લેખનો પ્રકાર:- કાવ્ય
કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
હસ્તમેળાપ
દિવસ છે ઉમંગથી ભરેલો,
મન છે ખુશીઓથી ભરેલ,
હૈયું છે વ્યાકુળ,
આવ્યો પ્રસંગ દીકરીનાં લગ્નનો,
થયો સમય હસ્તમેળાપનો,
પડી બૂમ 'કન્યા પધરાવો, સાવધાન',
શું આ હતી વરરાજા માટે ચેતવણી?
ભાઈ, સાચવજો, આઝાદી થઈ પૂરી.
માંગશે આ કન્યા પળપળનો હિસાબ.
વિચારી લેજે, આગળ વધવું છે
કે ભાગવું છે અત્યારે જ!
😂😂😂
પહેલું હાસ્ય
આવી એક નાની પરી ઘરમાં,
ક્યારેક જાગતી ક્યારેક ઊંઘતી.
રમાડવું હોય જ્યારે સૌએ,
રહેતી સદાય ઊંઘતી એ.
રાહ જુએ સૌ કોઈ એની,
ક્યારે જાગે અને લઈએ હાથમાં.
જાગે જ્યારે એ, ઘરનાં સૌ બાંધે વારા,
પહેલા લઈશ હું અને પછી લેજે તું.
અંતે આવી એ મારા હાથમાં,
જોઈ મને ખુશ થઈ એ પરી,
હતું એ અવિસ્મરણીય હાસ્ય!
અને શું કામ ન હોય?
મારી વ્હાલી પરી,
હતું એ મારી લાડલી દીકરીનું પહેલું હાસ્ય.
અખબાર
નિતનવા સમાચાર લાવે છે અખબાર,
જ્ઞાનનો ખજાનો છે અખબાર,
નાના મોટા સૌ કોઈનું રાખે છે ધ્યાન અખબાર,
હોય રમત ગમત કે ફિલ્મો, કે હોય
બાળસાહિત્ય, હોય સમાચાર શહેરનાં
કે હોય પછી એ ગામે ગામનાં, કે પછી
હોય એ દેશનાં વહીવટનાં, મળશે સૌ
પ્રકારનાં સમાચાર આ અખબારમાં!
નથી જોતું ઊંચ નીચ કે નથી રાખતું
કોઈ જાતનો ભેદભાવ,
બતાવે છે દર્પણ એ સહુ કોઈને.
મળે છે ઘણાં ઉપાયો સ્વાસ્થ્ય સંબંધી,
હોય છે અવનવી રસોઈની વાનગીઓ,
મળે છે સુંદર અધ્યાત્મિક વાતાવરણ, જ્યારે
વાંચીએ છીએ કોઈ ધાર્મિક લેખ.
મળે છે અદ્ભૂત કવિતાઓ અને લેખો,
આ થકી મળે છે તક કવિઓ અને લેખકોને,
વાંચે છે અખબાર એક વાચક - રાખી
એનાં પર વિશ્વાસ, રાખીએ એ જ વિશ્વાસ
કે ક્યારેય ન છપાય જુઠ્ઠાણુ ભટકાવવાને ધ્યાન.
પડે છે સવાર વાંચીને એ અખબાર,
કાશ થાય એવું કે મન થાય પ્રસન્ન વાંચી
બધાં જ સારા સમાચાર.
ન આવે કોઈ સમાચાર ચોરી, લૂંટફાટનાં,
કે ન આવે સમાચાર છેતરપિંડીનાં,
ન લૂંટાઈ હોય લાજ કોઈ અબળાની,
કે ન ચોરાયું હોય બાળક કોઈનું.
મળે જો કોઈને આવું અખબાર જાણ મને કરજો,
વાંચીશ વહેલી તકે એ અખબાર, સાચવીશ
એને જીવનભર. યાદ રાખીશ કે હતો એક
દિવસ એવો પણ કે જ્યારે નહોતાં એક પણ
ખરાબ સમાચાર. આ રહ્યું એ અખબાર!
ધરતીના સંતાન
છે ખેડુઓ ધરતીના સંતાન, પહોંચાડે છે ખોરાક દુનિયાને.
આમ જ છે બધાં જ જીવ આ જ ધરતીના સંતાન.
માનવી હોય કે પ્રાણી કે હોય કોઈ જંતુ,
ધરતીમાને વ્હાલા એનાં તમામ સંતાન.
ક્યારે સમજશે માનવી કે નથી આ ધરતી એની એકલાની.
નીકળ્યો છે કબ્જો જમાવવા જમીન
પર જે છે અબોલ પ્રાણીઓની પણ.
જંગલ કાપ્યા, ખેતર વેચ્યા, બનાવ્યાં જંગલો, ખેતર કોંક્રિટનાં.
ભૌતિક સુખોની પાછળ કર્યાં પ્રદુષિત હવા પાણી.
ક્યાંથી રહે સ્વસ્થ પછી ધરતીના સંતાન?
માછીમાર
પાથરે જાળ, ફસાવે માછલી,
પકડી માછલી વેચે એને,
ભરે પોતાનું અને પારકાનું પેટ.
નથી કોઈ કપટ એનાં મનમાં,
તોયે એ મારે છે માછલીઓ,
કરવાને પાલન થઈ ઘર ધણી!
કરવાને મજબૂર છે એ આ વ્યાપાર,
માછીમારી કરે છે એટલે જ તો
એ છે માછીમાર!
મારી વ્યથા
આજે મનાવે નાતાલ કોઈ,
તો કોઈ મનાવે ગીતા જયંતિ,
કોઈ મનાવે new year તો
કોઈ મનાવે નૂતન વર્ષ,
કોઈ ઉજવે નવરાત્રિ તો
કોઈ મનાવે ઈદ.
કોઈ જાય ગુરુદ્વારા તો
કોઈ આતશ બહેરામ.
ખબર નથી પડતી આ ધર્મોના ચક્કરમાં,
ક્યારે મનાવશે માનવતાનો તહેવાર?
પોતાનો ધર્મ તો સૌ કોઈ મનાવે,
ક્યારે મનાવશે માનવ ધર્મ?
🙏
આભાર.
જય શ્રી કૃષ્ણ.🙏
સ્નેહલ જાની