મારા કાવ્યો - ભાગ 13 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા કાવ્યો - ભાગ 13

ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ 13
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



સ્વને ઓળખ

શું કામ મુંઝાય છે તું આજે?
આવ અને મળ તુ પોતાને આજે.
આપ સ્વને સ્વનો પરિચય.
બહાર કાઢ તારી ક્ષમતાઓ આજે.
આપ્યો મેં પરિચય પોતાનો.
"છું હું મજબૂત મનથી ઘણી,
કરું છું સામનો પરિસ્થિતિનો,
વાપરીને હૈયું ને રાખીને ધીરજ.
છું જેટલી લાગણીશીલ, એટલી જ હું કઠોર.
આવડે છે મને રાખતાં મનને,
હોય સામે પરિસ્થિતિ જેવી."



નિયમ જીવનનો

ક્યાં પૂછ્યું તેં મને,
શું ગમે છે મને?
શું ભાવે છે મને?
શું ફાવે છે મને?
ક્યાં ફરવું છે મને?
શું શોખ છે મારાં?
બસ, કહી દીધાં નિયમો,
તેં તારા ઘરનાં.
ગમશે, ફાવશે અને ચાલશે,
અપનાવ્યો આ નિયમ મેં.



જીવન એક સ્ત્રીનું

વહેતી ક્યાંક લાગણીઓમાં, મુંઝાતી સંબંધો સાચવવામાં.
અટવાઈ જતી ક્યારેક હું, સમય સાથે તાલમેલ સાધવામાં.

વીત્યાં વર્ષો આમ જ, ખોવાઈ હું સંસારની મોહમાયામાં.
મળ્યાં કેટલાંક મિત્રો મને, ખોવાયા હતાં જે વર્ષો પહેલાં.

તાજી કરી કેટલીય યાદોને અમે. ભાન થયું ત્યારે જ મને,
કે ક્યાંક ખોવાઈ ગઈ છું હું. બેઠી નિરાંતે આજે એકાંતમાં.

વાપરીને હૈયું ને રાખીને ધીરજ, આવડે છે મને રાખતાં મનને,
છું જેટલી લાગણીશીલ, એટલી જ હું કઠોર.

મળી હું મને જ એકાંતમાં. જાણ્યું ત્યારે જ મેં કે,
હોમી દીધું મારું સર્વસ્વ, સંસારની ફરજો નિભાવવામાં.



સ્ત્રી...

હું એટલે? એક સ્ત્રી...
સાંભળી કટુ વેણ કોઈનાં,
પહેરી લઉં છું મ્હોરૂ બહેરાશનું.
જોઈ પીડામાં સ્વજનને,
પહેરી લઉં છું મ્હોરૂ કઠોરતાનું,
કરવાને એમની ચાકરી.
જોઈ મારું વ્હાલું બાળ,
પહેરી લઉં છું મ્હોરૂ મમતાનું.
હોય વડીલો સામે મારી જો,
પહેરું મ્હોરૂ આમન્યાનું.
પતિ, બાળક, સાસુ સસરા
કે પછી હોય કોઈ અન્ય સ્વજન.
પહેરવા પડે મ્હોરા મારે,
જોઈએ જેને હું જેવી એવા.
ઊભી રહું જો અરીસા સામે,
શોધું હું મારું સાચું મ્હોરૂ,
હતું જે મહિયરનાં ઘરે...



આ તે કેવી માણસાઈ?

ચઢાવી ભોગ મોંઘા ભાવનાં,
ભિખારીને હડધૂત કરે ભક્ત...
મંદિરમાં માતાની પૂજા કરે,
ઘરની સ્ત્રીને અપમાનિત કરે...
ભાષણો સંસ્કારના આપે,
રહે ઘેરાયેલો વ્યસનોથી...
ઘર બાંધે જંગલોની જમીનો પર,
કરે ફરિયાદ હિંસક પશુ ઘરમાં આવવાની...
વાતવાતમાં ઉશ્કેરાઈ જાય,
કરી નાંખે ખૂન બીજાનું નજીવી બાબતમાં...
વાહ રે માનવી!!!
આ જ છે તારી માણસાઈ...



પુસ્તકો

ન કરે કોઈ માંગણી, ન કરે કોઈ દુશ્મની.
નથી વેર એને કોઈ સાથે, છે એ મિત્ર સહુનો.
આપે જ્ઞાન આખી દુનિયાનું સૌને,
નિભાવે દોસ્તી નિષ્ઠાથી સૌ સાથે.
રાખી શકો સાથે સદાય તમે એને,
જ્યાં જાઓ તો આપશે સાથ તમને એ.
શીખવે એ તમને નિતનવા પકવાન,
આપે જાણકારી ઔષધિની ઘણી.
શીખવે વ્યવસ્થા ઘરની,
ને શીખવે તમને ટેક્નોલોજી આજની.
આપે પરિચય મહાનુભાવોનો,.
શીખવે તમને ઉત્તમ જીવન જીવતાં.
હોય જ્યાં સાથ વાંચનનો તમને,
ક્યાંય ન આવે ઉદાસી તમને.
નિરાશામાં જગાવે આશાનું કિરણ બનીને પ્રેરણા,
હતાશામાં આપે હિંમત તમને.
શીખવે નિતનવા કૌશલ્યો સૌને,
મેળવી શકો આવક જેનાં થકી તમે.
ભલે ન વાંચો આખુંય પુસ્તક,
વાંચજો રોજનું એક પાનું પુસ્તકનું.
કંઈક તો શીખવી જશે એ પાનું તમને.
છે એક જ વિનંતિ આજનાં દિને,
કરજો પ્રોત્સાહિત આજની પેઢીને,
લઈ જજો એને પુસ્તકાલય તરફ.
જાય છે જે હાલમાં રેસ્ટોરાં અને થિયેટર તરફ.




પાણી

રંગ વગરનું હું, આકાર વગરનું હું.
ઢળી જાઉં એવી રીતે જાણે છું એ જ!
તકલીફ એક જ મારી,
છું હું મર્યાદિત ઘણું!
પ્રાપ્ય સ્ત્રોતો મારા ઘણાં,
પણ થયાં પ્રદુષિત લગભગ બધાં.
કપાતાં ગયાં જંગલો ઘણાં,
અને ઓછી થતી ગઈ જમીનો.
ઢગલા પ્લાસ્ટિકનાં થયાં જમીનમાં,
ને રસ્તો મારો થયો બંધ!
નથી સમજાતું મને કેમ કરી જાઉં,
જમીનમાં અંદર તો છે મારું ઘર!
ખીજ ઉતારે સૌ મારા પર,
વહેતું હું જ્યારે બનીને પૂર જમીન પર.
કેમ ન સમજે આ માનવજાત એવું?
છે રસ્તો મારા ઘરનો બંધ,
એટલે જ તો ફેલાઉ છું તારા રસ્તે હું!!!
કરો વપરાશ ઓછો પ્લાસ્ટિકનો,
ને ઉગાડો વૃક્ષો વધુ,
જુઓ પછી સૌ કોઈ,
કેવા રાખું તાજામાજા સૌને!!!
જો ન કરશો મારું રક્ષણ,
તો ગાયબ થઈશ હું સદાય માટે.
આપતાં પૈસા અઢળક મને લેવા,
તોય ન હશે મારું અસ્તિત્વ!!!
છું હું હજુય ધરતી પર,
બચાવો મને અને વધારો મને,
એમ જ થોડું કહેવાઉં હું,
"ધરતી પરનું અમૃત".
હું છું તો છે તમારું જીવન!
હું છું વહેતું પાણી,
કરું વિનંતિ એક જ,
બચાવો પર્યાવરણ વૃક્ષોને વાવી!



આભાર.

સ્નેહલ જાની