નમસ્કાર
આજે વાત કરવી છે એક વણખેડાયેલા વિષય ની જે જાણવામાં હોવા છતાં ઘણો અજાણ છે .ભારત ના ઇતિહાસ માં જે ગૌરવપૂર્ણ પ્રકારનો લખવાનું ડાબેરી કે પશ્ચિમ તરફી ઇતિહાસકારોએ ટાળ્યું છે .
બીજા વિશ્વયુદ્ધ ના પરિણામો વિશે તો સૌ કોઈ જાણે જ છે અને ત્યાર બાદ વિજેતા દેશોએ મુખ્યત્વે જર્મની ના સરમુખત્યાર એડોલ્ફ હિટલરના પક્ષ ના નાઝી આગેવાનો પર યુદ્ધગુના ના આરોપ મૂકીને કેસ ચલાવ્યો .
વિશ્વયુદ્ધ માં અમેરિકા ના અણુબોમ્બ ના પાપે હારેલા જાપાન માં પણ ત્યાંના સેનાપતિ અને નેતાઓ સામે પણ અદાલત માં ખટલો ચલાવવા આવ્યો .
આ બન્ને અદાલતો માં કેસ પડ્યા પહેલા જ જજમેન્ટ તો નક્કી જ કરી નાખવામાં આવ્યું હતું અને ખાલી દેખાડવા પૂરતી જ ઔપચારિકતા કરવામાં આવવાની હતી .
ન્યાયાધીશો તો મૂળ વિજેતા દેશોના તેથી આ તો બગલો માછલીનો ન્યાય તોળી આપે એ જ પ્રકારનો સંયોગ સર્જાયો હતો .
હારેલા જર્મની ના નરેનબર્ગ નો કેસ માં આ બગલોની કોર્ટે ૧૫ વર્ષની સજા જેવી ચુકાદા આપ્યો જેથી જાપાનીઓ સામે મંડાયેલા કેસોનું પણ આવું જ પરિણામ આવવાનું હતું. ન્યાયાધીશો વિજેતા દેશો ના એટલે બધાને દેહાંતદંડ આપવા માટે બધા મક્કમ હતા.
એક સૂર જુદો નીકળ્યો અને તેમાં પણ એક અદ્ભુત મક્કમતા હતી . અગિયાર ન્યાયાધીશોની પેનલ માં જેમને સમાવવા માં આવ્યા હતા એ ભારતીય જજ રાધા પાલ બધા થી વિરૂદ્ધ જઈને સત્ય ની તરફેણ માં ચુકાદો આપવાના પક્ષ માં હતા .
બાકી ના દસ જજે આપેલા ગિલ્ટી ચુકાદાને પડકારતી એક પછી એક દલીલનો મારો ચલાવી ન્યાય ના પાટે લાવી દીધો.વિશ્વયુદ્ધ પછી વિજેતા દેશોએ જાપાની war criminals સામે ખટલો ચલાવવાનો સ્વાભાવિક નિર્ણય લીધો ત્યારે ભારતની બ્રિટિશ સરકારે ભારતના પ્રતિનિધિ તરીકે રાધાવિનોદ પાલને ન્યાયાધીશોની પેનલમાં સામેલ કરાવ્યા. અદાલતમાં તે બ્રિટન-અમેરિકા સહિતના વિજેતા દેશોના પલ્લામાં બેસે એવું કદાચ ગોરી સરકારે ધાયું હતું. ધારણા ખોટી પડી .
દલીલ કરી કે આરોપીઓને Class A War Crimes બદલ મોતની સજા આપવા માટે કેસ બનતો ન હતો. વિશ્વયુદ્ધ દરમ્યાન તેમણે કરેલી હિંસા યુદ્ધની કાર્યવાહીના ભાગરૂપે હતી અને જે દેશો જીત્યા તેમણે પણ જાપાનીઓની હિંસા કરવામાં પાછા વળીને જોયું ન હતું. ટોકિયો શહેર પર લાખો મેટ્રિક ટન જેટલા બોમ્બ વરસાવી નિદોષ સ્ત્રી-પુરુષોનું તથા બાળકોનું મોત નીપજાવ્યું હતું. માર્ચ ૯ ૧૦, ૧૯૪પની તો એ ક જ રાતમાં અમેરિકી બોમ્બમારાએ ૧,00,000 ટોકિયોવાસીઓનો ભોગ લીધો હતો અને ૧0,00,000 નાગરિકોને બેઘર કરી મૂકયા .
ટોકિયો ટ્રાયલમાં ન્યાયના તરફદાર રાધાવિનોદ પાલ છેવટે એ વાતે જીત્યા કે ઘણા જાપાની આરોપીઓને તેમણે મોતની સજામાંથી બચાવી લીધા. કારસાબાજ વિજેતા દેશોનું નાક પણ કાપી લીધું. કેસ પૂરો થયા બાદ જાપાનના શહેનશાહે તેમને ઉચ્ચ રાષ્ટ્રીય ખિતાબ વડે સન્માન્યા. ભારતના રાષ્ટ્રપતિએ તેમને પદ્મવિભૂષણના એવૉર્ડ વડે નવાજ્યા. ૧૯૫૮માં UNO/ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ તેમને આંતરરાષ્ટ્રીય ન્યાય પંચના સભ્ય બનાવ્યા. ૧૯૬૬ સુધી તેઓ સભ્ય રહ્યા. દરમ્યાન સ્વાથ્ય અચાનક કથળ્યું હતું. બીજે વર્ષે કલકત્તામાં તેમનું અવસાન
આજે જાપાનમાં રાધાવિનોદ પાલનો મૃતિસ્તંભ છે. મંદિર જેવું સ્મૃતિસ્થળ પણ છે, જ્યાં ઘણા જાપાનીઓ તેમની પ્રતિમાના દર્શને જાય છે. જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે. ભારતની મુલાકાતે પધાર્યા ત્યારે રાધાવિનોદ પાલના દીકરા શ્રી પ્રશાંતને મળવા ગસ્ટ હતા. અગાઉ ડિસેમ્બર ૧૪ ૨૦૦૬ના દિવસે આપણા વડા પ્રધાનું ડાં, મનમોહનસિંહે જાપાનની સંસદમાં પ્રવચન આપ્યું ત્યારે રાધાવિનોદ પાલને ભારત અને જાપાન વચ્ચેના ગાઢ નાતાના દૃષ્ટાંત તરીકે ઓળખાવ્યા હતા.
ભારત ના લોકો ની કરુણતા કે તેમને સાચા ઇતિહાસ થી માહિતગાર કરવામાં આવતા નથી ને ડાબેરી ઇતિહાસકારો મોગલો ના ગુણગાન ગાયા કરવા સિવાય નવરા પડતા નથી .