Mara Kavyo - 12 books and stories free download online pdf in Gujarati

મારા કાવ્યો - ભાગ 12

પ્રકાર:- કાવ્યો
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



વિરહ

લાગે છે થંભી ગયેલો સમય,
જ્યારે તુ નથી હોતો સાથે...
લાગે છે થંભી ગયેલો સમય,
જ્યારે સહેવો પડે છે તારો વિરહ...
લાગે છે થંભી ગયેલો સમય,
જ્યારે નથી સંભળાતો તારો અવાજ...
થંભી જાય છે સમસ્ત સૃષ્ટિ,
જ્યારે વિરહ થઈ જાય છે ખૂબ લાંબો!!!
.
.
.
.
.
ખરેખર જ્યારે પ્રકૃતિ સાથે ચેડાં થાય છે ત્યારે એમાંથી આવતો સમસ્ત કલરવ બંધ થઈ જાય છે.



થંભી ગયેલો સમય

બન્યો છે માહોલ એવો કે લાગે છે
થંભી ગયું છે જીવન...
દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા જાણે
થંભી ગયો સમય...
બંધ છે શાળાઓ, બંધ છે કૉલેજો,
જાણે થંભી ગયું છે બાળપણ...
બંધ હોટલો, બંધ સ્વીમીંગ પુલો,
લાગે સૂના ભેંકાર...
બંધ છે ફરવાના સ્થળો,
જાણે થંભી ગયું જીવન...
ડરે છે માનવી રહેતાં એકબીજા સાથે,
પણ નથી અટક્યો કરતાં ખોટા કામ...
જાણે થંભી ગયો સમય પણ
ચાલુ છે ઘડિયાળના કાંટા...
થંભી ગયું હતું જીવન વનરાજીનું...
ખૂટતાં ઓક્સિજન માનવીને
જીવિત થઈ વનરાજી પાછી...
ખૂલી ગયું છે મોટાભાગનું જનજીવન,
લાગે છે ફરીથી જીવંત થયો
એ થંભી ગયેલો સમય.....



મારા શબ્દો

સાચવીને વાપરું છું મારા શબ્દો,
કોઈકને દુભાવે નહીં આ મારા શબ્દો!

ધ્યાન રાખું છું સદાય, કોઈનું ય અપમાન
ન કરે આ મારા શબ્દો...

લાગણી દર્શાવે છે આ મારા શબ્દો,
તો ક્યારેક પાઠ ભણાવે છે મારા શબ્દો!

હોય ભલે જરુરી બોલવા મીઠાં શબ્દો,
પણ ક્યારેક જરુરી હોય છે કડવા શબ્દો!

કોઈકને સુધારે કોઈકને બગાડે એ જ છે
ખાસિયત આ શબ્દોની...

અટવાય છે માનવી બોલીને ક્યારેક,
સમજાતું નથી વાપર્યા હતાં કયા શબ્દો?

સંબંધ બગાડે શબ્દો તો એ જ સંબંધ
ફરી સુધારે છે આ શબ્દો!

સાચવવા આ શબ્દો બને એટલાં,
હોય ન જરુરી બોલવું ત્યાં રહેવું મૌન સદાય...



ફૂલની પાંખડી

ક્યારેક બને અત્તર તો ક્યારેક છુંદાય પગતળે,
આકર્ષાય ભમરો ને આકર્ષાય પતંગિયું,
મધમાખીને તો જાણે મળ્યું સ્વર્ગનું સુખ,
ક્યારેક ચઢે પાર્થિવ દેહ પર તો ક્યારેક કબરે,
શોભાવતી એ દરેક જગ્યા જ્યાં પણ
ચઢતી આ ફૂલોની પાંદડી,
મહેકી ઉઠે એ દરેક જગ્યા જયાં હોય
આ ફૂલની પાંદડી!!!

અનુભવે ધન્યતા આ ફૂલની પાંદડી,
જ્યારે ચઢે એ પ્રભુ શિરે કે પછી
ચઢે પ્રભુ ચરણોમાં......

જાણે છે આ ફૂલની પાંદડી,
નથી અસ્તિત્વ મારું ચિરકાળનું,
તોય ખીલતી હસતી હસતી,
ને મહેકાવતી દરેક સ્થળ
જ્યાં જ્યાં એ જતી!!!

શીખો એ ફૂલની પાંદડી પાસે,
કેમ કરવું સત્કર્મ ને ફેલાવવી
કર્મોની સુવાસ...
ભલે મટશે અસ્તિત્વ આપણું,
તોય રહેશે સત્કર્મોની સુવાસ...




ફેસબુક

યાદોનો સંગ્રહ કરે છે ફેસબુક,
સમય સમય પર પ્રસંગ યાદ
અપાવે છે ફેસબુક!!!

માહિતીનો ખજાનો છે ફેસબુક,
મિત્રોનું ઓનલાઈન મુલાકાત
માટેનું સ્થળ છે ફેસબુક!!!

વાપરતાં આવડે તો ખૂબ
જ જરુરી છે ફેસબુક,
નહીં તો સમય બગાડે છે ફેસબુક!!!

થાય છે બે અજાણ્યા મિત્રો અહીં,
થાય છે ક્યારેક બે હૈયા એક અહીં!!!
ક્યારેક સંબંધ સાચો ક્યારેક માત્ર બદલો!!!

ભોળવે છે ધુતારા અહીં લઈને તકનો લાભ,
ન કરવો ભરોસો અહીં વિના જાણ્યે સાચ,
વાપરો ફેસબુક સાચવીને ખાસ!!!

વરદાન છે જૂના મિત્રો માટે ફેસબુક,
શોધે છે અને મળે છે એકબીજાને
વર્ષો પછી એઓ આ ફેસબુક પર!!!

નથી માત્ર મિત્રો માટે જ આ ફેસબુક,
એ તો છે માહિતી અને જ્ઞાન મેળવવાનું પણ
સુંદર માધ્યમ!!!



ઝરણું

ખળખળ વહેતું ઝરણું,
નીડર થઈને વહેતું...
ચીરીને મોટા મોટા પહાડો,
પોતાનો રસ્તો બનાવતું...
ડર વિના પડતું જ્યારે
ઊંચા પહાડેથી...
તોડી નાખતું પથ્થરને!
શીખવતું જાય આ ઝરણું,
ડરપોક માનવજાતને,
શીદને ટૂંકાવે છે જીંદગી,
ડરીને આવતી મુસીબતોથી?
આવે મુસીબત પહાડો જેવી,
તોય કરવો સામનો હિંમતથી!!!
નથી આવતું કોઈ મુસીબતમાં
ભાગ પડાવવા, જુએ છે તમાશો માત્ર.
શીખવે છે નાનકડું ઝરણું,
રાખતાં હિંમત અને કરતાં
મુસીબતોનો સામનો...




રમતો

શરીરનું ઘડતર કરે રમતો,
સહકારનો ગુણ વિકસાવે રમતો,
સાથે રહીને કામ કરતા શીખવે રમતો!
જાતજાતની ને ભાતભાતની રમતો,
પણ બાળકોની પ્રિય એવી ક્રિકેટની રમત!
જોવા મળે બાળકો રમતાં ક્રિકેટ,
પછી હોય ભલે સ્કૂલનું મેદાન કે
હોય શહેરની કે ગામની ગલીઓ!
લડતાં ઝગડતાં સાથે રમતાં,
ક્યારેક કિટ્ટા ક્યારેક બૂચ્ચા કરતાં!
હોય મોટો ઝગડો ગમે તેવો,
પહેલા આપો બેટિંગ એટલે
થતો ઝગડો ત્યાં જ પૂરો.....



દુર્ઘટના

થઈ દુર્ઘટના જીવનમાં જ્યારે આવી ઉપાધિ,
નથી કોઈ ઉકેલ આ ઉપાધિનો, રહેશે એ
ઉપાધિ જીવનભર સાથે ને સાથે.....
કેમ કરી ભૂલાય એ દિવસ દુર્ઘટનાનો?
હતાં સૌ ખુશ એ દિવસે, ન્હોતી ખબર
કોઈને કે છે આ દિવસ એકમાત્ર ખુશીનો,
પછી તો દરરોજ અકસ્માતો જ અકસ્માતો!
ક્યારેક નાનાં ક્યારેક મોટા અકસ્માતો,
ક્યારેક આખોય દિવસ સુખરૂપ!!!
આવે છે આ દિવસ દુર્ઘટનાનો ક્યારેક
તો દરેકના જીવનમાં,
બચી જાય છે નસીબદાર લોકો,
જેમનાં જીવનમાં નથી આવતો આ દિવસ......

મને લાગે છે તમે બધાં સમજી જ ગયા છો કે હું કયા દિવસ અને કઈ દુર્ઘટનાની વાત કરું છું. બરાબર ને? હા, એ જ લગ્નદિવસ. જીવનમાં એક જ વાર આ દિવસ આવે છે, પણ ઉજવવો આખી જિંદગી પડે છે.😀😀😀



મારી દિકરી

આવી જિંદગીમાં એ છોકરી,
બદલાઈ ગઈ મારી આખી દુનિયા,
જોઈ જ્યારે પહેલી વાર એ છોકરી,
ખસતી ન્હોતી નજર એ મુખડેથી,
સુંદર ગુલાબી ચહેરો,
મનમોહક આંખો, ઢીંગલી લાગતી
એ છોકરી.....
વર્ષો વિત્યા, થતી ગઈ મોટી એ છોકરી,
આજે છે એક સમજદાર છોકરી,
ભલે રહી ઉંમર માત્ર દસ વર્ષની...
મારી વ્હાલી, મારી મીઠડી,
મારા કાળજાનો કટકો છે
એ છોકરી.....
એ છે મારી વ્હાલી દિકરી,
મારી સ્તુતિ.....
Love you beta💗



ઉગતો છોડ

ઉગતો છોડ જુઓ પાર કરે
વિઘ્નો કેટલાંય - માટી, પાણી,
વરસાદ, ભૂકંપ, રેલ, દુકાળ...
ને તોય મક્કમ મનોબળ એનું,
નીકળે એની કૂંપળો હળવેથી!!!
ન હારે હિંમત એ, ઉગે જોઈ આકાશ...
આ જ શીખો જોઈને આ
ઉગતો છોડ, ન હારવું ક્યારેય
આવે પરિસ્થિતી ગમે તેવી!!!

આવું જ છે એક નાનું બાળ,
એ તો છે એક ઉગતો છોડ,
જેવું સિંચન તેવો પાક!!!
શીખવો એને માનવતાનાં પાઠ,
એ તો છે એક ઉગતો છોડ...
વળી જશે એ જેમ વાળશો એમ,
થશે જ્યારે એક મજબૂત ઝાડ,
નહીં વાળી શકો એને કરો
પ્રયત્ન વારંવાર...
બનશે એ ઝાડ તો તોડવું પડશે એને
પણ ઝુકશે નહીં એ ક્યારેય.....

છે સમય એને નાજુક બનાવવાનો,
જ્યારે છે એ ઉગતો છોડ......
શીખશે એ બધું જ અનુકરણ થકી,
તો કરીએ આચરણ રાખી સંભાળ!!!

શીખવે એ ઉગતો છોડ, ઉગવું ત્યાંથી
જ્યાંથી કાપ્યા કોઈએ, ન માનવી હાર
કોઈનાં શબ્દો થકી.
કરવું સ્વવિકાસ વિના થયે નિરાશ,
દુનિયા તો છે વિવિધરંગી,
આજે સાથે ને કાલે સામે!!!

છે ઉગતો નાનો છોડ બાગમાં,
છે ઉગતો નાનો બાળ ઘરમાં!
માંગે બંને જ કાળજી બહુ...
રાખવું બંનેને સંભાળીને બહુ...

આભાર🙏
- સ્નેહલ જાની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED