આખરે આર્યને કેશવનું ઘર શોધી જ લીધું. કેશવની મા રસીલા સાથે વાત કરતા આર્યન બોલ્યો.
" તમારો દીકરો ફરાર થઈ ગયો છે...અને અમારી પોલીસ એમની શોધખોળ કરવામાં લાગી છે...એટલે જો તમે કેશવ વિશે માહિતી આપશો તો અમે તમારા કેશવને જલ્દી શોધી શકીશું....તો શું કેશવ તમારો જ દીકરો છે?"
" કેશવના લોહીમાં ભલે મારું લોહી નથી દોડી રહ્યું પણ એના રગ રાગથી હું સારી રીતે વાકેફ છું...જ્યારે કેશવ અને અંશ વિશે મને જાણ થઈ તો મને લાગ્યું મારો કેશવ કોઈનો જીવ ન લઈ શકે! પણ જ્યારે મને એ ખબર પડી કે કેશવે બલરાજનું ખૂન કર્યું છે તો મારા જીવને શાંતિ થઈ...મારા દીકરા પર મને ગર્વ છે કે એણે એક પાપીને સજા આપી છે..."
" કેશવ પાસે ન્યાય મેળવવા માટેના અન્ય ઘણા રસ્તાઓ હતા તો પછી એમણે આ ખૂનનો જ રસ્તો કેમ અપનાવ્યો? શું તમને ખબર હતી કે કેશવ કઈક મોટું કાર્ય કરવા જઈ રહ્યો છે?" આર્યને સવાલ કર્યો.
" હા મતલબ કેશવ જ્યારથી એ કોઈ ખાસ મિત્ર અંશને મળ્યો હતો એ દિવસથી એના વિચારો અને વ્યવહારો આખા બદલાઈ ગયેલા..મારી સાથે હંમેશા જઘડો કરતો કેશવ અચાનક શાંત બનીને મારી દરેક વાત માનવા લાગ્યો...ક્યારેક આખી રાત બહાર રહેતો તો ક્યારેક બે ત્રણ દિવસ સુધી પરત જ ફરતો નહિ.."
" તો તમે ક્યારેય પૂછ્યું નહિ કે એ આટલા દિવસો સુધી ક્યાં જાય છે?"
" મારો દીકરો મારા કહેવામાં હોત તો શું જોઈતું હતું, જ્યારથી એણે પોતાની આંખો સામે પોતાના પિતાને ટ્રકથી કચડાતા જોયું ત્યારથી એના વ્યવહારોમાં પરિવર્તન આવવા લાગ્યું.."
" શું કહ્યું તમે પિતાને ટ્રકથી કચડી નાખવામાં આવ્યો?"
" હા મારો પતિ વર્ષો પહેલા બલરાજ સાથે દારૂના ધંધામાં સામેલ હતો પરંતુ એક દિવસ જ્યારે મારો પતિ મને મળવા આવ્યો તો સજા રૂપે બલરાજે મારા ઘરની સાથે મારા પતિ ઉપર પણ ટ્રક ચડાવી દીધો હતો....આ દ્ર્શ્ય જ્યારે મારા દીકરા કેશવે જોયું ત્યારે મેં અને મારા દીકરા એ નક્કી કરી નાખ્યું હતું કે આ બલરાજને તો એના કર્મોનું ફળ અવશ્ય મળશે...અને મારા દીકરા એ પોતાના પિતાનો બદલો વાળી જ લીધો.."
" કેશવ તમારો જ દીકરો છે?" આર્યને ફરી પૂછ્યું.
" ના કેશવ અમારો દીકરો નથી...મારા પતિ એ એને નદીમાંથી ડૂબતા બચાવ્યો હતો..અને એ સમયથી અમે એને ખુદના દીકરાની જેમ જ પ્રેમ અને વહાલ કરીને મોટો કર્યો..પણ હવે કોને ખબર મારો દીકરો અત્યારે કઈ હાલતમાં હશે?"
આર્યને કેશવ વિશે વઘુ માહિતી એકઠી કરી અને વિજયના ઘરે જતો રહ્યો.
" લાગે છે કામ જલ્દી પુરુ થઈ ગયું?" વિજય ટીવી જોતા બોલ્યો.
" આજ કાલ ટીવીમાં નંદેશ્વર ગામની જ વાતો થઈ રહી છે...તમે તો ફેમસ થઈ ગયા.." આર્યને વિજયને ચડાવતા કહ્યું.
" આ ન્યુઝ ચેનલો પાસે બીજા કોઈ સમાચાર નથી લાગતા, બસ રાત દિવસ બસ મારી જ પાછળ પડ્યા છે...ચલ જવા દે તું બોલ શું માહિતી મળી કેશવ વિશે?" ટીવીને બંધ કરતા વિજયે કહ્યું.
" સર આ કેશવની મા પણ કેશવ જેવી જ છે..."
" મતલબ?"
" કેશવના અપરાધ સાંભળીને એ તો જાણે ખુશ થવા લાગ્યા...જાણે દીકરાને ફર્સ્ટ રેન્ક મળ્યો હોય એમ કેશવની તારીફ કરી રહ્યા હતા.."
" કોઈ ખબર મળી કે કેશવ અત્યારે ક્યાં છે?"
" ના સર...મને લાગે છે કેશવ એની માને કહ્યા વગર જ ભાગી ગયો છે..."
" આર્યન, કેશવની મા પર નજર રાખતો રહેજે....આજ નહિ તો કાલે કેશવ પોતાની માને મળવા અવશ્ય આવશે.."
" યસ સર..." આર્યન ત્યાંથી જતો રહ્યો.
વિજય પાસે એક પછી એક માહિતી આવવા લાગી હતી. આર્યનના ગયા બાદ આરોહી આવી અને એમણે બલરાજના ધંધા વિશે ખુલાશો કર્યો.
" સર...આ બલરાજ તો મોટો ખેલાડી નીકળ્યો?" આરોહી એ આવતા જ કહ્યું.
" કેમ શું થયું?"
" એક નહિ પણ અનેક અપરાધ કર્યા છે આ બલરાજ સિંહે..."
" જરા ખુલ્લીને વાત કરીશ..."
" સર તમે પહેલા આ તસ્વીર જોવો..." આરોહી એ બલરાજના દારૂના ગોડાઉનનો ફોટો બતાવ્યો.
" આ હતો બલરાજનો મેન ધંધો..." આરોહી ફરી બોલી.
" બલરાજ દારૂના ધંધામાં સામેલ હતો!!" વિજયે ચોંકતા કહ્યું.
" હા સર...અને એટલું જ નહિ પણ એમને ખૂન, ચોરી, બળાત્કાર જેવા અપરાધ પણ કર્યા છે..... મેં મારી લાઇફમાં આવો હરામી નથી જોયો..."
ક્રમશઃ