કરૂણાન્તિકા - ભાગ 3 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જયદીપ અહલાવત

    ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-83

    પ્રેમ સમાધિ પ્રકરણ-83 વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂ...

  • અગ્નિસંસ્કાર - 86

    બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં...

  • આગ

    **ચિંતન લેખ: આગ**આગ એ માનવજાત માટે એક મહત્વપૂર્ણ અને અનિર્વા...

  • વરસાદ સાથે ની યાદો

    કેમ છો મિત્રો , હું માનસી આજે જ્યારે વરસાદ આવ્યો તેને જોઈ ને...

શ્રેણી
શેયર કરો

કરૂણાન્તિકા - ભાગ 3

કરૂણાન્તિકા ( ભાગ 3 ) -મૌસમ

દૃશ્ય 3

સ્થળ : કોલેજનું ગાર્ડન

સમય : બપોરનો

પાત્રો : અથર્વ
કૃતિકા

( અથર્વની વાતો સાંભળીને કૃતિકાને ગુસ્સો આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેનું દિલ તૂટીને હજારો ટુકડાઓમાં વિખરાઈ ગયું હતું ને તે પોતે પણ સાવ ભાંગી ગઈ હતી. તે ત્યાં જ પોતાની જાતને સંભાળતા નીચે બેસી ગઈ. જ્યારે અથર્વ પર તેની કોઈ જ અસર નહોતી થઈ. બસ તે ચુપચાપ કૃતિકા પાસે બેસી ગયો.)

કૃતિકા : તો તે મારી સાથે પ્રેમનું નાટક કર્યું..? શું તું મને પ્રેમ નથી કરતો..?( રડતા રડતા કૃતિકાએ કહ્યું.)

અથર્વ : ના..હું તને નહિ મૃણાલીને પ્રેમ કરું છું..તારી સાથે તો બસ પ્રેમનું નાટક જ..

કૃતિકા : એક શરત જીતવા મારી લાગણીઓ સાથે રમતા તને શરમ ન આવી..? ખાલી એકવાર તે કહી દીધું હોત કે તું કોલેજમાં ફર્સ્ટ આવવા માંગે છે..હું ખસી જાત તે સ્થાનેથી.. અરે તારી ખુશી માટે તો હું ફેઈલ થવા પણ તૈયાર થઈ જાત.. આ બધું કરવાની ક્યાં જરૂર હતી..?

અથર્વ : હવે જે થયું તે થયું.. હવે એ બધું ભુલી જા.

કૃતિકા : ભૂલી જાઉં..? તારી સાથે વિતાવેલ તે પળ ભૂલી જાઉં..જ્યાં મને ખુશી મળતી હતી..? તારા ખોળામાં માથું રાખી સુતા મને કેટલું શુકુન મળતું..તે ભૂલી જાઉં..? દિન રાત તારા જ વિચારોમાં ખોવાયેલી રહેતી..તે ભૂલી જાઉં..? તારી સાથે જ તો હું ખુલીને હસી શકતી.. તે ભૂલી જાઉં..? જિંદગીભર તારી સાથે રહેવાના મેં સપનાં સેવેલા.. તે ભૂલી જાઉં..? મારાથી આ નહિ થાય અથર્વ..? તે ભલે મારી સાથે પ્રેમનું નાટક કર્યું હોય.. પણ મેં તો તને દિલથી નિઃસ્વાર્થ પ્રેમ કર્યો છે. કદાચ એટલે જ આ જનમમાં તો હું તને નહિ ભૂલી શકું.

અથર્વ : એ તારો પ્રૉબ્લેમ છે. તારે જે કરવું હોય તે કરજે. આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. મને કૉલ કે મેસેજ પણ ના કરતી.

કૃતિકા : પ્લીઝ અથર્વ આવું ના કર..હું તારા વગર કેવીરીતે જીવી શકીશ..? મને તારી આદત પડી ગઈ છે..! પ્લીઝ આવું ન કર..!

અથર્વ : સૉરી યાર.. ચાલ બાય..કૉફીશોપ પર પાર્થ અને મૃણાલી મારી રાહ જોતા હશે. ટેક કેર..ગુડ બાય..( અથર્વ ઊભો થઈ ત્યાંથી ચાલ્યો ગયો.)

કૃતિકા : અથર્વ પ્લીઝ.. ના જા.. અથર્વ.. થોડીવાર માટે ઊભો રહી જા..(કૃતિકા અથર્વને રોકવા બુમો પાડતી રહી અને રડતી રહી પણ અથર્વ પર તેની કોઈ જ અસર ન થઈ..)

દૃશ્ય 4

સ્થળ : કૃતિકાનો બેડરૂમ

સમય : રવિવાર..સવારથી રાત સુધી..

પાત્રો : કૃતિકા
તેની મમ્મી

(રવિવારની સવારના 8 વાગ્યા છે. કૃતિકા તેના બેડરૂમમાં હજુ પણ મોઢા પર તકિયો રાખીને સૂવે છે. )

મમ્મી : કિટ્ટી..ઓ કિટ્ટી.. ઉઠ..બેટા..આજ કેમ હજુ સુધી તું ઊંગે છે..?

કૃતિકા : ઊઠું છું મમ્મા..થોડીવાર સુવા દે..

મમ્મી : કિટ્ટી..! શું થયું બેટા..? કંઈ પ્રોબ્લેમ થયો છે..? રોજ છ ના ટકોરે ઊઠી જવા વાળી મારી દીકરી આજ હજુ પણ થોડું ઊંઘવાની જીદ કરે છે. તારી તબિયત તો સારી છે ને..?

કૃતિકા : બધું બરાબર છે.. મને કંઈ જ નથી થયું. તું જા..હું થોડીવારમાં તૈયાર થઈ આવું છું નાસ્તો કરવા.

મમ્મી : પણ તું મોઢા પર તકિયો રાખી કેમ બોલે છે..

કૃતિકા : અરે ઊંઘ આવે છે મને..પ્લીઝ મમ્મા..થોડીવાર મને એકલી રહેવા દે..!

મમ્મી : આજ કાલના છોકરાંઓને કંઈ પ્રૉબ્લેમ આવે એટલે એકલા રહેવું ગમે છે. આમ, કંઈ પ્રોબ્લેમ સોલ્વ થતા હશે..? પ્રૉબ્લેમને શૅર કરવાથી તેનો કોઈ ઉપાય નીકળે..એકલા રહેવાથી નહિ..!( મમ્મી કૃતિકાને સંબોધીને બોલે જતી હતી પણ કૃતિકાએ કંઈ જવાબ ન આપ્યો તો તે કિચનમાં ચાલી ગઈ.)

To be continue...

ખુશ રહો..ખુશહાલ રહો..
મસ્ત રહો.. સ્વસ્થ રહો...

🤗 મૌસમ 🤗