કરૂણાન્તિકા - ભાગ 6 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરૂણાન્તિકા - ભાગ 6

કરૂણાન્તિકા ભાગ 6

કાવ્યમાં ફેલાઈ ગયેલા શબ્દો મારી ભાવભીની લાગણીઓની સાક્ષી પૂરે છે. તેમ છતાં હું જબરદસ્તી તને મેળવવા નથી માગતી. તું મૃણાલી સાથે ખુશ છે, તો હંમેશા તેની સાથે ખુશ રહે. મારો નહિ તો તારો તો પ્રેમ પૂરો થશે ને..!

બધું જ સમજુ છું હું..પણ આ નાદાન દિલ ક્યાં મારુ એક પણ સાંભળે છે. તે તો જીદ કરી બેઠું છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તને જ પ્રેમ કરશે.

બીજી વાત તને જણાવવા માંગુ છું. મારી ઈચ્છાઓ તો ઘણી છે પણ બધી ઈચ્છાઓ ક્યાં કોઈની પુરી થાય છે. તેમ છતાં હું ઈશ્વરને એક પ્રાર્થના જરૂર કરીશ કે મારો છેલ્લો શ્વાસ તારા ખોળામાં જાય..હું શુકુનથી જીવી તો નહીં શકું પણ શુકુનથી મરવા માંગુ છું.

હું પ્રયત્ન કરીશ કે તારાથી દૂર રહું..તારા અને મૃણાલીના જીવનમાં હું ક્યારેય ખલેલ નહિ પહોંચાડું. એ હું વચન આપું છું. તું જ્યાં પણ હોય..જેની સાથે હોય.. હમેશાં ખુશ રહે.. એવી પ્રભુને પ્રાર્થના છે મારી.

લિ.
તારી શુભચિંતક
કૃતિકા

અથર્વ : કૃતિકા.. ! ઓહ..માય ગોડ..કૃતિકા..આઈ એમ સો સૉરી યાર..! મેં તને બહુ જ દુઃખ પહોચાડ્યું. જેને તમે ચાહતા હોય ને તમને છોડીને ચાલ્યો જાય ત્યારે કેટલું દુઃખ થાય છે તે હું અત્યારે અનુભવી રહ્યો છું. મને માફ કરજે યાર...હું તારા નિખાલસ અને નિઃસ્વાર્થ પ્રેમને સમજી ના શકયો.

( અથર્વએ કૃતિકાને રાત્રે જ ફોન લગાવ્યો. પણ કોઈએ ફોન રિસીવ ન કર્યો. અથર્વએ ફરી ફોન લગાવ્યો. )

અથર્વ : હૅલો કૃતિકા..!

અથર્વ : કોણ..? કૃતિકાના મૉમ બોલો છો..? હું અથર્વ..કૃતિકાનો ફ્રેન્ડ.

અથર્વ : આંટી પ્લીઝ.. કૃતિકાને ફોન આપોને..મારે જરૂરી વાત કરવી છે.

અથર્વ : શું કીધું..? હોસ્પિટલમાં..શું થયું તેને..?

અથર્વ : ઓહ માય ગોડ...કઈ હોસ્પિટલમાં છો અત્યારે..?

અથર્વ : ઓકે.. તમે ચિંતા ન કરો, હું આવું છું હમણાં જ..!

( દોડતો અથર્વ ઘરની બહાર નીકળ્યો અને બાઇકને કીક મારી હોસ્પિટલ તરફ ભાગ્યો. તેની આંખોમાં પહેલીવાર કૃતિકા માટે આંસુ આવ્યા હતા. તેને કૃતિકા સાથે કરેલ વ્યવહારનો ખુબ પછતાવો થઈ રહ્યો હતો. )

અથર્વ : કૃતિકા..હું તને કંઈ પણ નહીં થવા દઉં..પ્લીઝ મને માફ કરી દેજે..!

દૃશ્ય 7

સ્થળ : હોસ્પિટલ

સમય : રાતનો

પાત્રો : અથર્વ
કૃતિકા
કૃતિકાના માતા પિતા
હોસ્પિટલનો સ્ટાફ

અથર્વ : મારે કૃતિકા નામની પેશન્ટને મળવું છે.

રિસેપ્સનિસ્ટ : તમે કોણ થાઓ તેના..?

અથર્વ : હું તેનો...હા..હું તેનો મિત્ર છું.

રિસેપ્સનિસ્ટ : અત્યારે તો તમે તેને નહીં મળી શકો..કેમ કે તેનું ઓપરેશન ચાલુ છે.

અથર્વ : ઓકે... ઓપરેશન થિયેટર કઈ બાજુ છે..?

રિસેપ્સનિસ્ટ : અહીંથી સીધા જાઓ.. આગળથી જમણી બાજુએ રૂમ નંબર 303 છે.

અથર્વ : ઓકે.. થેન્ક્સ મૅમ.. ( કહી અથર્વ ઓપરેશન થિએટર તરફ દોડ્યો. ત્યાં તેણે કૃતિકાના મૉમ ડેડને જોયાં. તેના મૉમ ખૂબ રડી રહ્યા હતા ને તેના ડેડ પણ આંસુ રૉકી હિંમત દાખવી રહ્યા હતા.થોડીથોડીવારે તેઓ ફોન પર વ્યસ્ત રહેતા.)

અથર્વ : કેવું છે કૃતિકા ને.. ? શું થયું અચાનક..?

મૉમ : સાંજે સરદારચોક તરફ ગઈ હતી. ત્યાં જ કોઈ ટ્રકવાળો મારી ફૂલ જેવી દીકરીને ટક્કર મારી ભાગી ગયો.
( આટલું બોલતા તો તેઓ રડવા લાગ્યા.)

અથર્વ : અરે આંટી..પ્લીઝ રડો નહીં..કૃતિકાને કંઈ જ નહીં થાય..( અથર્વએ કૃતિકાના મૉમને ભેટીને આશ્વાસન આપતા વિચારવા લાગ્યો કે જરૂર મારા ઘરે ચિઠ્ઠી નાખી રિટર્ન થતા જ એક્સિડન્ટ થયો લાગે છે. )

( એટલામાં એક નર્સ દોડતી આવી ને બોલી. )

નર્સ : સર.. બ્લડની વ્યવસ્થા થઈ..?

કૃતિકાના પિતા : બધે તપાસ કરી પણ ક્યાંય AB નેગેટિવ નુ બ્લડ નથી.

To be continue...

ખુશ રહો...ખુશહાલ રહો..
મસ્ત રહો..સ્વસ્થ રહો..

🤗 મૌસમ 🤗