Kaabil
The Hritik Roshan Movie
જો તમે મસાલા કોમેડી અને લોજીક વગરના એક્શન ધરાવતી ફિલ્મો ના શોખીન છો તો આ ફિલ્મ તમારી માટે નથી પણ જો તમારે સ્ટ્રોંગ એક્ટિંગ અને દમદાર ડાયલોગ ડિલિવરી ઉપરાંત છેક સુધી જકડી રાખનારી સ્ટોરી આવા અદભુત કોમ્બિનેશન ધરાવતી ફિલ્મ ની શોધ હોય તો આ ફિલ્મ તમારી માટે જ છે .
સિક્સ પેક ધરાવતો રીલ લાઈફમાં હીરો ને ઝીરો ફિગર ધરાવતી હિરોઈન આવા બોલિવૂડ ફિલ્મો ની હારમાળા વચ્ચે સાવ અલગ જ સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મ ઓછામાં ઓછી એક વાર તો જોવાઈ એવી છે . OTT પ્લેટફોર્મ પૈકીના ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ પણ થઈ રહી છે .
શરૂઆત થી લઈને અંત સુધી જકડી રાખતી આ ફિલ્મ ની વાર્તા વિજય કુમાર મિશ્રા એ લખી છે અને પળે પળે સસ્પેન્સ અને થ્રીલ જગાડતી સફર માં ડિરેક્ટર તરીકે સંજય ગુપ્તા છે .
સામાન્ય ફિલ્મો ની વાર્તા કરતા ઘણા અંશે જુદી આ વાર્તા માં હીરો અને હિરોઈન બંને અંધ છે અને હિરોઈન ના સુસાઇડ પછી અંધ હીરો પોતાની શારીરિક અક્ષમતા વચ્ચે પણ ગુનેગારો ને કેવી રીતે સજા આપે છે તેની દિલધડક વાર્તા .
યાદગાર ડાયલોગ તરીકે ,
દિખાઈ નહિ દેતા પર સામને જરૂર હોતા હૈ ,
હર સૂસાઇડ કરને વાલે કા કાતિલ જરૂર હોતા હૈ .
વાર્તા સાવ સીધી અને સરળ ઉપરાંત ધાર્યા પ્રમાણે ચાલે છે ને તેથી છેક સુધી વાર્તા માં સસ્પેન્સ નું ફેક્ટર જળવાઈ રહ્યું નથી ને ફર્સ્ટ હાફ થોડોક નીરસ અને કંટાળાજનક પણ લાગી શકે છે ,હા વાર્તા માં અને સ્ક્રીન માં થ્રીલ તો ફિલમ ના એન્ડ સુધી છે .
વાર્તા નો નાયક એટલે હીરો નું નામ છે રોહન ભટનાકર ( હૃતિક રોશન ) જે બાળપણ થી અંધ છે અને વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કાર્ટૂન કેરેક્ટર નું ડબિંગ કરે છે . મિત્રો દ્વારા તે એક દિવસ સુપ્રિયા શર્મા ( યામી ગૌતમ ) ને મળે છે જે પણ બ્લાઈન્ડ છે . બંને મળે છે અને થોડા સમયમાં જ લગ્ન કરી લે છે .
આખા ફિલ્મ નું એક જોરદાર પાસુ છે બંને ની સ્ટ્રોંગ એક્ટિંગ જે છેક સુધી જળવાય છે . બંને તો એક ડાંસ ક્લાસ માં જોરદાર ડાન્સ કરીને સૌને મંતરમુગ્ધ કરી દે છે .
બંને એક રાત્રે જમીને ઘરે પાછા ફરતા હોય છે ત્યારે તેમને અમિત શેલાર અને વસીમ નામના ગુંડો હેરાન કરે છે ( અમિત શેલાર નું કેરેક્ટર રોહિત રોય એ નિભાવ્યું છે જે ફિલ્મ માં અને હકીકત માં પણ રોનિત રોય નો સગો ભાઈ છે ) જે લોકલ કોર્પોરેટર માધવરાવ શેલાર નો ભાઈ છે . બંને નમૂનાઓ સુપ્રિયા સાથે ખરાબ વર્તન કરે છે . થોડા દિવસો પછી વસીમ અને અમિત સુપ્રિયા ઉર્ફે સુ નો ગેંગ રેપ કરે છે અને કેટલાક દિવસો પછી રોહન ને તેની પત્ની સેલિંગ ફેન પર આત્મ હત્યા કરેલી હાલત માં મળે છે જેનાથી રોહન સાવ ભાંગી જાય છે .
ત્યારે રોહન ને સુપ્રિયા ની ચિઠ્ઠી મળે છે જેમાં એણે લખ્યું હોય છે કે તેનો એક વાર નહિ પણ બે વાર ગેંગ રેપ કરવામાં આવ્યો હતો . પછી રોહન ને સેકન્ડ હાફ માં તેની મૃત પત્ની નો બદલો લેતો દેખાડવામાં આવ્યો છે અને મારા મતે ત્યારથી ફિલમ રોમાંચ નો અનુભવ કરવા માંડે છે .
આ ફિલ્મ માં આંધળા હોવા છતાં કઈ રીતે રોહન ભાટનકર તેની પત્નિ ના મૃત્યુ નો બદલો કેટલીયે મુશ્કેલી સહન કરીને કે છે તે ખૂબ જ હદયસ્પર્શી રીતે દર્શાવાયું છે .
આ ફિલ્મ નું પ્રોડક્શન રાકેશ રોશન અને મ્યુઝિક રાજેશ રોશન એ આપ્યું છે .
आदमी का खुद का भरोसा उसकी ताकत होता है ।
यह खेल उन्होंने शरू किया था .. तमाशा आप लोगों ने देखा ... खत्म में करूंगा ।
अंधेरे में अगर किसी का साथ हो ना तो अंधेरा कम लगता हैं ।
आपकी आंखे तो खुली रहेगी , पर आप कुछ देख नहीं पाएंगे
आपके कान खुले रहेंगे , पर आप कुछ सुन नहीं पाएंगे
और सबसे बड़ी बात
आप सब कुछ समझ जाओगे और किसीको समझा नहीं पाओगे ।
लोग शोर से जागते है और खामोशी मुझे सोने नहीं देती ।
इस गेम में लाइफलाइन नहीं होगी