અસ્પૃશ્ય Ankursinh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્પૃશ્ય

મારા અસ્તિત્ત્વ સાથે અથડાતી આ ટાઢુંબોળ પવન ની થપાટો નેં મારા ચેતાતંત્ર માં જાણે કોઈ ગતિ નો સંચાર કરતી હોય , સુરજ ના અસ્ત માત્ર થી ફેલાઈ ગયેલા અંધકાર ની સામે કૃત્રિમ લાઈટ બાથ ભિડતી હોય .મારા અંદર સળવળતા કોઈ વેદના ના પડછાયા ને ખાળવા હું વિચારો માં ડૂબવા માંગતો હોઉં ને મમત્વ ને ખોજવાની ગડમથલ..


ડાલામથ્થા માં પંજા થી પણ તીક્ષ્ણ એની આંખો એ કરું ધ્યાન ખેંચેલું , કદાચ બધેજ એનું મૌન ને અભિવ્યક્તિ માં શિષ્ટ ને શુદ્ધ ગુજરાતી શબ્દો
આ સાવ નાની બાળકી પાસે તો અપેક્ષા તો નહોતી જ ,
પણ જોગાનુજોગ સળગતી આગ ની સામે મારે એની સામે બેસવાનું થયું ને ત્યારે એની આભા ના સંસર્ગ માં આવવાનું નિમિત્ત માં લખાયું . બાળકો ની સમજદારી પર શંકા ઉપજાવી ને એમના મંતવ્યો ને હાંસિયા માં ઠાલવી દેવાની આપની વૃત્તિ સામે કેટલાક ઉપરછલ્લા પોતાની લીટી સાચી કરવા લખાયેલા પ્રયત્નો ને એટલી સિફત થી તેણે એના શબ્દો થી હણી લીધા ને ત્યાર નું એની આંખો નું તેજ , સામે ભભૂકતા અગ્નિ થી પણ વધુ તીવ્રતા નું તેજ એની આંખો માં ચમકી રહ્યું હતું .આમ તો મને પેલા એ ખાલી ઘરેડમય ને સિદ્ધાંતો ના બણગા ફૂકનાર પૈકી ની એક લાગેલી પણ એના વિચારો કઈ કોઈ ના પ્રભાવ ના તણાઈને સ્વીકારી લીધેલા તો નથી જ એણે આ સમાજ ની કરૂણ પાસા ને નજીક થી નીરખ્યા પછી બાંધેલા સૂક્ષ્મ અવલોકનો છે.બાળકી થી વધારે કહું તો એ સ્ત્રી દેખાય એનાથી કેટલીયે ઊંડી આત્મ જાગૃતતા ધરાવે છે . કોણ કહે છે કે સમજદારી ઉંમર સાથે આવે છે પણ એની આ કાચી ઉંમર માં તો ખાલી મજબૂરી જ અસ્તિત્ત્વ માં હતી .આમ તો સાવ માત્ર જીવન ટકાવવા અલ્પ થી અલ્પ આરોગીને ટકેલા એના બાહ્ય અસ્તિત્ત્વ સામે એની વૈચારિક દૃઢતા કદાચ સામાન્ય હોવી શક્ય જ નથી. હુંબસ મૌનના ઓછાયામાંએના તરફ તાકીનેજોતો રહું પણ એ સહજતા તો ક્યાંથી લાવવી. શિથિલ થતાં મારા ગાત્રો મને જાણે કુરુક્ષેત્રના મેદાન માં ઉભેલા અર્જુન ના મુખ મંડલ પર પથરાઈ ગયેલા વિષાદયોગ ની યાદગીરી અપાવી રહયો હતો. હું જાણે ખોરંભે ચડેલાં કોઈ અઘરા કાર્ય ની મુઝવણ માં અટવાઈ ગયો હોઉં એવા ચહેરા ના ભાવ લાવી થોડી વારે મે એમને મારી ટુંકી સમજણ થી અવલોકન કર્યું તો એ કોઈ પાંદડા ની ડાળી ની નાની એવી સળી થી આ રણ ની રેતી ને ખોતરવાની શરૂઆત કરી ને પછી ધીમેથી ફેંકી . એ આમ તો સદૈવ મૌન રહીને આ પરિસ્થિતિ નો તાગ મેળવી લેતી હશે કે કેમ !! આમ તો બાળ રમત જ કહેવાય ને એની ઉંમર માં ,
પણ પ્રભુ બ્રહ્માંડ માં તરણું તોડે એ પણ અદભુત ઘટના છે કદાચ એના થી નવું જગત સર્જાઈ જતું હશે .એની આ કુમળી આંગળીઓ મારા માં એના પ્રત્યે ભ્રાતા ભાવ જગાવે છે .
શું એ બધું જ જાણે છે એવા ભ્રમ માં રહુ , એની સાથે મારી થોડી વાત થઈને ધીમે મને એનું એક નવું પાસુ મળ્યું એનું મારા પ્રત્યે નું નિર્ભેળ વહાલ !!! કોઇ પણ ના વિકારો ને ભસ્મીભૂત કરનાર એના ઊર્જા સ્પંદનો , હું ચેતના ની ત્સુનામી માં સળવળી રહ્યો છું એ શક્તિ , એ સરળતા ને પૃથક્કરણ કરવામાં ને હું વધુ ને વધુ ખૂપતો જાઉં છું ને મારા મસ્તિષ્ક માં વધે છે એની સરળ વ્યકિતત્વ થી આવેલી શુદ્ધતા...