મમતા - ભાગ 5 - 6 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 3

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • એક પંજાબી છોકરી - 60

    વાણી તરફ નજર પડતાં વીરના મમ્મી બહુ ગુસ્સામાં આવી ગયા તે વાણી...

  • ખજાનો - 34

    " જ...જ...જો.. જોની... મારા પગ પાસે કંઈક છે." જોની અને લિઝાન...

  • ચતુરાઈ

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ફરે તે ફરફરે - 19

    ફરે તે ફરફરે - ૧૯   ફરીથી વિ. શાંતારામ યાદ આવી ગયા . એમ...

શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 5 - 6

🕉️

" મમતા "
ભાગ :5
❤️❤️❤️❤️❤️❤️❤️❤️

( મિત્રો કેમ છો? મજામા ને?
મંથન, શારદાબા અને પરીની ગાડી સીધા પાટા પર ચાલે છે. શારદાબાનો સમય પરીનાં લાલન પાલન પાછળ જાય છે. બસ એકલો છે માત્ર મંથન જે પોતાની એકલતાને સાથી બનાવીને જીવે છે. શું મંથનનાં જીવનમાં કોઈ આવશે? તે જાણવા વાંચવો પડશે ભાગ :5)

સૂરજનાં સોનેરી કિરણોનું આગમન અને શારદાબાની પૂજા બંને એક સમયે થતાં. કાનાની ભકિતમાં લીન થઈને શારદાબા અડધા દુઃખો ભૂલી જતાં. અને બાકીનો સમય પરી પાછળ જતો. બસ મંથન ગુમસુમ રહેતો. જાણે શરીરમાં પ્રેમની વીરડી જાણે સુકાઈ ગઈ હોય. પોતાનાં દિલમાં મૈત્રી સિવાય કોઈને તે જગ્યા આપવા માંગતો ન હતો.

મંથન પણ રેડી થઈ પૂજાઘરમાં જઇ બે હાથ જોડી પ્રસાદ લઈ પરીને લઈ ઓફિસે જવા નીકળ્યો.

ઓફિસ પહોંચતા જ એક નવા સમાચાર મળ્યા કે ઓફિસમાં એક નવા બૉસ આવે છે અને એ પણ લેડી, ખૂબસુરત બૉસ. બસ બધા ટોળા વળીને ટિખળો કરતાં હતાં કે આવી ખૂબસુરત બૉસ હશે તો કામ કોણ કરશે? વગેરે..... વગેરે..... ત્યાંજ તેના આગમનનાં સમાચાર આવ્યા. અને દરવાજો ખુલતાં જ જાણે ખૂબસુરતી ઓફિસ પર છવાઈ ગઈ. તાજમહેલનાં આરસ જેવો વર્ણ ,ઝિલ જેવી આંખો, કમળ જેવુ પ્રફુલ્લિત મુખડું, હાથમાં પર્સ અને ઓફિસ ડ્રેસમાં સજ્જ મૅડમની એન્ટ્રી થઈ. મૅડમને જોઈને તો મંથનની આંખો પહોળી થઈ ગઈ. અરે!
આ અંહી ક્યાંથી?


મૅડમ પોતાની કેબીનમાં ગયા. અને બધા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. બધા જ કર્મચારીઓ મૅડમનાં રૂપમાં તણાઈ ગયા અને મંથન તો અવાક્ જ બની ગયો. આ મોક્ષા અહી કયાંથી ? ભારત કેમ આવી હશે? જેવા કેટલાયે સવાલો મંથનનાં મનમાં થયા. (ક્રમશ :)

(મિત્રો, મજા પડે છે ને? કેવી લાગી કહાની? આપ ચોક્કસથી જણાવશો. અને મંથન મોક્ષાને જાણે છે? આ મોક્ષા પાછી કેમ આવી? આ બધું જાણવા આપે ભાગ :6 ની રાહ જોવી પડશે...

🕉️
"મમતા"
ભાગ:6
❤️❤️❤️❤️❤️❤️❤️❤️

( આપણે જોયુ કે શારદાબા, મંથન અને પરીનો નાનો પરિવાર ખુશહાલ હતો. પણ અચાનક મંથનની ઓફિસમાં તેના નવા બોસ મેડમ આવે છે. અને શું મંથન તેને જાણે છે? તે કોણ છે? તે જાણવા વાંચો "મમતા" ભાગ :6)

ઓફિસમાં આવેલા રૂપાળા, ખૂબસુરત મેડમને જોઈને તો બધાની બોલતી બંધ થઈ ગઈ. બસ, મંથન મેડમને જોઈ ગુમસુમ થઈ ગયો. મંથનનો મિત્ર મૌલીકે મંથનની ફિરકી લેતા કહ્યું " અરે! ભાઈ તું તો પહેલા બોલમાં જ ક્લિન બોલ્ડ થઈ ગયો" અને બધા ખડખડાટ હશે છે. મેડમ આજે કેબીનમાં જ રહ્યા હતા જેથી સ્ટાફ સાથે ઓળખાણ કરી ન શક્યા.

સાંજે મંથન ઘરે આવ્યો. તેને ઉદાસ જોઈ શારદાબા મંથનને પુછે છે "શું થયુ મંથન? કેમ, કંઈ વાત છે?" પણ મંથન કશુ કહેતો નથી. ત્યાં જ પરી બોલ લઈને આવે છે. અને મંથનને તેની સાથે રમવા જીદ્દ કરે છે. મંથન બગીચામાં થોડીવાર તેની સાથે રમે છે. પરીનું ખિલખિલાટ નિર્દોષ હાસ્ય જોઈને મંથન બધું જ ભુલી ગયો.

રાત થતાં જ જમીને પરીને સુવાડી મંથન તેના બેડરૂમમાં ગયો. અને મૈત્રીનાં ફોટા સામે ઉભો રહ્યો. આંખો બંધ કરી અને જૂની યાદોમાં ખોવાઈ ગયો.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️
(ઘણા સમય પહેલાની વાત યાદ કરે છે.)

મંથન જયારે કોલેજમાં હતો ત્યારે ભણવામાં અવ્વલ રહેતો. અભ્યાસ સિવાય તે બીજી પ્રવૃત્તિ કરતો નહી. કોલેજનાં ત્રીજા વર્ષમાં આવ્યો અને સારા ટકા લાવવા તે સખત મહેનત કરતો. એ સમયમાં જ કોલેજમાં પહેલા વર્ષમાં જ નવા છોકરાઓ અને છોકરીઓ આવ્યા હતાં. મંથન કલાસમાં બુક લઇને બેઠો હતો ને એક રૂપાળી, તરવરતી હરણી જેવી યુવતી તેની સામે આવીને બેસી ગઈ. શરમાળ મંથન તો આંખ પણ ઉંચી કરી શકતો ન હતો. પણ સામેથી જ,"હાય, કેમ છે? હું આ કોલેજમાં નવી છું. મારે તમારી આગલા વર્ષે બુકો જોઈએ છે. પ્લીઝ, આપશો."

કોણ છે આ છોકરી? (ક્રમશ:)

(મંથનનાં જીવનમાં આવેલી આ છોકરી કોણ છે? શું મંથન તેની સાથે દોસ્તી કરશે? યા દિલ દેશે? તો શા માટે મંથને મૈત્રી સાથે લગ્ન કર્યા? એવા તો ઘણા સવાલો છે જેનો જવાબ ફક્ત આપને "મમતા" ભાગ : 7 માં મળશે. તો વાંચતા રહો અને આપનાં પ્રતિભાવ આપતા રહો.)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર