મમતા - ભાગ 17 - 18 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 17 - 18

🕉️
" મમતા"
ભાગ :૧૭
💓💓💓💓💓💓💓💓

( જીવનમાં આપણી ઇચ્છા પ્રમાણે કશું નથી થતું. તો શું મોક્ષા "કૃષ્ણ વિલા" માં વહુ બની આવશે? એ જાણવા વાંચો મમતા ભાગ : 17 )

સમયને કોણ પકડી શક્યું છે.........? મંથન બેંગ્લોરથી પાછો આવ્યો. અહી મંથનની ગેરહાજરીમાં મોક્ષાએ શારદાબાનું ખુબ ધ્યાન રાખ્યું. અને પરીને તો દોસ્ત બનાવી લીધી. પરી મોક્ષા સાથે ખુબ હળીમળી ગઈ હતી.

મંથન પાછો આવ્યો અને રૂટિન પ્રમાણે સવારે ઓફિસ ગયો. આજે મોક્ષાને મળીને આભાર માનવાનો હતો. કેટલાય વિચારો કરતો તે ઓફિસ ગયો પણ ઓફિસમાંં મોક્ષા તો મિટિંગમાં હતી. તો મંથન મોક્ષાને મળી શકયો નહી. મિટિંગ પુરી થતાં જ મોક્ષા ખુશ થતાં મંથનની કેબીનમાં આવી અને મંથનને અભિનંદન આપ્યા કે મુંબઈવાળી કંપનીનો પ્રોજેક્ટ પણ આપણને મળી ગયો છે. અને તેનું પૂરું હેન્ડલિંગ તારે કરવાનું છે. મોક્ષાએ ખુશીના કારણે કયારે મંથનનાં હાથ પકડી લીધા ખબર જ ના પડી. પછી શરમાયને મંથનનાં હાથ છોડી દીધા. મંથને પણ મોક્ષાનો આભાર માન્યો કે તે બા અને પરીનું ખુબ ધ્યાન રાખ્યુ. તો મોક્ષા બોલી " એમા આભાર ન હોય! એ મારી ફરજ હતી" અને શરમાય જાય છે.

આજે આટલા દિવસો એકબીજાથી દૂર રહેલા મંથન અને મોક્ષા તેના ફેવરેટ કોફીશોપમાં જાય છે. બંને ઘણી વાતો કરે છે. મોક્ષાને પોતાની દિલની વાત કહેવી છે પણ તે બોલી શકતી નથી. દિલમાં પ્રેમની સરવાણી ફુટતી હોવા છતાં મૌન બની બંને પ્રેમી હૈયાઓ એકબીજા માટે તરસે છે.

મંથન ઘરે જઈને શારદાબાને પગે લાગ્યો અને નવા પ્રોજેક્ટ વિષે જણાવે છે. શારદાબા મીઠાઈ ખવરાવી મંથનનું મોં મીઠું કરે છે. પરી પણ દોડીને મંથનને ભેટે છે. આજકાલ પરી પણ મોક્ષા આંટીની વાતો કરે છે. આ સાંભળી મંથન પણ વિચારે છે કે હવે સમય આવી ગયો છે મોક્ષા સાથે વાત કરવાનો.

બીજા દિવસે મંથન વહેલો ઓફિસ પહોંચી જાય છે. મોક્ષાનાં વિચારોમાં મશગુલ મંથન એક છોકરી સાથે અથડાઈ છે. જેણે બ્લૂ જિન્સ ,પીંક ટોપ અને ઓફ શોલ્ડર વાળમાં ખુબ બોલ્ડ લાગતી હતી. મંથન સૉરી કહી પોતાની કેબીનમાં જાય છે. ત્યા જ કોયલ જેવો મીઠો અવાજ આવે છે "May I come in" અરે! આતો એજ યુવતી છે જેની સાથે હમણા જ મંથન અથડાયો હતો? અરે! આપ! (ક્રમશ : )

( મંથન જેની સાથે અથડાણો અને તેજ યુવતી તેની કેબીનમાં આવી. આ સુંદર યુવતી કોણ છે? એ જાણવા આપે આગલા ભાગની રાહ જોવી પડશે.



મંથન અને મોક્ષા એકબીજાથી દૂર રહ્યા પછી બંનેનો પ્રેમ પાકટ બન્યો હતો. મંથન વિચારતો હતો કે હવે સહી સમય જોઈને હું મોક્ષા સાથે વાત કરીશ.

ઓફિસમાં આવતા જ મંથન એક અજાણી છોકરી સાથે અથડાઈ છે અને ફોન પર વાત કરતો હોવાથી ફકત "સૉરી" બોલી નીકળી જાય છે. મંથન પોતાની કેબિનમાં જાય છે તો તે છોકરી કેબિનમાં જ હોય છે. મંથન એકાએક બોલે છે " અરે! આપ? અને એ યુવતી પોતાનો પરિચય આપે છે. "Hello" હું કાવ્યા, આપનાં નવા પ્રોજેક્ટનાં કામ માટે મને આપની સેક્રેટરી તરીકે અહીં મોકલી છે " હેન્ડસમ મંથનનો ચહેરો તો કાવ્યાનાં દિલમાં વસી ગયો. પહેલા તો મંથન કાવ્યાની માફી માંગે છે કે ઉતાવળમાં આપની સાથે ટકરાયો અને માફી ન માંગી. ત્યાં જ કાવ્યા બોલી " ઈશ્વરે આપણી મુલાકાત પહેલેથી જ પ્લાન કરી હસે." અને હસવા લાગી. કાવ્યાનું ખિલખિલાટ હાસ્ય મંથનને પણ ગમી ગયું.

મંથન કયારનો ઓફિસ આવ્યો પણ મોક્ષા કયાંય દેખાઈ નહીં. મોક્ષાને એક નજર જોવી એ મંથનની આદત બની ગઈ હતી. મોક્ષા તેની કેબીનમાં પણ ન હતી. તેણે મોક્ષાને કૉલ કર્યો પણ તે સ્વિચ ઓફ આવતો હતો. ત્યાં જ કાવ્યા આવી મંથનને આમ ઉદાસ જોઈ બોલી " હેલો સર, ઠંડીનાં ખુશમિજાજ મોસમમાં આપનો ચહેરો કેમ ઉદાસ છે?" મંથને કાંઈ જવાબ ન આપ્યો. કાવ્યા બોલકી, નટખટ હતી. વાતાવરણને હાસ્યમય બનાવી દીધુ.

મંથનનું મન આજ ઓફિસમાં લાગતું ન હતું. મોક્ષાને પણ જોઈ નહી અને તેની સાથે વાત પણ ન થઈ. બપોરનાં લંચ પછી પ્રોજેક્ટનાં કામ માટે હોટલમાં મિટિંગ હતી. કાવ્યા જરૂરી ફાઈલો સાથે હાજર થઈ. અને બંને સાથે હોટલમાં ગયા. કારમાં પણ કાવ્યાનું બોલવાનું ચાલુ જ હતું. પણ મંથન મોક્ષાનાં વિચારોમાં હતો. હોટેલ આવતાં મંથન કમને મિટિંગ માટે રેડી થયો.

સવારે કાવ્યા સાથે મુલાકાત બપોરે મિટિંગ એમ આખો દિવસ જતો રહ્યો પણ મંથનની મોક્ષા સાથે વાત ન થઈ. સાંજ થતાં જ મંથન ઘરે ગયો. ફરી મોક્ષાને કોલ કર્યો પણ રીંગ જતી હતી પણ મોક્ષા ફોન ઉપાડતી ન હતી. અને મંથનની બેચેની વધતી જતી હતી. કયાં ગઈ હશે મોક્ષા? આમ, અચાનક મને કહ્યા વગર! મારો કોલ પણ લેતી નથી! શું થયું હસે? જેવા વિચારો કરતો મંથન ઘરે પહોચ્યો. ( ક્રમશ :)

( મોક્ષા ન દેખાતા મંથન આજ વિહ્વળ બન્યો. અને નવી આવેલી આ છોકરીથી મંથન હેરાન થઈ ગયો. મોક્ષા આમ અચાનક કયાં ગઈ? એ પણ મંથનને કહ્યા વગર? તે જાણવા વાંચો "મમતા")

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર