કોમી એકતા ના પ્રતીક હાજીપીર Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

કોમી એકતા ના પ્રતીક હાજીપીર

કોમી એકતાના પ્રતિક હાજીપીર

ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં હાજીપીર આવેલી એક દરગાહ છે.આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. હાજીપીરનું મૂળ નામ અલી અકબર હતુ.તેઓ દિલ્હીના બાદશાહના લશ્કરમાં ઊંચો હોદે ધરાવતા હતા. હાજીપીર આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની સેનામાં એક સિપાહી તરીકે આ સ્થળે આવ્યા હતાં. તેમણે સેનામાંથી નિવૃત્તિ મેળવી અને નારા ખાતે સ્થાયી થયા. તેઓ બહારવટીયાઓથી ગાયોનું રક્ષણ કરતાં મૃત્યુ પામ્યા હતાં. તેમણે હજ કરી હતી તેથી તેમને હાજીપીર તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ ઝિન્દા પીર કે વાલી પીર તરીકે પણ ઓળખાય છે.

હાજીપીરમાં ચૈત્ર મહિનાના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૨૭ તારીખથી ૩ દિવસ એટલે ૨૯ તારીખ સુધી હાજીપીર ખાતે મેળો યોજાયો. તો ૨૯ અને ૩૦ એપ્રિલે બે દિવસ આમારા ખાતે કરોલપીર દરગાહે ઉર્ષ મેળો યોજાશે.ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવીને આ મેળામાં ઉમંગભેર સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવે છે. સાથે નજીકમાં કરોલપીર દરગાહે પણ દર્શન કરે છે.પાકિસ્તાનની બૉર્ડર નજીક, કચ્છના રણની કાંધી પર આવેલી હાજીપીરની દરગાહને કારણે સ્થાનિકે અનેક લોકોને રોજીરોટી મળે છે. આ મેળામાં સેવાધારીઓ સેવાના કેમ્પ લગાવે છે.

હજ કરી આવ્યા બાદ તેમને ફકીરીનો રંગ લાગ્યો. પ્રથમ હાજીપીર ફકીરી લિબાશમાં હઝરત ઈમામ હુશેનની દરગાહ ઉપર ગયેલા અને કરબલાની પવિત્ર ભુમિ કે જેના ઉપર હઝરત ઈમામ હુશેન અને તેના ૭૨ સાથીદારોએ શહાદત વહોરેલી તે પવિત્ર જમીન ઉપર પગે ચાલીને નહિં પણ છાતી વડે ઘસડાઈને હઝરત ઈમામ હુશેનની શહાદતને આગવી રીતે અંજલિ આપેલ હતી. ત્યારબાદ તેઓ પંજાબ થઈને સિંધ આવ્યા અને સિંધમાંથી કચ્છમાં રણની કાંધીએ લુણા ગામની પાસે આવીને વસવાટ કરેલો. માનવ સેવા કરતા અને અલ્લાહની ઈબાદત કરતા. બાજુના ગામમાં બહારવટીયાઓએ ધાડ પાડીને ગાયનું ધણ લઈ ગયા. આ ધણમાં એક હિન્દુ વિાધવાની ગાય હતી. તે રોતી રોતી બાબા પાસે આવી. ઘડીનો વિલંબ કર્યા વિના હાજીપીર બાબાએ હાથમાં તલવાર પકડી ઘોડા ઉપર બેસીને બહારવટીયાઓનો પીછો પકડયો અને હાલે જયાં શીરવા ગામ આવેલ છે ત્યાં બહારવટીયા સામે એકલે હાથે યુધૃધ કરેલુ.વાયકા એવી છે કે તે લડાઈમાં હાજીપીર બાબાનું શિર પડેલુ પણ ધડ પડેલુ નહિં. આાથી બહારવટીયાઓ ગાયોનું ધણ મુકીને નાસી છુટેલા. હાજીપીર બાબા સાહેબનું ધડ ગાયના ધણને પાછુ ગામમાં લાવેલ અને તે બાદ લુણા ગામ પાસે તે ધડ પડતા ત્યાં તેઓને દફનાવવામાં આવ્યા હતા. હાજીપીર બાબાની આ મુસ્લિમ સંતની, ગાયોના રક્ષણાર્થે આપેલી ભવ્ય કુરબાની હતી.

હાજીપીર હજ કરીને પાછા આવ્યા પછી કચ્છના રણમાં નરાગામમાં પહોંચ્યા. ચારે બાજુ પાણીની સખત અછત હતી. નરાગામ પાસેના સોંધ્રાણામાં નાનકડો ખાડો ખોદ્યો તો એ ખાડામાં મીઠું પાણી આવવા લાગ્યું. રણની વચ્ચે થયેલા આ ચમત્કારથી લોકો સ્તબ્ધ બની ગયા. એ પછી એ ખાડો મોટો કરી તળાવ બનાવ્યું. એ તળાવના કિનારે હાજીપીર રહેવા લાગ્યા. આજ સુધી એ તળાવનું પાણી સૂકાયું નથી. હાજીપીર આ તળાવ પાસે સતત ઇબાદત કરતા રહેતા. ગાય-ભેંસની ચાકરી કરતાં- કરતાં બંદગી સાથે સમય પસાર કરતા. પાસે આવેલા દુખિયારાઓનાં દુખ દૂર કરતાં.
આજે ગુજરાત અને બહારના પ્રદેશના બધી જ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ હાજીપીરનાં દર્શન માટે દૂર-દૂરથી આવે છે, હાજીપીરના મેળામાં લાખોની ભીડ ઊમટે છે, પણ આજ સુધી કોઈ દુર્ઘટના થઈ નથી. કરોલપીરની દરગાહ હાજીપીરથી અંદાજે ચાર માઇલ દૂર સત્તર મીટર લાંબી સમાધિ છે જેનાં દર્શન હાજીપીરનાં દર્શન સાથે કરવામાં આવે છે. દેશભરમાંથી પગપાળા ચાલતા આવતા સવાલીઓ માટે કચ્છભરમાં ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન દાતાઓ તરફાથી કરવામાં આવે છે.

નિરાધારની તેમજ ગૌધનની રક્ષા કાજે અનિષ્ઠ તત્વો સાથે બાથભીડી શહીદ થતા અલી અકબરશાહ ઝકરીયા હાજીપીરના નામે ખ્યાતિ પામ્યા. ત્રણ દિવસ યોજાતા મેળામાં છેલ્લા દિવસે ભારે દબદબા સાથે સંદલની વિાધી કરાય છે. ભવ્ય ઝુલુશ કાઢવામાં આવે છે. કચ્છ સુરા અને સંતોની ભુમિ તો છે જ સાથે ઓલિયાની ભુમિ પણ છે. અને એટલે જ સમગ્ર કચ્છની તમામ કોમો એકતા અને એખલાશાથી મેળા અને ઉર્ષ ઉજવે છે

ચમત્કારો એ શ્રદ્ધાનો વિષય હોવા છતાં એટલું જરૂર કહી શકાય કે રણની કાંધીએ બિરાજમાન એવા હાજીપીર કોમી એકતાનાં અદભૂત પ્રતીક છે.