કરૂણાન્તિકા - ભાગ 5 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

કરૂણાન્તિકા - ભાગ 5

કરૂણાન્તિકા ભાગ 5

અથર્વ : ઓય.. તું આ શું કરી રહી છે..? આઈ લવ યુ બેબી..! તું બધું જાણે છે કે આપણે લોન્ગ ટાઇમથી રિલેશનશિપમાં છીએ. તો આ બધું શુ છે..?

મૃણાલી : તારો શું ભરોસો..? ફરી ક્યારેક તારો ઈગો હર્ટ થાય અને તેનો બદલો લેવા તું ફરી કોઈ સાથે પ્રેમનું નાટક કરે તો..? અને એવું પણ હોઈ શકે ને કે અત્યાર સુધી તે મારી સાથે પણ પ્રેમ નું નાટક જ કર્યું હોય તો પણ શું ખબર..?

અથર્વ : આ તું શું બોલી રહી છે મૃણાલી..? રિયલી આઈ લવ યુ બેબી..!

મૃણાલી : સાચું તો બોલી રહી છું. કૃતિકા સાથે નાટક કરવામાં તે છેલ્લા બે વર્ષથી મારી સાથે સરખી વાત પણ કરી છે..? તો હું કેવીરીતે માનું કે યુ લવ મી..?

અથર્વ : પ્લીઝ યાર..આવું ના બોલ..!

મૃણાલી : ચાલ કોફી પીએ..સુબોધ એકલો બેઠો આપણી રાહ જુએ છે.

અથર્વ : મારે નથી પીવી કોઈ સાથે કૉફી..

મૃણાલી : પ્લીઝ તું ગુસ્સો ના કર.. સુબોધ શુ વિચારશે..?

અથર્વ : સુબોધ..સુબોધ..સુબોધ..જા તારા સુબોધ સાથે કૉફી પીવા.. મારે નથી કોઈ કોફી પીવી..( ગુસ્સામાં દરવાજો ખોલી અથર્વ બહાર નીકળી ગયો.)

અથર્વ : આ..આ..આ..અ..અ.. ( ગુસ્સામાં તેણે બૂમ પાડી અને રિંગ વાળું બોક્સ જોરથી દૂર ફેંકી દીધુ. તેની આંખોમાંથી લાગણીઓ વહી રહી હતી. તેનું દિલ સખત રીતે ઘાયલ થયું હોય તેવું તે અનુભવી રહ્યો હતો.આખો દિવસ તે ઘરે ન ગયો. ખાધા પીધા વગર ફૂટપાથ પર બેસી રહ્યો. સૂરજના આકરા તાપની પણ તેની પર કોઈ અસર થઈ નહિ.)

દૃશ્ય 6

સ્થળ : અથર્વનું ઘર

સમય : રાતના નવ વાગ્યાનો.

પાત્રો : અથર્વ

( રાત્રિના નવ વાગે અથર્વ ઘરે પહોંચ્યો. દરવાજો ખોલી તે ઘરમાં પ્રેવેશ્યો. આજ તે એકલો નહોતો. સાથે હતું તેનું દર્દ.. તેની એકલતા.. તેના કરેલા કર્મો નો પછતાવો...તેણે ઊંડો શ્વાસ લીધો અને દરવાજો અંદરથી બંધ કર્યો. તે જેવો બેડરૂમ તરફ જવા જતો જ હતો ત્યાં તેને પહેલાં ડગલે જ પગમાં કંઇક ખૂંચ્યું. તેણે નીચે વળીને જોયું.)

અથર્વ : લેટર..? શાયદ..મૉમ નો હશે..! ( તેણે ચિઠ્ઠી હાથમાં લીધી અને જોયું.)

અથર્વ : આ તો કૃતિકાની ચિઠ્ઠી છે..! ( આટલું બોલી તેણે ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. )

અથર્વ..તે ભલે મારી સાથે પ્રેમનું નાટક કર્યું હોય. પણ મેં તો તને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે. મેં બહુ પ્રયત્ન કર્યો તારી સાથે વાત કરવાનો...પણ તે તો મને બ્લોક કરી દીધી છે. આથી મારે કાગળ અને પેનનો સહારો લેવો પડ્યો. જો આજ પહેલીવાર મારી લાગણીઓને કાગળ પર અંકિત કરી રહી છું.

"આમ,પ્યારનો પ્યાલો આપી વિષ પીવડાવવું યોગ્ય નથી.
આચનકથી તારું આમ બદલાઈ જવું યોગ્ય નથી.

હું ઉદાસ થતી તો તારી આંખો ભરાઈ આવતી,
ને આજ તું જ આંખો છલકાવાનું કારણ બને તે યોગ્ય નથી.

મારા કહ્યા વગર મારી વેદના સમજી જતો તું,
ને આજ ફોગટ સવાલ કરી અજાણ બનવું તે યોગ્ય નથી.

ખૂટતી નહોતી એટલી વાતો થતી આપણી,
ને આજ તું સાવ મૌન ધરી બેસી જાય તે યોગ્ય નથી.

તું કહેતો નિઃસ્વાર્થ છે સ્નેહ તારો ને મારો
ને આમ સ્વાર્થની દુનિયામાં તું ભૂલો પડે તે યોગ્ય નથી.

તારા વ્યવહારમાં સ્નેહ ને કાળજી વર્તાતી રોજ,
ને આજ સાવ નિષ્ઠુર થઈ મોં ફેરવી લેવું તે યોગ્ય નથી.

થઈ હશે ભૂલ કદાચ મારાથી પણ અજાણતાં,
સજા રૂપે તું કૃતિકાને પલપલ તડપાવે તે યોગ્ય નથી."

To be continue...

મૌસમ😊