Agnisanskar - 5 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 5




બાર કલાક પહેલા કે જ્યારે નાનુ કાકા યુવાન છોકરીની શોધ કરવા ગામમાં ફરી રહ્યા હતા. શોધતા શોધતા એમની નજર એક ઘરમાં પડી જ્યાં એક પંદર વર્ષની છોકરી પોતાના પરિવાર સાથે હસતી ખેલતી હતી.

" થઈ ગયો છોકરીનો બંદોબસ્ત...." નાનુ કાકા એ મનમાં કહ્યું. અને ઘર તરફ જઈને બારણું થપકારવા લાગ્યો.

" આ સમયે કોણ આવ્યું હશે?" છોકરીના પિતા એ પોતાની પત્નીને જોઈને કહ્યું. પત્ની એ દરવાજો ખોલવાની ના પાડી.

" દરવાજો ખોલ...આ બલરાજ સિંહ ચૌહાણનો આદેશ છે..." નાનુ કાકા બોલ્યો.

" નહિ દરવાજો ન ખોલતા... એ મારી દીકરીને લઈ જશે..."

" મમ્મી, કોણ છે એ? અને તું આટલી ગભરાયેલી કેમ છે?"
નાદાન છોકરી એ પોતાની માની આંખોમાં જોઈને કહ્યું.

" તું પોતાનું મોં બંધ રાખ અને તમે દરવાજો ન ખોલતા... એ આપણી દીકરીને લઈ જશે...."

" કોણ લઈ જશે મમ્મી?"

" દરવાજો ખોલે છે કે પછી હું દરવાજાને તોડીને અંદર આવું..." નાનુ કાકા એ ઊંચે અવાજે કહ્યું.

" માફ કરજે સ્મિતા, મારે દરવાજો ખોલવો જ પડશે..." મજબૂરીમાં એક પિતા એ દરવાજો ખોલવો જ પડ્યો.

" શાબાશ...ઓહો! જોવો તો નાની ઢીંગલી તો મોટી થઈ ગઈ! ચલ મારી સાથે, આપણા સરપંચ તને ઈનામ આપશે....આવ મારી સાથે..." નાનુ કાકા એ કહ્યું.

" તું અહીં રૂક, હું જઇને આવું છું....." સ્મિતા એ કહ્યું.

" જેને કીધું એ જ મારી સાથે આવશે અને તને જો આવવાનો એટલો lશોખ હોય તો તું પણ ચાલ સાથે...એક સે ભલે દો..."

" બોસને આજ તો એક સાથે બે બે મલાઈ ખાવા મળશે..." બાજુમાં ઊભેલા બે આદમીઓ હસતા હસતા બોલી રહ્યા હતા.

" કોઈ કહી નહિ જાય, કોઈ જશે તો એ તું જઈશ..." હિંમત કરીને પિતા એ આગળ આવીને કહ્યું.

" સમય ખોટી ન કર...અને એય તું ઉભી છે શું? ચલ મારી સાથે...ખેંચી લો એને...." નાનુ કાકાના કહેતાં જ એના આદમીઓ સ્મિતા અને એની દીકરીને ખેંચીને પોતાની સાથે લઈ જવા નીકળી પડ્યા.

બીજા બે આદમીઓ એ સ્મિતાના પતિને જોરથી લાત મારીને જમીન પર પછાડી દીધો અને બહારથી દરવાજો બંધ કરીને ચાલતા થઈ ગયા.

બે આદમીઓ સાથે નાનુ કાકા આગળ હતા. જે પોતાની વાતચીતમાં જ મશગુલ હતા. એની પાછળ પાછળ બીજા બે આદમી એ સ્મિતા અને એની દીકરીને પકડી રાખી હતી. પંદર મિનિટ બાદ જ્યારે નાનુ કાકાને પાછળથી કોઈ અવાજ ન સંભળાયો તો તેણે પાછળ ફરીને જોયું. નાનુ કાકા કંઈ પ્રતિક્રિયા આપે એ પહેલા જ થોડે દૂરથી મરચાની ભૂકીથી ભરેલી પોટલી નાનુ કાકાની આંખો પર પડી. બીજા બે આદમીઓની સાથે સાથે નાનુ કાકાની આંખો બળવા લાગી. થોડોક સમય બાદ આંખો સાફ કરીને જોયું તો નાનુ કાકા ગાયબ હતા.

બન્ને આદમીઓ નાનુ કાકાની નામની બુમો પાડવા લાગ્યા પરંતુ એમનો કોઈ અતોપતો ન મળ્યો. ત્યાં જ આસપાસ નજર કરીને જોયું તો એના બીજા બે આદમીઓ જમીન પર બેહોશ થઈને પડ્યા હતા. એમની નજીક જઈને જોયું તો એના એક હાથમાં ચિઠ્ઠી હતી, જેમાં સવારના નવ વાગ્યે આ જ સ્થળે પહોંચી જવાનું લખ્યું હતું.

બેહોશીમાંથી ઉઠતા એ બે આદમીઓ બોલ્યા. " શું થયું? શું થયું?..."

" એ બધું છોડ તમારી બંન્નેની આવી હાલત કઈ રીતે થઈ?"

યાદ કરવાની કોશિશ કરતો એક આદમી બોલ્યો. " મેં સ્મિતાને પકડી રાખી હતી પણ અચાનક જ હું ક્યારે બેહોશ થઈ ગયો એ ખબર જ ન રહી! અને જ્યારે ઉઠ્યો તો હું અહીંયા જમીન પર પડ્યો હતો..."

" આ બઘું જરૂર સ્મિતાના પતિ એ જ કર્યું હશે..."

" પણ એને તો આપણે ઘરમાં બંધ કરીને આવ્યા છીએ.. એ આ બઘું કઈ રીતે કરી શકે?."

" હું તો કહું છું આપણે અહીંયાથી ભાગી જઈએ, અહીંયા રહીશું તો આ મારી નાખશે અને બોસ પાસે ખાલી હાથે જશું તો એ ખતમ કરી નાખશે... હું તો ગામ છોડીને જાવ છું...." જમીન પર પડેલો આદમી ઊભો થઈને ગામમાંથી ભાગી ગયો.

" મને તો ડર લાગે છે, એ મારી હાલત પણ હરપ્રીતની જેમ કરી નાખશે તો..ના બાબા ના....હું તો ભાગુ છું..." એક પછી એક એમ ચારેય આદમીઓ ડરના મારે છુમંતર થઈ ગયા.


અહીંયા એક બંધ ઓરડામાં નાનુ કાકા નિવસ્ત્ર થઈને પડ્યો હતો.

ક્રમશઃ














બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED