આશાનું કિરણ - ભાગ 1 Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાનું કિરણ - ભાગ 1

"હેતલ ચાલને હું 11:00 વાગ્યા ની તૈયારી થઈ ગઈ છું."

"અરે ભાઈ તું રોજ રોજ આવીને ઉભી જાય છે.હજી તો 11:30 થયા છે.આપણી સ્કૂલ તો 12:30 ની છે.આટલું વહેલું જઈને શું કરીશું? "

"પણ તે કાલે કીધું હતું કે ટાઈમે તૈયાર થઈને આવી જવાનો એટલે હું આજે તૈયાર થઈને આવી ગઈ. "

"હા સારું, તુ હવે ઓટલે બેસ હું તૈયાર થઈ જાવ.હું દફતર પેક કરીશ પછી હું જમી લઉં પછી આપણે સવા બારે નીકળશું એટલે 12:30 સ્કૂલે પહોંચી જઈશું."

"સારુ હું અહીયા ઉભીશ"

આમ કહી અને દિવ્યા દરવાજા આગળ જ ઊભી રહી ગઈ. એણે મોઢામાં અંગૂઠો નાખ્યો અને ફોટા ઉપર પોતાની દફતર અને પાણીની બોટલ મૂકીને ત્યાં જ બેસી ગઈ. 🙂‍↕🙂‍↕

દિવ્યા આમ તો નવ વર્ષની ચોથા ધોરણમાં ભણે. પરંતુ એને વધારે ગતાગમ પડતી નહીં. આખી શેરીમાં એને એક જ બેનપણી અને એનું નામ હેતલ. એની ઉંમરનો શેરીમાં કોઈ હતું નહીં. પાછું ઘરેથી કડક સુચના હેતલ સાથે જાવાનો ,હેતલ સાથે આવવાનું, હેતલ રમે ત્યાં રમવાનું, બાકી ક્યાંય આડા અવળું જવાનું નહીં,ઘરે આવી જવાનું. સ્વભાવની બહુ સરળ હતી.

સવા બાર થયા હેતલ તૈયાર થઈને દફતર લઈને બારણા ની બહાર નીકળી તો એણે જોયું કે દિવ્યા હજુ ત્યાં આટલા તડકાની ઓટલે જ બેઠી છે પાણીની બોટલ પકડીને અને પરસેવે રેબજેબ થઈ ગઈ છે.😢🥶

" અલી યાર તને ખબર નથી પડતી આટલા તડકાની તું અહીંયા ઓટલે બેસી રહી અડધો કલાક થયા. તું ઘરે જતી રહી હોત તો પણ હું તને તેડી જાત સ્કૂલે."- હેતલ બહુ જ ગુસ્સે થઈને બોલી.

" મારી મમ્મીએ તારી સાથે જ સ્કૂલે જાવાનું કીધું છે. તે મને કીધું ને તું ઓટલે બેસ હું આવું." - દિવ્યા એ બહુ માસુમિયત થી જવાબ આપ્યો.🤥

"યાર મને સમજાતું જ નથી આ મંદબુદ્ધિ મારી પાછળ શું પડી રહેતી હશે? સવારમાં લેસન કરીએ તોય આવી જાય.હજી સ્કૂલ નો ટાઈમ ન થયો હોય તો તૈયાર થઈને મારા ઘરે આવી જાય.યાર !!મને કંઈ કામ શાંતિથી કરવા જ નથી દેતી.એના મામી તેવા છે એને મારી સાથે મોકલી દે તૈયાર કરી કરીને. ખબર નહિ એક તો આને કંઈ ખબર નથી પડતી. આપણે જમતા હોઈએ તો માથે ઉભી રહે, મોઢામાં અંગૂઠો નાખ્યા કરે, વાળ ખંજવાળ્યા કરે અને નાહીને આવી હોય તોય વાસ માર્યા કરે.😾😾 આખો દિવસ ચીપકીન રહે.ખબર નહી મારી મમ્મી એ શું કામે આને "આવો બેટા આવ ને બેટા"
કહી કહીને બોલાવ્યા કરે છે? "- આવો વિચારતી વિચારતી હે એટલે દિવ્યાનો હાથ પકડી અને ઓટલેથી બેઠી કરી અને રોડ ઉપર ચાલતી થઈ.
" હવે કાલથી 12:15 જ મારા ઘરે આવજે એની પહેલા આવતી નહીં. આપણા સ્કૂલ નો ટાઈમ 12:30 છે તને રોજ તો કહું છું શું કામે વહેલી આવીને બેસે છે ત્યાં? "

"હા મારા મમ્મી એ તારા ઘરે આવવાનું કહ્યું હતું"

આખા રસ્તે હેતલ દિવ્યાને ખરાબ ખરાબ બોલતી હતી અને સ્કૂલે પહોંચ્યા ત્યારે દિવ્યાને એના ક્લાસરૂમમાં જાતા જાવા કહ્યું અને પોતે પોતાના ક્લાસ રૂમમાં ગઈ. 5:30 વાગી ગયા સ્કૂલ પૂછવાનો ટાઈમ થઈ ગયો હેતલને તરત યાદ આવ્યું કે હમણાં દિવ્યા માથામાં ખંજવાળ થી ખંજવાળતી ઉભી હશે અને મારી વાટ જોતી હશે.આજે તો હું એને છોડીને જતી રહીશ રોજ મારી પાછળ પાછળ આવ્યા કરે છે.- હજી હેતલ આવું વિચારતી હતી અને ક્લાસરૂમની બહાર નીકળી ત્યાં તરત જ એણે દિવ્યા ને જોઈ. દિવ્યા એની રાહ જોઈને ઉભી હતી અંગૂઠો મોઢામાં નાખ્યો હતો, મોઢા પર ધૂળ ધૂળ હતી , સ્કૂલ નો ડ્રેસ પણ ધૂળ ધૂળ હતો અને જેવી તેણે હેતલને જોઈ એ બે હાથે તાળીઓ પાડવા માંડી અને નાના બાળકની જેમ ઠેકડા ઠેકડ થઈ અને હેતલ પાસે પહોંચી ગઈ. 🧏‍♀️

" ખબર નથી પડતી યાર, રિસેસમાં આટલું બધું રમ્યું હોય તો ડ્રેસ તો ખંખેરી નખાય કે નહીં. અને તને ઘરે જાતે જતા નથી આવડતું? રોજ મારી વાટ જોવે. આટલી ગંધારી ને આટલી વાસ મારતી હોય કોણ તને લઈ જાય? "
દિવ્યા રડવા જેવી થઈ ગઈ-- "તું મારી પાકી બેનપણી નથી? મારા મમ્મી એ તો કહ્યું છે હેતલ એક જ તારી પાકી બેનપણી છે.એની હારે જ સ્કૂલે જવાનું, એની હારે સ્કૂલે આવવાનું અને લેસન પણ એની હારે જ કરવાનું."

"નથી હું તારી પાકી બેનપણી અને ચોખા માણસની જેમ નહીં રહે ને તો હું તને બોલાવીશ નહીં."- હેતલ ચીડા થી ચીડા થી ફરીથી દિવ્યાનો હાથ પકડ્યો અને આખા રસ્તે હાથ પકડી રાખી અને ઘરે પહોંચી અને પહેલા તો એણે એક કામ કર્યું દિવ્યા ને પહેલા એના ઘરે પહોંચાડી દીધી અને પછી પોતે ઘરે ગઈ એટલે દિવ્યા પાછી ચિપકો ની જેમ સાંજે એની હારે રમવા આવી જાય નહીં.

હેતલ ઘરે આવી. હાથ પગ ધોયા. કપડાં બદલ્યા અને નાસ્તો કરવા બેઠી. એના મમ્મી એ ટીવી ચાલુ કરી દીધું એટલે એમાં કાર્ટૂન જોતી હતી. હજુ નાસ્તો પત્યો જ ન હતો ત્યાં તો દિવ્યા આવી

"રંભા માસી હું તો તૈયાર થઈને આવી ગઈ. મેં નાસ્તો એ કરી લીધો હું ને હેતલ બાર શેરીમાં રમીએ? "

"હા દીકરા, તું થોડી વાર બેસ ઘરમાં આવ હેતલ નાસ્તો કરી લે એટલે તમે બે બાર રમજો."

હેતલ પાછી ચિડાઈ ગઈ.
"મમ્મી...તને શું પ્રેમ છે આ ગાડી પ્રત્યે? એક તો આખો દિવસ એ મને ચીડ કરાય એવા કરે છે.એને ખબર પડતી નથી. જમવાનું બધું ડ્રેસ પર ઢોળી નાખે છે, લેસન કરતા આવડતું નથી, એને કંઈ યાદ પણ રહેતું નથી. 🤷‍♀️અને તને ખબર છે સ્કૂલમાં એને કોઈ નથી બોલાવતું.એ ધરાર મારી પાસે રીસેસમાં આવી જાય છે.એને ખબર બી નથી પડતી કે શું બોલવું? બધા મારો એના લીધે મજાક ઉડાવે છે કે આ મંદબુદ્ધિ તારી બહેનપણી છે"🤦‍♂️

"દીકરા, એવો ન બોલાય આપણી શેરીમાં એ એક તો તારા જેવી દીકરી છે.તમારે બે સાથે હળી મળીને રહેવાનું હોય અને એને થોડીક ઓછી ખબર પડે છે તો એમાં તારે આટલું ચીડાવાય નહીં તારે એનું ધ્યાન રખાય."👯‍♂️

"નથી રાખવું મારે ધ્યાન".-- આવું કહીને હેતલ પોતાના ટીવી બંધ કરી અને નાસ્તાનો સામાન રસોડામાં મૂકી અને ઉપર ટેરેસ પર જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો જેથી દિવ્યા એની પાછળ પાછળ ના આવે.😡

દિવ્યા આ બધું જોતી હતી એને એવું થયું કે હેતલને હું આવું એ નથી ગમતો એટલે રડવા જેવી થઈ ગઈ અને ત્યાંથી જતી રહી.🚶‍♀️


સાંજે ફરીને દિવ્યા હેતલ પાસે જ રમવા આવી ગઈ...સવારનું બધું જ ભૂલી ગઈ..
" ખબર નહીં આ મારો પીછો ક્યારે છોડશે? મને શાંતિથી રમવા પણ નથી દેતી. "----
આવું વિચારી અને હેતલ દિવ્યા સામે જુએ છે..


.
દિવ્યા, બે હાથની તાળીઓ પાડતી પડતી દિવ્યા અંગૂઠો મોઢામાં નાખીને ચૂસવા માંડે છે. .. વળી શું યાદ આવે છે તો અંગૂઠો મોઢામાંથી કાઢી અને વાળમાં ખંજવાળવા માંડે છે. . વાળ ખંજવાળ થી ખંજવાળતી ધુળમાં બેસી જાય છે અને ધૂળ મુઠ્ઠીમાં ભરી અને ઉડાડવા માંડે છે. ..

આગળ શું થાય છે એ જાણવા માટે stay connected