Agnisanskar - 8 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 8



ચાલું વરસાદમાં નજીકના એક પુલ પાસે બંને આદમીઓ પહોચી ગયા.

" વિચારે છે શું? બાળકને નદીમાં ફેંક..." બાજુમાં ઉભેલો એક આદમી બોલી ઉઠ્યો.

" હું આ કૃત્ય નહિ કરી શકું, બાળકને જોતો કેટલું પ્યારું છે...આવા બાળકને નદીમાં ફેંકી દઈશું તો ભગવાન આપણને કદી માફ નહિ કરે..." કાંપતા શરીરે કહ્યું.

" અને નહિ ફેંકીએ તો બલરાજ આપણને માફ નહિ કરે, એ તો ડાયરેક્ટ આપણને ભગવાન પાસે જ મોકલી દેશે..."

" એ જે હોય એ હું બાળકને નહિ ફેંકુ...આ લે, તું જ તારા હાથે ફેંકી દે...." બાળકને બીજા આદમીના હાથમાં સોંપ્યું.

" તું તો સાવ ડરપોક છે ડરપોક..." બીજા આદમીએ આસપાસ નજર દોડાવી અને કોઈ ન જુએ એમ બાળકને નદીમાં ફેંકી દીધું. બંને આદમીએ આંખો જ બંધ કરી દીધી અને ડરતા ડરતા એ ત્યાંથી ભાગી ગયા.

થોડે દૂર ભાગીને ઉભા રહીને એક આદમી હાંફતા હાંફતા બોલ્યો.

" તે બાળકને નદીમાં પડતાં જોયું તો હતું ને?"

" હા હા તું એની ચિંતા ન કર, બાળક કદાચ બચી પણ જશે તો ભૂખ્યું મરી જશે..ચલ જલ્દી વરસાદ પાછો શરૂ થાય એ પહેલા જ આપણે ગામમાં પહોચી જઈએ.." બન્ને આદમીઓ પોતાના ગામ તરફ નીકળી પડ્યા.

વરસાદ રૂકતા જ જિતેન્દ્ર પોતાનાં ઘરે પહોંચી ગયો. પોતાના ભીંજાયેલા કપડાં બદલ્યા અને વાળ સાફ કરતો કરતો બોલ્યો. " સોરી, લક્ષ્મી, આવતા થોડુંક મોડું થઈ ગયું..." લક્ષ્મી નીચી નજર કરીને ચૂપચાપ બેઠી આંસુ વહાવી રહી હતી. લક્ષ્મીને જોતા કહ્યું " શું થયું લક્ષ્મી? તું રડે છે!" ત્યાં જ જીતેન્દ્રની નજર પલંગ પર સુતા એક બાળક પર ગઈ.

" લક્ષ્મી બીજું બાળક ક્યાં છે???" ઉંચા અવાજે આખુ ઘર કંપાવી ઉઠ્યું.

" બોલ લક્ષ્મી બીજું બાળક ક્યાં છે?" ફરી જિતેન્દ્ર એ સવાલ કર્યો.

લક્ષ્મી એ જે ઘટના બની એ કહી દીધી. જીતેન્દ્ર ક્રોધે ભરાયો અને સીધો બલરાજના ઘરે પહોંચી ગયો.

" બલરાજ, બહાર નીકળ...." દરવાજો ઠપકારતા કહ્યું.

બલરાજે દરવાજો ખોલ્યો અને બોલ્યો. " જીતેન્દ્ર આવ અંદર...બેસ..."

જીતેન્દ્ર અંદર રૂમમાં પ્રવેશ્યો પરંતુ બેસવાને બદલે ઉભા રહીને જ બોલ્યો. " બલરાજ...મારું બાળક ક્યાં છે??"

" મારા ભાભીને પૂછ..તારું બાળક તને ખબર!!"

" હું છેલ્લી વખત કહું છું મારું બાળક ક્યાં છે?" બલરાજનો કોલર પકડીને જીતેન્દ્ર બોલ્યો.

" કોલર છોડ..." ગુસ્સામાં બલરાજે કહ્યું.

" પહેલા મારું બાળક મને આપ...."

" બાળક જોઈએ છે ને તને...જા નદીમાં કૂદકો માર,કદાચ તારા બાળકને તરતા આવડતું હોય અને બચી ગયું હોય...." આસપાસના આદમીઓ પણ બલરાજની સાથે હસવા લાગ્યા.

" મારો નાનો ભાઈ...શું બાળક બાળકની રટ લગાવે છે..એક બાળક તો છે ને બસ તો એમાં હું ખુશ રહે ને! નહિતર એવું ન થાય કે પેલા બાળકની જેમ હું એ બાળકની પણ બલી ચડાવી દવ...."
બલરાજને કરેલા કર્મો પર રતિભરનો પણ અફસોસ ન હતો.

જીતેન્દ્ર એ બાજુમાં પડેલા લાકડામાંથી એક લાકડું ઉપાડીને બલરાજના માથા પર મારી દીધું. બલરાજ ત્યાં જ જમીન પર પડી ગયો. માથુ આખુ લોહી લુહાણ થઈ ગયું. ત્યાં જ ચંદ્રશેખર સિંહ આવ્યો અને જિતેન્દ્ર સાથે મારપીટ કરવા લાગ્યો. ચંદ્રશેખર સિંહ શરીરેથી મજબૂત હોવાથી તેણે જીતેન્દ્રને સારી રીતે માર માર્યો.

હાથ પગ અને મોંમાંથી પણ ધીમીધારે લોહી વહેવાના શરૂ થઈ ગયા હતા. ખુદને માંડ માંડ સંભાળીને એ ફરી ઉભો થયો.

" જીતેન્દ્ર એક વાત કાન ખોલીને સાંભળી લેજે...ચુંટણીનો સમય છે અને હું કોઈ પ્રકારની તકલીફ નથી ચાહતો અને જો તે પોલીસને કમ્પ્લેન કરી તો તું તારું બીજું બાળક પણ નહિ જોઈ શકે...સમજ્યો...ચલ નીકળ..." બલરાજે જીતેન્દ્રને લાત મારીને ઘરની બહાર કાઢી મૂક્યો.

થોડાક દિવસો બાદ લક્ષ્મી અને જિતેન્દ્ર એ બચેલા એક બાળકને જીવથી પણ વધુ સાચવવાની કસમ ખાધી. બાળકનું નામકરણ કરવામાં આવ્યું અને નામ રાખવામાં આવ્યું. ' અંશ '

" અંશ...ખૂબ સરસ નામ છે..જોજે લક્ષ્મી આપણો અંશ એક દિવસ આખી દુનિયામાં આપણું નામ રોશન કરશે..." જીતેન્દ્ર એ બાળકને ઉંચા કરતા કહ્યું.

" કાશ અંશનો ભાઈ પણ જીવતો હોત...." ઉદાસ બેઠી લક્ષ્મી બોલી ઉઠી.

" કદાચ એ બાળક આપણા નસીબમાં લખાયેલું જ નહિ હોય... બસ ભગવાનને મારી એક જ પ્રાથના છે કે એ બાળક જ્યાં કઈ પણ ત્યાં ખુશ રહે..."

શું લક્ષ્મીનું બીજું બાળક જીવતું હશે?

ક્રમશઃ














બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED