બડે મિયાં છોટે મિયાં - Movie Review Khyati Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બડે મિયાં છોટે મિયાં - Movie Review

ફરી એક વખત બૉલીવુડમાં ફિલ્મ હિટ કરવા દેશ ભક્તિના રંગે રંગાઈ. ઈદના દિવસે અક્ષય - ટાઈગરની એક્શન પેક ફિલ્મ બડે મિયાં છોટે મિયાં થશે રિલીઝ.

 

ખ્યાતિ શાહ (સિદ્ધયતિ)

khyati.maniyar8099@gmail.com

 

બોલીવુડમાં હોટ ફેવરિટ ટોપીક અને ફિલ્મ હિટ જવાની પુરે પુરી શક્યતા એટલે દેશ ભક્તિ. આવી જ એક દેશભક્તિની ફિલ્મ આવી રહી છે ઈદના દિવસે. અલી અબ્બાસ ઝફર આ એક્શન પેક થ્રિલર ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે. જેમની સાથે ફિલ્મના નિર્માણમાં વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને હિમાંશુ કિશન મહેર પણ જોડાયા છે.

ફિલ્મની વાર્તા એક વૈજ્ઞાનિક પર આધારિત છે. જે દેશને નુકશાન કરવા માટે એક યંત્ર બનાવે છે.એઆઈના ઉપયોગથી દેશના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળને નષ્ટ કરવાની ઈચ્છા રાખનાર કબીર (પૃથ્વીરાજ સુકુમારન) સામે ફિલ્મના નાયક ફિરોઝ (અક્ષય કુમાર) અને રાકેશ (ટાઇગર શ્રોફ) લડત આપે છે. કબીર પાસેથી તેના દ્વારા એઆઈના માધ્યમથી તૈયાર કરવામાં આવેલી યંત્ર પાછું લાવવા માટે ફિરોઝ અને રાકેશ જંગે ચઢે છે. જેમાં તેમની સાથે જોડાય છે કેપિટન મિશા (માનુષી ચિલ્લર) અને આઇટી સ્પેશિયાલિસ્ટ (આલિયા એફ).

350 કરોડના બજેટ સાથે તૈયાર થયેલી ફિલ્મ ઈદના દિવસે હિન્દી ઉપરાંત અન્ય ચાર ભાષામાં પણ થ્રિડી અને ટુડીમાં રિલીઝ કરવામાં આવનાર છે. જયારે તેના ડીઝીટલ રાઈટ નેટફિલિક્સ પાસે છે. 10 એપ્રિલે ઈદના દિવસે રિલીઝ થનાર ફિલ્મ બડે મિયાં છોટે મિયાં માત્ર એક જ વર્ષના પૂર્ણ કરવામાં આવી છે. ફિલ્મ બનાવવાની જાહેરાત ફેબ્રુઆરી 2022માં કરવામાં આવી હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી 2023માં તેનું શુટિંગ શરૂ થયું અને ફેબ્રુઆરી 2024 એટલે કે માત્ર એક જ વર્ષમાં ફિલ્મ પુરી પણ થઇ ગઈ. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, સ્કોટલેન્ડ, લંડન, લ્યુટિન,અબુ ધાબી અને જોર્ડન ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મ્યુઝિક વિશાલ મિશ્રનું છે જયારે જુલિયસ પૈકીયમ દ્વારા બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવામાં આવ્યું છે. જયારે સિનેમેટોગ્રાફી માર્સીન લાસ્કવીયક દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં હોલીવુડના ખ્યાતનામ કોરિયોગ્રાફર ક્રેગ દ્વારા ફિલ્મના ગીતો અને અકેશન સિક્વન્સ ડિઝાઇન કરવામાં આવી છે. જે ફિલ્મના અનેરું આકર્ષણ જમાવે છે.

ફિલ્મના ટ્રેલરમાં તમામ કિરદારને રીવીલ કરી દેવામાં આવ્યા છે. પરંતુ કબીર (પૃથ્વીરાજ સુકુમારન) એટલે કે મી. એક્સના કિરદારને હજી રીવીલ કરવામાં આવ્યું નથી. મલયાલમ ફિલ્મના એક્ટર, ડિરેક્ટર અને સિંગર હોવાથી પૃથ્વીરાજ સુકુમારન પાસે પણ આશા વધારે છે. ફિલ્મના ગીત પણ થોડા સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યા છે. જેને પણ સોશિયલ મીડિયા પર ભારે ચાહના મળી છે.

ફેબ્રુઆરી 2022માં ફિલ્મની રિલીઝ ડેટ 2023માં ક્રિસમસ વીક દરમિયાન 22 ડિસેમ્બર જાહેર કરવામાં આવી હતી. પરંતુ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન તેમજ તેનું શૂટિંગ પૂર્ણ થયું ન હોવાથી ફિલ્મનું રિલીઝ પાછું ઠેલવામાં આવ્યું હતું. હવે, પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 10 એપ્રિલ 2024ના રોજ ઈદના અવસર પર રિલીઝ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મની રિલીઝ ડેટ બદલવાનું મુખ્ય કારણ તેનું શુટીંગ શિડ્યુલ છે. જાન્યુઆરી 2024માં તો ફિલ્મના મુખ્ય ગીતોનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા ટાઇટલ ટ્રેકનું શૂટિંગ કરાયું હતું.

ફિલ્મના સ્ટાર કાસ્ટ માટે અલી અબ્બાસ ઝફર દ્વારા કેથરીના કેફને સૌથી પહેલા ઓફર આપવામાં આવી હતી. પરંતુ તેને ફિલ્મ કરવાની ના પાડી હતી. જેથી અલી અબ્બાસ દ્વારા અન્ય હિરોઈન તરફ નજર દોડાવવામાં આવી હતી.

જોકે, ઈદના દિવસે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં સાથે અજય દેવગણ ની રિયલ લાઈફ બેઝ ફિલ્મ મેદાન સાથે ક્લેશ થઇ રહી છે. એક જ દિવસે બે બિગ સ્ટાર કાસ્ટ ફિલ્મો આવવાના કારણે કઈ ફિલ્મને દર્શકો સાથ આપશે તે જોવાનું રહ્યું. પરંતુ બન્ને ફિલ્મના ડિરેક્ટર અને નિર્માતાનું માનવું છે કે, બન્ને ફિલ્મ પોતાની જગ્યા પર છે. તે એક બીજાની ઓડિયન્સને એક્ટ્રેક્ટ નહીં કરે.

 

 

ફિલ્મના સ્ટાર કાસ્ટ

અક્ષય કુમાર - ફિરોઝ

ટાઈગર શ્રોફ - રાકેશ

પૃથ્વીરાજ સુકુમારન - કબીર

માનુષી છિલ્લર - કેપ્ટન મીશા

અલાયા ફર્નીચરવાલા - આઈટી નિષ્ણાત પામ

સોનાક્ષી સિંહા

રોનિત રોય - કર્નલ આદિલ શેખર આઝાદ

મનીષ ચૌધરી - કરણ શેરગીલ

શહાબ અલી