કરૂણાન્તિકા ભાગ 4
કૃતિકાએ તરત જ મોબાઈલ હાથમાં લીધો. વોટ્સએપમાં ઘણાં મેસેજ હતા પણ અથર્વનો એક પણ મેસેજ નહોતો.
કૃતિકા : અથર્વ આમ, એક જ દિવસમાં સાવ બદલાઈ જવાનું..? તારા ગુડ મોર્નિંગના મેસેજથી તો મારી સવાર થતી. ને આજ એક પણ મેસેજ નહિ..? ( આમ, વિચારી કૃતિકાએ અથર્વને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો. પણ અથર્વએ જોયો નહિ.)
કૃતિકાએ તરત જ મોબાઈલ હાથમાં લીધો. વોટ્સએપમાં ઘણાં મેસેજ હતા પણ અથર્વનો એક પણ મેસેજ નહોતો.
કૃતિકા : અથર્વ આમ, એક જ દિવસમાં સાવ બદલાઈ જવાનું..? તારા ગુડ મોર્નિંગના મેસેજથી તો મારી સવાર થતી. ને આજ એક પણ મેસેજ નહિ..? ( આમ, વિચારી કૃતિકાએ અથર્વને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો. પણ અથર્વએ જોયો નહિ.)
કૃતિકા થોડી થોડીવારે પોતાનો મોબાઈલ ચેક કરતી. પણ અથર્વએ મેસેજ તો જોયો પણ કોઈ રીપ્લાય ન કર્યો. કૃતિકા વધુ વ્યાકુળ થઈ ગઈ.તેણે ફરી અથર્વ સાથે વાત કરવા તેને મેસેજ કર્યો. પણ જિદ્દી અથર્વએ કૃતિકાને કોઈ જ રીપ્લાય ન કર્યો.
કૃતિકા : અથર્વ પ્લીઝ યાર.. આવું ન કર..મને આમ ઇગ્નોર ન કર..હું તારા વગર કેવીરીતે..? (આટલું બોલતા તો તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ત્યાં જ તેની મમ્મીનો અવાજ સંભળાયો)
મમ્મી : કૃતિકા..બેટા તું ઉઠી કે નહીં.. ? ( બોલતા બોલતા તે કૃતિકાના બેડરૂમમાં આવી. મમ્મી આવે છે તે જાણ થતાં કૃતિકા દોડતી બાથરૂમમાં ચાલી ગઈ.)
કૃતિકા : હા, મમ્મા આવું છું.
મમ્મી : બેટા.. હું ને તારા ડૅડી કિશોરઅંકલના ઘરે જઈએ છીએ. તારો નાસ્તો ડાઇનિંગ પર મુક્યો છે.બીટ્ટુને પણ સાથે લઈ જઈએ છીએ. સાંજે આવશું. તું બપોરે કંઈક બનાવીને જમી લેજે.
કૃતિકા : ઓકે મમ્મા
(કૃતિકા આખો દિવસ તેના બેડરૂમમાં રહી. ના તેણે કંઈ ખાધું.. ના કંઈ પીધું.. તે માનસિક રીતે સાવ ભાંગી ગઈ હતી. અથર્વને તે એટલો પ્રેમ કરતી હતી કે પોતાને અથર્વ વગર સાવ અધૂરી સમજતી હતી. અથર્વ તેની ન છૂટે તેવી આદત બની ગયો હતો. જ્યારે અથર્વ તેના પ્રેમને સમજી શક્યો નહિ.આખો દિવસ અથર્વ સાથે વાત કરવા મથી રહેલી કૃતિકા છેવટે હારી ગઈ. તેણે મોબાઈલ દૂર ફેંકી પેન અને કાગળ લઈ કંઇક લખવા બેઠી. તેના શબ્દે શબ્દે અથર્વ પ્રત્યેનો નિખાલસ પ્રેમ વર્તાતો હતો.લખતા લખતાં તેની લાગણીઓ આંસુ બની કાગળ પર પડતા હતા ને કેટલાક શબ્દોની શ્યાહીને ફેલાવી રહ્યા હતાં.તેના એક એક ડૂસકાં તેની ઘવાયેલ લાગણીઓની સાક્ષી પૂરતા હતા.)
દૃશ્ય 5
સ્થળ : કૉફી શૉપ
સમય : સોમવારની બપોર
પાત્રો : અથર્વ
મૃણાલી
સુબોધ
અથર્વ : આજ તો મૃણાલીને લગ્ન માટે પ્રપોઝ કરી જ દઉં.. ( એક હાથ ખિસ્સામાં રાખેલ રિંગ બોક્સ પર ફેરવતો અથર્વએ બીજા હાથે કૉફીશોપનો દરવાજો ખોલ્યો.)
( મૃણાલી અને સુબોધ એક ટેબલ પર હાથમાં હાથ નાખીને બેઠા હતા ને એકબીજા સાથે હસીને વાત કરી રહ્યા હતા)
અથર્વ : મૃણાલી..! આ કોણ છે..?
મૃણાલી : હેય અથર્વ..! તું ક્યારે આવ્યો..?
અથર્વ : હમણાં જ ( ગુસ્સામાં તેણે કહ્યું )
મૃણાલી : અથર્વ આ સુબોધ છે. આવતી પંદર તારીખે અમારી સગાઈ છે. સૌથી પહેલાં હું તને જણાવવા માંગતી હતી એટલે તને અરજન્ટ અહીં બોલાવ્યો.
સુબોધ : હાય અથર્વ.. કેમ છો..?
અથર્વ : મૃણાલી.. એક મિનિટ તું સાઇડમાં આવને..! મારે તને કંઇક કહેવું છે. ( અથર્વએ મૃણાલીને ધીમેથી કાનમાં કીધું. )
મૃણાલી : સુબોધ..તું કોફી ઓર્ડર કર.. હું જસ્ટ બે મિનિટમાં આવું છું.
( અથર્વ અને મૃણાલી થોડા દૂર ગયા. )
To be continue...
મૌસમ