કરૂણાન્તિકા - ભાગ 8 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરૂણાન્તિકા - ભાગ 8

કરૂણાન્તિકા ભાગ 8

ડૉક્ટર : હવે તને કેવું લાગે છે..? યુ ફીલ બેટર..?

(કૃતિકાએ માથું હલાવી હકારમાં જવાબ આપ્યો.)

ડૉક્ટર : તમે લોકો કૃતિકા સાથે થોડી થોડી વાતચીત કરી શકો છો. પણ તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો. જેથી તે માનસિક રીતે જલ્દી સાજી થઈ જાય. અને મિસ્ટર શર્મા આપને આ મેડિસિન બહારથી કલેકટ કરવી પડશે. ( આટલું કહી ડૉક્ટર ચાલ્યા ગયા. કૃતિકાના પિતા પણ મેડિસિન લેવા ગયા. )

કૃતિકાના મૉમ : બેટા..જલ્દી સાજી થઈ જા પછી આપણે ઘરે જતા રહીશું. તારો ભાઈ ઘેર તારી રાહ જુએ છે. ( માથે હાથ ફેરવતા તેમણે કહ્યું. પણ કૃતિકા કઇ જ બોલી નહીં. માત્ર તે ટગર ટગર જોઈ રહી.)

કૃતિકાના મૉમ : અથર્વ.. બેટા.. કૃતિકા કંઈ બોલતી કેમ નથી..?

અથર્વ : ચિંતા ન કરો આંટી.. હમણાં જ તેને ભાન આવ્યું છે ને એટલે..

કૃતિકાના મૉમ : તું એનો મિત્ર છે.. તું એને વાત કરાવને..! કંઇક બોલતી થાય તો મારા જીવમાં જીવ આવે.( ત્યાં જ તેમના મોબાઈલમાં રિંગ વાગતા તે બહાર ચાલ્યા જાય છે. )

(અથર્વને કૃતિકાની આ હાલત જોઈ બહુ દયા આવે છે. કૃતિકાની આવી હાલતનો જવાબદાર તે પોતાને જ માને છે.તે ધીમેથી કૃતિકા પાસે જઈ બેઠો અને કૃતિકાનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો.)

અથર્વ : આઈ એમ સો સૉરી કૃતિકા..હું તારા પ્રેમને સમજી ન શક્યો ને તારાથી દૂર થઈ ગયો.. આઈ એમ સો સૉરી યાર..આજ પછી હું તને ક્યારેય છોડીને નહિ જાઉં..મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે તારો અથર્વ ક્યારેય તને દુઃખી નહિ કરે.. આઈ એમ સૉરી માય સ્વીટ હાર્ટ..આઈ એમ સૉરી..( આટલું બોલતા તો અથર્વ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગે છે. પણ કૃતિકા પર તેની કોઈ જ અસર થતી નથી.)

કૃતિકા : કોણ છો તમે..? ( આટલું બોલી તેણે અથર્વ ના હાથમાંથી પોતાનો હાથ છોડાવી દીધો.)

અથર્વ : હું.. હું અથર્વ..તારો અથર્વ..જો..ક્યાંય નથી ગયો..તારી પાસે આવી ગયો.. હંમેશા માટે..તું કહેતી હતી ને કે તું મારા વગર નહિ જીવી શકે..? હવે હું તારી પાસે જ રહીશ.. તને છોડીને ક્યાંય નહીં જાઉં..( અથર્વએ ફરી તેનો હાથ પકડી તેને પંપાળતા કહ્યું. તેના શબ્દે શબ્દે.. કૃતિકા પ્રત્યેનો અનહદ..અદ્ભૂત..અલૌકિક પ્રેમ વર્તાતો હતો. પણ કૃતિકા બાઘાની જેમ નવાઈથી તેની સામે જોઈ રહી હતી.)

કૃતિકા : ( ફરી અથર્વના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને..) કોણ અથર્વ.. ? તમે શું બોલી રહ્યા છો..?

અથર્વ : મને ખબર છે તું આમ કેમ બોલી રહી છે. હજુ પણ મારાથી નારાજ છે એટલે ને..? પ્લીઝ યાર માફ કરી દે..આઈ લવ યુ સો મચ બેબી..!( તેની આંખોમાં કૃતિકા પ્રત્યેનો પ્રેમ દેખાતો હતો. )

કૃતિકા : આ..આ..અ..અ..મને કંઈ યાદ કેમ આવતું નથી..?(કૃતિકાએ મોટેથી ચીસ પાડી કહ્યું.)

( ડોકટર,નર્સ અને તેના માતા પિતા દોડતા રૂમમાં આવ્યા.)

કૃતિકાના મૉમ : શું થયું બેટા..? કેમ ચીસ પાડી..?

કૃતિકા : તમે કોણ છો..? ડોકટર મને કંઈ યાદ કેમ નથી આવતું..? હું કોણ છું..? આ લોકો કોણ છે..? હું અહી કેવીરીતે આવી..? મને કેમ કઈ યાદ નથી આવતું..? શુ થઈ રહ્યું છે મારી સાથે..? ( ડોકટરએ ઇન્જેક્શન લગાવ્યું ને થોડી જ વારમાં કૃતિકા બેભાન થઈ ગઈ. )

આ સાંભળી કૃતિકાના માતાપિતા અવાક રહી ગયા. અથર્વ પણ સ્તબ્ધ થઈ ગયો.

ડોક્ટર : કૃતિકાના વ્યવહાર પરથી એવું લાગે છે કે તે તેની યાદદાસ્ત ખોઈ બેઠી છે. આ તેના માથા પર લાગેલા ઘાતક ઘાવનું પરિણામ છે. ઓપરેશનથી તેનું મગજ કામ કરતું તો થયું છે પણ ભૂતકાળમાં બનેલ દરેક ઘટના..બાબતો તે ભૂલી ગઈ છે.આવા પેશન્ટ ભૂતકાળને જાણવામાં વધુ અગ્રેસીવ થઈ જાય છે. હવે તમારે દરેકએ એક વાત નું ધ્યાન રાખવાનું છે કે તેની સામે ભૂતકાળમાં બનેલ કોઈ જ ઘટના વિશે વાત ન કરવી. આ તેનો નવો જન્મ છે એમ માની તેને દરેક બાબતોથી ફરી પરિચિત કરવી પડશે.

To be continue...

મૌસમ😊