મમતા - ભાગ 11 - 12 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 11 - 12

🕉️
"મમતા"
ભાગ :૧૧
❤️❤️❤️❤️❤️❤️❤️❤️


(ઘણા વરસો પછી મંથન અને મોક્ષા મળે છે. બંને પોતાનાં જીવનની વાતો કરીને મન હળવું કરે છે. હવે મોક્ષા શું મંથનનાં જીવનમાં પાછું પોતાનું સ્થાન બનાવશે? તે જાણવા વાંચો "મમતા"ભાગ :૧૧)


"લવ બર્ડ " કોફીશોપમાં મંથન અને મોક્ષા મળ્યા. મોક્ષાએ પોતાનાં જીવનમાં બનેલી બધી જ વાતો કરી પણ મંથન હજુ ચુપ હતો. હવે મંથન પણ દિલની વાતો મોક્ષા આગળ કહે છે. "મેં પણ મા નાં આગ્રહને વશ થઈને મૈત્રી સાથે લગ્ન કર્યા. લગ્નજીવનનાં ફળ સ્વરૂપે મને ઢીંગલી જેવી પરી આપીને મૈત્રી સદાને માટે મારો સાથ છોડીને ચાલી ગઈ. હવે પરી જ મારું જીવન છે" બંને પોત પોતાનાં દિલની વેદના ઠાલવીને હળવાફૂલ થઈ ગયા. અને ઓફિસમાં એકબીજાને ઓળખતા નથી તેવું વર્તન કરવું એવું નક્કી કરીને છુટા પડયા.

આજ ઘણા સમયે મંથનનાં દિલનો ભાર ઉતરી ગયો. ઘરે જઈને મને ભૂખ નથી કહી મંથન પરીને વહાલ કરીને સુઈ ગયો. પણ નિંદર તો કયારની મંથનથી દૂર હતી. મંથન તેના મોક્ષા સાથે વિતાવેલા દિવસો યાદ કરે છે. અને વિચારે છે કે "કિસ્મત પણ કેવું અવળચંડુ છે" જો છુટા પાડયા તો આટલા વર્ષે હવે શા માટે મોક્ષાને મારી સામે લાવી? શા માટે?

બીજી બાજુ મોક્ષાની હાલત પણ કંઈક આવી જ હતી. તે પણ મંથનનાં વિચારોમાં ખોવાયેલી હતી. મંથન સાથે માણેલી મીઠી યાદોનાં સંભારણાને યાદ કરી ખુશ થતી હતી. અને હવે આવડા મોટા બંગલામાં એકલવાયુ જીવન જીવતી હતી. ન કોઈ સાથી, ન કોઈ સંગત!!!!

સૂરજદાદા છડી પોકારીને પહોંચી ગયા. રોજની જેમ મંથન તૈયાર થઈ પ્રસાદ લઈને અને પરીને નર્સરીમાં મુકી ઓફિસે જવા નીકળ્યા. શારદાબા પણ વિચારતા હતા કે આજ મંથન જરા અલગ લાગતો હતો અને ખુશ દેખાતો હતો.

ઓફિસે પહોચતા જ મંથનને
પટાવાળા કહે "મેડમ, આપને બોલાવે છે" મંથન મોક્ષાની કેબીનમાં જાય છે. અને "Good morning" કહે છે. વરસોનાં ઉતરેલા ભાર સાથે બંને આજે ખુશ લાગતા હતા. મંથને ફાઈલો લઈ પ્રોજેકટ વિષે મોક્ષા સાથે વાતો કરી. અને પોતાની કેબીનમાં ગયો.

સાંજે મંથન પણ ઓફિસ બહાર આવ્યો અને મોક્ષા પણ નીકળી. મોક્ષા મંથન પાસે આવીને કહે " મંથન જો તને કોઈ ઉતાવળ ન હોય તો આપણી સ્પેશ્યલ જગ્યાએ જઈએ?" મંથને કયારેય મોક્ષાને ના નહોતી કરી. તે કોઈપણ આનાકાની વિના હા કહી બંને અંબામાનાં મંદિરે ગયા. વરસો પહેલા મંથન અને મોક્ષા ઘણીવાર સાથે બંને આ મંદિરે આવતા. આજે જયારે આટલા વરસે મળ્યા તો મોક્ષાને મા ના મંદિરે દર્શન કરવાની ઇચ્છા થઈ. મોક્ષાની ઇચ્છા વાજબી હતી. વધુ કંઈ વાતચીત ન કરતાં બંને દર્શન કરી પોતપોતાનાં ઘરે જવા રવાના થયાં.

(અંધકારમય જીવનમાં સૂના પડેલા મંથનનાં મનમાં આમ અચાનક આશાની કિરણ બનીને આવેલી મોક્ષા શું પરીને સ્વીકારશે? શું તેં પરીની મા બની મમતા આપી શકશે? તે જાણવા આપે "મમતા" ભાગ :૧૨ વાંચવો પડશે.)

વેરાન બનેલા મંથનનાં જીવનમાં મોક્ષાનું આગમન થયું. અને મંથન ખુશ રહેવા લાગ્યો. રોજ ઓફિસમાં મંથન અને મોક્ષા મળતા પણ ઔપચારિક મુલાકાતો થતી. કયારેય પ્રેમની વાતો ન થતી.

આજે રવિવાર હતો મંથન દર રવિવારે પરીને ફરવા લઇ જતો. આજે મંથન શારદાબા અને પરીને લઈ મૉલમાં ગયો. પરીને ઢીંગલી અપાવી બીજા ઘણા રમકડા લઈ દીધા હવે મંથન અને શારદાબા પરી માટે ફ્રોક જોતા હતા. અને અચાનક પરી રમતી રમતી દુર જતી રહી. એકલી પડેલી પરીને બા અને પપ્પા ન દેખાતા તે રડવા લાગી અને ત્યાં નજીક જ આ જ મૉલમાં મોક્ષા પણ શોપીંગ માટે આવી હતી. તેં પરી પાસે જાય છે અને વહાલથી ચુંબન કરે છે. અને તેને નામ પુછે છે. ત્યાં જ મંથન અને બા પરીને શોધતાં શોધતાં ત્યાં આવે છે. બા મોક્ષાને જોઈ અચરજ પામી ગયા. મોક્ષા શારદાબાને પગે લાગે છે. મોક્ષા જાણતી ન હતી કે પરી મંથનની છોકરી છે. તે પરી વિષે પુછે છે. શારદાબા કહે પરી મંથનની લાડકી છે. આ સાંભળી મોક્ષા મંથનની સામે જુવે છે. પોતાના વિષે મોક્ષાએ બધું જણાવી દીધું પણ મંથને કશું કહ્યું નહી. એ વિચારતા મોક્ષા અને મંથન છુટા પડયા.

પહેલી જાન્યુઆરી એટલે પરીનો જન્મદિવસ. આમ તો મંથન માટે આ દિવસ ખુશી અને દુઃખનો બંને હતા. કારણ કે આજ દિવસે મૈત્રી મંથનને છોડી ચાલી ગઈ હતી. પણ પરીને ખુશ રાખવા મંથન તેનો જન્મદિવસ ખુબ ધામધુમથી ઉજવતો હતો. માટે આજે રાત્રે પરીનાં જન્મદિવસે ઘરે પાર્ટી રાખી હતી.

કાનાની આરતીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શારદાબા પરીનાં જન્મદિવસે કાનાને પ્રાર્થના કરતાં હતા કે પરીનાં જીવનમાં મા ની કમી પુરી કરો. ત્યાં જ મંથન પુજાઘરમાં આવે છે. શારદાબા મંથનને મોક્ષા વિષે પુછે છે. અને મંથન બધી જ હકીકત જણાવે છે. શારદાબા મંથનનો હાથ હાથમાં લઈને પ્રેમથી સમજાવે છે કે હજુ પણ મોડું નથી થયુ તું મોક્ષાને તારા જીવનમાં સ્થાન આપ. પણ આંખોમાં આંસુ સાથે મંથન જતો રહે છે.

પોતાના જન્મદિવસની ખુશીમાં પરી આજે મસ્ત પીંક ફ્રોકમાં તૈયાર હતી, ઘણી બધી ચોકલેટ લઈને આજે તે નર્સરીમાં જવા તૈયાર થઈ. સાથે શારદાબા અને મંથન પણ ગયા. કાલીઘેલી ભાષામાં બોલતી પરી બહુ ખુશ હતી બસ કમી હતી તો ખાલી મા નાં પ્રેમની!!!

મંથન ત્યાંથી ઓફિસે ગયો. રોજ ઓફિસમાં મોક્ષા સાથે સામનો થતાં દિલમાં છુપાયેલા પ્રેમનાં અંકુરો સળવળતા હતા. પણ મંથન કયારેય આ ભાવ તેના મોં પર લાવતો નહી. પરીનાં જન્મદિવસનું આમંત્રણ મોક્ષાને આપવું કે નહી? તે વિચાર કરતો હતો અને તેના ડોર પર ટકોરા પડયા. " કમ ઈન" મોક્ષા અંદર આવી અને મંથન ઉભો થયો "આપ શા માટે આવ્યા? મને બોલાવી લીધો હોત તો " . ત્યાં જ મોક્ષા બોલી " પહેલા તો મને આપ કહેવાનું બંધ કરો " અચાનક દિલમાં હતું તે મોઢા પર આવી ગયુને મંથને મોક્ષાને પરીનાં જન્મદિવસનું આમંત્રણ આપ્યુ. અને બંને પોતાના કામમાં ડુબી ગયા.

( શું મોક્ષા મંથનના ઘરે પાર્ટી માં જશે? વધતી જતી બંનેની મુલાકાતોથી તેમનો સંબંધ આગળ વધશે? તે જાણવા વાંચતા રહો "મમતા" )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

( સૂના પડેલા મંથનનાં જીવનમાં મોક્ષાનું આગમન થયું. અને મોક્ષા પણ તો એકલવાયું જીવન જીવતી હતી. તો શું બંને સહિયારું જીવન જીવવા રાજી થશે? તે જાણવા વાંચો " મમતા ")

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર