શિવકવચ - 11 Hetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવકવચ - 11

બધાએ ભાવથી દર્શન કર્યાં. દર્શન કરીને બહાર આવ્યા. મંદિરની બાજુમાં એક નાનો કુંડ હતો.જેમાં બે પત્થર તરતા હતા. પુજારીએ કહ્યું
" આ પત્થર વર્ષોથી આવી રીતે પાણીમાં તરે છે."
"પત્થર પોલા હશે "શિવ બોલ્યો.
"ઉચકીને જુઓ. "
શિવ એક હાથે પત્થર ઉચકવા ગયો પણ ના ઉચકાયો એણે બે હાથે પત્થર ઉચક્યો. ખાસ્સો ભારે હતો. બીજો પણ ઉચકીને જોયો એ પણ ભારે હતો.
"ખરેખર ખૂબ જ આશ્ચર્યની વાત છે આટલાં ભારે પત્થર તરે કેવી રીતે?"
"એવી કથા છે કે રામ ભગવાન જ્યારે લંકા ગયા ત્યારે જે રસ્તો બનાવ્યો હતો તેના આ બે પત્થર છે."
બધાએ પત્થરને હાથ અડાડી માથે લગાવ્યો. પુજારી બધાંને પેલાં ચોતરાં પર લઇ ગયા જ્યાં પેલા સાધુ બેઠા હતાં.
"અમારા ગુરુ બાબા ગંગાધર પાસે આર્શીવાદ લો અને હા હમણાં બાર વાગે પ્રસાદ તૈયાર થઈ જશે તો અહીં પ્રસાદ લઈને જ જજો."
બાજુમાં એક હોલ અને રસોડું હતું તે બતાવીને પુજારી બોલ્યાં.
બધા ચોતરાં પાસે આવ્યા ગંગાધર બાબાએ જાજમ પાથરેલી હતી તેના પર બેસવા ઈશારો કર્યો. બધા ઉપર ચઢી પગે લાગીને જાજમ પર બેઠા.
શિવે એનો પરિચય આપ્યો. ભલાદાદાનું નામ સાંભળીને ગંગાધર બાબાના ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ.
"અરે તુમ ભલાચાચા કે પોતે હો બહુત બઢીયા હેં. ભલાચાચા બહુત અચ્છે ઇન્સાન થે. બલ્કી મુજે વહ હી યહાં લેકે આયે થે. મેં ઘર છોડકે નીકલા થા. ભટકતે ભટકતે યહાં જંગલમેં આ પહુંચા. એક પેડકે નીચે ભૂખા પ્યાસા બેઠા થા તભી ચાચા વહાં સે નીકલે .ઉન્હોને મુજે પૂછા મેને સબ બાત બતાઈ. વહ મુજે ઇસ મંદિરમેં લેકે આયે. મેરા રહેનેકી ઓર ખાને કી વ્યવસ્થા કરી.મુજે સાથમેં રખકર સબ પૂજાપાઠ મંત્ર શ્લોક શિખાયે . મેરા જીવન સફલ કર દીયા.હમેંશા યહાં ટાઇમ સે આ જાતે થે ઓર બહુત ભક્તિ ભાવ સે પૂજા અર્ચના કરતે થે. વો જબ તક થે ઇસ મંદિર કી રોનક હી કુછ ઔર થી .ચલો આજ તુમ લોગો કો દેખ કે આનંદ હુઆ.પ્રસાદ લેકે હી જાના. "" સાધુબાબા ખૂબ જ પ્રસન્નતાથી બોલી રહ્યાં હતાં.
ગોપીને ભલાભાઇની સારપની ફરી એક વાર અનુભૂતિ થઈ.
"દાદા ઇતના ઘંટા ચલકે હરરોજ કેસે આતે હોંગે?" શિવે પ્રશ્ન કર્યો.
"અરે નહીં બચ્ચા ગાડી લેકે આતે હે ઉનકો થોડા ઘૂમકે આના પડતા હે .પેદલ રાસ્તા થોડા છોટા હે. તુમ્હારે ગાંવ સે યહાં દસ સે પંદ્વાહ મિનિટ લગતા હે આને મેં. ભલાચાચા સુબહ છે બજે આ જાતે થે."
"અચ્છા."
" યહાં આસપાસ મેં કુછ ઔર દેખને જેસા હૈ?" તેજે બાબાને પ્રશ્ન કર્યો.
"હાં હાં યહાં સે દાંઈ ઔર થોડા ઉપર જાઓ .વહાં ભી એક મંદિર હે ઓર છોટાસા સુંદર ઝીલ હે. ઉસમેં કમલ ભી હોંગે. વહાં દો કછુએ હૈ ઉનકી ઉમર કિસીકો પતા નહીં ઇતને સાલો સે હૈ યહાં."
"અચ્છા તો હમ થોડા ઘૂમકે આતે હૈ.'
"હાં તબતક ભગવાન કો ભોગ ભી લગ જાયેગા. ફીર સબ સાથમેં પ્રસાદ લેંગે."
"ઠીક હૈ" કહી શિવ બાબાને પગે લાગ્યો.
બધા વારાફરતી પગે લાગ્યા.
"અરે હાં યહાં સે બહાર નીકલતે હી બાંઈ ઔર ઉપર જાને કા રાસ્તા હૈ. વહાં સે થોડા ઉપર જાઓગે તો મંદિર કે પીછે કે ભાગમેં એક પેડ હૈ જીસકે મૂલ મેં સે જલધારા નીકલતી હૈ. વો ભી દેખ લેના. વહી પાની યહાં મંદિરમેં શિવલિંગ કે નીચે સે બહતા હૈ. ચાચા હમેંશા વહ પેડ કે દર્શન કરને જાતે થે.'
સાંભળીને બધાની આંખો ચમકી.
બધા બહાર નીકળ્યા.ડાબી બાજુ ઉપર તરફ ઢાળવાળો રસ્તો હતો. બધા ધીમે ધીમે ઉપર ચઢ્યા. થોડેક આગળ ગયા ત્યાં ડાબી બાજુ એક મોટું વૃક્ષ હતું. એના નીચેના ભાગમાંથી પાણી બહાર આવી રહ્યું હતું. બધા આશ્ચર્યથી જોઈ જ રહ્યા. તેજે ફોટા પાડ્યા. ઝાડ પર સાપની કાંચળી લટકતી હતી. નીલમ તો જોઇને ડરી ગઈ.
"બાપરે કેવું બીક લાગે તેવું જંગલ છે."
ગોપીએ ધીમેથી કાંચળી કાઢીને એના પર્સમાં મૂકી.
"એવું કહેવાય છે કે કાંચળી આપડી તિજોરીમાં મૂકીયે તો તિજોરી ભરેલી રહે."
"મમ્મી તું આ બધી ખોટી અંધશ્રદ્ધામાં વિશ્વાસ ના કર."
"તું બેસ છાનોમાનો. મને ખબર પડે છે મારે શું કરવું.તું તારૂ કામ કર."
"શિવ ઝાડ તો મળી ગયું હવે આપણે એની પાછળ ક્યાં ખોદવાનું એ શોધવું પડશે.' તાની બોલી,
'હા ચાલો પાછળ જોઈએ."
બધા પાછળ ગયા. પોત પોતાની રીતે પ્રયાસ કરવા લાગ્યા. પંદરવીસ મિનિટ સુધી તો કંઈ મળ્યું નહીં. બધા હતાશ થઈ ગયા. બધાં નીચે જમીન પર બેઠા.
"કંઈ સમજાતું નથી.' શિવ હતાશ થઈને બોલ્યો.
"એકદમ શાંતચિત્તે જોવું પડશે. દાદાએ કંઈક તો નિશાની મૂકી જ હશે. આટલાં બધાં વરસો થઈ ગયા છે એટલે નિશાની દબાઈ પણ ગઈ હોય એટલે ધ્યાનથી શોધવી પડશે." તાની બોલી.
"તાની ઉભી થઈ. ઝાડની એક જાડી ડાળી લીધી. ડાળીથી જમીન ખોતરવા લાગી. બધે આડાઅવળાં લીટા કરવા લાગી. સૂકાં ડાળા પાન અને કાંકરા એક બાજુ કરી જમીન સાફ કરવા લાગી. એક જગ્યાએ એની ડાળી અટકી એણે ફરી પ્રયત્ન કર્યો.પણ ડાળીમાં કંઈક અટકતું હતું. એણે નીચે બેસીને આજુબાજુની જમીન હાથથી સાફ કરી.થોડી માટી દૂર કરી અંદર લાલ ઈંટોથી ત્રિશૂળ બનેલું હતું. એણે બૂમ પાડી
"મળી ગયુંઉઉઉઉઉઉઉ."
બધા ઉત્સુકતાથી દોડ્યા.