અગ્નિસંસ્કાર - 48 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 48



જ્યારે આરોહી બલરાજ વિશે માહિતી એકઠી કરી રહી હતી ત્યાં આ તરફ વિજય અને સંજીવ લીલાને મળવા લોકઅપમાં ઘૂસ્યા હતા.

" તારી અંશ સાથે પહેલી મુલાકાત ક્યારે થઈ?" વિજયે પૂછ્યું.

" અંશને મળવું એ તો મારા નસીબની વાત હતી..એના થકી તો મને ન્યાય મળ્યો છે નહિતર આજ પણ બલરાજ મારું શોષણ કરતો રહેતો હોત.." લીલા બેઘડક બોલી.

" બલરાજે જે કર્યું એનું ફળ તો એને મળી ગયું છે હવે અંશના કર્મોનો હિસાબ થશે બોલ તું અંશ સાથે ક્યાં અને કઈ રીતે મળી?"

" હું જ્યારે મારા પતિનું અગ્નિસંસ્કાર કરીને ઘરે આવી ત્યારે મારી પાછળ હરપ્રીત આવ્યો..પોતાની હવસની ભૂખ પૂરી કરવા માટે...પરંતુ એ જ સમયે અંશે મને એ રાક્ષસથી આઝાદ કરાવી હતી...પછી એણે મને ત્યાંથી ગામ છોડીને જવા માટે કહી દીધું અને હું ત્યાંથી ભાગી પણ ગઈ.. પરંતુ હું ભાગીને જઉં તો ક્યાં જાવ? મારી પાસે ન તો ઘર હતું કે ન તો કોઈ પરિવાર બચ્યુ હતું. જે કોઈ હતું એ તો બલરાજે છીનવી લીધું હતું...એટલે હું ફરી ગામમાં આવી અને અંશ સાથે મળીને એનો સાથ આપ્યો..."

" છ છ ખૂન કરવા માટે પ્લાન પણ ઘડવો પડ્યો હશે ને, અને આ પ્લાન તૈયાર કરવા માટે કોઈ મોટી જગ્યા પણ જોઈતી હશે તો એ જગ્યા ક્યાં છે??" વિજયે પૂછ્યું.

લીલા એ પોલીસને એ સ્થળનું એડ્રેસ આપી દીધું અને જીપ લઈને વિજય અને સંજીવ એ જગ્યા પર પહોંચી ગયા. નદીની એકદમ નજીક એક ખૂણામાં બે રૂમ જેટલું મોટું ઘર તૈયાર કર્યું હતું. આ ઘર વિશેની જાણ તો નદી કિનારે રહેતા લોકોને પણ ન હતી.

તૂટેલા દરવાજાને થોડોક ધક્કો મારતાં વિજય અને સંજીવ અંદર પ્રવેશ્યા.

" સર...આ તો સબૂતોનો ખજાનો છે!!!" સંજીવે આશ્ચર્ય સાથે કહ્યું. એક મોટા ટેબલ પર અમુક લોકોના ચિત્રો પડેલા હતા. આસપાસ અમુક ચીજવસ્તુઓ પડી હતી. જેવી કે બેહોશીની દવા, દારૂની બોટલો અને મજબુત દોરડાઓ.

વિજય એક પછી એક તસ્વીર જોઈ રહ્યો હતો ત્યાં એમની નજર એક એવા તસવીર પર ગઈ કે એના હોશ ઉડી ગયા.

" સંજીવ અહીંયા આવ તો...આ જો..." વિજયે કહ્યું.

વિજયના હાથમાં એમની જ તસ્વીર હતી. સંજીવે જ્યારે બીજી તસવીરો જોઈ તો એમાં પ્રિશા, આર્યન અને ખુદ સંજીવની પણ તસ્વીર મળી આવી.

" સર અહીંયા તો આપણી આખી ટીમની તસ્વીર છે.." સંજીવે કહ્યું.

" અંશની દુશ્મની તો બલરાજના પરિવાર સાથે હતી ને તો પછી એની પાસે આપણી તસ્વીર કેમ? " વિજય ની મુંજવણ ઘટવાને બદલે વધી રહી હતી.

" અંશનો નેક્સ્ટ ટાર્ગેટ કદાચ આપણે તો નથી ને?"

" ના સંજીવ... એમને ખૂન શોખથી નથી કર્યું એણે જેના પણ ખૂન કર્યા છે એ વ્યક્તિઓ એ એમને ખૂબ પીડા આપી છે... અંશનું મિશન ખાલી બલરાજને ખતમ કરવાનું જ હતું... એણે ખુદ મને એ કહ્યું હતું..."

" તો પછી આ તસ્વીર?"

" આ સવાલનો જવાબ માત્ર એક જ વ્યક્તિ દઈ શકે છે.."

લીલાને પણ આ જગ્યાએ લઈ આવવામાં આવી.

" સાહેબ... મને સાચે જ આ તસવીરો વિશે કોઈ ખબર નથી...જ્યારે હું છેલ્લી વખત અહીંયા આવી હતી ત્યારે આ તસવીરો અહીંયા ન હતી.." લીલા એ કહ્યું.

" સર મને લાગે છે લીલા ખોટું બોલી રહી છે.." સંજીવે વિજયના કાન પાસે જઈને ધીમેકથી કહ્યું.

" મને પણ એવું જ લાગે છે પણ લીલા પર વિશ્વાસ કર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી...તું એક કામ કર આ જગ્યાએથી જે પણ વસ્તુઓ સબૂત સ્વરૂપે લઈ જઈ શકીએ એ લઈ લે, આગળ આપણને અંશને સમજવામાં આસાની થશે...અને હા આ કેશવ ક્યાં ગયો હશે એ પણ કદાચ આ રૂમમાં જ ક્યાંક માહિતી છુપાયેલી હોઈ શકે છે..એટલે દરેક ચીજવસ્તુઓને ધ્યાનપૂર્વક જોજે..."

" ઓકે સર.." સંજીવ એક એક વસ્તુઓ ને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો.

વિજયે વધુ શોધખોળ કરવાની કોશિશ કરી પણ હાથમાં ફોટા સિવાય બીજું કંઈ હાથમાં ન લાગ્યું. તેથી વિજયે તુરંત ગાડી હોસ્પિટલ તરફ વાળી. જ્યાં અંશ પથારીમાં પડ્યો હતો.

" ડોકટર સાહેબ શું હું થોડા સમય માટે અંશને મળી શકું?"

" સોરી સર હું મળવાની પરવાનગી નહિ આપી શકું... હજુ એમની દિમાગી હાલત ઠીક નથી...નથી એ પોતાની મા ને ઓળખી શકતો કે નથી એ પોતાનું નામ પણ જાણતો..."

વિજય પાસે રાહ જોયા સિવાય અન્ય કોઈ ઉપાય ન હતો.