ન આવશે? તે જાણવા વાંચો "મમતા" )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર