કરૂણાન્તિકા - ભાગ 7 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરૂણાન્તિકા - ભાગ 7

કરૂણાન્તિકા ભાગ 7

નર્સ : સર.. બ્લડની વ્યવસ્થા થઈ..?

કૃતિકાના પિતા : બધે તપાસ કરી પણ ક્યાંય AB નેગેટિવ નુ બ્લડ નથી.

નર્સ : સર.. પેશન્ટની હાલત બહુ ગંભીર છે. જલ્દીથી તેને બ્લડ નહીં ચડાવવામાં આવે તો કદાચ કેસ બગડી શકે છે.

અથર્વ : ( કૃતિકાના પિતા પાસે આવીને ) શુ થયું અંકલ..?

કૃતિકાના પિતા : તારી ઓળખાણમાં કોઈ AB નેગેટિવ બ્લડગ્રુપ વાળું કોઈ છે..? બધે તપાસ કરી પણ આ બ્લડ ગ્રૂપ રેર લોકોને હોય છે આથી ક્યાંયથી હું વ્યવસ્થા ન કરી શક્યો.

અથર્વ : AB નેગેટિવ..? અરે મારુ બ્લડગ્રૂપ એ જ છે. હું આપીશ કૃતિકાને બ્લડ.

કૃતિકાના માતાપિતા : તો તો તારો અહેસાન અમે જિંદગીભર નહીં ભૂલીએ બેટા..!

(અથર્વ એ કૃતિકાને બ્લડ ડોનેટ કર્યું. લગભગ છ કલાક બાદ ઓપરેશન પૂરું થયું. નર્સ કૃતિકાને ઓપરેશન થિયેટરમાંથી રૂમમાં લઈ જતી હતી. ત્યાં અથર્વ તેને જોઈ જ રહ્યો. તેનો માથાનો આખો ભાગ સફેદ પાટાઓથી વીંટેલો હતો. તેના હાથ અને પગે પણ પાટાપિંડી કરેલ હતી. આ જોઈ અથર્વ તેના આંસુને બહાર આવતા રોકી ન શક્યો. તે દોડતો ટોઈલેટમાં ગયો અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો ને બોલવા લાગ્યો. )

અથર્વ : કૃતિકાની આ હાલત માટે હું જ જવાબદાર છું.. ના મેં તેને બ્લોક કરી હોતી..ના તે ચિઠ્ઠી પહોંચાડવા મારા ઘેર આવતી.. ના આ અકસ્માત થતો.. હું જ જવાબદાર છું આ માટે..( આંસુ લૂછતાં..) પણ હવે...હવે મને મારી ભૂલ સમજાઈ છે. હવે હું તેની સાથે કંઈ જ ખોટું નહિ થવા દઉં.. હવે હું તેને છોડીને ક્યારેય નહીં જાઉં..કૃતિકા..! તારો અથર્વ હવે તારી સાથે જ રહેશે.

દૃશ્ય 8

સ્થળ : હોસ્પિટલનો રૂમ જ્યાં કૃતિકા એડમિટ થઈ છે.

સમય : સાંજનો..

પાત્રો : અથર્વ
કૃતિકા
કૃતિકાના માતાપિતા
હોસ્પિટલનો સ્ટાફ

(અથર્વ અને કૃતિકાના માતાપિતા કૃતિકાના બેડ પાસે બેઠા છે. કૃતિકાને હજુ ભાન આવ્યું નથી. ડોક્ટર દર બે કલાકે કૃતિકાને ચેક કરવા આવતા.)

કૃતિકાના મૉમ : ડોકટર સાહેબ..? મારી દીકરી ભાનમાં ક્યારે આવશે..? ગઈકાલે રાતે ઓપરેશન કરેલું છે પણ હજુએ તે બેભાન જ છે..બધું બરાબર તો છે ને..?

ડોક્ટર : બધું બરાબર તો છે પણ મગજના પાછળના ભાગ પર વધુ વાગ્યું છે. આથી થોડી વાર લાગશે. જ્યારે પણ તે મૂવમેન્ટ કરે તરત મને બોલાવજો.

અથર્વ : જી સાહેબ..!

( ત્રણેય જણા અનિમેષ નજરે કૃતિકા સામે જોઈ રહ્યા હતા. ક્યારે તે આંખો ખોલે..તેની રાહ જોતા હતા. ને ત્યાં જ કૃતિકાએ હાથ હલાવ્યો.)

કૃતિકાના પિતા : કૃતિકાએ હાથ હલાવ્યો..જો..જો..આપણી કિટ્ટી એ હાથ હલાવ્યો..( બહાર નર્સ પાસે જઈને..) નર્સ..નર્સ.. પ્લીઝ જલ્દી આવો..મારી દીકરી ભાનમાં આવી રહી છે.

કૃતિકાના મૉમ : હે..ભગવાન..! તારો ખૂબ ખૂબ આભાર પ્રભુ.. હવે જલ્દીથી મારી કિટ્ટીને સાજી કરી દે પ્રભુ..! મારી ફૂલ જેવી બચ્ચીને પહેલા જેવી કરી દે.

( અથર્વ કૃતિકા અને તેના મૉમ ડેડ ને જોઈ રહ્યો છે. તેને એ વાતની ખુશી થઈ કે તેને ભાન આવી ગયું પણ તે કૃતિકા સામે આવતા ડરે છે.તે કૃતિકાના મૉમ પાછળ સંતાવવાની કોશિશ કરે છે ને સંતાઈને કૃતિકાને જોઈ રહે છે.)

અથર્વ : હું કેવીરીતે કૃતિકાની સામે નજર મિલાવુ..? મેં તેને કેટલી દુઃખી કરી છે..?તે મને માફ તો કરશે ને..? ( અથર્વ મનમાં જ વિચારે છે.)

( ડૉક્ટર,નર્સ આવીને તેનું ચેકઅપ કરે છે. કૃતિકા આમથી તેમ નજર ફેરવે છે ને વ્યાકુળ થયે જાય છે. પણ તે એક શબ્દ પણ બોલતી નથી.)

ડૉક્ટર : હવે તને કેવું લાગે છે..? યુ ફીલ બેટર..?

(કૃતિકાએ માથું હલાવી હકારમાં જવાબ આપ્યો.)

To be continue...

ખુશ રહો..ખુશહાલ રહો..
મસ્ત રહો..સ્વસ્થ રહો..

🤗 મૌસમ 🤗