લેખનો પ્રકાર:- કાવ્ય
કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
મારા કાવ્યો ભાગ 1ની કવિતાઓ આપ સૌને પસંદ પડી હશે. આ કાવ્યો માટે મળેલ આપ સૌનાં પ્રતિસાદ બદલ આભાર.
પ્રેમ
ક્યાં થાય છે પ્રેમ જોઈને સરહદો,
આજ કાલ તો થાય છે પ્રેમ,
ફેસબૂક પર. નથી જોતો કે
ક્યાં છે એ પ્રિયજન,
બસ ઝંખે છે મન એનું પામવાને એને.
થાય છે પ્રેમ અજાણ્યા અને
ક્યારેય ન મળેલા કે જોયેલા સાથે,
પછી ભલે કહેવાય પ્રેમ સરહદ પારનો.
નથી પૂછતો પ્રેમ નામ કે સરનામું,
એ તો બસ થઈ જાય છે વગર જાણ્યે.
લાગણીઓના ઉરમાં તણાય છે પ્રેમીઓ,
કોઈ ડૂબી જાય છે તો કોઈ ભવ તરી જાય છે.
નથી પૂછતું કોઈ નાત જાત,
બસ કરે છે પ્રેમ એકબીજાને,
ભલે રહેતાં હોય બંન્ને સરહદની આરપાર.
જીવનસાથી
હતાં સૌ મારી સાથે,
મમ્મી પપ્પા અને ભાઈ બહેન,
તોય કંઈક ખૂટતું હતું બધાને.
સૌ કોઈ રાહ જોતાં હતાં
મારા મોટા થવાની.
થઈ મોટી અને શોધમાં લાગ્યા
મારા માટે એક જીવનસાથી.
અંતે એક દિવસ થઈ એમની શોધ પૂરી,
મળ્યા એમને ઘરનાં જમાઈ,
અને આપી મને ભેટ એ પ્રેમાળ જીવનસાથીની.
ભયાનક આંખો
જોઈ એ આંખો,
હતી ભરી આંસુઓથી,
મૂંગા મોંએ થતી હતી માંગણી,
એની લાચારી ટપકતી હતી
એની એ લાચાર આંખોમાં,
લંબાવ્યો હાથ કંઈક મળશે
એ આશાએ અને હાથ લાગી નિરાશા,
ભૂખથી ટળવળતી એ આંખો,
લાગતી હતી ભયાનક,
કેમ કોઈને દયા ન ઉપજી,
રસ્તા પર ભીખ માંગી રહેલ
એ બાળકને જોઈને?
શું ન જોઈ શક્યું કોઈ ભૂખથી
ખાવાનું શોધતી એ
ભયાનક આંખો?
માન ત્રિરંગાનું
છે દેશની શાન ત્રિરંગો,
જાળવો એનું માન સદાય.
ક્યારેય ન નમે નીચો એ,
રાખો એનું ધ્યાન સદાય.
આપી યોગ્ય સન્માન ત્રિરંગાને,
ન ફેંકો રસ્તા પર કે કચરામાં,
દેખાય જો રસ્તા પર કે કચરામાં,
તરત જ ઊઠાવી લો ત્યાંથી,
જાણી લઈ એની વિધી,
આપો એને યોગ્ય અંતિમ વિદાય.
છે દેશની શાન ત્રિરંગો,
માંગે છે આપણું ધ્યાન ત્રિરંગો.
ન ભૂલો ક્યારેય છે દેશનાં
સન્માનનું પ્રતિક ત્રિરંગો.
દેશવાસી આપશે એને માન,
તો જ દુનિયા કરશે એનું સન્માન.
ન ચૂકો ક્યારેય ફરજ પોતાની,
છે દેશને જરુર તમામ દેશવાસીઓની.
જયહિંદ.
ભારતમાતાકી જય.
સમર્પણ
ન હોય સમર્પણ સ્વાર્થનું,
કે ન હોય સમર્પણ જરૂરિયાત મુજબનું.
ન હોય સમર્પણ પોતાને નાપસંદ બાબતનું,
સમર્પણ તો હોય પોતાની જાતનું,
ન કોઈ કદર કરે આપો ગમે તેટલું સમર્પણ,
સૌથી શ્રેષ્ઠ સમર્પણ, આપો પ્રભુને
તમારુ જીવનભરનું સમર્પણ.
સોંપી દો પોતાને ભગવાનને,
એ જ છે
સમર્પણ જીવનભરનું.
શાંતિ મંત્ર - ૐ
ૐ છે શાંતિ મંત્ર,
જપો એને દરરોજ,
થશે મનનાં વિકારો દૂર,
મળશે મનને પરમ શાંતિ.
રાખો મોં સદાય હસતું,
બીજા થશે જોઈ એને રાજી!
મળશે શાંતિ એનાં મનને,
બનશે તમારું હાસ્ય
એનો શાંતિ મંત્ર.
સ્વાર્થની આ દુનિયામાં
નથી કોઈ કોઈનું,
કરીએ પ્રયત્ન કે
મળે શાંતિ સૌને
આપણાં થકી.
બનીએ કોઈનો શાંતિ મંત્ર,
કરીએ રાહત એનાં જીવનમાં.
શાંતિદૂત
છે પારેવડું શાંતિદૂત,
ફરે છે લઈને સંદેશા.
ક્યારેક હોય છે માઠા સમાચાર,
તો ક્યારેક સંદેશ ખુશીના,
પ્રેમીઓ માટે લઈ જાય છે,
સંદેશ દિલની ઠંડકનાં.
હે પારેવડાં! ક્યારેક તો આપ
સંદેશ શાંતિનો આ અશાંત દુનિયાને,
આવ તું બનીને શાંતિદૂત.
શીખવ આ દુનિયાને કેમ રહેવું શાંતિથી?
નથી રહ્યું કોઈ કોઈનું આજે,
છે ભીતર અશાંતિ અપાર.
એકની પ્રગતિ જોઈ બીજો બળે,
ક્યાંથી રહે મન શાંત?
હે પારેવા! આવ તું બની શાંતિદૂત.
વાંચવા બદલ આભાર🙏
સ્નેહલ જાની