કરૂણાન્તિકા - ભાગ 2 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરૂણાન્તિકા - ભાગ 2


કરૂણાન્તિકા ( ભાગ 2 ) - મૌસમ

દૃશ્ય 2

સ્થળ : કોલેજનું ગાર્ડન

સમય : સાંજનો

પાત્રો : અથર્વ
પાર્થ
મૃણાલી

(કોલેજના પહેલાં વર્ષનું રિઝલ્ટ આવી ગયું હતું. અર્થવ કોલેજના ગાર્ડનમાં ઉદાસ થઈ બેઠો હતો ને તેની પાસે પાર્થ અને મૃણાલી આવ્યા.)

મૃણાલી : હેય..જાન..કેમ ઉદાસ બેઠો છે..?

પાર્થ : અથર્વ ફર્સ્ટ ટાઇમ સેકન્ડ આવ્યો છે..ભાઈ એટલે ઉદાસ છે..સાચું કીધું ને અથર્વ..?

અથર્વ : હા યાર..ખબર નહિ પણ મારો ઈગો હર્ટ થયો છે.અને તે મારા કરતાં થોડા નહિ વધુ માર્કસથી આગળ છે. ફાઇનલ એકઝામમાં તો હું જ ફર્સ્ટ આવીશ.

પાર્થ : પૉસીબલ જ નથી અથર્વ..?

મૃણાલી : તું આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે કે આ પૉસીબલ નથી..? અથર્વ ને તું સમજે છે શુ ?

પાર્થ : અરે મેં કૃતિકાની બધી હિસ્ટ્રી જાણી લીધી છે. તે પણ તારી જેમ હંમેશા ફર્સ્ટ જ આવતી સ્કુલમાં..અને બીજું તે તેનું ડ્રિમ પૂરું કરવા કંઈ પણ કરી શકે છે. મેં જોયું છે અને સાંભળ્યું પણ છે કે તે જે ધારે છે તે કરી બતાવે છે. તેનો પોતાના પરનો આત્મવિશ્વાસ ગજબનો છે. આથી તું ભૂલી જ જા કે તું તેને હરાવી શકીશ.

મૃણાલી : શું ફરક પડે યાર તું સેકન્ડ આવ્યો એમાં..? જો હું તો હંમેશા નવમાં દસમાં નંબરમાં જ ફરતી હોઉં છું છતાં છું ને બિન્દાસ્ત..? આ બધી પળોજણ છોડ..લાઈફને એન્જોય કર..એમાં પણ કોલેજ લાઈફ ફરી ફરી નહિ મળે..બેબી..!

અથર્વ : હું તેને હરાવી ને જ રહીશ..! તેનો ગજબનો આત્મવિશ્વાસ તોડીને જ રહીશ..

પાર્થ : નોટ પૉસીબલ યાર..!

અથર્વ : ચાલ..લગાવીએ શરત..

પાર્થ : તું જીત્યો તો મારી કઝીન મૃણાલીના લગ્ન હું તારી સાથે ધામધૂમથી કરાવીશ..! ( મૃણાલી પાર્થની વાત સાંભળી મનમાં જ મલકાઈ ગઈ )

અથર્વ : સાલે..એ તો તું નહીં કરાવે તો પણ હું મૃણાલી સાથે લગ્ન કરી લઈશ..જાન છે આ તો મારી..! ( મૃણાલીના હાથને ચુમતા અથર્વએ કહ્યું.

પાર્થ : તો..તો..તું શરત જીત્યો તો મારું સ્પોર્ટ્સ બાઇક તારું બસ..! પણ તું શરત નહીં જીતી શકે..!( પાર્થે હસીને કહ્યુ )

અથર્વ : સાલા.. તું મારા દોસ્ત છે કે તે કૃતિકાનો..? ક્યારનોય મંડ્યો છે કે તું નહીં કરી શકે..તું નહીં કરી શકે..! આ શરત તો હું જીતીશ જ..પણ ઇનામમાં તારું સ્પોર્ટ્સ બાઇક લેવા માટે નહી..પણ મારા ગવાયેલ ઈગો ને પાછો મેળવવા હું આ શરત જીતીશ.

મૃણાલી : પણ તું આ શરતને કેવીરીતે જીતીશ..?

અથર્વ : એ માટે મારા માઇન્ડમાં એક પ્લાન પણ છે. મૃણાલી પ્લીઝ તું ખોટું ના લગાડતી..કેમ કે હું કૃતિકા સાથે પ્રેમનું નાટક કરવાનો છું. બસ એક નાટક..એક પ્રેમનું નાટક..! પણ એકવાત યાદ રાખજે..આ અથર્વ મૃણાલીનો હતો ને હંમેશા મૃણાલીનો જ રહેશે.

મૃણાલી : અથર્વ તું મારો હતો..એ વાત તો સાચી..ભવિષ્યમાં તું મારો હોઈશ એ તો આપણું ભવિષ્ય નક્કી કરશે. પણ અત્યારે વર્તમાનમાં તું મારો નથી રહ્યો..તું તારા ઈગો પાછળ ગાંડો થઈ ગયો છે. યાદ રાખજે આ ઈગો તને બહુ ભારે ન પડે.

અથર્વ : હેય બેબી..તને પણ મારા પર વિશ્વાસ નથી..? હું અત્યારે પણ તારો જ છું ને હમેશાં તારો જ રહીશ..બસ કૃતિકા સાથે તો નાટક જ કરવાનું છે.

મૃણાલી : મને તારો દરેક નિર્ણય મંજુર છે..! તારી જીત..મારી જીત..તારી હાર..મારી હાર..( મૃણાલીએ અથર્વનો હાથ પકડી તેને પંપાળતા કહ્યું.)

To be continue...

ખુશ રહો...ખુશહાલ રહો..
મસ્ત રહો...સ્વસ્થ રહો...

🤗 મૌસમ 🤗