સ્વપ્નદ્રષ્ટા જુલે વર્ન Ankursinh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્નદ્રષ્ટા જુલે વર્ન


સાહસકથા વાંચનારાઓ માટે જુલે verne નામ ક્યારેય અજાણ્યું ન હોય શકે . ગુજરાતના અનુવાદક મૂળશંકર ભટ્ટ દ્વારા એમની મોટા ભાગની નવલકથાઓ નો અનુવાદ કર્યો છે અને તેમને શૈલીએ લાખો વાચકો ને તેમનું ઘેલું લગાડયું છે . બસ આજે મારે વાત કરવી છે એમની જ એક નવલકથા જે ગુજરાતી માં ચંદ્રલોક નામે ઉપલબ્ધ છે . આ નવલકથા વિશે અને જુલે વર્નની ભવિષ્ય વેતા હોવાનું આવડત વિશે થોડી વાત કરવી છે .


જુલે વર્નની વાત કરો તો એ લેખક માત્ર સ્વપ્નદૃષ્ટા હતો, વિજ્ઞાની નહિ. આમ છતાં તેણે કરેલા અમુક તર્કવિતર્કો વર્ષો પછી આશ્ચર્યજનક હદે સાચા પડ્યા.

દા.ત. ૧૮૬૫માં તેણે ‘From The Earth To The Moon એવા શીર્ષક હેઠળ એક રોમાંચક વાર્તાનો પ્લોટ ગૂંથી કાઢઢ્યો ત્યારે અવકાશયાન તો શું ઍરપ્લેન કઈ ચીડિયાનું નામ છે એ કોઈ જાણતું નહોતું. વિમાન ખુદ કલ્પના બહારની વસ્તુ હોય ત્યારે રોકેટ તો કલ્પી જ શકાય નહિ, એટલે જુલે વર્ને પોતાના સાહસિક પાત્રો માટે પોલા ગોળારૂપી કેમ્યુલ તૈયાર કરી.

આ કેમ્યુલમાં તેણે સાહસિકોને બેસાડ્યા, અમેરિકાના પૂર્વ કાંઠે એક ગંજાવર તોપ મૂકી, કેગ્યુલને તોપના નાળચામાં ઉતારી અને છેવટે જામગીરી ચાંપી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું બંધન તોડીને એ કેમ્યુલ અંતરિક્ષમાં પહોંચી. અવકાશી શૂન્યાવકાશના એવા ભાગમાં ગુરુત્વાકર્ષણ એકબીજાનો છેદ કાપી નાખતું હતું.

અહીં સાહસિકો ત્રિશંકૂ હાલતમાં ફસાયા, કેમ કે ચંદ્ર તેમને પોતાના તરફ ખેંચી શકતો હતો અને પૃથ્વીનુંય ગુરુત્વા ન કર્ષણ તેમને વરતાતું ન હતું. વર્ષો સુધી એ સ્થિતિ રહી. છેવટે એક રડ્યાખડ્યો લઘુગ્રહ કેપ્યુલ જોડે ટકરાયો અને તેને પૃથ્વી તરફ ધક્કો આપ્યો. ગોળાકાર કેમ્યુલ મહા સાગરમાં તૂટી પડી, જ્યાં એક ફતેમારીના કપ્તાને સાહસિકોને ઉગારી લીધા.

વાર્તામાં જ્યાં પેલી ગંજાવર તોપ ફોડી એ સ્થળ અમેરિકાનું કેનેવરલ હતું. (આજે તે કેપ કેનેડીના નામે ઓળખાય છે.) જુલે વર્ને બિલકુલ કાલ્પનિક વાર્તા લખ્યા પછી બરાબર ૧૦૪ વર્ષ નાસાએ સૌ પ્રથમ સમાનવ ચંદ્રયાત્રાનું આયોજન કર્યું. આ કાર્યક્રમ શરૂ કરવા માટે એ જ સ્થળેથી જુલાઇ, ૧૯૬૯માં એપોલો-૧૧ નામનું અંતરિક્ષયાન છોડ્યું. ફરક એટલો કે તફાવતને બાદ કરો તો કલ્પના અને સત્ય વચ્ચે બીજાં સામ્યો ગજબનાક હતાં. કંઇ નહિ તો વાર્તામાં ચંદ્ર તરફ જવાનું પહેલું સાહસ જુલે વર્ને વર્ણવ્યું હતું, તો વાસ્તવિક જગતમાં ચંદ્રની સમાનવ મુલાકાત લેવાનું એપોલો-૧૧નું સાહસ પણ સર્વપ્રથમ હતું. વળી એપોલો ૧૧ના સાહસિકો નીલ આર્મસ્ટ્રોંગ, માઇકલ કોલિન્સ અને એડવિન એલ્ડ્રિન પ્રશાન્ત મહાસાગરમાં જે ભૌગોલિક સ્થળે પોતાની કેપ્યુલમાં (કમાન્ડ મોડ્યુલમાં) બેસીને ઊતર્યા એ જગ્યા પણ જુલે વર્ને તેના પુસ્તકમાં બતાવેલી જગ્યાથી ફક્ત સાડા ચાર કિલોમીટર દૂર હતી. આ સાહસિકોને પણ પેલી કાલ્પનિક ફતેપારીની જેમ અમેરિકન નૌકાદળના વિમાનવાહક જહાજ હોર્નેટે’ ઉગારી લીધા હતા.

છેલ્લે રહી વાત પેલા ચંદ્ર-પૃથ્વી વચ્ચેના ઝીરો-ગ્રેવિટી અવકાશી ફલકની કે જ્યાં પૃથ્વીના અને ચંદ્રના ગુરુત્વાકર્ષણનો પરસ્પર છેદ કપાતો હતો, તો જુલે વર્ને એ તર્ક લડાવવામાં પણ થાપ ખાધી ન હતી. પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવા પાંચ જુદા જુદા પોઇન્ટ મળી આવ્યા છે, જેમને ખગોળનિષ્ણાતો ગુરુત્વાકર્ષણરૂપી સમુદ્રના ટાપુ કહે છે. ખગોળશાસ્ત્રીય નામ જો કે લેગરેન્જ પોઇન્ટ છે. L1 થી L5 સુધીના નંબરો તેમને અપાયા છે. કોઈ અવકાશમથકને કે અવકાશયાનને લેગરેન્જ પોઇન્ટમાં મૂકી દો તો કરોડો વર્ષ સુધી પણ એ ત્યાંથી ડગે નહિ, કારણ કે બે પૈકી એક પણ અવકાશી ગોળાનું ખેંચાણ તેને જણાય નહિ.

છેલ્લાં સોએક વર્ષ દરમ્યાન જગતમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. પરંતુ આચમનીભર પણ અતિશયોક્તિ કર્યા વગર એમ કહી શકાય કે ગઈ કાલના સાયન્સ ફિક્શનનું આજના સાયન્સ ફેક્ટમાં જે રૂપાંતર થયું તેના જેવું ક્રાંતિકારી પરિવર્તન બીજું એકેય નથી. કોઈ સ્વપ્નદૃષ્ટા લેખકે ફક્ત વાચકોના મનોરંજનને ખાતર વર્ષો પહેલાં કરેલી આગાહીઓના પાટે સેંકડો આવિષ્કાર થયા છે એટલું જ નહિ, પણ લોકોના રોજિંદા જીવનમાં પ્રવેશી ગયા છે.

વિજ્ઞાન અને કલ્પનાનું મિશ્રણ ધરાવતું સાયન્સ ફિક્શન ખરેખર છે શું? આ સવાલ ખુદ તેના લેખકોને પૂછો તો પણ જવાબમાં એકસરખો સૂર કદાચ સાંભળવા ન મળે, કેમ કે સાયન્સ ફિક્શનની વ્યાખ્યા અંગે તેઓ સહમત નથી. કલ્પનાના ઘોડા કેટલી હદે દોડાવવા એ વાત પર તેમના અંગે મતભેદ છે, છતાં એટલું કહી શકાય કે સાયન્સ ફિક્શન ભવિષ્યમાં થનાર વૈજ્ઞાનિક તરક્કી પર આધારિત કલ્પના છે, જે ક્યારેક સત્યમાં ફેરવાઇ શકે છે. વિજ્ઞાને જે પ્રગતિ વર્તમાનમાં કરી હોય તેને લેખકો તેમના પ્લોટનો પાયો બનાવે છે અને પછી વખત જતાં કેટલી પ્રગતિ શક્ય બને તેનાં અનુમાનો કરે છે, જે સ્વાભાવિક રીતે કાલ્પનિક હોય છે. પરંતુ એ કલ્પનાને નર્યા ગપગોળા પણ કહી શકાય નહિ, કેમ કે લેખકો વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થાય એ રીતે વાર્તાના પ્લોટને ચગાવતા નથી. આ સિદ્ધાંતો અફર છે. ભવિષ્યના સંશોધકો પણ તે સિદ્ધાંતોના જ ચોકઠામાં રહીને પોતાનું રિસર્ચ ચલાવે ત્યારે લેખકોનો ફલાદેશ થોડોઘણો સાચો પડે છે. ક્યારેક તો લેખકે પણ કલ્પના ન કરી હોય એટલી હદે સાચો પડે છે.

આટલી ચોકસાઈથી ભવિષ્ય ની ઘટનાઓ ને ભાખવી એ નોસ્ટ્રાડેમસ ને પણ આંટી જવા જેવી વાત છે .

આભાર